ઝંખના - પ્રકરણ - 68 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 68

ઝંખના @ પ્રકરણ 68

કામીની ને મયંક ના લગ્ન શાંતિ થી પતી ગયા ,ને કામીની એ મયંક ના ઘરની ડોર પોતાના હાથ માં સંભાળી લીધી....આમ પણ કામીની કામકાજ ને રસોઈ મા માહીર તો હતી જ ,......ઘરને ચોખ્ખુ ચણક રાખતી ને મયંક ને રોજ સારુ સારુ જમવાનુ બનાવી જમાડતી, મયંક કામીની ની કાબેલિયત જોઈ ખુશ થયી ગયો .....કામીની દુનિયા ની સોથી સારી છોકરી છે , કામુ જેવુ તો કોઈ બીજી હોઈ જ ના શકે મયંક એવુ જ વિચારતો , ઓફિસમાં થોડા દિવશ ની રજા લયી કામીની સાથે હનીમુન માટે સીમલા ,કુલુ મનાલી જયી આવ્યો.....કામીની સાથે એનો વ્યવહાર એકદમ પ્રેમ ભર્યો રાખતો હતો....કામીની ઘર ના કામ મા થી ફ્રી પડી આખો દિવશ બ્લાઉઝ ને ડ્રેસ બનાવતી....ફેક્ટરી મા સપ્લાય કરતી....ને ધીરે ધીરે આજુ બાજુ ના વિસ્તાર ના લોકો પણ એનુ કામ જોઈ કામીની ની પાસે જ બ્લાઉઝ, ડ્રેસ બનાવડાવવા આવવા લાગ્યા,....કામીની નુ આટલુ બધુ કામ મડતુ જોઈ ને મયંક પોતાના ફલેટ ની નજીક ના વિસ્તાર મા એક શોપ ખરીદી લીધી ,ને એનુ ફર્નીચર નુ કામ પણ ચાલુ કરાવી દીધુ .....ને કામીની ને સરપ્રાઈઝ આપવા માટે શોપ ની વાત કામીની થી છુપાવી રાખી ....
કામીની ઘરમાં બેસીને જ મહીને વીસેક હજાર રૂપિયા કમાઈ લેતી હતી , ને બયુટીક ખોલ્યા પછી તો બહુ સરસ ચાલશે ને ઘણી ઈન્કમ વધી જશે .....એટલે મારા ફાયદા ની જ વાત છે શોપ પાછળ ખર્ચેલા રૂપિયા બેકાર નહી જાય ,કામીની તો ખરૈખર મારા માટે બહુ લકી છે ...
કામકાજ મા હોંશિયાર અને કમાઉ પત્ની મડવાથી મયંક તો ખુશ ખુશાલ હતો , .......
અંહી વડાલી મા મીતા એ જ્યાર થી કામીની ના લગ્ન મયંક સાથે થયી ગયા છે એ જાણી ને એ બહુ ટેનશન મા રહેવા લાગી ,એની અસર તબિયત પર પણ પડવા લાગી ....એને વિશ્વાસ હતો કે કામીની નો પતિ એ જ મયંક છે જેણે એની જીંદગી ખરાબ કરી નાખી હતી,....
મીતા પ્રગનેટ હતી ને આવા સમયે ડોકટરે એને સંપુર્ણ બેડરેસટ અને તણાવ ચિંતા બિલકુલ ના કરવાનુ કહયુ હતુ ,દવાઓ પણ ચાલુ હતી
કમલેશભાઈ ને વંશ પણ મીતા ની તબિયત ને લયી ને ચિંતિત હતા .... એક સાંજે મીતા પાછળ વાડામાં ગીતા બેન પાસે ગયી ને હિચંકે બેઠી, ને થોડી આડીઅવળી વાતો કરી ને પછી સીધુ કામીની ના વાત કાઢી ને બોલી ,માસી તમારે પણ મારા જેવી એક દીકરી છે ને? કામીની, પહેલા તો ગીતા
મીતા ની વાત સાંભળી ને ઘડીભર તો વિચારી રહી કે આ મીતા વહુ કેમ કામીની નુ પુછતી હશે ,આટલા લાંબા સમય પછી કામીની અને વંશ ના સબંધો ની ખબર તો નહી પડી ગયી હોય ને ? કયાં ખોવાઈ ગયા માસી ? કામીની ની યાદ આવી ગયી ને ? હા બેટા એ હવે એના ઘરે ,સાસરી મા ખુશ છે પણ તોય મને એની બહુ ચિંતા રહ્યા કરે છે....જમાઈ તો બહુ સારા છે ,ઘર પણ સરસ છે...પણ ત્યા શહેરમાં મારી કામુ તો એકલી જ ને ..
માસી તમારી પાસે કામીની ના લગ્ન નો ફોટો હોય તો બતાવો ને હુ પણ જોવુ ને તમારા દીકરી જમાઈ ને .....
ફોટા તો એના ઘરે બેટા અંહી કયાંથી હોય? ને કામુ ના લગ્ન તો કોર્ટ મેરેજ કર્યા હતાં ને બેટા ....ને પછી બોલ્યા હા ફોન મા છે થોડા ફોટા ,કોર્ટ મા ફુલહાર કર્યા હતાં એ સમય ના ....તુ બેસ હુ ફોન લયી આવુ મારો એમ કહી એમની રુમમાં ગયા ને ફોન લયી મીતા પાસે હિચંકે
બેઠા ને ફોન ગેલેરી ખોલી ને
કામીની અને મયંક ના લગ્ન ના ફોટા કાઢી ને બતાવા લાગ્યા, ગામડા મા ટાવર પ્રોબલેમ હતો એટલે ફોટો આવતા થોડી વાર લાગી રહી હતી ને મીતા ઉચી નીચી થયી રહી હતી ,....ફોટો જોવા ઉતાવળી થયી રહી હતી ને ફેઈનલી ગેલેરી ખુલી ને મીતા એ ફોટા જોયા , કામીની સાથે એ જ મયંક ,જેણે એની સાથે આટલી મોટી છેતરપિંડી કરી હતી ને કરોડો નુ કરી ગયો હતો ,લુચ્ચો લંફંગો બદમાસ
મીતા મનોમન મયંક ને ગાડો દયી રહી હતી , કામીની ના પતિ ના રુપ મા એ જ બદમાસ ને જોઈ ને એને કપાળે પરસેવો છૂટી ગયો...
એને પહેલા શક હતો ને એ હવે હકીકત મા બદલાઈ ગયો હતો ....મીતા ને ગુસ્સો આવી રહ્યો હતો ....કે એનુ ચાલે તો તરતજ પોલિશ ને ફોન કરીને એની ધરપકડ કરાવી દે ,પણ એ શકય નહોતુ એનુ લગ્ન જીવન પણ જોખમમાં મુકાઈ જાય એમ હતુ ,આ વાત એ બીજા કોઈ ની સાથે સેર કરી શકાય એમ નહોતુ....
પોતાની ફરેનડશ રીટા ને વાત કરવાની ઈરછા થયી કે એને જણાવી દવ કે મયંક એ જ શહેરમાં પાછો આવી ગયો છે ને ત્યા જ રહે છે ને હવે એક બીજી માસુમ છોકરી ની જીંદગી બરબાદ કરી રહ્યો છે....લગ્ન એ એના માટે એક રમત છે એ લગ્ન નુ ખોટુ નાટક કરી કામીની ની જીંદગી બરબાદ કરી રહ્યો છે.....ને તરતજ એણે રીટા ને ફોન કર્યો ને પછી પાછો વિચાર આવ્યો કે જો મયંક પકડાઈ જશે તો પછી પેલા લંફગા ની પુછપરછ થશે ને જો એ બધી વાત કરી દેશે પોલીશ ને તો પછી આ ન્યુઝ તો પછી મીડીયા અને પેપર મા પણ આવશે ,ને પેલો મારુ નામ કહી ને આખી ઘટના જણાવશે તો એની સાથે સાથે મારી બદનામી પણ થશે .... ને મારુ લગ્ન જીવન પણ ભાંગી પડશે ને મારા આવનાર બાળક નુ શું
? ને ત્યા સરથાણા મા પપ્પા ને મમ્મી ની પણ બદનામી થશે ,દાદી તો મમ્મી નુ જીવવુ હરામ કરી નાખશે ,કેમ કે મમ્મી પપ્પા આ બધી વાત ને ઘરમાં થયેલી ચોરી ની વાત જાણતાં હતાં, પણ મારી ઈજજત માટે થયી એમણે ઘરમાં આ વાત છુપાવી હતી ,બીચારા પાયલ માસી ને જનક મામા ને ચોર સાબીત થવુ પડયુ હતુ કેટલો ઝગડો થયો હતો ઘરમાં.....
મારા કારણે કેટલુ બધુ નુકશાન થયુ હતુ મારા પિયર મા ને લગ્ન પણ જલદીથી કરવા પડ્યા આ નાલાયક ના લીધે જ.....મારુ ભણવાનુ સપનુ અધુરુ રહયુ ને કયાં થિ કયાં આવી ને પડી ,વિચાર્યું હતુ કયી ને થયુ કયી....ને માડં હવે વંશ સાથે સારી રીતે જીવી રહી છુ ને આ નાલાયક મયંક ની ખબર મડી ,....એણે કામીની સાથે લગ્ન ના કર્યા હોત તો મને કયી વાંધો નહોતો પણ બીચારી ગીતા માસી ની એક ની એક માસુમ દીકરી ને કોણે એના ગડે વળગાડી હશે ? એ મયંક કોઈ પણ સ્તરી નો પતિ બનવાના લાયક નથી .... એ ચોક્કસ કામીની સાથે પણ દગો જ કરશે ને કામીની ને છોડીને પાછો ભાગી જશે, પણ એ વાત નથી સમજાતી કે ભયંક તો લોભી ,લાલચુ માણસ છે
ને કામીની તો ગરીબ ઘર ની દીકરી છે ,હા કદાચ પપ્પા જી એ લગ્ન મા થોડુ ઘણુ આપ્યુ હશે ,....પણ એટલી ઓછી લાલચ માટે આ માણસ લગ્ન કરે એવો તો નથી ,....તો પછી શુ કારણ હશે કામીની સાથે લગ્ન નુ ,...
મીતા મનોમન મયંક ને ગાડો દયી રહી હતી ને એનુ ટેન્શન વધી રહ્યુ હતુ ,....મીતા ને વિચારો મા ખોવાયેલી જોઈ ને ગીતા બોલી શુ થયુ મીતા વહુ ? ફોટા જોતા જોતા કયાં ખોવાઈ ગયા ? કયી નહી માસી બસ એમ જ ,એમ કહી મીતા એ ગીતા ને એનો ફોન આપી મીતા ઘરે આવી ને ઓશરી મા જ દાદી પાસે બેસી ગયી
મયંક નો ફોટો જોયા ને એનો ભુતકાળ એની નજર સામે તરવરી રહ્યો..... ગભરામણ થવા લાગી ને મીતા ની તબિયત સારી ના લાગતા દાદીએ મંજુલા બેન ને બોલાવ્યા,મંજુલા બેન દોડતા બહાર આવ્યા ને મીતા પાસે બેસી ગયા ને બોલ્યા, શુ થયુ બેટા ? કયી નહી મમ્મી જી બસ ગભરામણ થાય છે ,....સુનિતા ફ્રીજ મા થી લીંબુ શરબત લાવ તો જલદીથી ,....મીતા વહુ તમને ડોક્ટર એ બેડરેસટ કરવાનું કહયુ છે તો તુ તારા રુમમાં થી નીચે કેમ આવી ?
આવી હાલત મા તારે સીડીયો ચઢવી ઉતરવાની ના નથી પાડી , ....મમ્મી જી મને આરામ કરતા કંટાળો આવી ગયો હતો એટલે હુ થોડુ ચાલવા પાછળ વાડા મા ગીતા માસી પાસે બેસવા ગયી હતી ,....દાદી મીતા નો પક્ષ લેતા બોલ્યા, વાંધો નહી બેટાવ,ડોકટર તો બોલ્યા કરે તુ તારે તને એકલા ના ગમે તો થોડુ હરવુ ફરવુ ,....પણ
બા ડોકટરે મીતા ને બેડ મા થી ઊઠવાની ના જ પાડી છે
સુનિતા સરબત લયી આવી મંજુલા બેન એ મીતા ને લીબુ શરબત પીવડાવી ને હાથ પકડી ને ઉપર એના બેડરૂમમાં મુકી આવ્યા ને કહ્યુ, જો મીતા વહુ હવે એકલા નીચે આવવાનુ નથી કયી પણ કામ હોય તો બુમ પાડજે ,આ તારા રુમમાં ટોવીછે પડ્યા જોયાં કર ,ને આ ફ્રીજ મા થી લીંબુ શરબત, ફ્રુટ ને તને ભાવતી બધી વસ્તુ ઓ છે ,તારે નીચે આવવા ની કોઈ જરુર નથી
મંજુલા બેન એ કડક શબ્દો મા મીતા ને ઠપકો આપ્યો....
ને પછી નીચે આવ્યા, ને સુનિતા ને પણ કહયુ કે મીતા નુ ખાશ ધ્યાન રાખવુ ,કામ કાજ થી પરવારી એની સાથે
બેસવુ ,....મીતા નુ મન ડહોળાઇ ગયુ ને જેટલું એના ભુતકાળ ને મયંક ને ભુલવાની કોશિશ કરી રહી હતી એટલી જ ટેન્શન મા ડુબી રહી હતી ,.....એના શાતં પાણી જેવા જીવનમાં મયંક ના સમાચાર જાણી ને
એના જીવન મા વમળો સર્જાઈ ગયા....હવે મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
69.....ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા