દાદા હું તમારી દીકરી છું - 11 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા હું તમારી દીકરી છું - 11

કહેવાય છે ને સમય ને જતા વાર નથી લાગતી. સમય જતા તમામ ઘા રૂઝાઈ જાય છે.

નમસ્કાર મિત્રો હું છું પ્રિયા તલાટી. આજે આપણે દાદા હું તમારી દીકરી છું ને 11 મોં ભાગ જોઈશું.

જો હું ફૂલ છું તો તમે ફૂલ નો બગીચો છો દાદા
જો હું સફળતા છું તો તમે ત્યાં સુધી નો રસ્તો છો દાદા
જો હું સંસ્કારી છું તો તમે એ સંસ્કાર નવો સિંચન કરનાર છો દાદા
જો હું દીકરી છું તો તમે મારા દાદા છો

દાદા અને દીકરીના પ્રસંગો તો બહુ જુના વર્ષોથી ચાલ્યા જ આવે છે.
એક દીકરીમાં સંસ્કારનું સિંચન કરનાર હોય છે દાદા,
ઘરનું વડીલરૂપી વૃક્ષ હોય છે દાદા,
એક દીકરી નું કાળજું હોય છે દાદા અને એ દાદાનું જ કાળજું હોય છે એની દીકરી....

દાદા અને દીકરીના સંબંધની વાતો કરીએ એટલી ઓછી છે. દાદા માટે દીકરી એ એનો કાળજાનો કટકો હોય છે. જેમ નાના પોતાને પાણી સિંચાઈને એક વૃક્ષ બનાવે છે તેનો માળી તેમજ દાદા પોતાની દીકરીમાં એક એક ઘરનો સિંચન કરીને તેને સમાજમાં રહેતા શીખવાડે છે.

સવાર થતા આજ દાદા અને દીકરીનો મધુર કલર આવો સંભળાતો હોય છે અને હું તો કહું છું જ્યાં કલર સંભળાય છે તે ઘર જેવું સુખી ઘર કોઈ નથી. દાદા વિના તો વેરણ ખરેખર નહીં પણ એક ઓરડું લાગે છે.

સવાર થતા જ દાદા સાથે મંદિરે જાવું, અખબાર વાંચવું, થોડી ઘણી ધાર્મિક વાતો કરવી, જે વાત આપણે મમ્મી પપ્પાને ન બતાવીએ તે દાદા સાથે કરવી, તેમની સાથે જમવું, આખા ગામમાં તેમની સાથે ફરવું અને નાસ્તો કરવો, રાત પડે ત્યાં દાદાની પાસે વાર્તા સાંભળવા બેસી જાવ અને પછી તેમની સાથે જ સુઈ જવું. દાદા ને જેટલો દીકરો વાલો હોય તેનાથી વધુ પૌત્ર અને પૌત્રી વધુ વહાલા હોય છે. જ્યાં સુધી તે તેમનો અવાજ ન સાંભળે ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત નથી થતી. મા બાપને અડધી જિમ્મેદારી તો દાદાના હોવાથી જતી રહે છે.

કોણ કહે છે કે દાદા અને બા ઘરનું કામ નથી કરતા. છોકરાઓને સાચવવાનું સૌથી મોટું કામ કરે છે. તેને સાચવો જ નહીં પણ તેનામાં સારા ગુણોનું સિંચન પણ કરાવે છે. તેમનામાં સકારાત્મક ભાવનાઓને જગાડે છે. ક્યારેય નિરાશ નહીં થવાની સલાહ આપે છે. તેમને જિંદગીની સાથે હસતા, રમતા શીખવાડે છે. ગાણિતિક નો પાયો જ તેમને હાથ ના વેઢાઓથી શીખવાડે છે.

મારા દાદા જ્યારે આઠમા ધોરણમાં હતી ત્યારે જ તેમની ડેથ થઈ ગઈ હતી. તમને યાદ આવતી હોવાથી મેં તેમના માટે થોડી લાઈન લખી હતી.

આંખે આજ ભી નમ હૈ
દિલ આજ ભી ઉદાસ હે
દાદા આપકી યાદ મેં હર દિન પસાર હૈ
યાદ આપકી કમ નહીં આતી
જબ મેં થક કર રો રહી હતી હું તબ
હરદમ આપકે હી આવાજ સુનાઈ દેતી હૈ
ચલ ઉઠ અભિ હાર મત માન મેરી બેટી
તુમ્હે અભી સબ કો દિખાના હૈ કી તું ભી કિસીસે કમ નહી
સચ બતાવો આપકો
આપ હી મેરા સાહસ હો દાદા
આપકે બીના મેરા જીવન તો માનો જૈસે બીના પાની કા પોધા હૈ દાદા
~પ્રિયા તલાટી

વૃદ્ધો વિનાનું જીવન તો ખરેખર પાણી વિનાના પોધા જેવું છે. વૃદ્ધો તો આપણું વડ વૃક્ષ છે. તે આપણને ઘણી વખત તડકો પણ આવવા દે છે જેથી બહાર નો તડકો આપણા ઉપર ભારે ન પડે. બસ આવો જ કંઈક સંબંધ છે જેન્તીભાઈ અને અંચુ નો... જે આપણે હવે આગળના ભાગમાં જોઈશું. તમે પણ તમારા અને તમારા દાદાના અનુભવો નીચે કમેન્ટમાં શેર કરી શકો છો. અને ફોલો કરો મને જેથી હું આવી નવી નવી વાર્તાઓ લખતી રહું.થેન્ક્યુ.

~પ્રિયા તલાટી