ઝંખના - પ્રકરણ - 45 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 45

ઝંખના @પ્રકરણ 45

સવાર નુ અજવાળું થયુ ત્યા સુધી વંશ ને કામીની એક બીજા ને વળગી ને બેસી રહ્યા હતાં ને અજવાડુ થતાં બન્ને અલગ પડ્યા, સવાર ના ચાર થયા એટલે ગીતા રાબેતા મુજબ ભેંસો, ગાયો દોહવા ગયી .....ને મંજુલા બેન એ ઉઠી બધા માટે ચા નાસ્તો બનાવ્યો, કમલેશભાઈ પણ નાહી ને તૈયાર થયી ગયાં....બા ,બાપુજી એ ચા પીતા પીતા કામીની ને વયવસિથત ને તકલીફ ના પડે એ રીતે રહેવાની વ્યવસ્થા કરવાનુ જણાવ્યું
હા ,બાપુજી તમે ચિંતા ના કરો મે કાલે રાત્રે જ એક મિત્ર ને ફોન કરી બધુ પુછી લીધુ છે ,ને સરનામું પણ લીધુ છે ,...ગીતા ને કામીની આપણી જવાબદારી છે,એ
આજીવન નીભાવવાની છે ,
તમારી ઈરછા મુજબ જ થશે ,તમે ચિંતા ના કરો મંદિરે
જાઓ ,રોજ તો કામીની સાથે આવતી હતી ,હવે એકલા જ જવુ પડશે ,હા બેટા એ તો વાંધો નહી....
ગીતા દુધ ના બે બોઘરણા લયી આવી ને દુધ ઠેકાણે મૂકયું ને ચુપચાપ ચા પી લીધી ,ને બેસી....ગીતા નુ મોઢું સાવ પડી ગયુ હતુ એ જોઈ કમલેશભાઈ ને મંજુલા બેન સમજી ગયા કે
ગીતા ને કામીની થી અલગ થવુ ઘણુ વસમુ લાગતુ હતુ,
ગીતા હુ સમજુ છું તારી વેદના , પણ શુ થાય ,તુ જ કહે છે કોઈ બીજો રસ્તો,
છે કોક એવુ કે જેના ઘરે કામીની ને મુકી શકાય ? ગીતા રડમસ અવાજે બોલી ના શેઠ એવુ તો કોઈ નથિ ,
પણ આ જયાં મુકવાની છે ત્યા એકલી સ્તરી ઓ જ હશે ને ? હા ગીતા જેનુ કોઈ ના હોય ,અનાથ હોય ,વિધવા ,હોય ગરીબ હોય ,નિરાધાર હોય એવી અસંખ્ય સ્તરી ઓ ને નાની છોકરીઓ પણ ત્યા હોય ,એક ઘર પરિવાર ની જેમ જ બધા રહેતા હોય ને આપડે તો કામુ નુ ધ્યાન રાખવા ને દવા ઓ માટે પચાસ હજાર રુપિયા આપવાના છે ,...ઓ બાપરે
એટલા બધા રુપિયા કેમ શેઠ
? આમ તો બધા માટે ફ્રી જ હોય છે પણ આપણે કામીની ને એક જરાકે તકલીફ ના પડે ને એની ડિલીવરી હેમખેમ થયી જાય
ને બધા ત્યા એનુ ખાશ ધ્યાન રાખે એટલા માટે જ આટલા રુપિયા આપવાનો છું, ગીતા રીતસર રડી પડી ને બોલી શેઠજી તમે ખરેખર ભગવાન ના માણસ છો , મને આશરૉ આપ્યો આખી જીંદગી પાડયા પોષ્યા ને મારી દીકરી એ આવુ ગલત કામ કર્યુ તો ય તમે અમારા માટે હજી આટલુ કરો છો ,....ગીતા તુ ને કામીની મારી જવાબદારી છો , ને હવે એના ઉદર મા મારા ઘરનો અંશ છે ,મારા દિકરા ની પણ સરખી જ ભુલ છે , હવે જે થવાનુ હતુ થયી ગયુ , ને તુ ચિંતા ના કર કામીની નુ આવનાર બાળક ને પણ હુ અપનાવીશ ,આ ઘર પરિવાર મા તેને હક મડશે ,પણ આ બધુ બહુ વિચારી ને મોટો પ્લાન બનાવીશ...ત્યારે શક્ય બનશે ,ને એ પણ આવનાર વહુ મીતા ના ઘરનાં અને સમાજ મા કોઈ ને ખબર ના પડે એવી રીતે ,આ વાત આપણા ઘર સિવાય ત્રીજા વ્યકિત ને ખબર ના પડવી જોઈએ ,.... મંજુલા તૈયાર થયી કે નહી ? હા બસ થોડી જ વાર ,ગીતા લે આ ચા નાસ્તો કામીની માટે લયી જા શરમ ની ને બીક ની મારી એ અંહી નહી આવે ,એને ખવડાવી દે સમજાવી ને ,હા કયી હવે લડતી નહી , એને પ્રેમ થી જ મોકલવાની છે ,જુવાન છોકરી છે બહુ ખેંચતાણ સારી નહી , હા શેઠાણી ,ને ગીતા ચા ને બટાકા પોઆ લયી ને એના રુમ પર આવી , ને કામીની ને સમ આપી ને ખવડાવયુ, ને પછી શિખામણ આપવા લાગી ,જો અલી કામુ ડી હવે ત્યા જયી શાંતિ થી રહેજે ,કોઈ નાટક કરતી નહી ,ને ખાવા પીવા મા ધ્યાન રાખજે, ને સમયસર આ દવાઓ લયી લેજે ,તયા
તારુ ધ્યાન રાખવા આ મા નહી હોય ,ને કયાથી હોય ? તે કારસ્તાન જ એવા કર્યા છે ને ,આ તો શેઠજી સારા છે આમની જગ્યાએ કોઈ બીજુ હોત તો આપણને બેય ને ધકકા મારીને ઘરમાં થી કાઢી મુકયા હોત ,,જયાં તને મુકવા આવે છે ત્યા પણ
પચાસ હજાર રુપિયા ભરવાના છે શેઠ, તારી દવા ને ખાવા ખર્ચો ને ધ્યાન રાખવા માટે, આટલુ કોણ કરે આ જમાનામાં??? બસ
ત્યા સખણી મરજે ,...કામીની ચૂપચાપ સાંભળી રહી ને ચા નાસ્તો કર્યો,...ને ગીતા એ કામીની ની બેગ ને એક થેલો લયી બહાર આવી ને ,મંજુલા બેન ને કમલેશભાઈ પણ આવ્યા, ને કામીની ને મંજુલા બેન ગાડી મા બેઠા , ગીતા ની આખં મા આશુ આવી ગયા ને દોડતી એના ઘરમાં ચાલી ગયી ,,ને ખાટલા મા પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ,દીકરી જીંદગી મા પહેલી વાર એની નજર સામે થી દુર થયી રહી
હતી , વંશ એના રૂમ ની બારી મા થી કામીની ને જતાં જોઈ રહ્યો હતો ,એ પણ મનમાં દુખી દુખી થયી રહ્યો હતો ,પણ શું કરે પરિસ્થિતિ સામે ઝૂક્યા વિના છુટકો જ નહોતો ,....કામીની તો એટલી શરમ મા પડી ગયી હતી કે નજર ઉઠાવી ને જોતી પણ ન્હોતી, આટલી વહેલી સવારે નીકળવાનુ કાંરણ એ જ કે ગામમાં કે મહોલ્લા મા કોઈ ને ખબર ના પડે ,ને શોભનાબા તો એક જ મહોલ્લા મા હતાં એટલે કોઈ ને જાણ ના થાય એ ઈરાદા થી જ વહેલી પરોઢે નીકળી ગયાં.....કોઈ ને જાણ પણ ના થયી ,આટલુ બધુ બની ગયુ એ છતાં ઘરમાં ઓમ ને પણ ખબર ના પડી તો પછી પાડોશી ઓ ને તો ગંધ જ શેની આવે ,.....મંજુલા બેન કમલેશભાઈ સાથે ગયાં હતા એટલે બા ,બાપુજી ને ઓમ નુ જમવાનુ ને ઘરનુ બધુ કામ ગીતા ને કરવાનુ હતુ ,એ પણ હિંમત કરી ને ઉભી થયી ગયી ને ન્હાઈ ધોઈ ને ઘરમાં કામે વળગી ગયી ,ગીતા છેલ્લા ઓગણીસ વીસ વર્ષ થી આ ઘરમાં હતી એટલે એને કમલેશભાઈ ને મંજુલા બેન પર પુરો ભરોસો હતો ,દીકરી
દીકરી કામીની ની ચિંતા કરવા ની રહેતી જ નહોતી ,
ત્રણ કલાક ના સફર પછી
કમલેશભાઈ ભાઈ ,નારી નિકેતન ગ્રુહ ના સરનામે પહોંચી ગયાં.... ને ત્યા ની ઓફિસમાં ગયા ,કામીની ને
બેગ લયી બહાર બાકંડે બેસાડી, ને મંજુલા બેન કમલેશભાઈ સાથે અંદર આવ્યા, ત્યા ના સંચાલક
જયા બેન દીવા બતી કરી હાલ ફ્રી થયા હતાં, નવ વાગે એ ઓફિસમાં આવી જતા ,ને અંહી સંસ્થા મા જ રહેતા હતાં....કમલેશભાઈ એ પોતાની ઓડખાણ આપી ને કહ્યુ, કાલે રાત્રે મે આપને ફોન કર્યો હતો એ હુ પોતે ,ને આ મારા પત્ની, અમે વડાલી ગામ થી આવ્યા છીએ ,....જયા બેન નમ્રતા થી બોલ્યા હા ભલે આવ્યા, તમને અમારી સંસ્થા ની માહીતી ને સરનામું કોણે આપી ??? મારા નજીક ના ખાસ મિત્ર રમેશભાઈ એ આપી ,એ અંહી શહેરમાં જ રહે છે ,....ઓહહહ,હા ઓડખયા રમેશભાઈ ને એ અવાર નવાર વારે તહેવારે આ બહેન દીકરીયો માટે કયી ને કયી દાન પુણ્ય કરતા હોય છે,...એમનૈ તો હુ સારી રીતે ઓડખુ છું....હા પણ આપને અમારી સંસ્થા નુ શું કામ પડયું? ....ને કમલેશભાઈ એ અચકાતાં અચકાતા આખી વાત કહી સંભળાવી, ને એ પણ કહયુ કે એ દીકરી જેને અંહી મુકવા આવ્યા છે એ ની મા ગીતા ને અમે જ આશરો આપ્યો હતો ને વીસ વરસ થી અમે જ રાખીએ છીએ ,ઘર ના સભ્ય ની જેમ જ અને હા એમને એક મકાન પણ બનાવી આપ્યુ છે, પણ હવે આ મોટી મુશ્કેલી આવી પડી છે ,ને દીકરી નો ગર્ભપાત શક્ય નથી ને બીજી બાજુ થોડા સમયમાં મારા બન્ને દિકરા ના લગ્ન છે ,ઘરે પ્રસંગ છે ,કંકોત્રી ઓ પણ છપાઈ ગયી છે ,.....ઓહહહ,આવી ઘટના તો જીંદગી મા પહેલી વાર સાંભળી, ને તમે પણ સારા માણસો કહેવાઓ કે આટલુ થયા પછી પણ એ બન્ને મા દીકરી ને એક શબ્દ એ ના કહ્યો ને હજી પણ આજીવન પાડવાનો છો ,સરસ કહેવાય ,....કમલેશભાઈ બોલ્યા હા બેન એ બિચારી કયાં જાય ? એનુ આ દુનિયામાં કોઈ નથી ને હા એકલી છોકરી નો વાકં ના કઢાય ને ભુલ તો અમારા દીકરા ની પણ છે જ ને...
એટલે હુ મારી ફરજ સમજી એને અંહી માત્ર દશેક મહીના જેવુ રાખવા માટે તમને વિનંતી કરુ છું, ને એમ કહી કમલેશભાઈ એ બેગ માથી પચાસ હજાર નુ કવર ટેબલ પર મુક્યુ,....આ શુ છે ભાઈ ?.પચાસ હજાર રૂપિયા છે એ દીકરી નો બધો ખર્ચ મારો જ રહેશે ,.....પણ
અંહી તો બધૂ ફ્રી જ છે ,આ નારી નિકેતન સંસ્થા છે, અંહી નોંધારી સ્તરી ઓ ને આશરો આપીએ છીએ ,પૈસા ની કયી પણ જરૂર નથી ,....પણ બહેન આ પૈસા તમે સંસ્થા ના દાન તરીકે સ્વીકારી લો ,પલીઝ,હુ
મારી જવાબદારી નીભાવવા માગુ છુ ,,દીકરી નુ નામ કામીની છે ,એની ડિલીવરી ને બધુ સારી પ્રાઈવેટ હોસ્પિટલ માં જ નામ લખાવજો જે પણ ખર્ચ થાય એ હુ અલગ થી આપી દયીશ,....જયા બેન એ કવર રાખી લિધુ ને પટાવાળા બેન ને કહી કામીની ને અંદર બોલાવી ,કામીની નીચુ મોઢું રાખી અંદર આવી ને ઉભી રહી ,જયા બેન બોલ્યા, જો બેટા આ તારુ ઘર જ છે એમ જ માનજે , તને અંહી કોઈ તકલીફ નહી પડે ને થોડા દિવશ મા તને અંહી ફાવી પણ જશે ,....બસ આ બેન પાસેથી સંસ્થા ના નીતી નિયમો જાણી લેજે ,......
મંજુલા બેન એ કામીની ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા, તુ સમજી શકે છે કે ઘરે શુ પોઝીશન છે , ને એટલે તને અંહી મુકવા આવવી પડી...
અંહી શાંતિ થી રહેજે,...પછી બધુ સારુ થયિ જશે એટલે તને અંહી થી લયી જયીશુ....બસ થોડા મહીના તારે અંહી રહયા વિના કયી છુટકો નથી ,તુ સમજી શકૈ છે ને ?
કામીની એ હકાર મા માથુ હલાવ્યું,.....ને કમલેશભાઈ એ બીજા પાંચ હજાર એના હાથમાં આપ્યા ને કહ્યુ, લે આ જરુર પડે તો ,રાખ ને કયી કામ હોય તો ગભરાયા વિના મને ફોન કરી દેજે ,હા
પણ વંશ ને ફોન ના કરતી કામુ, ને વંશ ફોન કરે તો પણ તુ વાત ના કરતી ,અમે
અમારી આબરુ તારા હાથમાં છે હવે ,એટલું કહી કમલેશભાઈ ભીની આંખે બહાર નીકળી ગયા ને મંજુલા બેન કામીની ને ભેટી પડ્યા ને રડી પડ્યા, બેટા તારુ ધ્યાન રાખજે ને આ બાળક નુ પણ, એમ કહી આશુ લૂછતાં એ પણ ગાડી માં જયી બેઠાં, કમલેશભાઈ ની આંખો મા પણ આશુ હતાં, કામીની ને નાનપણ થી નજર સામે રમતી ને પછી ઘરમાં કામ કરતી જોઈ છે ,આખા ઘરમાં એના લીધે જ ચહક પહલ હતી ,ને પોતાની દીકરી જેમ જ માનતા હતાં, પણ અફસોસ એ વાત નો હતો કે એને વહુ તરીકે સ્વીકારી શક્તા નહોતાં ....કમલેશભાઈ એ ગાડી ચાલુ કરી ને હાઈવે પર
હંકારી ગયા, કામીની ની આંખો તો સાવ કોરી કટ હતી ,એણે જીંદગી મા પહેલી વાર શહેર જોયુ હતુ ને મા થી ને એ ઘરથી દુર થયી હતી ,...જયાબેન એ પટાવાળા બેન ને કહી કામીની નો સામાન એક મોટા રુમમાં મુકાવ્યો, ને કામીની પણ એમની પાછળ ગયી,.....હવે કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
46.....ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા