अपराधी कोन?
લૂણી નદીના કિનારે એકસાથે ડઝન જેટલા ઊંટ જઈ રહ્યા હતા. ઊંટ સવાર પોતાની સાથે અલગ અલગ પ્રકારના અનેક હથિયારો થી સજ્જ થયેલા હતા. એક ઊંટ સવાર બધાને રસ્તો બતાવતો આગળ વધી રહ્યો હતો, તે બલી હતો.
બલીની તરત જ પાછળ સુમંત અને બીજા ઊંટ સવાર જઈ રહ્યા હતા. બલી સુમંતને બતાવી રહ્યો હતો કે કઈ રીતે ફિરોજ એક સારા માણસમાંથી લૂંટારો બન્યો.
सुमंत: तो तुम कह रहे हो की उसकी बीवी और बच्ची को किसी ट्रक के ड्राइवर ने नशे की हालत में कुचल कर मार दिया। उसका बदला लेने केलिए ये आदमी अपने झुंड को लेकर रोड पर वाहन चालकों को लूंट लेता है।
बलि: जी, वो पहले एक अच्छा इंसान था, लेकिन अब एक खूंखार हत्यारा बन गया है। उसने अगर हमारे उन दो साथियों को पकड़ा है तो उन्हे जिंदा छुड़ाना थोड़ा मुश्किल होगा।
सुमंत: तुम्हे क्या लगता है, अगर हमने उससे लड़ाई की तो कोन जीत सकता है?
बलि: बेशक उस लड़ाई में आप ही जीतेंगे, लेकिन उससे पहले कही वो हमारे उन साथियों को जान से न मार दे।
सुमंत: उनके पास कैसे कैसे हथियार है?
बलि: वो लोग ज्यादातर तलवारें और धनुष बाण का इस्तेमाल ही करते है।
सुमंत: इस मिसाइल के जमाने में वो तलवारे और धनुष बाण का इस्तेमाल करता है, क्यों?
बलि: वो कहेता है की ये उनकी पुरानी और अपने पूर्वजों से मिली अमानत है। उसे वो बिल्कुल छोड़ना नहीं चाहता। और बंदूके लाने केलिए या तो गैरकानूनी तरीका चाहिए या तो फिर पकड़े जाने का डर भी रहता है।
सुमंत: एक ऐसा लुटेरा जो की अच्छे इंसान से बुरा बना है, ये कहानी वाल्मीकिजी की कहानी से एकदम विरुद्ध है। वो लुंटेरे में से एक साधु बने थे।
बलि: हां, और ये बुरा इंसान अपने अंदर की बुराई को दिखाए बगैर नहीं रहेगा। इसीलिए मेरे खयाल से, पहले बात करनी चाहिए और कोई अच्छा सौदा करना चाहिए। अगर उसे वो सौदा पसंद आया तो वो हमारे लोगो को छोड़ सकता है।
सुमंत: और अगर उसे वो सौदा पसंद नही आया तो?
बलि: शायद वो उन्हे जान से भी मार सकता है। वो एक नंबर का पागल है दादा। उसको समझाना थोड़ा मुश्किल है।
सुमंत: तो चलो देखते है की वो कितना पागल है?
સુમંત અને બલી બંને એકબીજાના ઊંટ નજીક નજીક ચલાવતા અને પેલા લૂંટારા વિશે વાતો કરતા આગળ વધી રહ્યા હતા.
આ બાજુ ફિરોજ પણ થોડોક ચિંતામાં પડી ગયો હતો. તેણે ઘણા સમયથી ક્યારેય આવી રીતે ઊંટની કોઈ ફૌજ જોઈ ન્હોતી અને આવા હથિયારો સાથે જોઇને તે થોડોક વિચારમાં પડી ગયો હતો.
इस तरह हंसना बंध करो, मुझे बताओ की तुम कोन हो? यह जो फौज आ रही है वो लोग कौन है? बताओ मुझे। ફિરોજ એકદમ ગુસ્સામાં બરાડી રહ્યો હતો. તેને અત્યારે દિવાનની સ્માઈલ તીક્ષ્ણ હથિયારની જેમ ખૂંચી રહી હતી.
તેમ છતાં દિવાન હજી પણ મૌન જ હતો.
वो लोग यहां पर ही तो आ रहे है, खुद ही जान लेना की कौन है वो लोग! દિવાન પોતાનું મૌન ખોલતા બોલ્યો.
અચાનક જાણે ફિરોજને કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે દિવાન સામે જોઇને બોલ્યો,
फिरोज: क्या तुम सरदार रघुराम के कोई साथी हो?
दिवान: तुम हमारे सरदार को कैसे जानते हो?
પોતાના સરદારનું નામ આવા કોઈ લૂંટારા ના મોઢે સંભાળવાની આશા ક્યારેય દિવાને રાખેલી નહિ. એટલે એકદમ ચકિત થતા તે ફીરોજ તરફ જોઇને બોલ્યો.
फिरोज: अगर तुम सच में ही सरदार के आदमी हो तो तुम यहां क्या कर रहे हो?
दिवान: हम यहां एक अपने निजी काम से आए है, लेकिन तुम कोन हो? तुम कैसे उन्हे जानते हो?
फिरोज: तो वो डायरी और नक्शा मिल चुका है तुम लोगों को।
दिवान: तुम आखिर इतना कुछ कैसे जानते है? कोन हो तुम? હવે ચોંકવાનો અને ઉત્સુકતાનો વારો દિવાનનો હતો. ડાયરી અને નકશા વાળી વાત એક લૂંટારા ના મોઢેથી સાંભળીને દિવાન સાચે જ એકદમ આશ્ચર્યમાં પડી ગયો હતો.
फिरोज: ए बटले। खोल रे इन दोनो को। ये कोई शिकार नही है, अपने ही साथी है ये। खोल जल्दी से। દિવાનની ઓળખાણ થતાની સાથે જ ફિરોજ પોતાના સાથીને દિવાન અને ડેની બંનેને છોડવા માટે કહેવા લાગ્યો.
ફિરોજના બે સાથી આગળ આવ્યા અને ડેની અને દિવાનને ખોલવા લાગ્યા. ડેની હજી પણ બેભાન હતો એટલે તેના ચેહરા ઉપર થોડુક પાણી છાંટીને તેને ભાનમાં લાવવામાં આવ્યો.
એક આડા પડેલા પથ્થર ઉપર કે જેનો ઉપયોગ તે લોકો બેસવા માટે કરતા હતા તેના ઉપર દિવાન અને ડેની બંનેને બેસાડવામાં આવ્યા. ડેની અને દિવાનને પીવા માટે પાણી આપ્યું.
થોડીવારે ડેની અને દિવાન બંને સ્વસ્થ થયા એટલે ફિરોજ હવે તેમની સાથે વાત કરવા માટે આગળ આવ્યો.
फिरोज: देखो, मेरे जीवन का सिर्फ एक ही लक्ष्य रह गया है कि मैं अपने साथियों के साथ रहूं और उनका हमेशा साथ दू। तुमने मेरे लोगों की पिटाई की इसीलिए मुझे तुम्हारी पिटाई करनी पड़ी। तुमने जिन लोगों को पीटा है उनमें से शायद कुछ लोग कभी ठीक न भी हो पाए।
दिवान: तुम आखिर हो कोन? तुम हमारे सरदार को और उनकी किताब और उस नक्शे के बारे में कैसे जानते हो?
फिरोज: यहां पर ऐसा कोई शायद ही होगा जो उस कहानी को नही जानता। और कोई शायद ही होगा जो उस कहानी को मानता होगा। में भी उस कहानी को सच्ची नही मानता। तुम्हे क्या लगता है? क्या तुम मानते हो?
दिवान: उस कहानी के ऊपर यकीन करने केलिए पहले अपने सरदार के ऊपर यकीन करना पड़ता है। जब तक तुम अपने सरदार पे ही शक करते रहोगे, न तो तुम्हे वो कहानी सच्ची लगेगी और न ही तुम कभी उसे पा सकोगे।
फिरोज: तो तुम उसे मानते हो?
दिवान: हां बिलकुल। मुझे अपने सरदार पे पूरा यकीन जो है।
फिरोज: क्या तुमने कभी अपनी आंखो से उसका दीदार किया है? उस जहाज का, जिसे सब जलंधर जहाज कहते है?
दिवान: में कल रात उसी जहाज मैं सोया था। अभी वही से आ रहा हु मै, और यकीन मानो, तुम उस कहानी पे यकीन जरूर करोगे।
फिरोज: अबे ओ बटले, तुम्हे क्या लगता है? क्या ये आदमी सही बोल रहा है?
बटला: मेरे खयाल से उसकी आंखे एकदम सही बोल रही है दादा।
फिरोज: हम्म। देखते है।
તેઓ જ્યારે વાતો કરી જ રહ્યા હતા ત્યારે સુમંત અને બલી પોતાની સાથે પૂરી ફોજ લઈને તેમના અડ્ડાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા.
અચાનક જ ફિરોજ અને તેમના સાથીઓને કોઈ બંદૂકની ગોળીઓ ચલાવી રહ્યા હોય એવા અવાજો આવવા લાગ્યા. ફિરોજ સમજી ગયો કે હવે પેલી ઊંટોની ફૌજ એકદમ નજીક આવી ગઈ છે.
જ્યારે સુમંત અને બલી પોતાના સાથીઓ સાથે ફિરોજની છુપાવાની જગ્યાએ પહોંચ્યા તો તેઓ એકદમ ચોંકી ઉઠ્યા.
સૌથી પહેલા સૂમંતની નજર ડેની અને દિવાન ઉપર પડી. તેઓ એકદમ સાજા સારા હતા એટલે હવે બીજી કોઈ ચિંતા હતી નહિ. પણ તેમનું અપહરણ કરનાર તે લુંટારાઓ તેમને આમ આસાનીથી કેવી રીતે છોડી શકે તેના વિશે વિચારતા જ તેઓ આમતેમ દરેક દિશાઓમાં નજર ફેરવવા લાગ્યા.
અચાનક જ તેમની નજર ફિરોજ ઉપર પડી. સુમંત થોડીક ક્ષણો માટે તો પોતાની ઉપર કંટ્રોલ કરી રહ્યો પણ અચાનક જ જાણે તેને અતિશય ગુસ્સો આવ્યો હોય તેમ તેણે ફિરોજ ઉપર પોતાની બંદૂક તાકી રાખી. તે બંદૂકની ટ્રિગર દબાવે એટલી જ વાર અને ફીરોજની કહાની નો અંત.
પણ ફિરોજ અત્યારે એકદમ શાંત હતો. તેણે આવતા વેંત જ સુમંત ને ઓળખી લીધો હતો. તે કંઇક વિચારી રહ્યો હતો અને પોતાના બધા જ સાથીઓને પણ હાથથી ઈશારો કરીને શાંત રહેવા માટે કહી દીધું હતું.
સુમંત અચાનક જ પોતાનો ગુસ્સો થૂંકતો હોય તેમ પોતાના હાથમાંની બંદૂક જમીન ઉપર પછાડી અને ફિરોજની કોલર પકડી લીધી. તે ગુસ્સામાં બરાડ્યો,
सुमंत: तू अभी तक जिंदा कैसे है? तुझे भी तुम्हारे बाप के साथ मर जाना चाहिए था। ગુસ્સામાં એટલું કહીને સુમંત, ફિરોજની આંખોમાં જોવા લાગ્યો. ફિરોજની આંખો એકદમ શાંત હતી. હા, થોડોઘણો અફસોસ, થોડીક શરમ અને કંઇક અપરાધ કર્યો હોય તેવી ભાવના તેની આંખોમાં દેખાઈ રહી હતી.
કોણ હતો ફિરોજ?
તેને અને સુમંત ને કઈ વાતે દુશ્મની થયેલી..?
શું પેલા જહાજ ચાલશે..?
કેવી હશે આ સફર..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'