Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 85

"મારી માધુરી મોમ અમદાવાદમાં છે પણ તે કોમામાં ચાલી ગઈ છે મને જન્મ આપ્યા પહેલા તેની માનસિક પરિસ્થિતિ બરાબર નહોતી અને મને જન્મ આપતાં જ તે કોમામાં ચાલી ગઈ છે."
"અરે બાપ રે શું વાત કરે છે..?"
"તો પછી અહીંયા અત્યારે તું કોની સાથે રહે છે.?"
"આ બધી વાતો મારે તને શાંતિથી બેસીને સમજાવવી પડશે અને તેને માટે સમય જોઈશે આપણે ફરી નિરાંતે મળીશું ત્યારે હું તને મારા જીવનની બધી જ વાત જણાવીશ. હવે અત્યારે બહુ લેઈટ થયું છે આપણે નીકળીએ?"
"ઓકે, પણ ફરી ક્યારે તું મને મળીશ? અને આમ તારી ફેમિલીયર વાતો અધૂરી અધૂરી કહી છે તો ક્યારે પૂરી કહીશ."
"મળીએ એક બે દિવસમાં હું તને આવતીકાલે ફોન કરું."
"ઓકે ચલ તો નીકળીએ હવે..."
અને પરી અને સમીર બંને છૂટાં પડ્યા.
હવે આગળ....
પરી પોતાના ઘરે પહોંચી ગઈ અને સમીર પોતાના કામમાં બીઝી થઈ ગયો. એક બે દિવસ એમ જ પસાર થઈ ગયા.
આ બાજુ પોતાના ભાઈએ જે કરીને બતાવ્યું અને આખાયે મીડિયામાં તે છવાઈ ગયો તેથી દેવાંશ ખૂબજ ખુશ હતો અને પોતાના કોલર ઉંચા કરી કરીને ફરતો હતો ખાસ કરીને જ્યારે કવિશા તેની નજીક આવે ત્યારે ખાસ અને તેમાં પણ આજે તો તેને કવિશા સાથે જરા ટક્કર પણ થઈ ગઈ.
કવિશા પોતાનું એક્ટિવા લઇને કોલેજના પાર્કિંગ માં આવી અને ત્યાં જ દેવાંશ જાણે તેની રાહ જોતો પોતાના બાઈક ઉપર પોતાના બે ત્રણ મિત્રોની સાથે અડ્ડો જમાવીને બેઠો હતો.
કવિશાને જોઈને દેવાંશ પોતાના મિત્ર આરવને કહેવા લાગ્યો કે, "આ ડ્રગ્સનું પ્રકરણ પકડ્યું ને એ આપણો ભાઈ છે ભાઈ જોયું ને કેવી આખી ચેનલ તેણે પકડી પાડી અને કેવો મિડિયામાં છવાઈ ગયો, યુ ક્નોવ આરવ કેટલાકને તો એવું જ હતું કે મારો ભાઈ કંઈ કરી જ નહીં શકે.." દેવાંશ બોલતો જતો હતો અને ત્રાંસી આંખે કવિશાની સામે જોતો જતો હતો.
કવિશા પણ સમજી ગઈ હતી કે પોતાને આ બધું સંભળાવવામાં આવી રહ્યું છે પણ તે ચૂપ રહી.
તેને ચૂપ જોઈને દેવાંશ વધુ બઢી ચઢીને બોલવા લાગ્યો કે, "હવે બધાની બોલતી બંધ થઈ જશે હવે કંઈ બોલવા જેવું રહ્યું હોય તો બોલે ને.."
કવિશા હવે ચૂપ રહી શકે તેમ નહોતી તે દેવાંશની સામે આવીને ઉભી રહી અને બોલી કે, "તું ક્યારનો મને સંભળાવવા માટે જોર જોરથી બોલી રહ્યો છે તે હું જાણું છું પણ સમીરે ડ્રગ્સનું પ્રકરણ પકડીને કંઈ નવાઈ નથી કરી એ તો એની ફરજ હતી અને એણે કર્યું.. હા એનું મિશન કામિયાબ રહ્યું તે વાત અલગ છે."
"મેડમ, મારો ભાઈ સોલ્જર છે સોલ્જર તે આપણાં સૌનો રક્ષક કહેવાય અને આ બધું પકડવું એ કોઈ અઘરી વાત નથી એ તો જે કરે તેને જ ખબર પડે અને તું તે દિવસે કહેતી હતી ને કે, તારો ભાઈ કંઈ કરી શક્યો નહીં, તે જોઈ લીધું ને મારા ભાઈએ શું કર્યું તે, અત્યારે તો ટીવી ની દરેક ચેનલ ઉપર મારો ભાઈ છવાયેલો છે..મારો ભાઈ.." અને એટલું બોલીને તેણે કવિશાની સામે જોઈને ફરીથી પોતાની બ્લેક ટી શર્ટના કોલર ઉંચા કર્યા.
આ વખતે કવિશા કંઈ જ બોલી શકી નહીં અને ચૂપચાપ પોતાના ક્લાસમાં ચાલી ગઈ.
ક્લાસમાં હજુ પ્રોફેસર આવ્યા નહોતા ત્યાં સુધી તેણે પોતાનું વોટ્સએપ ખોલ્યું અને પોતાની બહેન પરીએ તેને સમીરનો જે ડ્રગ્સના મિશનનો વિડિયો સેન્ટ કર્યો હતો તે જોયો. તેને થયું કે, ખરેખર સમીરે આ બધું પકડીને જોરદાર કામ કર્યું છે ભલે તેણે પોતાની ફરજ બજાવી હોય પરંતુ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના દેશ માટે રાત અને દિવસ ખડેપગે ઉભા રહેવું તે બહુ મોટી વાત છે. અને મનમાં ને મનમાં તેને થયું કે, દેવાંશ પોતાના ભાઈ માટે આટલું બધું પ્રાઉડ લેતો હતો તે બરાબર જ છે. તેની જગ્યાએ પોતે હોત તો પણ દેવાંશની જેમ જ કોલર ઉંચા કરીને ફરતી હોત. પોતે દેવાંશ સાથે માથાકુટ કરી અને જીભાજોડી કરી તેથી તેને થોડું દુઃખ થયું અને પસ્તાવો પણ થયો પણ હવે શું થાય? જે થઈ ગયું તે થઈ ગયું...અને તેનું મોં પડી ગયું અને પોતાના મનને કોશતી તે ચૂપચાપ બેસી રહી એટલીવારમાં ક્લાસમાં પ્રોફેસર આલોકસર પણ આવી ગયા અને તેમની પાછળ પાછળ દેવાંશ અને તેના મિત્રો પણ ક્લાસમાં આવ્યા.
બધા જ લેક્ચર પૂરા થયા અને હવે છૂટવાનો સમય થઈ ગયો હતો. કવિશા દેવાંશની સામે જોઈ રહી હતી અને જો ચાન્સ મળે તો પોતે કરેલી ભૂલ સુધારી લેવી છે તેમ વિચારી રહી હતી પરંતુ દેવાંશ તેની સામે જ જોતો નહોતો.
કોલેજ છૂટી એટલે બંને પાર્કિંગ તરફ આગળ વધ્યા કવિશા સતત દેવાંશ ની સામે જોઈ રહી હતી પરંતુ દેવાંશ ને થોડું ખોટું લાગ્યું હતું એટલે તે કવિશાની સાથે વાત કરવા માટે તૈયાર નહોતો.
**************
આ બાજુ બરાબર બે દિવસ પછી સમીર પરીને ફોન કરીને પૂછે છે કે, "શું કરો છો મેડમ, બહુ બીઝી થઈ ગયા છો તમારી સ્ટડીમાં?"
"હા બસ, હવે આ લાસ્ટ સેમ. છે એટલે પૂરેપૂરું ધ્યાન લગાવીને ભણવું છે."
"તો પછી ક્યારે મળો છો? આજે ફાવશે?"
"હા, ફાવશે."
"ઓકે તો, કેટલા વાગે આવું બોલ?"
"ફોર ઓક્લોક!"
"ઓકે તો આવું હમણાં.."
"ઓકે ચલ બાય."
અને પરી ફોન મુકીને પોતાની સ્ટડી ઉપર ફોકસ કરવા લાગી અને સમીર પોતાના કામમાં બીઝી થઈ ગયો....
હવે પરી સમીરને પોતાના મોમ ડેડની અને પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ ની વાત કરતાં શું જણાવે છે તે જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11/8/23