પિતા અને પુત્રી Pandya Rimple દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પિતા અને પુત્રી

પિતા અને પુત્રી દુનિયા નો સૌથી શ્રેષ્ઠ સંબંધ. દિકરી ના જન્મ થી માંડીને સઘળી સૃષ્ટિ માં તેને સૌથી વધુ પ્રેમ કરે તે પિતા. દિકરી ના જન્મ થી જેટલી ખુશી વ્યક્ત કરે તેનાથી વધારે મોટી કરી સાસરે મોકલવાના વિચાર માત્ર થી રડી પડે એ પિતા. દિકરી માટે તો કોઈ થી પણ લડવા તૈયાર થઈ જાય પછી સામે પોતાના હોય કે પારકા પિતા ને કશાની પરવા ન હોય. અને દિકરી નું પણ એવું જ હો ! પિતાની પરેશાની તો પળવારમાં પકડી પાડે. અને સાંત્વના તો એવી આપે જાણે કે માં જોઈ લો. પિતા સમક્ષ કોઈ વાત રજૂ કરવાની હોય તો એ કામ દિકરી ને સોંપવામાં આવે. કારણ સૌને ખબર હોય કે તે પિતા ને મનાવી લેશે. પિતા પણ દિકરી ને કોઈ વાત ની ના ન કહી શકે. કદાચ એ પણ જાણતા હશે કે આ મારી દિકરી અહીં જીદ કરશે અને હું છું ત્યાં સુધી એની જીદ પૂરી કરી દઉં પછી સાસરિયા માં એ કોના પાસે આટલા હક્ક થી જીદ કરવાની? આવું વિચારતા પિતા દિકરી ની વિદાય વખતે ચોધાર આંસુઓ સારે છે. કઠણ કાળજા નો પુરુષ પણ દિકરી ની વિદાય વખતે રડી પડે છે. દિકરી પણ વિદાય વખતે સૌથી વધુ પોતાના પિતા પાસે જ રડે છે. દિકરી ની વિદાય એ પિતા માટે સૌથી વસમો પ્રસંગ હોય છે પણ દુનિયા ની રીત તો નિભાવવાની જ રહી. લગ્ન બાદ દિકરી ને સાસરિયે સુખી જોઈ પિતા ખૂબ રાજી થાય. દિકરી માટે પિયર થી આવેલી વસ્તુઓ તો સૌથી શ્રેષ્ઠ. પિયર થી કંઈ પણ આવે એટલે દિકરી ના ચહેરા પર તો જાણે આખું પિયર આવ્યું હોય તેટલો હરખ હોય આખી શેરી માં દેખાડી આવે કે મારા પિયર થી આવ્યું છે. પછી એ રૂમાલ હોય ક સાડી.
સૌથી વધુ પિતા ની નજીક જો કોઈ હોય તો એ દિકરી. માાતા પિતાા વગરના પિયર ની કલ્પના પણ દિકરી ની આંખો ભીંજવી જતી હોય. તેવાામાં જો પિતા ના અણધાર્યા મૃત્યુ ના સમાચાર મળે તો?... હા વાત સાચી છે કે સમય નું ચક્્ર ફરતું રહે છે અને એક વૃૃૃક્ષની જગ્યા પર બીજું વૃક્ષ ઉગે છે. પણ આ સંબંધ એવોો નથી. દિકરી માટે પિતા હંમેશા જીવંત રહે છે. લાગણીઓ કદી પણ મરતી નથી.પિતા ને અબાધિત ખખડાવવાાનો અધિકાર આખા પરિવાર માં ફક્ત દિકરી પાસે જ હોય છે. પિતા ની તબિયત ની ચિંતા કરતી દિકરી પિતાને સમયસર ન જમવા પર કે દવા સમયસર ન લેવા પર ગુસ્સે પણ થાય છે. કારણ :
"બાપ ને વ્હાલી દિકરી, દિકરી ને વ્હાલું કૂળ... "
કૂળ ની મર્યાદા અને પિતા ની આબરૂ માટે દિકરી કંઈ પણ કરી શકે છે.તે પિયર અને સાસરી બંને કૂળ ની મર્યાદા જાળવે છે. આજીવન.પિતા પુત્રી નો સંબંધ ઈશ્વર નું ઉત્કૃષ્ટ સર્જન છે જેને કોઈ કદી તોડી શકતું નથી. આખી દુનિયામાં એક છોકરી ને સૌથી વધુ જો કોઈ પ્રેમ કરી શકે તો તે ફક્ત એક પિતા જ છે.દિકરી ની દરેક ફરમાઈશ પૂરી કરે છે પિતા એ વિચારે કે કદાચ પોતાની એક ના દિકરી ની આંખો માં આંસુ લાવશે જે પિતા જોઈ નહિ શકે. પિતા દિકરી માટે એક આદર્શ હોય છે, અભિમાન હોય છે. અંતે બે પંક્તિઓ પિતા માટે :
આમ તો આખી દુનિયા સાથે લડવા માટે
તૈયાર છું હું,
પણ સાચું કહું છું યાદ જ્યારે તમારી આવે છે,
મન ભરીને આંસુ સારુ છું હું.





*સમાપ્ત*
વાચકમિત્રો આપના અભિપ્રાયો જરૂર થી જણાવશો.