cheez garlik bols books and stories free download online pdf in Gujarati

ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની

ચીઝ ગાર્લિક બોલ્સ

સામગ્રી
બટેટા-૫૦૦ગ્રામ
અમેરિકન મકાઈ-૧બાઉલ
કોરનૅફ્લોર-૧બાઉલ
ટોસનો ભૂક્કો-૧બાઉલ
ગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા,ચીલી ફ્લેક્સ,નમક,ચીઝ,તેલ તળવા.
રીત: સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા.પછી તેમાં મકાઈ,ચીલી ફ્લેક્સ,નમક,ગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા, અને બે ચમચા કોર્નફ્લોર ઉમેરી મીક્સ કરીલો.આ મિક્સ માથી ગોળો વરે તેટલુ લઈ થેપલી જેવું બનાવી અંદર ચીઝ નો ટુકડો મૂકી બોલ બનાવી લો.આ બોલ ને કોર્નફ્લોર ની સ્લરી મા ડૂબાડી ટોસ ના ભૂક્કા થી કોટ કરી ગરમ તેલ મા તળી લો.અને આ બોલ્સ ને કેચઅપ સાથે સર્વ કરો.તૈયાર છે ગરમા ગરમ ચીઝ ગાર્લિક બોલ્સ.


સેવ રોલ
સામગ્રી,
બાફેલા બટેટા,આદુ-મરચા બારીક સમારેલા,કોથમરી, મીઠી સેવ બનાવવાની સેવ,બેસન, મરચું પાઉડર,હળદર પાઉડર,ધાણા પાઉડર, ગરમ મસાલો,નમક, લીંબુ,તેલ તળવા માટે.
સૌ પ્રથમ બટેટા ને બરાબર સ્મેસ કરી લો.હવે તેમાં આદુ મરચા બારીક સમારેલા,બધા મસાલા,કોથમરી, લીંબુ,નમક ઉમેરી એકદમ મિક્સ કરી લ્યો.આ મિશ્રણ માંથી લંબગોળ આકાર ના રોલ બનાવી લ્યો.હવે બેસન માં પાણી ઉમેરી બેસન ની સ્લરી (ખીરા જેવુ મિશ્રણ) બનાવી લો.ત્યારબાદ તૈયાર કરેલા રોલ ને બેસન ની સ્લરી મા ડીપ કરી લો.હવે આ ડીપ કરેલ રોલ ને મીઠી સેવ બનાવવાની સેવ ને થોડી હાથ વડે તોડી તેના વડે બરાબર કોટ કરી લો.આ રીતે બધા રોલ તૈયાર કરી લો.તેલ ને ગરમ કરી મધ્યમ આંચ પર રોલ ને આછા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લો.ગરમાગરમ રોલ ને કેચપ સાથે સર્વ કરો.આ રોલ તમે સ્ટાર્ટર તરીકે, ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે, બાળકો ને નાસ્તા માં વગેરે રીતે સર્વ કરી શકો છો.


ફ્રુટસલાડ

સામગ્રી
દૂધ-૨લીટર
ખાંડ-૪૦૦ગ્રામ
કસ્ટર્ડ પાઉડર-૪ ચમચી
મિક્સ ફ્રુટ (સફરજન,દાડમ,દ્રાક્ષ,કેળા,ચીકુ,વગેરે પસંદ પ્રમાણે)

બે ફરસાણ વાનગીઓ બનાવ્યાં બાદ હવે એક મિષ્ટાન કહો કે ડેઝર્ટ ની રેસીપી.બનાવવામાં એકદમ સરળ અને સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી.તો જોઈ લો રેસીપી.

સૌ પ્રથમ એક જાડા તળિયા વાળુ તપેલુ થોડું મોટું જ લેવુ .તે તપેલા ના તળિયે સાધારણ ઘી લગાવી લો જેથી દૂધ તળિયે ચોટે નહી.હવે તપેલામા દૂધ લઈ ગરમ કરવા મૂકો.ગેસ ની આંચ ફુલ રાખી એક ઉભરો આવવા દો.ઉભરો આવી ગયા બાદ ગેસ ધીમો કરી નાખવો.હવે તેમાં ખાંડ નાખી દો.ચમચા વડે હલાવતા રહેવુ.હવે એક વાટકા મા થોડુ ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી લો.હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધની અંદર ઉમેરી હલાવતા જાઓ.દૂધને સતત હલાવવુ જેથી ગાંઠા ન પડે.આ રીતે ધીમા ગેસે ૧૦ મિનિટ દૂધ ઉકાળી લો.હવે ગેસ બંધ કરી દૂધ ને ઠંડું પાડી રૂમ ના તાપમાન પર આવવા દો.આ દૂધ ને રેફ્રીજરેટર મા ઠંડું થવા મૂકી દો.યાદ રાખવુ કે ફુ્ટ દૂધ ઉપયોગમાં લેતી વખતે જ ઉમેરવુ લગભગ ૧૫ મિનિટ પહેલાં.ફ્રુટ દૂધ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.તો તૈયાર છે ફ્રુટસલાડ.જો તમને પસંદ આવે તો તમે ડ્રાયફ્રુટસ અને ઈલાયચી પાઉડર પણ ઉમેરી શકો છો.

ચોકલેટ વોલનટ બ્રાઉની

સામગ્રી
મેંદો-૧ કપ
ખાંડ પીસેલી-૧/૪ કપ
બટર-૩/૪ કપ
અખરોટ-અડધો કપ
બેકિંગ પાઉડર-૧ટી સ્પૂન
બેકિંગ સોડા-અડધી ટી સ્પૂન
કોકો પાઉડર-અડધો કપ
દૂધ જરૂર મુજબ


સૌ પ્રથમ એક વાસણ માં મેદો,કોકો પાઉડર, ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,આ બધુ મિકસ કરી લો.ત્યારબાદ તેમાં બટર નાખી દો,પણ બટર પીગાળીને લેવુ.હવે જરૂર મુજબ દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો.આ મિશ્રણ બહુ ઘાટુ કે બહુ પાંખુ ન હોવુ જોઈએ.માપસર નુ રાખવુ.આ મિશ્રણ ની અંદર અખરોટ ના નાના ટુકડા કરી નાખવા.હવે આ મિશ્રણ ને બટર વડે ગ્રીસ કરેલ વાસણ ની અંદર રેડી દો.આ વાસણ માં તમે નીચે બટર પેપર પણ લગાવી શકો છો.મિશ્રણ ઉમેરી વાસણ ને બે ત્રણ વખત હળવેથી ઠપકારવુ જેથી અંદર હવા ના પરપોટા ન રહે.
જો તમે ગેસ પર બ્રાઉની બનાવવા ઈચ્છતા હો તો,કૂકર ને અથવા કડાઈ ને ૧૫ મિનિટ ફુલ ગેસ પર ગરમ થવા મૂકી દો.કૂકર મા બનાવો તો સમગ્ર પ્રક્રિયા વ્હીસલ કાઢી ને જ કરવી.૧૫ મિનિટ ગરમ કરી લીધા બાદ મિશ્રણ વાળુ વાસણ અંદર મૂકી દો.હવે ૪૫ મિનિટ સુધી થવા દો.વચ્ચે ચેક કરવું.જ્યારે ચેક કરતાં ચપ્પૂ કે ટૂથપીક એકદમ સાફ બ્હાર આવે ત્યારે બ્રાઉની તૈયાર સમજવુ.
જો તમે માઈક્રોવેવ મા બનાવવા માગતા હો તો કન્વેક્શન મોડ પર ૧૮૦ ડીગ્રી પર ઓવન પ્રીહીટ કરી લો.પ્રીહીટેડ ઓવન માં ૧૮૦ ડીગ્રી પર ૪૦ મિનિટ સુધી બ્રાઉની બેક કરી લો.અથવા બેકિંગ નો ઓપ્શન હોય તો તે સેટ કરી દો.
તો તૈયાર છે ચોકલેટ વોલનટ બ્રાઉની.બીજા રસપ્રદ વિકલ્પો