નવા શાયરો, કવિ ના શેર ની અનુભૂતિ
કોઈ વાત કરે તો મને થોડું સારું લાગે,
મતલબી દુનિયામાં મને કોઈ મારું લાગે.
પ્રેમ બેવફા હોઈ શકે,
લાગણીઓ નહીં.
કવિ
પિંકલ પરમાર સખી
પ્રેમ બે હેયા ની લાગણીઓ ની અનુભૂતિ છે. બે આત્માઓનું મિલન છે. પ્રેમમાં દરેક ઈંદ્રિયો માં અજબ ની સ્ફૂર્તિ આવી જાય છે. બધું જ અદ્દભુત અને દિવ્ય ભાસે છે. ઘણીવાર જાણે અજાણે એક વ્યકિત દ્વારા બેવફાઈ થઈ જાય છે. વાંક ગુનો કોઈનો નથી હોતો. નસીબ યારી નથી આપતું. લાગણીઓ ને કોઈ રોકી શકતું નથી એ તો જે વ્યક્તિ માટે હોય છે તેના માટે આજીવન વહેતી રહે છે ગમતું પાત્ર જીવિત હોય કે ના હોય વ્યકિત મરી જાય છે પણ તેની સાથે જોડાયેલી લાગણી ઓ હરહમેશ દિલ માં રહે છે
એંણે દીધેલ આંસુ તો શણગારમાં ગણાય,
ગમવાનું એણે કયાં હજી ઓછું કર્યુ જરાય.
સંદીપ પૂજારા.
પ્રેમીએ કોઈ પણ વસ્તું આપેલ તો અમૂલ્ય ગણાય તે પછી આંસુ કેમ ના હોય. પ્રેમીઓ નું જગત જ નિરાળુ હોય છે. પ્રેમ એ દુનિયા ની સૌથી સુંદર અનૂભુતિ. જેમાં એકબીજા માટૅ જીવવાની અને મરી જવાની ભાવના છુપાયેલી હોય છે. પ્રેમ માં કઈ પણ મળે એ કાયનાત ની સૌથી શ્રેષ્ઠ જ હોય છે. ત્યાં ગમો અણગમો વચ્ચે આવતો જ નથી.
પ્રેમી તરફથી જો જીવનભાર માટે આંસુ હોય તો તેનો પણ સ્વીકાર જ થાય છે. નથી પ્રેમ ઓછો થર્તો નથી ગમવાનું ઓછું થતું.
ગમતી વ્યક્તિ નો
અવાજ
ઔષધિ
નું કામ કરે છે.
પિંકલ પરમાર સખી
ઘણા બધા ડોક્ટર ને કહેતા સંભાળ્યા છે. અમે અમારા બધા પ્રયત્નો કર્યા પણ જે અસર પ્રાર્થના અને દુઆ માં છે તેવી અસર દુનિયા ની કોઈ દવા માં નથી. બહુ વાર સંભાળ્યું છે અને વાંચ્યું છે કે રડતાં બાલક નો અવાજ સાંભળીને મરણ પામેલ "માં" ને નવું જીવન મળ્યું છે.
ગમતી વ્યક્તિ નો અવાજ ઔષધિ નું કામ કરે છે. પ્રેમિકા નો મીઠો અવાજ પ્રેમીને થયેલ ૧૦૫ તાવ માં અસરકારક ઔષધિ નું કામ ની જેમ ઈલાજ કરે છે. અને શરીર માં તાજગી અને સ્ફૂર્તિ નું સિંચન કરે છે.
સરહદ પર તૈનાત સૈનિક માં જીવવાનું બળ અને હિંમત માતા- પિતા, ભાઈ - બહેન, પત્ની અને તેના દીકરા અને દીકરો નો અવાજ જ પૂરું પાડે છે.
ગમતી વ્યક્તિ નો અવાજ એ કોઈ પણ બીમારી ની તાત્કાલિક તકલીફ ઓછી કરવાનો રામબાણ ઇલાજ છે.
તકલીફોને કહી દો કે અહી ખોટા આંટા ન મારે,
અમે દિલમાં દદૅનો દરીયો ભરીને બેઠા છીએ.
પિંકલ પરમાર
શાયર:- સખી
જીવતે જીવ એકાંતમાં સળગતાં રહ્યા,
મર્યા બાદ પણ એકાંતમાં સળગવા ઈચ્છો છો.
કેટલા રંગ એની આંખોમાં!
કાફિયા છંદ એની આંખોમાં!
શબ્દ સૌંદર્યના મળ્યા સૌને,
આખો નિબંધ એની આંખોમાં!
સંદીપ પૂજારા
આંખો અલગ અલગ રંગ ની હોય છે અને તેની અંદર છુપાયેલી લાગણીઓ જુદી જુદી હોય છે. આંખો વાંચતા આવડવી જોઈએ. આંખોના ઈશારા સમજી શકે તે જાણી શકે છે કે આંખો ઘણું બધું કહી જાય છે.
ઘણા શેર, શાયરીઓ, કવિતાઓ, ગીતો, ગઝલો આંખો પર લખાઈ ગઈ છે, લખાય છે અને લખાતી રહેશે. શબ્દ, વાકય, તાલ, લય અને છંદ સઘળું એમાં છપાયેલું છે બસ તેને સમજતાં આવડવું જોઈએ.
શબ્દો નું સૌંદર્ય પણ આંખોનાં નૃત્ય માં દેખી શકાય છે. આખે આખી ઘટના અને નિબંધ તેમાં છે. તેના ઉડાણ માં ઉતરી તેમાં છુપાયેલા રહસ્યો, લાગણી અને ભાવના છે.
કવિઓ ની નજર થી જુઓ તો આંખો નું સૌંદર્ય દેખાય છે.
મારા શબ્દોમાં લોકો તને શોધે છે જાણે કયાંક ખોવાયેલી તુ હોય...!
હું દવાઓ સાથે બાંધ-છોડ કરવા લાગ્યો જાણે બિમારી તુ હોય...!
મારા જીવન ને સાચો રસ્તો મળી ગયો જાણે મંઝિલ તુ હોય...!
ડાભી સાહિલ
કોઈ પ્રેમ કરનાર વ્યક્તિ નું જીવન માં હોવું કેટલું અગત્યનું છે તેની ખબર તો તેને જ પડે છે જે
વ્યક્તિ પાસે કોઈ પ્રેમી ન હોય એકલતા માં જીવતો હોય.
અહીં પ્રેમી પાસે તેને ભરપૂર પ્રેમ કરનાર પ્રેમિકા છે. જેનાથી પ્રેમી નું જીવન હર્યુંભર્યું છે. તેના શ્વાસોશ્વાસમાં , ધડકન માં, કવિતાઓ માં, શબ્દોમાં , માંદગી માં, જીવન ની દરેક ક્ષણમાં સમાયેલી અને વણાયેલી છે.
જીવન માં સાચો પ્રેમ મળી જાય તો જીવન ધન્ય બની જાય છે. જીવન ની સાર્થકતા મળે છે જ્યારે જીવવાનો સાચો માર્ગ મળી જાય છે અને પ્રેમી મળી જાય એ જ મંઝિલ.
ખાલી કૂતરાં જ વફાદાર નથી હોતા સાહેબ,
સમય ખરાબ ચાલતો હોય તો વફાદાર પણ કૂતરાં નિકળે છે...!SD
સાહિલ ડાભી
દુનિયા આખી વફાદારી વાત આવે ત્યારે કૂતરા નું નામ લે
છે. કૂતરા વફાદાર હોય છે તેના માલિક ને. તે કાયમ તેના માલિક ને મુશ્કેલી માં મદદ કરે છે પોતાની જાન પણ જોખમ માં મૂકી દે છે. તેને માણસની જેમ સુખ દુઃખ ની લાગણીનો અહેસાસ થાય છે. તે ભલે મૂંગું પ્રાણી રહ્યું પણ તે
માલિક ની તકલીફ સમજી જાય છે અને પોતાના થી બનતી
બધી જ મદદ કરે છે. ઘણીવાર માણસ નું નસીબ ખરાબ ચાલતું હોય કે તેનો સમય ખરાબ ચાલતો હોય ત્યારે તેના પોતાના સગા, સંબંધીઓ અને મિત્રો હાથતાળી આપી ને ચાલ્યાં જાય છે. કેટલાક તો સાથ આપવાની જગ્યાએ સલાહ આપી સરકી જાય છે.
આ શેરમાં કવિ એ કંઈક આવી વ્યથા ઠાલવી છે. સમય
ખરાબ હોય ત્યારે વફાદાર કૂતરા બની જાય છે.
તું ગમે તેટલી ભીડ માં ચાલે કે મ્હાલે
થશે મારું સ્મરણ, ને એકલતા ડંખશે
ચંદ્રેશ પ્રજાપતિ "રજ"
ભીડ અને એકલતા બન્ને ની પોતાની અલગ ગરિમા છે. ક્યારેક માણસ ભીડ માં પણ એકલો પડી ગયો હોય છે. તેની પાછળ તેની ખુદ ની પરિસ્થિતિ, સંજોગો, સ્વભાવ, નુકૂળતા, વ્યસ્તતા અને પસંદગી હોય છે. જ્યારે વ્યકિત પ્રેમ માં હોય ત્યારે તે ભીડ માં પણ એકલો રહેવા માંગતો હોય છે. પ્રેમી
ઓની દુનિયા જ અલગ હોય છે.
ભીડ સારા પ્રસંગ કે તહેવાર ની ત્યારે મનગમતું પાત્ર, પ્રેમી કે
ચાહક યાદ આવી જાય છે. ઢોલ અને શરણાઈ ના સૂર માં પ્રિયજન નું સ્મરણ ડંખશે.
આ શેર માં કવિ કહે છે કે તું ગમે તેટલી ભીડ માં મ્હાલે પરંતુ મારી યાદ તારા દિલ ના કોક ખૂણે ટીશ થી વેદનાં આપશે.
પ્રિય પાત્ર નું સ્મરણ જ દિલ ને ભીડ માં એકલું કરી દે છે. બધા
હોવા છતાં ખાલીપણા નો અનુભૂતિ આપે છે. ઘાયલ ની ગતિ ઘાયલ જાણે. પ્રેમી નું દર્દ પ્રેમી જાણી શકે છે.
તું કેહતો'તો ને કે શાળા મંદિર ના હોય,
ચાલ લઈ જાવ મારી પ્રાથમિક સ્કૂલે.
અલ્પેશ કારેણા.
શાળા અને મંદિર એક જ ગણાય. મંદિર માં ભગવાન ની મૂર્તિ હોય અને શાળા માં ભગવાન જેવા નાના ભોળા ભુલકા ઓ હોય. શાળા પણ મંદિર પવિત્ર જેમ જગ્યા છે. કહે છે કે નાના બાળકો ભગવાન નું બીજું સ્વરૂપ જ હોય છે. તેઓ મન ના સાચા, નિષ્પાપ અને પવિત્ર મન ના હોય છે.
ભારત દેશમાં શાળા કરતાં અનેક ગણી સંખ્યામાં મંદિરો છે. હાલ ના તબક્કે સ્કૂલો ની સંખ્યા વધારવા ની ખૂબ જ જરૂરી છે.
આ શેર માં કવિ એ ભગવાન નો ઉલ્લેખ નથી કર્યો છતાં શેરમાં એ ભાવ વણાઈ ગયો છે. વાત ઘણી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
રોજ સોળે શણગાર સજીને આવે,
વેદના ને પણ અમે રાધા ગણી છે.
સ્મિત જાવિયા
યાદો તાજી માજી થઈને રોજ રોજ સવાર, બપોર અને સાંજે સાજ શણગાર કરીને મળવા આવે. અને મનને હચમચાવે. પ્રેમ માં વીતેલી પ્યારી અને મીઠી પળો અને વાતો યાદ આવે અને શૂળ ઉઠે. આહલાદાયક મૌસમ માં એકબીજા સાથે ની વાતચીત અને વચનો દિલ ને ગમ થી ભરી દે છે અને આંખોમાં આંસુ આવી જાય છે.
રાધા અને કૃષ્ણ નો પ્રેમ અમર છે આ શેર માં કવિ એ વેદના ને રાધા જેમ માને છે. રોજ રોજ રાધા સોળ શણગાર સજી ને કૃષ્ણ ની વાટ જુએ છે. યાદો પણ સોળ શણગાર સજી ને વેદના આપે છે.
જેના શબ્દોમાં મધ ભળે છે,
એની સામે જગત ઝુકે છે.
અભણ અમદાવાદી
મહેશ સોની
શબ્દો ના ઘણાં રંગ, રૂપ, ભાવ હોય છે. કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તે મહત્વનું છે. શબ્દો ની દુનિયા નિરાળી છે. શબ્દો ને ધારદાર કે આધારવાળા હોઈ શકે છે. ધારદાર શબ્દો થી સંબંધ તૂટી જાય છે ઘણીવાર માણસ પણ તૂટી જાય છે અને આધારવાળા શબ્દો થી માણસ ની જિંદગી જીવવા નું બળ મળી રહે છે. જે શબ્દો આપણને સાંભળવા ન ગમે એ શબ્દો બોલવા ન જોઈએ.
જીંદગી સરળતા થી જીવવી હોય તો સરળ, મધુર અને મીઠી વાતો કરવી. કોઈનું મન દુભાય તેવું બોલવું નહીં. કવિ એ આ શેર માં વાણી ની મધુરતા વિશે કહ્યું છે. શું બોલો છો એના કરતાં વાત ને કેવી રીતે મીઠી વાણી માં બોલો છો તેના પર તમારી સફળતા છુપાયેલી છે.
લાગણી સભર અને મીઠી મધુર વાતો થી દુનિયા જીતી શકાય છે. સલાહકાર નહીં સાથ અને સહકાર થી દિલ જીતી શકાય છે.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ