સુલોચના Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુલોચના

સુલોચના ગામડામાં એક મધ્યમ પરિવારમાં જન્મેલ ,દેખાવે ઘાટેલી, અણીયારી આંખો અને કપાળે તેજ ચમકતું ,હરણી જેવી ચાલ,એને જોઈને બધાની નજર ત્યાં જ અટકી જતી.સુલોચના ગામડામાં રહેતી અને એ દસમાં ધોરણમાં આવી અને તેની યુવાની જાણે સોળે કળાએ ખીલી ઉઠી હતી.

એ સ્કૂલ જવા નીકળે એટલે બધાની નજર એની પર હોય,પણ સુલોચના એ ક્યારેય કોઈની સામે જોવાની ઈચ્છા કરી નહોતી.એની પાસે ફક્ત શિક્ષણ સિવાય કઈ પણ વાતમાં રસ નહિ,એની સખીઓ મળીને કહેતી ;અરે !સુલોચના બહાર પણ એક દુનિયા છે ! કેમ તું ક્યારેય કોઈ વાત માં ભાગ નથી લેતી .ત્યારે સુલોચના કહેતી મને કોઈ પણ વાતમાં રસ નથી.

થોડાક સમય બાદ સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું બધાજ વિદ્યાર્થીઓએ પ્રવાસ પર નામ લખાવી દીધું .સુલોચના પણ પ્રવાસમાં આવવા માટે તૈયાર હતી. શિક્ષકની સુચના મુજબ બધા જ રાબેતા મુજબ પ્રવાસ માટે તૈયાર થઈને આવી ગયા .પ્રવાસની બસ પણ આવી ગઈ અને બધા ધીમે ધીમે તેમાં ગોઠવાઈ પણ ગયા.

સુલોચના ઘણા દિવસ બાદ બહાર નીકળી હતી એટલે એને પણ ચહેરા પર ખુશીની લહેર દેખાઈ રહી હતી, એટલામાં એની પાછળની સીટમાં મયંક કરીને એક છોકરો બેઠો હતો એને સામે સ્માઈલ આપી પહેલી વખત મયંક અને સ્માઈલ આપી અને જાણે કે બંને એકબીજાની નજરો નજર વાત કરતા હોય એવો અહેસાસ અનુભવ્યો.

બંને જણા બસમાં પહેલી નજરમાં જાણે એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું.સુલોચના ની સખીઓ આ બધું જોઈને હસવા લાગી અને એકબીજાને કહેવા લાગી કે,સુલોચના આજે મયંક સામે જોઇને મહેંકી રહી છે.

પ્રવાસમાં જ્યારે એકાંત મળ્યું ત્યારે સુલોચના એ મયંક ને કહ્યું; મયંક તું જેવી રીતે વાત કરે છે એ મને ખૂબ ગમી.

મયંકે કહ્યું: સુલોચના મને તો તું આખી ગમે છે.પહેલા દિવસથી હું તને જ્યારે જોઈ ત્યારથી પહેલી નજરમાં હું તને ચાહવા લાગ્યો હતો.


સુલોચના કહે; મયંક તું પણ મને ગમે છે.પરંતુ કોઈને ખબર પડે કે આપણે એકબીજાને ચાહીએ છીએ તો મારો અભ્યાસ બંધ થયી જશે.


મયંક કહે; સુલોચના હું તને રોજ જોવા માંગુ છું.એટલે એવું ક્યારે નહિ થાય.એમ વાત કર્ત હતા ત્યારે બધા ત્યાં આવ્યા અને કહ્યું આપણી બસ ઉપડી રહી છે.

બધા ટપોટપ ગોઠવાઈ ગયા.અને બધા વિદ્યાર્થીઓ એ પ્રવાસમાં ખૂબ મજા કરી.ઘેર આવી ગયા.


સ્કૂલમાં પ્રવાસમાંથી આવ્યા પછી બીજા દિવસે સુલોચના ખૂબ સુંદર થયીને આવી હતી. બધાની નજર એની સામે હતી, પણ તેની નજર ફક્ત મયંક પર હતી.બંને ની નજર એકબીજાના દિલ સાથે વાત કરી રહી હતી.

હવે તો નિત્ય ક્રમ બની ગયો હતો એકબીજાને જોઈને ખુશ રહેવાનો, સુલોચના અને મયંક એસ .એસ.સી .પાસ કરી અને બંને જણના રસ્તા અલગ થયા પરંતુ એકબીજાને જે અંદર પ્રેમની લાગણીઓ હતી એ અંદર રાખીને એકબીજાને પ્રેમના વચન આપ્યા.

મયંકે કહ્યું કે ;સુલોચના હું અભ્યાસ કરવા માટે અમદાવાદ જઈ રહ્યો છું પરંતુ તું મારી રાહ જોજે હું તને કાયમને માટે મારી પત્ની બનાવીને જ રહીશ.


મયંક અભ્યાસ માટે એના મામાના ઘરે અમદાવાદ રહેવા માટે ગયો અને અહીં સુલોચના અભ્યાસ છોડીને ઘરે રહેવા લાગી ,કારણકે એના મમ્મી- પપ્પા એ કહ્યું કે ;હવે દીકરીને આગળ ભણાવાય નહીં. આટલું અભ્યાસ કર્યો એ બહુ જ છે સુલોચના આના કાની કર્યા વિના એ તેના ઘરકામમાં પરોવાઈ ગઈ.

મયંકનો ફોન એની સખીને ત્યાં આવે, તો એની સખી એની જોડે આવીને બે ત્રણ મિનિટ વાત કરાવી જતી અને સુલોચના ખુશ થઈ જતી. સુલોચનાને પણ ભણવામાં આગળ જવું હતું પરંતુ એના મમ્મી -પપ્પા આગળ એ કંઈ પણ કહી શકી નહીં. મયંક સાથે વાત કરીને ખૂબ જ ખુશ રહેતી હતી પરંતુ મયંકની રાહ જોવામાં એ ક્યારેક ઉદાસ પણ થઈ જતી હતી .દિવાળીની રજાઓ અને ઉનાળાઓ વેકેશન હોય ત્યારે મયંક આવી જતો. ત્યારે ખાનગી રીતે એ ગામડા ના ખેતરમાં એને મળી રહેતી હતી પહેલી નજરનો પ્રેમ કહેવાય છે... ને... કે સ્વર્ગ જેવું સુખ આપે છે .સુલોચના મયંકને મળતી ત્યારે જાણે કે એ સ્વર્ગમાં હોય એવું લાગતું હતું.


ધીમે ,ધીમે દિવસો વીતતા ગયા અને મયંક કોલેજમાં છેલ્લા વર્ષમાં હતો હવે મયંકે એના ઘરે વાત કરી કે મને સુલોચના ગમે છે ,મારે તેની સાથે લગ્ન કરવા છે.

મયંકના મમ્મી -પપ્પા એ કહ્યું કે; "બેટા "તું કઈ સુલોચના ની વાત કરે છે ત્યારે મને કે કહ્યું મમ્મી આપણા ગામમાં જે સુલોચના રહે છે એની જ હું વાત કરું છું.


મયંકના મમ્મી- પપ્પા લગ્ન માટે રાજી થયા પરંતુ જ્યારે એ સુલોચના ના ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો તેના લગ્ન થયી રહ્યા હતા.સુલોચના પણ ખુશ દેખાઈ રહી હતી.તરત તેમને મયંક ને ફોન કરીને કીધું કે જેને માટે તે રાહ જોઈ એ આજે બીજાની થયી ગયી છે.મયંકના હાથમાંથી ફોન પડી ગયો તરત એ બેભાન થયો એની બાજુમાંથી મગનકાકા આવ્યા અને તેને પાણી પીવડાવ્યું.એટલામાં એના માતા પિતા આવ્યા અને કહ્યું બેટા જે થવાનું હતું તે થયી ગયું તું હવે તેને ભૂલી જા.

મયંક કહે ;પણ ગયા અઠવાડિયે મારે વાત થયી હતી.એને જ લગ્ન માટે સામેથી કીધું હતું પછી કેમ!

સમય વીતતો ગયો મયંક ને થોડાક દિવસમાં એક કંપનીમાં જોબ મળી ગયી અને ત્યાં શાંતિથી રહેવા લાગ્યો.પણ કહેવાય છે કે પ્રથમ નજરનો પ્રેમ ક્યારેય ભુલાય નહિ. રાત - દિવસ એ સુલોચના ના વિચાર કરતો.

એક દિવસ જોયું તો સુલોચના એક હોસ્પિટલમાં નજર પડી.મયંક ત્યાં ગયો અને કહ્યું; તું બેવફા કેમ નીકળી?મે તારી સાથે પ્રેમ કર્યો હતો તે મને કેમ એટલી મોટી સજા આપી?સુલોચના બોલ્યા વિના ચાલી ગયી....

ડોક્ટર આ બધી વાત સંભાળીને કહ્યું કે ;સુલોચના જેવી પ્રેમિકા ભાગ્યશાળીને મળે .તું જેને દોષ આપે છે.એ તું ખુશ રહે એટલા માટે લગ્નનું નાટક કર્યું હતું.કારણકે તું એને ભૂલી જાય.

મયંક કહ્યું; આટલું મોટું નાટક ના હોય સાહેબ.


ડોક્ટર કહે; એ મારા દવાખાનામાં નોકરી કરે છે. ભણી નથી પણ કચરા ,પોતા કરી લે છે.એ એકલી રહે છે.દવાખાનાની અંદર.

જ્યારે તું એને લગ્ન માટે વાત કરી એ પછી અચાનક દુખાવો ઉપડતાં અહી આવી એના રિપોર્ટ જોયા તો મે એને કહ્યું તું ક્યારેય માં નહિ બની શકે.

સુલોચના એ ઘેર વાત કરી લગન માટે એના માતા પિતા તૈયાર હતા.પણ સુલોચના તારું વિચારીને જે દિવસે તારા માં બાપ આવવાના હતા તે દિવસે લગ્નનું નાટક કરી લીધું.


મયંક કહે ; સુલોચના ને હું મળવા માગું છું.

ડોક્ટર કહે: એને તને પહેલી નજરમાં પ્રેમ કરીને પતિ તરીકે સ્વીકારી લીધો છે,પણ હવે તને ક્યારે નહિ મળે.


મયંક કહે; પણ એક વખત મળવાની પરવાનગી આપો.

ડોક્ટર પીગળી ગયા અને મયંક એને સુલોચના બંનેનું મિલન કરાવ્યું,

મયંકે કહ્યું ; હું તારા પવિત્ર પ્રેમને ના સમજી શક્યો મને માફ કરજે.પણ ભલે તું "માં "ના બની શકે પણ લગ્ન તો તારી સાથે કરીશ.

ડોક્ટર કહે : સુલોચના વિજ્ઞાને ઘણી શોધ કરી છે. તમે કોઈની કુંખ ભાડે લઈને બાળક પેદા કરી શકશો.

મયંક કહે; સુલોચના બધું ભૂલીને ફરીથી મને અપનાવી લે..

સુલોચના પોતાના પ્રથમ પ્રેમને કેવી રીતે ભૂલી શકે.

એને તરત મયંકને મંજૂરી આપી દીધી.

ડોક્ટરની હાજરીમાં બન્ને જણાએ કોર્ટ મેરેજ કરી લીધા.

આખરે પ્રથમ નજરનો પ્રેમ જીતી ગયો.