આગળ આપણે જોયું કે સ્મિતાને આંચુ ના ટીચર સ્કૂલ એ બોલાવે છે તો સ્મિતા સવારે ટીચરને માપવા માટે જાય છે :)
સ્મિતા તેની સ્કુટી બહાર પાર્ક કરે છે અને અંદર જાય છે. આંચું ના ટીચર બહાર જ ઉભા હોય છે. સ્મિતા અંદર જતા જ ટીચર આંચું વિશે પૂછે છે કે, " તે કેમ ના આવી?. "
સ્મિતા : આજે તેના દાદા આવ્યા છે એટલે એક દિવસ તેની સાથે રહેવા માંગે છે એટલે તે ના આવી.
આંચુ ના ટીચર ઓકે કહે છે અને સ્મિતાને તેની સાથે આવવા માટે કહે છે. તે સ્મિતાને પ્રિન્સિપાલની રૂમમાં લઇ જાય છે. પ્રિન્સિપાલ આંચું ના વર્તન અને ભણવા વિશે વાત કરે છે. તે જણાવે છે કે બધા ટીચરની ફરિયાદ છે કે બીજા છોકરાને ખરાબ કરી દેશે.
આંચુ અમારી સ્કૂલનું નામ ખરાબ કરી દેશે એટલે અમે બધાએ નક્કી કર્યું છે કે આંચું ને લિવિંગ સર્ટિફિકેટ આપવાનું. તે ભવિષ્યમાં સુધરી જશે તો અમે તેને પાક્કું સ્કૂલમાં પાછુ એડમિશન લઇ લેશું પણ, અત્યારે તો અમે તેને અમારી સ્કૂલમાં નહિ રાખી શકીએ.
સોરી કહીને પ્રિન્સિપાલએ સ્મિતાના હાથમા લિવિંગ સર્ટિફિકેટ આપી દીધું. સ્મિતાએ ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ સમજ્યા નહિ. સ્મિતા પછી ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.
સ્મિતાના મનમાં હવે વધુ ચિંતા સતાવતી ગઈ કે હવે શું થશે? આંચુ ના ભવિષ્યનું હવે શું થશે.....
આ ચિંતા તેના મનમાં સતત ધૂમ્યા કરે છે. તે સ્કુટી નિકાળે છે અને ઓફિસએ જાય છે. તે આ વાત ઘરે જઈને કહેવાનું વિચારે છે પણ ત્યાં જયંતીભાઈનો ફોન આવે છે, " શું થયું? તમને આંચું ના ટીચરએ આજે સ્કૂલે બોલાવ્યા હતા ને ".......
સ્મિતા: ," હા, આંચુ ને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી છે. તેના વર્તન અને ભણવામાં રસ ના હોવાના લીધે. "
જ્યંતિભાઈ : " તમે તેમને સમજાવ્યું નહિ કે એ તો નાની છોકરી છે. તેનાથી ભૂલ થઈ જાય. "
સ્મિતા :" મેં બાળગુ સમજાવ્યું પપ્પા પણ તેઓ ના માન્યા. તેઓ કહે છે કે એક ના લીધે બધા બાળકો ખરાબ થાય. આ અમારી સ્કૂલના નિયમોની વિરુદ્ધ છે. હવે આંચું ના ભવિષ્ય નું કંઈ નહિ થાય જો તેનો સ્વભાવ આમ જ રહેશે તો.....
જયંતીભાઈ સ્મિતાને ચિંતા ના કરવાનું કહે છે. અત્યારે નૌકરીએ જઈને આરામ થી ઘરે આવી જાઓ. આંચું નું કંઈક ને કંઈક મેળ થઈ જશે. સ્મિતા ફોન મૂકે છે અને નૌકરીએ જવા નીકળે છે.
રસ્તામાં તેને ઘણા આંચું ના વિચાર આવે છે અને એ વિચારમાં ને વિચારમાં સામેથી ટ્રક આવતો દેખાતો નથી. ટ્રકવાળો જયારે ઉપરા ઉપર હૉર્ન વગાડે છે તો તે અચાનક થી જુએ છે પણ એટલામાં તો ટ્રક વૃક્ષ સાથે ભટકાય છે અને સ્મિતાની સ્કુટી સ્લીપ થઈ જાય છે.
સ્મિતાની સ્કુટી બીજી બાજુ પડે છે અને સ્મિતા પણ બીજી બાજુ પડી જાય છે. સ્મિતા આંખે લોહી લુહાણ થઈ જાય છે. આજુ બાજુના લોકો દોડીને તરત જ આવે છે સ્મિતા ને હોસ્પિટલે લઇ જાય છે.આ બાબતની જાણ પોલીસ ને કરવામાં આવે છે. પોલીસ દ્વારા જ્યારે તમામ માહિતી અને તપાસ કરવામાં આવે છે તો સ્મિતા પાસેથી તેનો ફોન અને થોડાક ડોક્યુમેન્ટસ મળે છે. સ્મિતાના ફોનમાં બાપુજી કરીને બે ત્રણ મિસકોલ આવી ગયા હોય છે. સ્મિતા અત્યારે કંઈ પણ કહી શકે તેવી હાલતમાં નથી હોતી. પોલીસ તેમનો ફોન ખોલે છે અને બાપુજી ને કોલ કરે છે.
ક્રમશ :
જો તમને જો તમને આ વાર્તા પસંદ હોય તો રેટ આપવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો. તમારો રેટ મને વાર્તા લખવા માટે ઇન્સ્પિરેશન કરે છે. તમારા લાઈક થી હું દરરોજ તમારા માટે આવી નવી નવી વાર્તાઓ લખતી રહીશ. આભાર.
~પ્રિયા તલાટી