ચોરોનો ખજાનો - 39 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 39

તલવારબાજી

રાત થતાની સાથે જ બે ઊંટ લઈને સુમંત અને બલી બંને નીકળી પડ્યા. તેઓ બલિના ઘર તરફ જઈ રહ્યા હતા. જો કે તેઓ સિરત સાથે વાત કરીને બને એટલી જલ્દી પાછા જહાજ ઉપર આવવા ઈચ્છતા હતા.

સિરતે લીધેલા નિર્ણયના લીધે સુમંત ખુશ નહોતો એટલે તે કોઈપણ રીતે સિરતને મનાવવા માગતો હતો.

सुमंत: हेलो सीरत। कैसी हो बेटा? બલિના ઘરે પહોંચ્યા પછી સુમંતે સિરતને કોલ કર્યો અને વાત કરવા લાગ્યો.

सीरत: जी सुमंत दादा। मैं बिल्कुल ठीक हु, आप कैसे है? और वहां पे सभी काम ठीक से चल रहे है न?

सुमंत: जी सरदार, सब ठीक चल रहा है। સુમંત જાણતો હતો કે ભલે સિરત ઉંમરમાં તેના કરતાં નાની હતી પણ હતી તો તેની સરદાર, એટલે તેનું માન જાળવીને તે બોલ્યો.

सीरत: जी कहिए। क्या समाचार देने केलिए फोन किया था? कोई दिक्कत तो नही है न?

सुमंत: जी दरअसल मैने समाचार देने केलिए नही बल्कि कुछ जानने केलिए फोन किया था बेटी। હવે તે પોતાની દિકરી સાથે વાત કરતો હોય તેમ પ્રેમથી વાત કરવા લાગ્યો.

सीरत: मैं जानती हु की आप क्या पूछना चाहते है।। સિરત જાણતી હતી કે સુમંતના મનમાં શું ચાલતું હશે એટલે તેણે કહ્યું.

सुमंत: सरदार, मैं कुछ गलत तो नहीं सोच रहा न? क्या आपने सचमे उसे माफ कर दिया है? સુમંત ફિરોજ વિશે વાત કરતાં બોલ્યો.

सीरत: हां दादा। वैसे मैं उससे नाराज तो थी लेकिन मेरे मन में उसके बाबा को लेकर जो गलतफहमी थी उसे खुद उसने ही दूर की। हां ये सच है की उसके बाबा की वजह से दादाजी की मौत हुई थी लेकिन उसके बाद उन्हें इस बात का एहसास हो चुका था।

सुमंत: लेकिन सरदार, क्या उसे माफ करना सही होगा? इसकी क्या गारंटी की वो अगली बार अपने बाप की तरह धोखा नहीं देगा।

सीरत: गारंटी तो वैसे किसी भी बात केलिए नही मिल सकती दादा। कुछ गलत बात और अधूरी बात की वजह से कई बार रिश्ते बिखर जाते है, लेकिन मैं इस बार किसीको भी टूटने नही दूंगी। और वैसे भी आप हमारे साथ ही है ना। अगर आपको लगे की वो हमे धोखा देने की कोशिश कर रहा है तो आपके पास भी तो बंदूक है न..!

सुमंत: जी सरदार। जैसा आप चाहे।

सीरत: मैं बस चाहती हू की मेरा पूरा परिवार एकसाथ रहे। मैं किसीको भी अकेला नही छोड़ना चाहती। जिस गलतफहमी को लेकर हम इतने साल दूर रहे, अब हम हमारे परिवार के किसी भी सदस्य को पीछे नही छोड़ेंगे।

सुमंत: जी सरदार। मैं समझ गया। आप जैसा ठीक समझे।

सीरत: वैसे, हमारे जहाज को चलने में कितने दिन लगने वाले है?

सुमंत: शायद अभी भी बीस दिन जितना समय लग जायेगा। वो लोग भी जितना हो सके जल्दी ही सारा काम कर रहे है। अभी राज ठाकोर पे हमे जो शक था उसके हिसाब से उसने कोई ऐसी हरकत नही की है, लेकिन फिर भी हम उसपे भी नजर रखे हुए है।

सीरत: ठीक है। यहां भी सब कुछ ठीक है, इस बारिश के रुकते ही हम वहां चले आयेंगे।

सुमंत: ठीक है बेटा। जय मातादी।

सीरत: जय मातादी दादा।

હવેલીમાં જ્યારે ડેની અને દિવાન બંને એકલા પડતા ત્યારે તેઓ તલવારબાજી કરવા લાગતા. ડેની આ વખતે દિવાન પાસે તલવારબાજીની દરેક રીત શીખવા માગતો હતો. થોડા દિવસ પહેલા તેણે જે લડાઈ જોઈ અને તેમાં પોતાની હાલત જોઇ એટલે ભવિષ્યમાં આવનારી મુસીબતો માટે તૈયાર રહેવું તેને વધારે યોગ્ય લાગ્યું.

ક્યારેક ફિરોજ સાથે તો ક્યારેક ત્યાં હાજર કોઈપણ લડી શકે તેવા માણસ સાથે ડેની તલવારબાજીની પ્રેક્ટિસ કરવા લાગતો. થોડા જ દિવસોમાં ડેની તલવારબાજી શીખવામાં ઘણીબધી રીતે સફળ થઈ ગયો હતો.

સવાર પડતાંની સાથે જ ડેની આજે પણ પોતાની તલવાર લઈને હવેલીના પરિસરમાં આવી ગયો હતો. ડેની અને દિવાન બંને તલવારબાજી કરવાના મૂડમાં પોતપોતાની તલવાર લઈને એકબીજા સામે આવી ગયા.

થોડીવારમાં તો આખા પરિસરમાં બસ તલવારો ટકરાવાના અવાજ જ આવવા લાગ્યા. દિવાનની તલવારના દરેક ઘા ને ડેની પોતાની તલવાર વડે રોકતો અને વળી પાછો વળતો ઘા દિવાન ઉપર કરતો. દિવાન તો પહેલે થી જ એક નિપુણ યોદ્ધો હતો એટલે ડેનીની તલવારનો થઈ રહેલો એક પણ ઘા દિવાન સુધી નહોતો પહોંચતો.

તેમના બે માણસો પરિસરમાં બેઠા કંઇક કામ કરી રહ્યા હતા. પણ હવે લાગી રહ્યું હતું કે તેમને કામમાં નહિ પણ ડેની અને દિવાનને લડતા જોવામાં વધારે રસ પડી રહ્યો હતો. તેઓ પોતાનું કામ છોડીને દિવાન અને ડેનીને લડતા જોવામાં મશગુલ થઈ ગયા.

હવેલીમાંથી એક પછી એક એમ અનેક લોકો બહાર આવીને ડેની અને દિવાનને લડતા જોવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું જાણે ડેની અને દિવાનની લડાઈમાં પ્રેક્ષકો તરીકે તેઓ આખા પરિસરમાં ફરી વળ્યા હતા. કોઈ જરા સરખો પણ અવાજ નહોતા કરી રહ્યા, બસ ડેની અને દિવાનની લડાઈ જોઈ રહ્યા હતાં.

'सरदार, दिवान साहब और डेनी दोनो तलवारबाजी कर रहे है। मेरे खयाल से आपको एकबार चल कर देखनी चाहिए।' એક માણસે આવીને સિરતને ડેની અને દિવાનની લડાઈ વિશે સમાચાર આપ્યા.

'ऐसा क्या। चलो आती हूं।' એટલું કહીને સિરત પણ પોતાનું કામ પડ્યું મૂકીને ડેની અને દિવાનને લડતા જોવા માટે દોડી ગઈ.

સિરતની નજર સામે ડેની અને દિવાન બંને જાણે એકબીજાના જાની દુશ્મન હોય એમ લડી રહ્યા હતા. હા, પણ એકબીજાને હજી સુધી એકેય ઇજા નહોતી પહોંચાડી રહ્યા. પ્રેક્ટિસ કરી કરીને ડેની પણ હવે આ લડાઇમાં પાવરધો થઈ ગયો હતો. બે માંથી એકેય નમતું જોખવા માટે તૈયાર નહોતા. એવું લાગી રહ્યું હતું જાણે આ લડાઈનો ક્યારેય અંત જ નહિ આવે. બે માંથી એકેય હારી નહોતા રહ્યા તો બીજી રીતે કહી શકીએ કે બંને જીતી રહ્યા હતા.

સિરત પણ હવે વિચારવા લાગી કે ડેની આ સફર માટે અને તલવારબાજી શીખવા માટે ઘણીબધી મહેનત કરી રહ્યો હતો. દિવાન પણ ભલે એની ઉંમર વધારે હતી પણ લડાઈની દરેક રીત જાણતો હતો અને ડેનીને શીખવી પણ રહ્યો હતો.

આખા પરિસરમાં તલવારોના ટકરવાના અવાજ સિવાય બીજો જરા સરખું અવાજ નહોતો આવી રહ્યો. એટલા લોકો તેમને જોઈ રહ્યા હતા તેમ છતાં ડેની અને દિવાનને પોતાની લડાઈ સિવાય બીજા કોઈની ઉપસ્થિતિ વિશે ખ્યાલ નહોતો.

અચાનક જ આ લડાઈને રોકવા માટે સિરતે એક શંખનાદ કર્યો. તે શંખનાદ અતિશય તીવ્ર હતો જેના લીધે લડી રહેલા ડેનીનું ધ્યાન તેના તરફ ખેંચાયું. ડેનીનું ધ્યાનભંગ થવું એ ડેની માટે ખૂબ જ મોટી ભૂલભર્યું નીવડ્યું. દિવાનની તલવાર ડેની ના ડાબા હાથે ખૂબ જ ઊંડે સુધી ખૂંપી ગઈ.

દિવાનને એમ હતું કે ડેની તેની તલવારનો ઘા રોકી લેશે પણ ડેનીનું ધ્યાન ભટક્યું એમાં આ બનાવ બની ગયો. ડેનીના મોઢેથી એક તીણી ચીસ નીકળી ગઈ. સિરતના હાથમાં રહેલો શંખ નીચે પડી ગયો. તે તરત જ ડેની પાસે દોડી ગઈ.

'फर्स्ट ऐड किट लेकर आव, जल्दी।' જતા જતા પોતાની પાસે ઉભેલા એક સાથીને સિરત ઓર્ડર આપીને ગઈ. પેલો માણસ પણ કંઈ બોલ્યા વિના જ ફર્સ્ટ એડ કિટ લેવા માટે દોડ્યો.

દિવાન પણ એકદમ પરસેવે રેબઝેબ થઈ ગયેલો હતો. તેણે કરેલી ભૂલનું તેને જ્યારે ભાન થયું ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો.

સિરતે દોડીને ડેનીને પોતાની બાહોમાં ભરી લીધો. હજી સુધી દિવાનની તલવાર ડેનીના હાથમાં ફસાયેલી હતી. દિવાન આવી હાલતમાં પણ જાણતો હતો કે જો ડેનીના હાથમાંથી આ તલવાર તરત જ કાઢી લેશે તો ડેનીનું લોહી ખૂબ જ પ્રમાણમાં વહી જશે. એટલે પોતાની તલવાર એમની એમ જ ડેનીના હાથમાં રહેવા દીધી.

સિરત આવીને ડેની સામે જ જોઈ રહી હતી. તેને ડેનીની પીડાનો એહસાસ થઈ રહ્યો હતો. તેમની આસપાસ ઉભેલા બીજા લોકોને લાગી રહ્યું હતું જાણે આ ઇજા ડેનીને નહિ પણ સિરતને થઈ હોય. ડેની કરતા પણ સિરતને અત્યારે વધારે દર્દ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ડેનીનું દર્દ સિરતથી જોવાતું ન્હોતું પણ અત્યારે તે કંઈ જ કરી શકે તેમ ન્હોતી. સિરતની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

ફર્સ્ટ એડ કીટ લઈને પેલો માણસ પણ ત્યાં આવી ગયો. દિવાનને હવે કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે અત્યારે તે કોને સંભાળે..! સિરત પણ દુઃખી હતી અને ડેની પણ દર્દમાં હતો. તેમને બંનેને દુઃખી કરનાર પોતે જ છે એ જાણીને દિવાનને પોતાનાથી જ નફરત થવા લાગી. એટલીવારમાં તો આખી હવેલીમાં અફરાતફરી મચી ગઈ. બધા દોડીને ડેની અને સિરતની આસપાસ ભેગા થઈ ગયા હતા.

આ ટોળાની વચ્ચે ડેનીને સિરતનો દુઃખી ચેહરો દેખાઈ રહ્યો હતો. ભલે ડેનીને પીડા થઈ રહી હતી પણ અત્યારે સિરતને જોઇને જાણે તેની પીડા અડધી થઈ ગઈ હતી. તેનું ધ્યાન અત્યારે પોતાને થયેલી ઇજા કરતા વધારે તો સિરત ઉપર જ હતું.

અચાનક જ એક કાર આવીને હવેલીના ગેટની બહાર ઊભી રહી. કાર ચાલકે જોરથી હોર્ન વગાડ્યો.

કોણ હતું એ કાર ચાલક..?
ડેની ને થયેલી ઇજાના કારણે ડેની અને દિવાન ના સંબંધોમાં કે દિવાન અને સિરતના સંબંધોમાં કંઈ ફરક પડશે..?
તેમની સફર કેવી હશે..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'