દાદા હું તમારી દીકરી છું - 7 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા હું તમારી દીકરી છું - 7

જ્યંતિભાઈ સ્મિતાને હવે બધું ભૂલી જવાનુ કહ્યું. Je થવાનું હતું તે થઈ ગયું હવે તમે થોડુંક જમી લ્યો નહિ તો તમારી તબિયત ખરાબ થઈ જશે, પણ સ્મિતા જમવાની ના પાડે છે. અંતે જયંતીભાઈ તેમને જમવા માટે બહુ કેહતા નથી. આ બધાના અવાઝથી આંચું જાગી જાય છે અને બધું સાંભળતી હોય છે. તેના મનમાં શું ચાલે છે એ કોઈને ખબર નથી હોતી.નિક થોડી વાર પછી ઘરે જતો રહે છે. રિંકુ ત્યાં જ રોકાઈ છે. સૌ રાતના સુઈ જાય છે.

બીજે દિવસે સોનેરી સવાર ઉગે છે. આજ તો આંચું પોતાની રીતે જાગી જાય છે અને તૈયાર પણ પોતાની રીતે થતી હોય છે. રિંકુએ સવારે નાસ્તો બનાવી નાખ્યો હોય છે. આંચું સ્મિતા પાસે જઈ " મમ્મી, તું દુનિયાની સૌથી સારી મમ્મી છો. હું તને બહુ પ્યાર કરું છું. " આવુ કહીને જતી રહી.

સ્મિતા અને રિંકુ બંને આ જોઈ નવાઈ પામે છે. સ્મિતાના ચેહરા પર સ્મિત આવી જાય છે. જલ્દીથી તેઓ ટિફિન બનાવે છે અને રિંકુને તેના ઘરે પણ મુકવા જવાનુ હતું. સ્મિતા પણ જલ્દીથી નાસ્તો કરીને રિકુંને પેહલા મુકવા જાય છે. રિકુંના સાસુ અને સસરા સ્મિતાને થોડી વાર બેસવા માટે કહે છે પણ સ્મિતા પછી આવવાનું કહે છે કેમ કે આંચું ને સ્કૂલમાં પણ મુકવા જવાની હતી.

આંચું ને સ્મિતા સ્કૂલએ મુકવા જાય છે. આંચું આજે સામેથી કહે છે, " તું ચિંતા ના કરતી મમ્મી. તારે જો આવવામાં મોડું થશે તો હું અહીંયા જ ઉભી રહીશ. " સ્મિતા આંચું ને ગળે લગાવી ધ્યાન રાખવાનું કહી ઓફિસએ જતી રહી. ઓફિસમાં પણ સ્મિતાને થોડું કામ રહેતું.

જયંતીભાઈ અને ભરતભાઈ બંને બૈઠા હોય છે અને વાતમાંથી વાત કરે છે કે કાલ રાતના શું થયું હતું એ. ભરતભાઈ જ્યંતિભાઈને કહે છે, " અત્યાર સુધી તું શહેર નહોતો જતો એ વાતમાં હું તારી સાથે હતો, પણ ત્યારે રાહુલ હતો ત્યાં એટલે ચિંતા કરવાની કંઈ જરૂર ના હતી. હવે મારાં વિચારથી તારે શહેર જતું રેહવું જોઈએ. આંચું ને એક સહારો મળી જાય અને તારું પણ ધ્યાન ત્યાં જ રહે. "

જ્યંતિભાઈ કહે છે, " હું પણ હવે એ જ વિચારું છું કે મારે હવે એ જ કરવું પડશે. "

હા, આમ પણ તું હવે થોડા સમયમાં શહેર જ આવવાનો છો ને?

ભરતભાઈ કહે છે, " હા, હવે થોડા સમયમાં હું પણ શહેર જ આવુ છું. જ્યાં સ્મિતા રહે છે તે ઘરની બાજુમાં જ મારાં દીકરાનું ધર હતું. તે હવે અત્યારે તો વિદેશમાં રહે છે પણ અમારું ઘર ત્યાં જ છે તો ત્યાં રહેવા જવાનુ થશે. આમ પણ આ ઘર હવે ઘર માલિકને સરકારી જમીન માટે વેચવાનું છે. "

આમ ભરતભાઈ અને જયંતીભાઈની વાતો ચાલે છે. જ્યંતિભાઈ હવે શહેર આવવા માટે તૈયારી ધીમે ધીમે શરુ કરે છે. આંચુ બધું ભૂલી જાય છે પણ હજી તેના મનમાં એવો વહેમ હોય છે કે, " પપ્પા જ તેને સૌથી વધુ પ્યાર કરતા હતા. મમ્મી તો ખાલી પપ્પાની સાથે રહેવા માંગતી હતી. અત્યારે પણ મમ્મીને મારાં માટે સમય જ નથી. "


આ વાત તે પોતાના મનમાં જ રાખે છે. તેને લાગે છે દાદા આવી જતા બધું બરાબર. થઈ જશે. તે મને સૌથી વધુ પ્યાર કરે છે. તે મારાં પપ્પાની જેમ જ મને સાચવશે. મમ્મીને પછી જે કરવું હોય એ કરશે.નાની એવી છોકરીના મનમાં આ વાત કંઈ પણ સમજાયા વિના છપાઈ જાય છે.

થોડી વરમાં છુટ્ટી પડી જાય છે અને તે બહાર ઉભી હોય છે. આજે તો સ્મિતા તેના માટે તેની પસંદીદા ચોકલૅટ લઈને ઉભી હોય છે. આંચું સીધી સ્કુટી પર બેસી જાય છે. તે સ્મિતાના હાથમાંથી ચોકલૅટ લેતી નથી. સ્મિતાએ પૂછ્યું, " અરે, શું થયું આંચું? આ તો તને પસંદ છે. તો તે કેમ ના લીધી. "

આંચું કહે છે, " મને આ ચોકલેટ પસંદ નથી. આ ચોકલૅટ પપ્પાની પસંદની છે. "

સ્મિતા તેને બોલતા અટકાવે છે, " અરે, પણ તું પણ ખાતી હતી ને!!"

આંચું એ જવાબ આપ્યો, " હા, કેમ કે પપ્પા મારાં માટે એ લાવતા હતા. હવે મારે ઘરે જવું છે. "

તમને શું લાગે છે સ્મિતા અને આંચું વચ્ચેની આ અડચણ દૂર થશે? તમારો જવાબ મને આગળ વધુ આવી કહાની લખવાં માટે પ્રેરિત કરે છે તો પ્લીઝ તમારો અભિપ્રાય આપો 🙏🙏

પ્રિયા તલાટી