અનુભૂતિ - 5 Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભૂતિ - 5

૫.

ક્યાં કદી કોઈ કદર થઈ આપણી?
તોય પ્રગટાવીને રાખી તાપણી.

આ તરફ કાચું ગણિત મારું જરા,
ત્યાં સદા કરતા રહ્યા એ માપણી.
~સાકેત દવે... ���

  કદર કરવી અને થવી એ બહુ મોટી વાત છે કોઈની કદર કરવા માટે વિશાળ દિલ જોઈએ અને મન મોટું જોઈએ. કદર કરનાર વ્યક્તિ જ જુદા હોય છે. આખે આખું જીવન પણ કોઈના પર સમર્પિત કરી દઈએ કે ન્યોચ્છાવર કરી દઈએ કોઈને તસું ભર પણ ફરક પડતો નથી અને તેની નોંધ પણ નથી લેતા કે સામે વાળી વ્યકિત પોતાનું તન  મન અને ધન ખરચી નાખ્યું છે અને ધણી વાર દરકાર સુધ્ધાં નથી અને સહજતાથી આખી વાત લઈ લે છે અને એવું પણ કહે છે કે મેં ક્યાં કીધું હતું કે મારા માટે કરો તમને મહાન થવાનો અને કુરબાની આપવાનો શોખ હતો તેમાં અમારો કોઈ દોષ નથી. છતાંય સારું કરનારા અને કુરબાની આપનારા પોતાની સારાઈ છોડતા નથી તેઓ પોતાનું કર્મ કરે જાય છે ફળ ની અપેક્ષા રાખ્યાં વગર એ પોતાની માનવતા  અને માણસાઈ ક્યારેય છોડતા નથી. ભલમનસાઈ નું તાપણું તેમનામાં સદા સળગતું રાખે છે.
      સાદાં, સીધાં, ભોળા અને નાદાન લોકો ક્યારેય કોઈ બાબત માં ગણિતરી  કે માપણી કરતાં નથી. હોંશિયાર અને ચાલાક વ્યકિત ના દિલ અને દિમાગ માં ચોવીસ કલાક હિસાબ ચાલ્યાં કરે છે પેલી વ્યક્તિ એ  થોડું કર્યું તો હું પણ તેટલું જ  કરીશ. જ્યારે ભોળી વ્યકિત ના તો સમજ માં આ ગણિત બેસતું જ નથી તે પોતાની ધૂન માં જીવે રાખે છે
  આ બે શેર મને એટલે ગમે છે કારણ કે કવિ એ તાપણી અને માપણી ને કવિતા માં વણી લઈને સુંદર રીતે વ્યક્તિ ના અલગ અલગ સ્વભાવ ની વાત રજૂ કરી છે.

 

વર્ષો થી વિદેશ છે જેનું વહાલું બાળક એ
માતાની મમતા ની પ્યાસ વિશે તો લખ
"હર્ષ "
હર્ષદ વ્યાસ
    એક માતા ની દુનિયા એનું બાળક હોય છે તેનું વિશ્વ બાળક
થી ચાલુ થાય અને બાળક પર પૂરું થઈ જાય છે એના જીવન
માં પોતાના બાળક ના પ્રવેશ થી જીવન હર્યુંભર્યું થઈ જાય છે
સવાર થી સાંજ સુધી બસ એના માં માતા ની જિંદગી વણાઈ જાય
છે એને બીજું કશું જ સૂઝતું નથી ચોવીસ કલાક માતા બાળક માં
ઓતપ્રોત રહે છે એનો નાસ્તો, જમવાનું, ભણવાનું અને રમવાનું
બધું જ પોતાની દેખરેખ હેઠળ કરે છે બાળક ગમે તેટલી ઉમર
નું એક માતા માટે હમેશાં એ નાનું જ રહે છે. ગમે ત્યાં જાય તો પણ
એનો જીવ બસ બાળક માં ભરાયેલો રહે છે ભગવાન દરેક જગ્યાએ
પહોંચી ન શકે એટલે માતા ને પૃથ્વી પર મોકલી છે. માં ની
જગ્યા કોઈ ના લઈ શકે. 

      જાન થી વહાલું બાળક જ્યારે આંખ થી દૂર થાય છે ત્યારે માં
ની દુનિયા ઉજડી જાય છે  એના જીવન માં મોટો ખાલીપો રચાઈ
જાય છે અને માં ની આંખો બાળક ને જોવા તલપાપડ અને
આકુળવ્યાકુળ બની જાય છે. ઘરડાં ઘર માં એક વૃધ્ધા  ત્યાં
ના કર્મચારી ને પૂછે છે હું અંતિમ શ્વાસ લેતી હોઉં ત્યારે
મારો દીકરો આવશે ને અને મને અગ્નિ દાહ આપશે ને
ત્યારે એ કર્મચારી ના મોબાઈલ ફોન પર વૃધ્ધા ના દીકરા નો
ફોન આવે છે અને તે જણાવે છે કે હું વિદેશ જાઉં છું અને
હવે ક્યારેય પાછો નહીં ફરું જ્યારે જેટલાં રૂપિયા જોઈએ
ત્યારે મને ફોન કરજો હું  ટ્રાન્સફર કરી દઈશ ત્યારે એ વૃધ્ધા અમારો
ફોન સાંભળી લીધો હોય તેમ મારા ઉત્તર ની રાહ જોયા વગર
બગીચા ના બાંકડે જઇ આકાશ તરફ મીટ માડી ભગવાન ને
પ્રાર્થના કરે છે મારા લાલ ને સુખી રાખજે મને મોત આપી
દે પરંતુ એને આંચ ન  આવવા દેશો. જાણે છે કે દીકરો ક્યારેય
પણ નથી આવવા નો છતાં તેના આગમન ની આશ અને તેને જોવા ની પ્યાસ છે માતા ની મમતા ની તોલે કશું ન આવે. આ શેર મને એટલે જ ગમે છે કે વિદેશ ગયેલો દીકરો ક્યારેય પાછો નથી આવવા ને છતાં
માતા ની મમતા તે સ્વીકારવા તૈયાર નથી અને તેણીને નજર ભરીને છેલ્લી વાર જોવાની પ્યાસ છે.
              કવિ બહુ સરસ લખ્યું છે કે બધું લખો છો તો માતાની મમતા ની પ્યાસ વિશે તો લખ. પણ દુનિયા નો કોઈ પણ લેખક કે કવિ તે લખી નહીં શકે કદાચ ભગવાન પણ નહીં

 

સુખ દુઃખ તો આવે અને જાય છે.
આપણા કહેવાથી ક્યાં રોકાય છે.
- કલ્પેશ સોલંકી "કલ્પ"
    સુખ અને દુઃખ આવન જાવન કરતાં રહે છે સુખ માં છકી ન જવાય અને દુઃખ માં ઉદાસ ન થવાય આ તો જીંદગી ની ઘટમાળ છે પૃથ્વી પર નો કોઈ પણ મનુષ્ય આ ચક્ર માં થી છૂટકારો પામી શકતો નથી. સુખ અને દુઃખ ની ચાવી નથી હોતી કે નથી હોતું તેને કોઈ બારણું કે ખોલ બંધ કરી શકાય. નથી સુખ વધારે ટકતું કે નથી દુઃખ. સુખ દુઃખ માં ઘણીવાર વ્યકિત પાગલ થઈ જાય છે. આ બધું ક્ષણિક માની જિંદગી ને સરળતા અને શાંતિ થી પસાર કરવી જોઈએ.
     સુખ અને દુઃખ ને રોકી શકાતું નથી. આ અટલ સત્ય છે જે સ્વીકારવું રહ્યું. કવિ એ એક શેર માં જિંદગી ની વાસ્તવિકતા વર્ણવી છે.
અને જિંદગી ને ખૂબ જ  સહજતાથી વિતાવવી જોઈએ.
૯-૭-૨૦૨૩

 


 

નજર

એ નજર અમને હવે કોઈ અસર કરતી નથી,
જે નજરમાં આપણી કોઈ ખબર મળતી નથી.

બે જણાં ચાલ્યાં કરે એ પણ અજાણ્યા માર્ગ પર,
ને અચાનક સાથ છૂટે એ સફર ફળતી નથી.

આખરે અમને ગુમાવ્યાનો જ આ અફસોસ છે,
એમની, તસ્વીર સામેથી નજર હટતી નથી !

ફક્ત તારાં માન ખાતર જે તને જીવી ગયો,
જિંદગી, એની જ તું કોઈ કદર કરતી નથી.


ભાગ્ય સમજીને બધું સ્વીકારવાનું હોય નહીં, 
કોઇપણ ઘટના કશા કારણ વગર ઘટતી નથી.
@ મેહુલ ઓઝા, જામનગર.

ભાગ્ય માં બધું લખ્યું હોય છે પણ સાથે કર્મ પણ કરવું પડે છે પેટ
નો ખાડો પુરાવો હોય તો પહેલાં અનાજ માટે રૂપિયા કમાવવા પડે
ત્યારે અનાજ મળે ત્યાં સુધી પૂરતું નથી થતું અનાજ ને સાફ કરી
રસોઈ બનાવવી પડે છે ત્યારે પેટ નો ખાડો પૂરી શકાય છે.
   ભાગ્ય સમજી ને બધું સ્વીકારાય નહીં. આ પૃથ્વી પર કોઈપણ
ઘટના કે પ્રસંગ કારણ વગર બનતા નથી. ભાગ્યમાં લખાયેલું હતું એટલે આમ બન્યું તેમ બન્યું એવું નથી જ્યારે કઈ પણ પરિસ્થિતિ નું નિર્માણ થાય તે પાછળ ચોક્કસ કારણ હોય છે ભાગ્ય માં તો ઘણુંબધું લખેલું
હોય તે મેળવવા હાથપગ ચલાવવા પડે છે.
   કવિ એ આ શેર માં જિંદગી ની વાસ્તવિકતા સ્વીકારવાની  વાત કરી છે
૧૫-૭-૨૦૨૩

ફરી લાગણી ક્યાંક વાવીને બેઠાં,
પ્રણયમાં સમાધિ લગાવીને બેઠાં.

મનોહર અને દિવ્ય સઘળું દિશે છે,
નવી આજ દુનિયા સજાવીને બેઠા.
-નીતા સોજીત્રા 'રુહ'

      લાગણી ની રમત નિરાળી હોય છે તે નથી જોતી સમય, સંજોગો, જગ્યા કે વ્યકિત. તે થવાનું કારણ પણ નથી હોતું. તે બસ થઈ જાય છે. ક્યારે, કેમ કેવી રીતે અને કોની સાથે થાય છે તેની કોઈને ખબર નથી પડતી. લાગણી માં તણાઈને માણસ કા તો તરી જાય છે કા તો મરી
જાય છે. લાગણી નું ખેંચાણ જબરજસ્ત હોય છે તેમાં વ્યકિત જોરદાર બંધાઈ જઈને પોતાની સૂધબૂધ ખોઈ બેસે છે. પ્રણય એ સમાધિ નો એક પ્રકાર છે જેમાં પ્રેમી કે પ્રેમિકા પ્રેમ ની દુનિયા માં મસ્ત થઈ જાય છે. પ્રેમ મગ્ન થઈ ખાવા, પીવા, પહેરવા ને ઓઢવાના નું ભાન ભૂલી બસ પ્રેમ માં બે દિલ સમાધિ લગાવી દે છે.
પ્રેમીઓને દુનિયામાં  બધું મનોહર અને દિવ્ય લાગે છે, અને ચારે બાજુ રમણીયતા અને સુંદરતા દેખાય છે તેઓ નવી આજ દુનિયા સજાવી અને શણગારી તેમાં મ્હાલે છે તેઓ નું જગત નિરાળું છે   મને આ બે શેર એટલે ગમે છે કેમકે તેમાં પ્રેમ ની દિવ્યતા વિશે વાત કરી છે.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ