ઝંખના - પ્રકરણ - 43 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 43

ઝંખના @ પ્રકરણ 43

કમલેશભાઈ બધા ને લયી ઘરે આવ્યા....બા ,બાપુજી ચિંતા મા રાહ જોઈ રહ્યા હતાં કામીની ને નાનપણથી દીકરી ની જેમ માની ને રાખી હતી .....ગીતા કામીની નુ બાવડુ પકડી અંદર લયી આવી ,મંજુલા બેન એ બા બાપુજી ને ઘર ની અંદર લીધા ને દરવાજો અંદર થી બંધ કર્યો....ને ગીતા ને મંજુલા બેન તો સીધા કામીની પર રીતસર તુટી પડ્યા, ના કહેવાના શબ્દો કીધા ,ને ગીતા એ ચાર પાંચ તમાચા એ ચોડી દીધાં.....
કમલેશભાઈ એ બા ,બાપુજી ને બધી હકીકત સંભાળાવી દીધી ને લમણે હાથ દયી બેસી ગયા , ગીતા ની હાલત રડી રડી ને ખરાબ થયી ગયી હતી.....બા એ ગીતા ને પરાણે શાંત પાડી અને બાપુજી બોલ્યા કે મંજુલા વહુ એમા એકલી કામુ નો વાકં નથી ,આપણાં દીકરા વંશ નો પણ એટલો જ વાકં છે.... હવે આ બધી વાતો નો કોઈ મતલબ નથી આગળ શુ રસ્તો કરવો એ વિચારો, ને બાપુજી બોલ્યા
જો ગીતા તુ એતો સમજે જ છે કે તારા સમાજ મા ને અમારા સમાજ માં કેટલો મોટો તફાવત છે ,એટલે એ વાત તો સાફ છે કે અમે કામીની ને આ ઘર ની વહુ તો ના જ બનાવી શકીએ ,અમારા બાપદાદા ની આ ગામમાં કેટલી ઈજજત છે એ તો તુ જાણે જ છે ......કમલેશભાઈ બોલ્યા હા બાપા આ વાત તો કોઈ કાડે શક્ય નથી જ
પણ આ સમયે ગીતા નો ને કામુ નો કયીક તો વિચાર કરવો પડશે ને ? ને હા પાછુ કામીની ના પેટ મા આપણાં વંશ નો અંશ છે ,.... ને એને મારી ને આપણે પાપ મા પણ ના પડાય ,એ વાત પણ યોગ્ય નથી ,.....ગીતા બોલી શેઠજી હુ કામીની ને લયી ને કયાંક દુર જતી રહીશ.....
ને પછી જીદંગી મા કયારેય આ કાળમુખી નુ મો તમને નહી બતાવુ , એને શરમ એ ના આવી? જે થાડી મા ખાધુ એ મા જ છેદ કર્યો, શેઠજી ની ઈજજત નો પણ જરાકે ખ્યાલ ના કર્યો....બાપુજી બોલ્યા, પણ ગીતા તુ આ ગર્ભવતી દીકરી ને લયી ને જયીશ કયાં? તારુ તો આ દુનિયામાં કોઈ સગુ વહાલુ પણ કોઈ નથી ,કે જયાં તમને આશરો મડે કે કામીની ને મુકી શકાય ,....એ તો ગમે ત્યા કયાંક દુર જતા રહીશુ ,
ભલે ને પછી રસ્તા પર જ કેમ ના રહેવુ પડે ,પણ હુ આ ઘરની ઈજજત તો નહી જ જવા દવ, મને ખબર હોત કે આ રાંડ આવુ કરશે તો કયાર ની એને જ મારી નાખી હોત ,.....કમલેશભાઈ બોલ્યા ના ગીતા તારે આવુ કયી કરવા ની જરુર નથી,
એક રસ્તો છે બાપુજી,....
શુ રસ્તો છે ભાઈ બોલ ને જલદી..... કામીની ને શહેર ના નારી નીકેતન સંસ્થા મા મોકલી દયીએ ,....જયાં સુધી એની ડિલીવરી ના થાય ત્યા સુધી... ને પછી કોઈક ને કોઈક બહાને કામીની ના બાડક ને આપણાં ઘરે લયી આવીશુ...ને પછી કોક મુરતીયો જોઈ એને પરણાવી દયીશુ ,બસ એક આ જ રસ્તો છે....જેનાથી આપણી ઈજજત પણ જળવાઈ રહેશે ને આપણા ઘર નુ બાડક આપડા ઘરે રહેશે ,કામીની પરણી ને એના ઘેર....તારી વાત તો સાચી છે બેટા પણ આ બધાં મા વાત કયાંય સરથાણા ના પહોંચવી જોઈએ , નહીતર વંશ અને મીતા ના લગ્ન પણ તુટી જશે ને ઈજજત જશે એ નફામાં,
ના ના બાપુજી એ તો કદી નહી થવા દવ ,જે પણ કરીશ એમાં બહુ સાવચેતી રાખીશ ને કામીની ને કાલે જ
શહેરમાં આવેલા નારી નિકેતન ગ્રુહ મા મુકી આવીએ , ત્યા જેટલો પણ
ખર્ચ થાય એ બધો એડવાન્સ મા આપી દયીશુ
એટલે ચિંતા નહી....ગીતા તુ કામીની ની બેગ તૈયાર કરી ને મુકી દેજે...ને હા અંહી
મહોલ્લા મા કે ગામમાં કોઈ પુછે તો એમ જ કહેજે કે એની માસી ના ઘરે રહેવા ગયી છે ,.... ને હમણાં ત્યા જ રોકાવાની છે ,એના માટે ત્યા મુરતિયા પણ જોવાના છે ,સમજી ને બરાબર ,ગીતા
બે હાથ જોડતાં બોલી ,શેઠજી તમે કહો એમ જ બરાબર ... બાપુજી બોલ્યા કે મંજુલા વહુ તમે પણ વંશ ને બરોબર સમજાવી દેજો કે આ વાત મા વચ્ચે કયાય પડે નહી ...
આ બધા મા સોથી વધારે ગૂનેગાર તો એ જ છે ને એની સજા એકલી કામીની ને ભોગવવી પડશે ... એ બહુ ખોટુ છે , આપણાં નમુના એ બહુ ખોટુ કર્યુ એક નાનકડી યુવતી ને પ્રેમજાળમાં ફસાવી ને એનો
દુર ઉપયોગ કર્યો છે, એને શરમ પણ ના આવી લગીરેય, છી ...ના ના મોટા શેઠ આવુ ના બોલો એકલા વંશ નો વાકં નથી ,આમા બરાબર ની ગુનેગાર મારી દીકરી કામુ પણ છે જ....
બધો પ્લાનિંગ કરતાં કરતાં સાજં પડી ગયી , કમલેશભાઈ નો પ્લાન બધા ને સારો લાગ્યો, જેનાથી વંશ ના લગ્ન પણ નહી તુટે ને એનું બાડક પણ સેફ રહેશે
ને આપણી ઈજજત પણ જળવાઈ રહેશે ,....મંજુલા બેન સીધા રસોડામાં ગયી અને ગીતા કામીની ને બાવડે થી પકડી ને પાછડ વાડા મા
પોતાના ઘરે લયી ગયી ,....
બા બોલ્યા, ગીતા જે થવાનુ
હતુ એ થયી ગયુ ,કામુડી ને મારતી નહી હવે ,...ભગવાન સો સારા વાના કરશે ,તુ ગભરાતી નહી ,અમે બધા તારી સાથે જ છીએ, ને ગીતા બા ને હાથ જોડી રડતી રડતી ઘરે આવી ને કામીની ને સીધી ,ખાટલા મા પછાડી ને ગાલ પર બે તમાચા લગાવી દીધા ને બોલી નપાવટ ,નમકહરામ
તને લગીરેય શરમ ના આવી
? આવુ કરતાં? મે તને આવા સંસકાર આપ્યા હતાં ? જે લોકો એ મને આશરો આપ્યો, તારુ લાલન પાલન કર્યુ ને તે એજ ઘરમાં ધાડ પાડી ? મારી પઠ પાછળ આવો કાડં કર્યો ને મને ખબર એ ના પડવા દીધી ....મને તારી પર કેટલો ભરોસો હતો
ને તે મારી સાથે આ કામ કર્યુ
? તારી સાથે હવે લગ્ન કરશે પણ કોણ ? ને તારા કારણે જો શેઠજી ની ઈજજત ગયી ને વંશ ના લગ્ન તૂટ્યા તો તને જાન થી મારી નાખીશ રાંડ....કામીની તો એકદમ ગુમસુમ હતી ,એક
શબ્દ પણ બોલતી ન્હોતી
ગયી રાત્રે છેલ્લે એ હિચંકે વંશ ને મડી ત્યારે એ બન્ને કે
ટલા ખુશ હતાં, એમને તો ખબર પણ નહોતી કે આ એમની છેલ્લી મુલાકાત ને પ્રેમ ગોષ્ઠિ હતી ,એક મેક ની બાહો મા ને ખોડા મા પડી બહૂ રાતો ગુજારી હતી વંશ
સાથે , ને એ પ્રેમ નુ પરીણામ આજે એને એકલી
ને ભોગવવા નુ હતુ ,...વંશ તો હજી આ બાબતે કશુ જ જાણતો નહોતો ,...એ પ્લાનટ પર હતો ને વારંવાર કામીની ને ફોન કરતો હતો પણ આજે કામીની એ એક પણ ફોન ઉપાડ્યો નહોતો એટલે વંશ ટેન્શન મા આવી ગયો ને આજે ગોડાઉન વહેલા બંધ કરી ને ઘરે આવ્યો.....એ આવ્યો ત્યારે બા ,બાપુજી ઓશરી મા બેઠા હતાં એટલે એ પણ બાઈક પાર્ક કરી ને દાદા દાદી
સાથે ઓશરી મા બેઠો ......
રોજ તો વંશ ઘરે આવે એટલે દાદા દાદી ઐને લાડ
લડાવતા ને આવી ગયો બેટા
ને આજે કોઈ કશુ બોલયુ નહી ,.... એની નજર રસોડામાં રસોઈ બનાવતી મમ્મી પર ગયી ,તો મંજુલા બેન એ મો ફેરવી લીધુ ,આવી ગયો બેટા એમ એ ના પુછ્યુ કે ના પાણી આપ્યુ.....વંશ ને મન માં ફાડ પડી કે કયાંક મારી અને કામીની ની વાત ઘરમાં ખબર તો નહી પડી ગયી હોય ને ?
વંશ ચુપચાપ એના રુમમાં ગયો ને કપડાં ચેન્જ કર્યા ને
કમલેશભાઈ એ બુમ પાડી એમના રુમમાં બોલાવ્યો,...
વંશ ને જોઈ ને ગુસ્સો આવતો હતો કમલેશભાઈ ને
કે ચાર તમાચા મારી દે એને
પણ મજબુર હતાં, જુવાન છોકરા પર હાથ ઉપાડવો એમને યોગ્ય ના લાગ્યો ને એમાં ય પાછા લગન લીધા હતાં,... કમલેશભાઈ બોલ્યા, નાલાયક તે આ શું કર્યુ? તને લગીરેય શરમ ના આવી ? ?? પણ શુ થયુ બાપુજી એ તો કહો ? શુ શુ થયુ ,નાલાયક તે કામીની સાથે આવી હરકત કરી ,ને આજે એની જે પણ હાલત છે એના માટે જવાબદાર પણ તુ જ છે ,સમજ્યો,
વંશ ગે ગે ફે ફે કરતો બોલ્યો
બાપુજી હુ ને કામીની એક બીજા ને બહુ પ્રેમ કરીએ છીએ, ને કમલેશભાઈ એ ગુસ્સે થયી રાડ નાખી ને બોલ્યા નપાવટ પ્રેમ કયી આમ થાય? ને જે ઘરમાં રહેતી ને ઘરનુ બધુ કામ સંભળતી ગીતા નો વિચારેય ના કર્યો? એ બીચારી આપણાં આશરે આવી હતી ને તે એની સાથે આવુ કુતય કર્યુ? તને ખબર છે આજે એ બેભાન થયી ગયી હતી ને
હુ એને હોસ્પિટલ લયી ગયો હતો ,ત્યા ખબર પડી કે એ પ્રેગનન્ટ છે ,સાડા ત્રણ મહીના નો ગર્ભ છે એના પેટ મા, ને હવે એબોર્શન પણ શકય નથી ,....ને બીજી બાજુ તારા લગ્ન નજીક મા છે ,જો આ વાત ત્યા મીતા ના ઘરે ખબર પડે તો સગાઈ પણ તુટી જાય ,અને ગામમાં બાપુજી ની ઈજજત ના ઉજાગરા થાય એ નફામાં...
એટલે મે નકકી કર્યુ છે કે આવતી કાલે કામીની ને હુ શહેરમાં આવેલાનારી નિકેતન ગ્રુહ મા મુકી આવીશ ,ને એની ડિલીવરી પછી એ બાડક ને ગમે તે બહાને ઘરમાં લયી આવીશ
કેમકે એ બાડક દિકરો છે ,આ ઘર નુ લોહી છે એની
રગો મા એટલે એને તો હુ કોઈ સંજોગે એકલો નહી મુકુ કે નહી કામીની ને આપુ એ આવનાર બાડક પર હકક માત્ર આપણો જ રહેશે , ...ને હા હવે તારે આ બાબત મા કયી જ બોલવાનુ નથી ,ઓકે ,સમજી ગયો.....
પણ પપ્પા શુ એ શક્ય નથી હુ કામીની ને અપનાવુ ???
ના એ કોઈ કાડે શકય નથી
એ નીચ કુડ મા થી આવે છે ને આપણો સમાજ કણબી પટેલ ,કયાં એવી હલકી જાતિ ની છોકરી ને મારા ધર ની વહુ ના બની શકે ,એ કોઈ કાડે શક્ય નથી....એટલે તુ હવે કામીની ને ભુલી જજે ....એના સપનાં ભુલ થી પણ ના જોતો, .... હા એ બાડક ને અન્યાય નહી થવા દવ , તુ
હવે આ બધી જંજાળ થી દુર રહેજે , ....વંશ ચૂપચાપ
બહાર નીકળ્યો ને એના રુમમાં ગયો, એ વિચારી રહ્યો હતો કે ખરેખર બહુ ખોટુ થયુ , કામીની સાથે અન્યાય થયો, મે પ્રેમ મા દગો આપ્યો ને સજા ભોગવવી પડશે એકલી કામીની ને ,....મારે એની સાથે એકવાર વાત કરવી છે
શુ કરુ ,એની મમ્મી એને આજે લાગતુ નથી બહાર નીકળવા દે , ને મીતા ને આ વાત ની જાણ થશે તો એને પણ મોટો આઘાત લાગશે ,
મે એક સાથે બે બે સ્તરી યો ની જીંદગી બગાડી છે ,
ભગવાન મને કયારેય માફ નહી કરે ,ને આ વાત જો બહાર આવશે તો દાદા ની ઈજજત જશે ,ને મીતા ની હાલત પણ બગડશે ,લગ્ન તુટી જશે ,....ને કામીની ની તો મે જીંદગી જ બગાડી નાખી....મારે એક કોશિશ કરવી જોઈએ કામુ ને મડવાની ને કયીક રસ્તો નીકળી આવે તો બહુ સારુ ,
હવે વંશ અને કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
44 ,ઝંખના.......

લેખક @ નયના બા વાઘેલા