જીવતા જેને મને ના સ્વીકાર કર્યો ,
મર્યા પછી ,
મારી ચિતા ને એનો અગ્નિદાહ સ્વીકાર નથી ...(૧)
આખી જિંદગી નાહક નો ધીક્કાર્યો મને ,
મર્યા પછી ,
તું મારી પ્રશંશા કરે એ વાત મને સ્વીકાર નથી ...(૨)
જીવનભર મને સમજી ના શક્યા ,
મર્યા પછી ,
મારા દુખો ને તું બયા કરે તો તું સમજદાર નથી ...(૩)
જીવતા કદી મારી સાથે હાથ ના મિલાવ્યો ,
મર્યા પછી ,
તું મને ખંભે ઉચકે એ વાત નો કોઈ પ્રભાવ નથી ...(૪)
જીવતા કદી પ્રેમ થી મારી સાથે ના જમ્યો ,
મર્યા પછી ,
તારી કાગવાસ નો મને સ્વીકાર નથી ...(૫)
જીવતા તે કદી મારી એક ના શામ્ભળી ,
મર્યા પછી ,
તારી ગરુડપુરાણ શામ્ભળુ એ વાત મને સ્વીકાર નથી ...(૬)
જીવતા તું મને કદી મંદિર ના લઇ ગયો ,
મર્યા પછી ,
તું મારા માટે તીર્થયાત્રા કરે એ વાત મને સ્વીકાર નથી ...(૭)
જીવતા તું કદી મારી લાઠી ના બન્યો ,
મર્યા પછી ,
તું અફશોસ કરે તો એ વાત મને સ્વીકાર નથી ...(૮)
જીવતા તું મને વૃધાશ્રમ મા મૂકી આવ્યો ,
મર્યા પછી ,
તું મારો પાળિયો કરે એ વાત મને સ્વીકાર નથી .... (૯)
જીવતા તે મને કદી યાદ ના કર્યો ,
મારા મર્યા પછી ,
તું મારી તિથી યાદ રાખે એ વાત મને સ્વીકાર નથી ....(૧૦)
જીવતા તે મને અનેક દુખો દીધા ,
મર્યા પછી ,
મારા બીજા જન્મ ના સુખ ની તું કામના કરે તો ,
એ વાત મને સ્વીકાર નથી ....(૧૧)
જીવતા તે કદી મને કંઈજ ના ગળ્યો ,
મર્યા પછી ,
તું મારા ઉપકારો ની ચર્ચા કરે ,
એ વાત મને સ્વીકાર નથી ...(૧૨)
જીવતા તે કદી મને પ્રેમ થી ના સુવડાવ્યો ,
મારા મર્યા પછી ,
તું શયાદન કરે ,
એ વાત મને સ્વીકાર નથી ....(૧૩)
જીવતા કદી તું મારી પાસે ના બેશ્યો ,
મર્યા પછી ,
તું મારી શોક શભા બેશાડે ,
એ વાત મને સ્વીકાર નથી ....(૧૪)
જીવતા કદી તને મારી યાદ ના આવી ,
અને મર્યા પછી ,
તું મારી વર્ષી વારે એ વાત મને સ્વીકાર નથી ...(૧૫)
જીવતા તે કદી મને ભાવતું ના પૂછ્યું ,
મર્યા પછી ,
તું મારું ભાવતું જમાડે એ વાત મને સ્વીકાર નથી ...(૧૬)
જીવતા તે કદી મને પ્રેમ થી ના નવડાવ્યો ,
મર્યા પછી ,
તું મારું ગંગા મા અશ્થી વિશર્જન કરે ,
એ વાત મને સ્વીકાર નથી ...(૧૭)
જીવતા કદી મને સાથે ના રાખ્યો ,
મર્યા પછી ,
તું મારી છબી પૂજે ,
એ વાત મને સ્વીકાર નથી ...(૧૮)
જીવતા કદી મારું સારું ના બોલ્યો ,
મર્યા પછી ,
તું મારું ગુણ - ગાન કરે ,
એ વાત મને સ્વીકાર નથી ...(૧૯)
જીવતા કદી મારી પાછળ પાઈ પણ ના ખર્ચી ,
મર્યા પછી ,
તું મારે નામે દાન કરે ,
એ વાત મને સ્વીકાર નથી ....(૨૦)
જીવતા તે કદી મારી હાલત ના શામ્ભળી ,
મર્યા પછી ,
પીતરું બની ને તારી ઉપર આશા રાખું ,
એ વાત મને સ્વીકાર નથી ...(૨૧ )
જીવતા કદી મારી સામે ના જોયું ,
મર્યા પછી ,
તું મારી સામે બેસી ને રડે ,
એ વાત મને સ્વીકાર નથી ...(૨૨)
જીવતા દરરોજ મરણ પમાડ્યો ,
મર્યા પછી ,
મારા જીવતા થવાની દુઆ કરે ,
એ વાત મને સ્વીકાર નથી...(૨૩)