ઝંખના - પ્રકરણ - 55 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 55

ઝંખના @ પ્રકરણ 55

કામીનો એટલી ચંચળ હતી કે આખી નારી નિકેતન સંસ્થા મા બધા ની પ્રિય થયી ગયી હતી , બધી સ્તરી ઓ મા સોથી નાની હતી એ , એટલે બધા એને લાડ થી પ્રેમ થી રાખતા ને ઘણા ને એની દયા પણ બહુ આવતી
એની સાથે જે ઘટના ઘટી ગયી હતી એ સંસ્થા મા બધા જાણતાં હતા , બહુ વિવેકી ને ચપળ હતી ,હોશિયાર હતી , આખી બપોર એ સંસ્થા મા ચાલતા શિવણ ના વર્ગો મા જ રહેતી એટલે એને એમા રસ પડ્યો ને બહુ ટુંકા ગાળા
મા તો એ સિલાઈ મશીન ચલાવતા શીખી ગયી , ડિઝાઈનર બ્લાઉઝ, બધુ બનાવતા શીખી ગયી જયા બેન એ એને સાફ શબ્દો મા ના પાડી હતી ,કયી
પણ કામ હમણા કરવાનુ નથી, તુ પ્રેગનન્ટ છે એટલે એ જવાબદારી પહેલા ,કમલેશભાઈ એ સાફ ના પાડી હતીવ,કે કામીની ને કોઈ પણ કામ કરવા દેવુ નહી ,....પણ જયા બેન બપોરે એમના કવાટર્સ મા જાય એટલે કામીની સિવણ વર્ગો મા પહોંચી જતી ,એ પોતે કયી પરિસ્થિતિ મા છે એનુ પણ એને ભાન નહોતુ ,...એની હોંશિયારી એ જ એનો સાથ આપ્યો ને સંસ્થા થી એને આશરા સાથે ઘણુ બધુ શિખવાડી દીધુ ,....જયા બેન ને જયારે ખબર પડી ત્યારે એ સિવણ વર્ગો ચલાવતા ટીચર ને બહુ લડ્યા, અરે મનહર બેન તમને કામીની ની પરિસ્થિતિ નો ખ્યાલ તો છે જ ને તો કેમ એને કલાશ મા બેસવા દીધી ?...અરે મેડમ આ તમારી કામીની એટલી જીદ્દી
છે ને કે પહેલા ખાલી બેસવા આવુ છુ એમ કહેતી ને ધીરે ધીરે એની લગન જોઈ એટલે મને લાગ્યુ કે કામીની બહુ હોશિયાર છોકરી છે ,એટલે પછી શીખવાડવું,
ને હા હવે તો એ આ બધી મહીલાઓ કરતાં એ વધુ સરસ રીતે કટીંગ અને સિલાઈ કરતી થયી ગયી ને નવી નવી ડિઝાઈન પેપર પર રોજ બનાવે છે ને પછી બીજા જ દિવશે વેસ્ટ કપડાં મા ટ્રાય કરે છે ,....ને અંહી આવી બહુ ખુશ રહે છે એટલે પછી મે એને જેમ કરે છે એમ કરવા માડયુ....સારુ સારુ ,વાંધો નહી ...આતો એની તબિયત બરાબર નથી એટલે મને ચિંતા થાય ,ને એને કયાં આખી જીંદગી આ સંસ્થા મા રહેવાનુ હતુ ? ને કમલેશભાઈ ની અમાનત છે
કામીની બોલી ,બસ મેડમ હવે મનહર બેન ને ના લડશો
હુ જ રોજ મારી જાતે જ આવી જતી ને બહુ કહયુ ત્યારે મને શીખવાડ્યું છે ,
આજ સુધી ઘરકામ સિવાય કયી શીખી નથી ને ભણવાનું પણ નવ ધોરણ થી મા એ બંધ કરાવ્યું....અંહી આવીને
આ નવુ કામ શીખવા મળ્યું
સારુ ,સારુ હવે બહુ ચાપંલી
ના થા ,ચલ તારો દવાનો સમય થયો , મનહર બેન કામીની ભલે અંહી આવે પણ એને મશીન પર કલાક થી વધારે ના બેસવા દેવી ,
એનુ આવનાર બાળક એ મારી જવાબદારી છે,...હા
બેન....જયા બેન કામીની ને લયી એના રૂમમાં આવ્યા અને દવાઓ આપી આરામ
કરવા જણાવ્યું.... વંશ રોજ
કામીની ને યાદ કરી એક ફોન
કરતો ,પણ કામીની કયારેય ઉપાડતી જ નહી ,....વંશ હવે મીતા તરફ ઢડી ગયો હતો , લગ્ન પછી મનમેળ નહોતો પરંતુ અકસ્માત ની
ઘટના એ બન્ને ને એક બીજા ની નજીક આવી ગયાં, ને પ્રેમ પણ થયી ગયો ,...હા વંશ કામીની ને પ્રેમ કરતો હતો ,એની ફીકર પણ હતી
એના જ કારણે કામીની ને આ ઘર ,એની મા ને છોડી દુર રહેવુ પડયુ હતુ ,...
એ સારી રીતે જાણતો હતો કે કામીની સાથે લગ્ન શક્ય જ નહોતાં છતાં એ એણે કામીની પ્રેમ કર્યો ને પ્રેમ કરતાં કરતાં એ રસ્તે બહુ આગળ નીકળી ગયો, દાદા ની પપ્પા ની ઈજજત ના ના કારણે એણે પોતાની ખૂશીઓ ને ભુલવી પડી ,રોજ રાત્રે પાછળ બગીચામાં હિચંકે બેસતા ત્યારે એ કામીની ને કાયમ કહેતો કે ,કામુ આપણા પ્રેમ નુ કોઈ ભવિષ્ય તો નથી એ
જાણીએ છીએ આપણે બન્ને, આટલા વર્ષો થી સાથે રહીએ છીએ ,એકજ ઘરમાં
ને બન્ને એક બીજા વિના રહી નથી શકતાં, ને એક થવાનો પણ કોઈ જ રસ્તો નથી ....બસ આપણો પ્રેમ જ આપણુ જીવન છે ,પછી ખબર નહી આગળ જીંદગી કેવી જશે , મારા લગ્ન કોઈ બીજી છોકરી સાથે થયી જ
શે ને તુ પણ બીજા કોઈ ની પત્ની બની જશે , એક બીજા નેવકદી નહી ભુલી શકીએ....ને ત્યારે કામીની ની દુખી થયી જતી અને કહેતી કે ,વંશ તુ ભલે બીજી કોક છોકરી સાથે લગ્ન કરે પણ હુ તો કોઈની નહી થાઉ
હુ તો આજીવન કુંવારી રહી
શ, હુ તારા સિવાય કોઈને ચાહી ના શકુ ,લગ્ન કરવા તો
બહુ દુર ની વાત છે....બસ આ જ ઘરમાં મા એ એની જીંદગી કાઢી નાખી એમ હુ પણ તારા આ ઘરમાં જ બાકી નુ જીવન કાઢી નાખીશ
મારી મા ને આશરો મડયો છે
આ ઘરમાં તો શું મને નહી મડે ?....તારી એ વાત તો સાચી છે તને આ ઘરમાં થી કોઈ નહી કાઢી મૂકે ,પણ તારા ભવિષ્ય નુ શું? જીવન
મા માત્ર આશરો ,ખાવૂ પીવુ જરુરી નથી...કોઈ ના આધાર વિના જીંદગી જીવવી બહુ અઘરી છે ,...
જો મારુ ચાલત તો , હુ તને
બીજા કોઈ ની થવા જ ના
દવ ,ને હુ પણ તારા સિવાય કોઈની સાથે લગ્ન ના કરત ,
પણ મારી મજબુરી તુ જાણે છે,...તો મારા કાનૂડા હુ તને કયાં એવા કોઈ બંધન મા નહી બાધુ , રાધા એ કાનુડા ને પ્રેમ કર્યો પણ લગ્ન તો રૂકમણી સાથે જ થયા હતાં
ને ,હુ તારી રાધા થયી મારૂ આખુ જીવન તારી યાદો મા
કાઢી નાખીશ... બસ તારો પ્રેમ જ માગું છુ બીજુ કયી નથી જોઈતુ ,...ને હા હુ મારી રાધા મા ની દીકરી છુ
જીંદગી મા કયારેય તને તકલીફ પડે એવુ કોઈ કામ
નહી કરુ ,કમલેશકાકાની ઈજજત જાય એવુ કદી નહી કરુ ,કે ના તો તારી પર કોઈ રોકટક ,બંધન નહી નાખુ....બસ ચુપચાપ તને ચાહયા કરીશ એ જ મારુ કામ ....ને એમ કહી વંશ ને વળગી પડતી ને વહાલ વરસાવતી, વંશ એની આ જ મિસુમિયત પર ફીદા હતો
પણ એ બન્ને ને કયાં ખબર હતી કે પ્રેમ મા ભરેલુ એક કદમ આગળ જતા આટલુ ભારે પડશે ,ને આ પ્રેમ જ એમને આટલા જલદીથી અલગ કરી નાખશે,.....
જ્યારે સગાઈ પછી મીતા પહેલી વાર વંશ ના ઘરે આવી ત્યારે જ કામીની ને
સમજાયું કે પોતે માને છે એટલુ સહેલુ નથી ...મીતા
ને ચુદંડી ઓઢાડી એ વખતે જ એ દિલ થી ભાગી પડી
હતી , ને પોતાના ઘરમાં જયી બહુ રડી હતી ,બે દિવશ સુધી સતત રડે રાખયુ
હતુ ,એની આંખો રડી ને સુજી ગયી હતી , ને ઘરમાં બધા ને ખબર ના પડે એટલે
પેટમાં દુખવાનુ બહાનુ કાઢયુ હતુ ,....આમ વંશ ની સગાઈ પછી બન્ને પ્રેમી પંખીડા નો અલગ થયી ગયાં હતાં.....
વંશ પણ એની જગયાએ બરાબર હતો ,ને કામીની પણ , પોતાની મમ્મી ની જેવી જ હતી , અગરબતી ની જેમ સડગતા જવુ ને સુવાસ ફેલાવવી....ગીતા બેન પણ ઈરછતા હતાં કે
પોતાની દીકરી ને આવા સમયે એની જરુરત છે ,પણ
કયી રીતે જવુ ? આ ઘર નુ કામ ને જવાબદારી ઓ મુકી ને જવુ કેમનુ ? આ ઘર નુ ને બા બાપુજી નુ એના પર કેટલુ મોટુ અહેશાન હતુ ,...
એટલે આ ઘર માટે એણે પોતાની દીકરી નુ ધ્યાન રાખવાની ફરજ પણ એ પુરી કરી શકતી નહોતી ,.મનમાં ઘણુ ય દુખ ને મન નો ભાર હતો એ છતાં એ સદાયે હસતી રહેતી હતી , વંશ ના કારણે એ પોતાની દીકરી થી દુર થયી ને દીકરી ની જીંદગી ને જીવ પણ જોખમમાં મુકાયા હતાં એ છતાં એણે કદી ભુલથી ય વંશ કે મીતા માટે મનમાં ખોટુ નહોતુ વિચાર્યું,...વંશ ની તબિયત હવે સારી થયી ગયી હતી
આજે પાટો પણ છોડી નાખ્યો ને ટાંકા પણ તોડાવી નાખ્યા, ને એ જાતે ચાલતો પણ થયી ગયો ,.... વંશ ને પ્લાનટ પર જવુ હતુ પણ કમલેશભાઈ એ હમણાં કયાંય પણ જવાની ના પાડી
ને આરામ કરવાનુ કહ્યુ, કમલેશભાઈ મનથી એવુ ઈરછતા હતાં કે હજી પણ વંશ થોડો વધુ સમય મીતા સાથે જ વીતાવે ,...અકસ્માત થી બન્ને
વચ્ચે ની દુરીયો દુર થયી ગયી હતી ને વંશ મીતા એક બીજા ને પ્રેમ પણ કરવા લાગ્યા હતાં...એટલે હજી થોડા દિવશ વધુ રહે એવુ જ
ઈરછતા હતાં આમ તો કમલેશભાઈ એ બન્ને દિકરા વહુ ઓ ને લગ્ન પછી હનીમુન પર મોકવવા માંગતા હતા ,પણ વંશ ના અકસ્માત ના કારણે એ લોકો જયી ના શક્યા,...આમ ને આમ સમય ચાલતો રહ્યો ને કામીની ને બધાં ધીરે ધીરે ભુલવા લાગ્યા, હા કમલેશભાઈ મહીના મા ચાર વખત જયા બેન ને ફોન કરી કામીની ની ખબર અંતર પુછી લેતા ને પૈસા પણ આપતા રહેતા , કામીની ને કોઈ વાતે તકલીફ ના પડે એનુ ધ્યાન રાખજો એ કહેવાનુ ના ચુકતા , ગીતા તો દીકરી ને ભુલી જ કયી રીતે
શકે ? બસ ભુલી ગયા છે એવો દેખાડતા,....ને આગળ દીકરી નુ શુ કરવુ એ પણ વિચારતાં, એ જાણતાં હતાં કે કામીની કેટલી જિદ્દી સ્વભાવ ની છે એને લગ્ન માટે મનાવવી બહુ મુશકેલ છે ,...નજીક મા આવેલા ગામમાં પોતાના સમાજ મા
કેટલા ઘર છે ને મુરતિયા માટે ની તપાશ વાયા વાયા કરતાં હતાં,...કમલેશભાઈ ને મંજુલા બેન એ પણ એવુ જ વિચારી રાખ્યુ હતુ કે આવનાર બાળક ને ગમે તે બહાને ઘરમાં રાખી લેવુ ને
કામીની માટે એના સમાજ મા સારો છોકરો શોધી પરણાવી દયીશુ ,....બા ,બાપુજી એ પણ આ જ સુચન કર્યુ હતુ
આખા પરિવારમાં બસ મીતા ને સુનિતા જ આ સત્ય હકીકત થી અજાણ હતાં,
બન્ને બહેનો તો વંશ ને બહુ જ સીધો સાદો ને સરડ સમજતી હતી ,ને ઘરમાં કામીની ની વાત થી અજાણ હતી, મીતા ઘણી વાર ગીતા ને અને મંજુલા બેન ને પુછતી કે માસી તમારી દીકરી કામીની તો બહુ રોકાઈ એના માસી ના ઘરે
હવે તો બોલાવી લો ,ને ગીતા કયી ને કયી બહાનું કાઢી ને વાત બદલી નાખતી .......
શોભના બા પણ જ્યારે જયારે કમલેશભાઈ ના ઘરે આવતા ત્યારે પૂછતાં કે ,આ કામીની તો બહુ રોકાઈ એની માસી ના ઘેર ,કયારે આવવાની છે ?... બા ત્યારે શોભના બાને ગોડ ગોડ વાત કરી સમજાવી દેતા ,...મહોલ્લા મા પણ લોકો કામીની નુ પુછતાં ને ઘણાં તો અંદરો અંદર વાતો કરતાં કે આ ગીતા ને વીસ વરસ થી કમલેશભાઈ ના ઘેર જોઈએ છીએ ,એને તો કોક સગુ વહાલુ નથી એવુ એ કહે છે ને કદી કયાય કોઈના ઘરે આવતા જતાં પણ જોઈ નથી ,તો પછી આ કામીની ગયી કયાં? ગીતા ની તો કોઈ બહેન કે ભાઈ દુર ના સગા વહાલા નથી , તો કામીની ગયી તો ગયી કયાં?? ગામ આખુ મનફાવે એવી અટડકો કરતુ હતુ ,ગીતા ગામની ભાગોળે રોજ ડેરીએ દુધ ભરવા જતી ત્યારે ગામ ની સ્ત્રીયો અચુક ગીતા ને પુછતી કે ,અલી ગીતા આ તારી નટખટ દીકરી કામીની ઘણાં મહીના ઓ થી દેખાતી નથી કયાં ગયી છે ? તુ તો કહેતી કે તારુ તો કોઈ નથી સગુ વહાલુ, ને આમ અચાનક એની માસી કયાં થી ફૂટી નીકળી...? ગીતા લોકો ના સવાલો નો કોઈ જવાબ આપતી જ નહી ,બસ ચુપ જ રહેતી ...આમ સમય કયાં ચાલ્યો ખબર જ ના પડી ને કામીની ને નવ મહીના પુરા થવામાં આવ્યા
એમ કમલેશભાઈ ને ગીતા ની ચિંતા વધતી જતી હતી ,કામીની જ હજી એક બાડક જેવી હતી ને ,એ પોતે મા બનવા જયી રહી હતી ,એ માસુમ ને મા બનવા ની પીડા કેવી હોય એનાથિ એ અજાણ હતી, હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 56
ઝંખના.............

લેખક @ નયના બા વાઘેલા