દાદા હું તમારી દીકરી છું - 5 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા હું તમારી દીકરી છું - 5

સ્મિતા આંચુને ત્યાં ના જોતા ગભરાઈ ગયા. પછી તેમને યાદ આવે છે કે રાહુલ હંમેશા મને વાત કરતો હતો કે તેને આંચુંને લેવા જવામાં મોડું તગાય તો તે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ આંચુંને ખવડાવવા લઇ જતો હતો. સ્મિતાને લાગ્યું આંચુ પાક્કું ત્યાં જ ગઈ હશે એટલે તે તરત જ તેની સ્કુટી શરુ કરે છે અને ત્યાં જાય છે.

ત્યાં જઈ તે આજુબાજુમાં બધે જુએ છે કે આંચુ ત્યાં છે કે નહિ, પણ તેને ત્યાં ક્યાય આંચું દેખાતી નથી. તે બહુ ડરી જાય છે અને ત્યાં તે આઈસ્ક્રીમની દુકાને ઉભા રહેલ વ્યકિતને આંચૂનો ફોટો દેખાડી પૂછે છે કે, આ છોકરી મરી દીકરી છે. શું તે અહીંયા આવી હતી?

દુકાનદાર કહે છે, " આ હંમેશા તેના પપ્પાની સાથે અહીંયા આવતી હતી, પણ આજે તે એકલી આવી હતી અને રડતી પણ હતી. મૈન તેને પૂછ્યું શું થયું છે બેટા? આજે કેમ એકલી આવી છો? "

તો એ છોકરીએ કહ્યું " મારાં પપ્પા મને છોડીને જતા રહ્યા. "
" તો મને લાગ્યું કે એના પપ્પા આજે લેવા નહિ આવ્યા હોય. પછી તે જતી રહી ".

સ્મિતા દુકાનદારને ત્યાં થી તરત જ નીકળે છે એટલામાં તો જયંતીભાઈનો ફોન આવે છે.

સ્મિતા જ્યંતિભાઈનો ફોને ઉપાડે છે તો થોડા ડરેલા આવાઝ માં બોલે છે. જ્યંતિભાઈને ખબર પડી જાય છે કે નક્કી કંઈક થયું છે. તેઓ સ્મિતાને પૂછે છે કે શું થયું? બધું બરાબર છે ને ત્યાં?

સ્મિતા થોડા ગભરાયેલા અવાઝમા બોલે છે, "હા, આમ તો બધું બરાબર છે પણ આંચુંને હું તેની સ્કૂલમાં લેવા ગઈ તો મારે થોડું મોડું થઈ ગયું. આંચુ ત્યાં ઉભી ના હતી અને રાહુલને જયારે આંચુ ને લેવા આવવામાં મોડું થતું હતું ત્યારે તે આંચું ને ચોકલેટની દુકાને લઇ આવતો હતો.

હું ચોકલેટની દુકાને આવી બધાને પૂછ્યું પણ કોઈને આંચું વિશે ખબર નથી. દુકાનદાર એમ કેહતા હતા કે આંચુ ને રાહુલ વિશે પૂછતાં તે રડવા લાગી હતી અને અહીંયાથી દોડીને ક્યાંક જતી રહી. ખબર નહિ હવે એ ક્યાં ગઈ હશે!!

જયંતીભાઈ તરત જ પોલીસ સ્ટેશનએ જઈ એફ આઈ આર લખાવવાનું કહે છે. તું ચિંતા નહિ કર જલ્દી આંચુ મળી જશે. ત્યાં ક્યાંક અજુ બાજુ માં ગઈ હશે. તને બીજી એવી કોઈ જગ્યા ખબર છે જ્યાં આંચુ અવારનવાર રાહુલ સાથે જતી હોય?

સ્મિતા જવાબમાં ના કહે છે કે એવી બધી જગ્યા મૈન જોઈ લીધી છે. જયંતીભાઈ તેમના નજદીકી સંબંધી રિંકુ ને સ્મિતાની મદદ કરવા માટે મોકલે છે. રિંકુ તરત જ ટીક પહોંચી જાય છે. તેઓ બધી જગ્યા જોઈ લે છે પણ આંચું તેને ક્યાય મળતી નથી.

સ્મિતા રડવા લાગે છે કે, " હું મરી દીકરીને સાચવી પણ નથી સકતી! કેવી માઁ ચુ હું? મરી દીકરીના મનમાં શું ચાલે છે તેની પણ મને નથી ખબર! " આમ તેને ખુબ દુઃખ થાય છે.
રિંકુ અને જયંતીભાઈ તેને રડવાની ના પાડે છે.

જ્યંતિભાઈ કહે છે, " આમાં તારો કોઈ વાંક નથી. એકલા હાથે બધું સાંભળવું ખુબ જ મુશ્કિલ કામ છે. એક બાજુ દીકરીને સાચવવી, નૌકરી કરવી અને ઘરનું કામ કરવું ખુબ મુશ્કેલ છે. ખરેખર મરી દીકરી તને વંદન છે કે રાહુલના ગયા પછી તે ઘરની તમામ જિમ્મેદારી ઉપાડી લીધી છે. બાકી હું તો તમારા માટે કંઈ ના કરી શક્યો.

હવે રડ્યા વિના તમે આંચુને શોધવા માટે જાઓ કેમ કે પોલિસ પણ આંચુના ખોવાયાના બાર કલાક પાછી એફ આઈ આર લખશે. તમે એક કામ કરો ફરીથી એકવાર આંચુ ના બધા દોસ્તોને પૂછી જુઓ. તેના સ્કૂલના દોસ્ત, ટ્યૂશનના દોસ્ત અને નીચે રમતા બધા દોસ્તને પૂછી જુઓ. એવુ લાગે તો હું ત્યાં આવી જાઉં છું.

સ્મિતા અને રિંકુ બંને જયંતીભાઈને અત્યારે આવવાની ના પાડે છે. તેઓ કહે છે અત્યારે અમે આંચુને શોધી એ છીએ. રિંકુ કહે છે થોડી વાર પાછી આંચું નહિ મલે તો નિક ( રિંકુનો પતિ ) પણ એફ આઈ આર લખાવવા આવે છે. એટલે તમે સ્મિતા અને આંચુંની ચિંતા ના કરતા.

આંચું જેવી મળે છે એવો તરત જ અમે તમને ફોને કરીયે છીએ.
તમને શું લાગે છે આંચુ ક્યાંક કિડનેપ તો નથી થઈ ને શું.??જોઈએ છીએ આગળ

પ્રિયા તલાટી