વિવિધ જાતના પરોઠા Pandya Rimple દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવિધ જાતના પરોઠા

*બટેટા ની ચીપ્સના શાક ના પરોઠા*
સામગ્રી
બટેટા
ઘઉં ની કણક
ચીઝ
તેલ
બટર
મરચું પાઉડર
હળદર પાઉડર
ધાણા પાઉડર
નમક
સૌ પ્રથમ બટેટા ની ચીપ્સસનુ શાાક સામાન્ય રીતે બનાવી લો.તેને ઠંડું કરી લો.ઘઉં ની તૈયાર કણક માંથી એક સરખા રોટલી ના બે પડ વણી લો.હવે એક પડ પર શાાકનુું સ્ટફીંગ લગાવી દો.તેના પર ચીઝ ખમણી લો.ત્યારબાદ બીજા પડ ને ઉપર લગાાાવી દો.બીજુ પડ લગાવતી વખતે કીનારી પર પાણી લગાવવુ.જેથી પરોોઠો વણતી વખતે ખુલી ન જાય.હવે હળવા હાથે વણી લો.ત્યારબાદ નોનસ્્ટીક તવી પર બટર લગાવી શેકી લો.તો તૈયાર છે બટેટા ની ચીપ્સ ના શાક ના પરોઠા.આ પરોઠા તમે દહીં સાથેેેેે સર્વ કરી શકો છો અને બાળકો ને નાસ્તા માં પણ આપી શકો છો.

*મગની દાાાળ ના શાક ના પરોઠા*

સામગ્રી
મગની દાળ
આદુ-લસણ ની પેેેેસ્ટ
ફુદીનો
કોથમીર
ડુંગળી
લીલુ મરચું
ચાટમસાલો
હળદર
નમક
તેલ
બટર
ઘઉં ની કણક

સૌ પ્રથમ મગની દાાાળ ને બે કલાક પલાળી રાખો.પલાળેલી દાળ ને રાઈ,આદુ-લસણની પેસ્ટ વડે વઘારી લો.હવે તેમાં દાળ ના અડધા ભાગ નુ પાણી ,હળદર,મીઠુ ઉમેરી પ્રેસરકૂકર માં બે ત્રણ સીટી લઈ શાક તૈયાર કરી લો.શાક ઠંડું કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી,ફુદીનો,કોથમરી,ચાટમસાલો,લીલુ મરચું નાખી બરોબર મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરીલો.હવે ઘઉં ની કણક માંથી રોટલી વણી લો.આ રોટલી ના અડધા ભાગ પર સ્ટફીંગ લગાડી બાકી નો અડધો ભાગ વાળી (અર્ધ ચંદ્રાકાર) લો.સહેજ હાથ વડે થેપી લો.નોનસ્ટીક તવી પર બટર અથવા ઘી લગાવી શેકી લો.તો તૈયાર છે મગ ની દાળ ના શાક ના પરોઠા.આ પરોઠા રાયતા અથવા અથાણા સાથે સર્વ કરી શકો છો.

*આલુ મેથી ના શાક ના પરોઠા*

સામગ્રી
મેથી
આદુ,મરચા,લસણ ની પેસ્ટ
બાફેલા બટેટા
કોથમીર
લીંબુ નો રસ
ચણાનો લોટ
આમચુર પાઉડર
હળદર પાઉડર
તેલ
ઘી
ઘઉં ની કણક


સૌ પ્રથમ એક વાસમ માં તેલ મૂકી ઝીણી સમારેલી મેથી ઉમેરો.તેને થોડી વાર સાંતળી તેમાં હળદર,મીઠુ,આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખો.ભાજી ચડી જાય પછી તેમાં બાફીને ઝીણા સમારેલા બટેટા નાખી તેમાં લીંબુ નો રસ ઉમેરો.ધાણા પાઉડર ઉમેરો.શાક માં કોથમીર, આમચુર પાઉડર, ચણાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લો.હવે ઘઉં ની કણક માંથી એક લોયુ બનાવી નાની રોટલી વણી લો.આ રોટલી ની અંદર શાક નુ તૈયાર કરેલું સ્ટફીંગ મૂકી પડ વાળી લઈ બરાબર પેક કરી અને પરોઠો વણી લો.હવે પરોઠા ને ઘી લગાવી શેકી લો.તો તૈયાર છે આલુ મેથી ના શાક ના પરોઠા.આ પરોઠા લસણ ની ચટણી સાથે સર્વ કરી શકો છો.


*કોબીજ ના શાક ના પરોઠા*

સામગ્રી
કોબીજ
બટેટા
ટમેટા લીલુ મરચું
બાફીને ક્રસ કરેલા વટાણા
આદુ પેસ્ટ
કોથમીર
તલ,
તેલ
મરચું પાઉડર
હળદર પાઉડર
ધાણા પાઉડર
નમક
દહીં
ઘઉં નો લોટ
બટર

સૌ પ્રથમ એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને લીલુ મરચું નાખી ઝીણા સમારેલા બટેટા નાખો.તેમા મીઠુ અને હળદર ઉમેરો.(બટેટા ના ભાગનુ) ત્યાર બાદ બે ત્રણ મિનિટ પછી કોબીજ ઉમેરી તેમાં મરચું પાઉડર,ધાણા પાઉડર નાખી દો અને બરાબર રંધાવા દો.ત્યાર બાદ ટમેટું અને કોથમીર નાખી શાક તૈયાર કરો.તેને ઠંડું થવા દો.હવે ઘઉં ના લોટ માં બાફીને ક્રસ કરેલા વટાણા,કોથમરી,લીલુ મરચું,આદુ પેસ્ટ,તલ,મીઠુ,તેલ અને તૈયાર કરેલ શાક ઉમેરી કણક તૈયાર કરી લો.જો લોટ વધારે હશે તો જ બાંધવામાં દહીં ની જરૂર પડશે.નહીં તો શાક થી જ કણક તૈયાર થઈ જશે.કણક ને તેલ વડે હળવા હાથે મસળી લેવી.હવે તૈયાર કરેલ કણક માંથી લૂઓ લઈ પરોઠો વણી લેવો.આ પરોઠા ને બટર વડે નોનસ્ટીક તવી પર શેકી લેવો.તો તૈયાર છે કોબીજ ના શાક ના પરોઠા.આ પરોઠા ને વચ્ચે થી કટ કરી કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
જો કોબીજ નુ શાક વધેલુ હોય તો તેને બરાબર મસળી ને તમે બીજા થોડા મસાલાઓ સ્વાદ પ્રમાણે ઉમેરી ને ઉપયોગ માં લઈ શકો છો બસ શાક નો વઘાર બીજી વાર કરવો જેથી સ્વાદ અલગ થઈ જાય.



* પરોઠા ઓ માં સ્વાદ અનુસાર પ્રોસેસ ચીઝ ખમણી ને લઈ શકાય છે.