ઝંખના - પ્રકરણ - 57 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 57

ઝંખના @પ્રકરણ 57

આજે કામીની ની તબિયત સવાર થી જ નરમ હતી , પણ એણે પોતાની તબિયત પર ધ્યાન જ ના આપ્યુ, જયા બેન એક આકસ્મિક કામ થી બહાર ગયાં હતાં...
જયા બેન જાણતાં હતા કે કામીની ને છેલ્લા દિવશો જયી રહ્યા છે,એટલે એ જવા તો નહોતાં માંગતા પણ એમની સગી મોટી બહેન હોસ્પિટલ મા હતા
એમનો અકસ્માત થયો હતો એટલે એમનુ ત્યા જવુ પણ જરુરી હતું....કામીની સવાર થી જ પીડા અનુભવી રહી હતી પણ એણે કોઈને વાત જ ના કરી ,જયા બેન સ્ટાફ ની બહેનો ને કામીની નુ ધ્યાન રાખવાની ભલામણ કરી ને ગયા હતાં....સંસ્થા બહુ મોટી હતી ને એમા રહેતી બહેનો કોઈ ને કોઈ કામ સાથે સંકળાયેલી હતી
એટલે બધા પોત પોતાના કામ મા વરસત હતાં, કામીની ઉંમર મા નાની અને ડીલીવરી ના દર્દ થી અજાણ હતી, ઘરે હોત પરિવાર સાથે હોત તો એ ઘરમાં કોઈ ને કહી પણ શકતી ,પણ અંહી સંસ્થા મા એ પોતાનુ દર્દ કોઈને કહી શકી નહી ,જયાં બેન હાજર હોત તો એ તરતજ હોસ્પિટલ માં લયી જાત ,ને એ જયા બેન ને કહી પણ શકત ,.....કામીની ડીલીવરી ના દર્દ ને સમય ને સમજી શકી જ નહી ને સતત આખો દિવશ હેરાન થતી રહી ,એને એમ કે આવા સમય મા કદાચ આવુ દર્દ થતુ હશે ,....કામીની ના આવા કપરા સમયે એની મા ની યાદ આવી રહી હતી ,મંજુલા બેન ને પણ યાદ કરી રહી હતી ....આખો દિવશ એમ જ સહન કરતી રહી ને વારંવાર ટોયલેટ મા જતી રહી ,એના કારણે ગર્ભાશય મા પેટ મા પાણી જ ના રહ્યુ,....દર્દ સહન ના થતા છેવટે કામીની કણસતી રહી ને ચીસો પાડી ઉઠી ત્યારે સંસ્થા ની બીજી સ્ત્રી ઓ નુ ધ્યાન ગયુ ને પછી યાદ આવ્યુ કે કામીની ના છેલ્લા દિવશ જયી રહ્યા છે ને જયા બેન એની સંભાળ રાખવાનુ ને દવાઓ સમયસર આપવાનુ કહ્યુ હતુ
સંસ્થા ની ગાડી જયા બેન લયી ને ગયા હતાં, એટલે સંસ્થા મા કોઈ વ્હીકલ હાજર નહોતુ , વોચમેન ને ગાડી બોલાવવા મોકલ્યો,..
જયા બેન ને બધા એ ફોન કર્યો પણ એમનો ફોન અનરીચેબલ આવતો હતો ,એટલે બીજી બધી બહેનો ચિંતા મા પડી ,કામીની ની દવા કયી હોસિપટલ મા ચાલતી હતી એ પણ કોઈને ખ્યાલ ન્હોતો
ને કામીની ની ફાઈલ જયા બેન ના ક્વાટર્સ મા હતી ,કામીની પીડા થિ એટલી કણસી રહી હતી ,ચીસો પાડી રહી હતી તો એટલે એને તો હોસ્પિટલ
વિશે કયી રીતે પૂછવુ ...બધા મુંઝવણ મા હતા ,ગભરાઈ ગયા હતાં,....જયા બેન ને એમ હતુ કે સવારે જયી સાંજે વહેલા પાછા આવી જયીશ,એટલામાં કામીની ને
હોસ્પિટલ નો સમય થોડો થયી જશે ? એ બિચારાં અજાણ હતાં કે એમના ગયા પછી જ કામીની ને દર્દ ઉપડશે .....એમના બહેન ની તબિયત થોડી વધારે ખરાબ હતી એટલે એમને ના છુટકે ત્યા હોસ્પિટલ મા રાત રોકાવુ પડયું, એ બહેન ને પણ કયી કહી ના શક્યા, એમણે વિચાર્યું કે હવે વહેલી
સવારે શહેરમાં જવા નીકળી
જયીશ, એ મનોમન ભગવાનને પ્રાથના કરવા લાગ્યા કે આજનો દિવશ કામીની ને સાચવી લેજો ,
એ ત્યા એકલી છે ને ગમે ત્યારે હોસ્પિટલ જવુ પડશે
ડીલીવરી નો સમય પણ નજીકમાં જ છે ,........
વોચમેન રોડ પર અડધો કલાક રાહ જોઈ ત્યારે પરાણે એક ગાડી મડી એ લયી ફટાફટ સંસ્થા મા આવ્યા, કામીની ની તબિયત કથળતી જયી રહી હતી ,એ ચીસો પાડી થાકી ગયી હતી ને નાની ઉંમરે આ દર્દ સહન ના કરી શકી એટલે એ બેભાન થયી ગયી ,....ગાડી આવી એટલે વોચમેન અને ડ્રાઈવર ની મદદ થી કામીની ને ગાડી ની પાછળ ની સીટ મા સુવાડી ને સાથે માલતી બેન ,સુમન બેન ને રાગીણી
બહેન સાથે ગાડી મા બૈઠા ડ્રાઈવર ને નજીક ની હોસ્પિટલ મા જલદી થી લયી જવાનુ ડ્રાઈવર ને કહયુ
વીસ મિનિટ મા હોસિપટલ આવી ગયી ,....વોર્ડ બોય સ્ટ્રેચર લયી આવ્યો અને કામીની ને ને અંદર લયી ગયા ,ત્યા હાજર બે ગાયનેક ડોકટર હાજર હતાં, કામીની ની નાની ઉંમર ને બેભાન હાલત જોઈ ફટાફટ કોઈ પણ જાતનુ ફોર્મ, વિગતો લીધા વિના જ ઑપરેશન થિયેટરમાં ખસેડી ,ને નર્સે
સાધનો તૈયાર કર્યા ને કામીની નુ ઓપરેશન ચાલુ કર્યુ,....કામીની બેભાન હતી ઐટલે સિઝેરિયન કર્યા વિના છુટકો જ નહોતો ....બહાર એ ત્રણેય બહેનો ભગવાન ને પ્રાથના કરી રહી હતી ને મનોમન પોતાની જાત ને કોશી રહી હતી ,માલતી બેન બોલ્યા, સુમન આપણે ખરેખર આપણી ફરજ ચુકી ગયા, જયાં બેન કામીની ની જવાબદારી આપણ ને સોંપી ને ગયા હતાં, ને આપણે વડી આખો દિવશ આપણા કામ મા વયસત રહ્યા ને આ કામીની એ પણ કયી ના કહ્યુ, કે મને દર્દ થાય છે એ
વહેલા બોલી હોત કે મને પેટમાં દુખે છે તો ,આપણે એને વહેલા હોસ્પિટલ લયી આવત ને ,હવે ખબર નહી શુ થશે ? એ તો પીડા સહન ના કરી શકી ને બેભાન પણ થયી ગયી ,....ને આપણાં સંચાલક જયા બેન પણ હાજર નથી, ફોન ઉઠાવતાં નથી તો કરવુ શું ???આપણા બધા ના ભરોસે મૂકીને ગયા હતાં....હે ભગવાન કામીની અને એના
બાડક ને સહી સલામત રાખજો....પેટમાં પાણી સાવ સુકાઈ ગયુ હતુ ,નાની ઉમર ના લીધે ઘણી બધી કોમપલીકેશન હતી, ડોક્ટર ઓ એ સિઝેરિયન ઑપરેશન થી બાળક લીધુ ,
પણ અફસોસ કે બાળક પેટ
મા જ મુત્યુ પામ્યુ હતુ ,સમયસર ઈલાજ ના થવાના કારણે ને નાની ઉમર ના લીધે ખુદ કામીની પણ બેદરકારી ને નાસમજણ ના લીધે એનો બાબો અંદર જ મુત્યુ પામ્યો,...ને એનુ ઝહેર પણ કામીની ના શરીરમાં ફેલાવા ની તૈયારી હતી,જો એક કલાક હજી પણ લેટ પડ્યા હોત તો કામીની ને બચાવવી પણ મુશકેલ થયી
જાત ,આવનાર બાળક બાબો હતો ,સરસ મજાના ઢીંગલા જેવો ,રૂપાળો ને ગોડ
મટોડ...જોઈ ને પરાણે વહાલો લાગે એવો સુંદર હતો ,....આટલા મહીના થી મા ના ઉદર મા સારી રીતે એનુ લાલન પાલન થયુ હતુ
પણ અફસોસ કે એ આ દુનિયામાં આવે એ પહેલા જ ભગવાન એ એને પાછો બોલાવી લીધો .....ઑપરેશન ને બે કલાક થયા તો ય અંદર થી બાડક ના રડવાનો અવાજ આવ્યો જ નહી એટલે રાગિણી બેન ને એ ટેન્શન મા આવી ગયાં, ત્રણેય બહેનો બહાર ચિંતાતુર વદને રાહ જોઈને બેઠી હતી કે હમણા બાળક ના રડવાનો અવાજ આવશે ,ને નર્સ નાનુ બાળક લયી ને બહાર આવશે ,પણ એવુ કયી જ ના બન્યુ,....થોડી વાર પછી ઓપરેશન થિયેટરમાં થી ડોકટર બહાર આવ્યા ને બોલ્યા,....કામીની નુ બાડક મરેલુ અવતર્યું છે ,એને હોસ્પિટલ લાવવામાં ઘણુ મોડુ કર્યુ છે ,....ને હજી પણ એક કલાક મોડા આવ્યા હોત તો કામીની ને બચાવવી પણ મુશકેલ થયી જાત ,....ને રાગીણી ,સુમન બહેન રડી પડ્યા, ને ડોક્ટર ને પુછ્યુ હવે કામીની કેમ છે ? એ હજી ભાન માં આવી નથી , એના શરીર મા મરેલા બાડક નુ ઈન્ફેકશન લાગ્યુ છે ,....ઑપરેશન તો સફળતા પુર્વક પુરુ કર્યુ છે પણ હવે એ ક્યારે ભાન મા આવશે એ કયી કહી શકાય નહી ,....ચાર કલાક પણ લાગે ને ચોવીશ કલાક પણ લાગે ,બસ ભગવાન ને પ્રાથના કરો કૈ એ માસુમ ને કયી થાય નહી ,.....એના શરીર મા લોહી પણ ઓછુ થયી ગયુ હતુ એટલે લોહીની બોટલ પણ ચડાવી છે ,હમણાં ચોવીશ કલાક એને આઈ,સી,યુ, મા રાખવી પડશે ,....તમે કેબિનમાં આવો અને ફોર્મ ભરી સહી કરી આપો ,અમારે ઉપર મોટા ડોકટરો ને જવાબ આપવો પડે ,ના કરે નારાયણ ને એ માસુમ કામીની ને કયી થાય તો અમને ને અમારી હોસ્પિટલ ને જોખમ થાય ,હકીકત મા ડોક્ટર પણ ગભરાઈ ગયા હતાં, ઓપરેશન કરતા પહેલા પેશન્ટ ની સારવાર કયા હોસ્પિટલ મા ચાલુ હતી ,કયી દવા ચાલુ હતી ,ને કયો મહીનો ચાલુ હતો ,અને ડોક્ટર ની ફાઈલ પણ ન્હોતી
ને હવે ખબર પડી કે પેશન્ટ નારી નિકેતન સંસ્થા મા થી આવી છે ,સાથે આવનાર એ
ત્રણ મહીલા ઓ એના સગા વહાલા પણ નથી ,મા ,બાપ કે કોક નથી બસ ઉતાવળ મા જ પેશન્ટ ની હાલત ને નાની ઉમર જોઈને કોઈ પણ જાત ની ફોરમાલીટી કર્યા વગર જ સીધી ઓપરેશન થિયેટરમાં લયી લીધી ,ડોક્ટર ઓ એ તો એમની માણસાઈ નીભાવી હતી, રાગીણી બહેન ને સુમન બેન સતત જયા બેન ને ફોન લગાવી રહ્યા હતા પણ ફોન અનરીચેબલ જ આવતો હતો ,...આ બાજુ જયા બેન પણ આખી રાત કામીની ની ચિંતા મા બેસી રહ્યા હતાં, એમને કયાં ખબર હતી કે એમની સોથી લાડકી કામીની અત્યારે જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી ,....સંસ્થા ની બધી બહેનો પણ કામીની માટે ભગવાન ને પ્રાથના કરી રહી હતી,....ને કામીની ની મા ગીતા તો બીચારી સાવ અજાણ હતી કે અત્યારે દીકરી ની હાલત કેવી છે ,એણે કદી કામીની ને કયો
મહીનો ચાલે છે એ પણ પુછ્યુ નહોતુ ,કેમકે એ કામીની થી નારાજ હતી ,ને દીકરી કુંવારી મા બનવા ની હતી એટલે એ પણ નાખુશ હતી ,.... અત્યારે એ પણ પોતાના રૂમમાં પડખા ફેરવી રહી હતી,...ને એનુ મન બેચેન હતુ ,કામીની હેમખેમ હશે કે કેમ એ ચિંતા કરી રહી હતી ,....રોજ તો આવુ કયી નહોતુ થતુ પણ અત્યારે એને અલગ પ્રકાર નો આભાશ થતો હતો ,...ગીતા ફોન તો રાખતી નહોતી એટલે એની ખબર પણ શૂ પૂછે ? ને રાત ના અગિયાર વાગ્યા હતા ઐટલે કમલેશભાઈ ને બધા એ સુયી ગયા હતા એટલે ત્યા ઘર ના લેન્ડ લાઈન મા થી ફોન પણ કયી રીતે કરવો?
કમલેશભાઈ ને તો સપને ય ખ્યાલ નહોતો કે આજે કામીની ની તબિયત બગડી ને એ હોસ્પિટલના હશે ....
સુમન બેન ને રાગીણી બેન વારેઘડી એ અંદર જયી ચેક કરતાં હતાં કે કામીની ભાન મા આવી કે નહી , આટલી મોડી રાત થયી તો પણ બન્ને ડોક્ટર ને નર્સ સ્ટાફ બધા હોસ્પિટલ મા જ હતાં, કોઈ ઘરે ગયુ નહોતુ ,...કામીની ની ચિંતા મા...એની હાલત ચિંતા જનક હતી ,તબિયત કથળતી જયી રહી હતી....
કામીની નુ શુ થશે ,એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 58 ઝંખના...

નયના બા વાઘેલા