બે લઘુ હાસ્ય રચના:
1. દાઢી
બિટ્ટુડો અડધો કલાકથી દાઢી ખંજવાળી રહ્યો હતો , એને ખબર જ પડતી ન હતી કે છેલ્લા એક મહિનાથી દાઢીમાં ખંજવાળ કેમ આવે છે. પણ આજે તો હદ થઈ ગઈ .
બીટ્ટુએ દાઢી લગભગ 1 ફૂટ જેટલી વધારેલી હતી (કાનની બૂટથી ગણતા ભાઈઓ, મેં એની દાઢી માપેલી છે, ચોખવટ પૂરી, ઓકે!). દાઢી પર ભરાવદાર વાળનો પુષ્કળ જથ્થો. માથા પર પણ પુષ્કળ વાળ.
પોની ટેલ વાળી ચોટલી. રંગ ગોરો. અણીદાર નાક . બીટ્ટુ મોડેલ હતો ને. મોડેલિંગને લગતા પુષ્કળ એગ્રીમેન્ટ પણ સાઈન કરી રાખેલા હતા. પણ આ દાઢીએ કેર વર્તાવી દીધેલો.
પહેલા અમે લોકો સ્કિન સ્પેશીયાલીસ્ટ પાસે ગયા.: ' અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે દાઢીમાં ફંગલ ઇન્ફેક્શન છે.આ ક્રીમ લગાવ્યા કરજો અને આ દવા લખી આપું છું. કોર્ષ પુરો કરી દેજો. મટી જશે '.
એજ પ્રમાણે કર્યું પણ મેળ ના પડ્યો.
કોઈકે હોમીઓપેથી દવાની સલાહ આપી.એક કલાકની હિસ્ટરી પછી પછી ડૉક્ટર: ' જુઓ આ મલમ છે એને કોપરેલમાં મિક્સ કરીને લગાવ્યા કરજો અને ગોળીઓ સવાર સાંજ લેજો. આવી જશે'.
કર્યું. એનાથી દાઢી બીજી ત્રણ ઈંચ વધી ગઈ પણ ખંજવાળ મટી નહીં.
હવે?! કયો ઉપાય બાકી રહી ગયો? કોઈકે શિળવા કીધા તો કોઈએ એલર્જી. એનાય ઉપાયો કર્યા પણ કંઈ ફેર પડ્યો નહીં.
કોઈકે કહ્યું કે દાઢી જ કઢાવી નાંખ. પણ બીટ્ટુ તો એવું સાંભળીને જ રડી પડ્યો. કેમ કે દાઢી તો મેઈન છે એના દેખાવ માં. હવે? હવે?
ઓહ સીટ ! ઓહ સીટ! યુરેકા.....આ વિચાર મને પહેલા કેમ ના આવ્યો? .....,..
મેં ફક્ત એની દાઢીમાં ઝીણી કાંસકી ફેરવી ને લો, કારણ મળી ગયું.
' જુ ' પડી હતી એની દાઢીમાં..,..
2. કપડાંનું ATM
ગોટ્યાનો એક ખાસ મિત્ર છે .જે જેન્ટ્સ કપડાં વેચે જેમ કે પાયજામા, લૂંગી, ગંજી, ઝભ્ભા વગેરે. એનો ધંધો હજી વધારે ચાલે એ માટે મિત્રએ ગોટ્યાને કંઈક આઈડિયા લગાવવાનું કીધું.
તો AI એક્સપર્ટ ગોટ્યાએ એક નવું જ AI આધારિત બોલતું ATM ( કોઈ એને એની ટાઈમ મની તરીકે ઓળખે છે પણ એકચ્યુલી એને ઓટો ટેલર મશીન કહેવાય છે)તૈયાર કર્યું. એણે મશીનમાં બોલતી બાર્બી ડોલ મુકી દીધી. આ બાર્બીમાં લાગણીઓ પણ ઇન્સર્ટ કરેલી.... મશીનમાં એવી ટેકનિક વાપરી કે કોઈ કસ્ટમર ઓનલાઇન પેમેન્ટ કરે એટલે AI બાર્બી બોલે કે ફલાણા ભાઈને 38 કમર વાળો પાયજામો આપો એટલે ખાંચા માંથી એજ માપનો પાયજામો બહાર નીકળે. 40 લંબાઈની લૂંગી (આમાં કમરનું માપ આવે? મને નથી ખબર હોં)બહાર કાઢો એવું બોલે એટલે એકઝેટ એજ માપની લૂંગી બહાર નીકળે.આ પ્રમાણે આવી બધી વસ્તુઓ બહાર નીકળે.
ટેસ્ટિંગ બરાબર થઈ ગયું. મશીન ટકાટક ચાલતું હતું . ઉદ્ઘાટન નો દિવસ આવી ગયો . પૂરા વર્લ્ડ માં ફર્સ્ટ ટાઈમ આવું ATM હતું.. એટલે લોકોની ભીડ વધી ગઈ. કશુંક નવીન જોઈને લોકો ખુશ થઈ ગયા અને વાપરવાનું ચાલુ કર્યું,
ને દશેરા ને દિવસે જ ઘોડું ન દોડ્યું, થયું શું?
એક ભાઈએ ઓનલાઇન પેમેન્ટ કરી પાયજામો ઓર્ડર કર્યો તો લૂંગી બહાર આવી, કોઈએ લુંગી ઓર્ડર કરી તો બનીયન બહાર આવ્યું . એક જણની લૂંગી ઓર્ડર પ્રમાણે બહાર તો આવી પણ ખાંચો બરાબર ન હશે એટલે ચ ર ર ર ર ર ર કરીને અવાજ આવ્યો ,જોયું તો લૂંગી ફાટી ગયેલી.કોઈ ભાઈએ કફની ઓર્ડર કરી તો ખીસ્સા વાળી બનીયન બહાર આવી . કોઈએ વળી બનીયન ઓર્ડર કરી, બહાર તો આવી પણ એટલા બધા કાણા પડી ગયેલા ન પૂછો વાત,વળી એક જણે ઈલાસ્ટિક વાળું ધોતિયું ઓર્ડર કર્યું તો એવું વિચિત્ર ફાટીને બહાર આવ્યું, જોયું તો કછછો જ થઈ ગયેલો, બોલો.
એટલા બધા ઓર્ડર આવ્યા કે બાર્બી પોતેજ ગુચવાઈ ગઈ અને બોલવા માંડી: ' હવે બસ ' ટક ટક ટક 'હું થાકી ગઈ છું હવે હું આ મશીન છોડીને જાઉં છું મીન્સ કે સ્ટ્રાઈક પર જાઉં છું' , ટક ટક ટક ટક ઠ ર ર ર ર ખટ ખટ ખટ....... ઠુસ ઠુસ ઠુસ...., ઠુસ્સસ સ સ સ સ સ સ.,,......
સરવાળે ATM કહ્યા માં ન રહ્યું , એને તાત્કાલિક બંધ કરવું પડયું....
.
.
જતીન ભટ્ટ' નિજ '
94268 61995
( ભલે આ લેખ હાસ્ય નિષ્પન્ન કરવા માટે લખેલો છે પણ કદાચ આવું મશીન નજીકના ભવિષ્યમાં બની શકશે, એને માટે આ હાસ્યલેખ પ્રેરણાદાયક બની શકે)....
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995