ચોરોનો ખજાનો - 30 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 30

જીત કે હાર

રજની નામની બાર વરસની એક ક્યુટ રાજસ્થાની છોકરી પોતાની સાથે તેની બિન્ની નામની એક બકરીને લૂણી નદીના કાંઠા પાસે ચરાવી રહી હતી. બિન્ની પણ રણની રેતીમાં ઊગેલું જીણું જીણું ઘાસ ચરી રહી હતી.

હાથમાં એક નાનકડી લાકડી અને એક ખભે નાની બોટલમાં પાણી ભરીને રજની પોતાની પ્રિય બકરીની પાછળ પાછળ ફરી રહી હતી. જો કે રોજ તો તે તેના બાપુ સાથે ઘણા બધા બકરાઓ લઈને ચરાવવા જતી, પણ આજે તે એકલી તેની પ્રિય પાલતુ બિન્નીને લઈને નીકળી પડેલી. બિન્ની પણ તેની દરેક વાત એક સમજુ જાનવરની માફક માનતી.

અચાનક બિન્ની નદીની કોતરોમાં ઊંચે એક જગ્યાએ ઊગેલું ઘાસ જોઈ ગઈ અને તેને ખાવા માટે લંબાઈ. જ્યારે તે ઘાસ ચરવા માટે ઊંચાઈ પર આગળના બે પગ મૂકીને ઊંચી થઈ તો રજનીએ તેને તેમ ના કરવા માટે કહ્યું. પણ બિન્ની ભૂખ લાગવાના કારણે જાણે રજનીની વાત સાંભળી જ ના હોય તેમ ઇગનોર કરી રહી હતી.

રજની તેને તેમ ના કરવા માટે એટલે કહી રહી હતી કે બિન્નીએ જ્યાં પોતાના આગળના પગ ટેકાવેલા હતા તે જગ્યાની રેતી ખૂબ જ આછી અને ભેખડની જેમ પડે એવી હતી. જો બિન્ની ચરી રહી હોય અને તે ભેખડ તેના ઉપર પડે તો બિન્ની ત્યાં ને ત્યાં જ દબાઈને મરી જાય.

હવે રજની સાવ બિન્નીની નજીક જઈને તેને ત્યાંથી દૂર કરવા લાગી. તેમ છતાં પેલી જિદ્દી બકરી ત્યાંથી હટવાનું નામ ન્હોતી લેતી. છેવટે ના છૂટકે રજનીએ પોતાના હાથમાં રહેલી નાની લાકડી હળવેથી બિન્નીને ફટકારી. હવે બિન્ની ત્યાંથી હટી ગઈ અને આગળ જઈને ચરવા લાગી.

અચાનક જ રજનીનું ધ્યાન એક અવાજે ખેંચ્યું. આ અવાજ તેને થોડોક પરિચિત લાગ્યો. તે અવાજ કોઈ ઝઘડી રહ્યા હોય તેવો હતો. એવું લાગતું હતું કે આ ભેખડની પેલે પાર કોઈ ઝઘડો કરી રહ્યું હતુ.

રજની એક મોટી ભેખડની પાછળ સંતાઈને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવા લાગી. તેણે જોયું કે બે જણાને પકડવા માટે સાત આઠ લોકો મહેનત કરી રહ્યા હતા. તે બે જણ બીજું કોઈ નહિ પણ ગઈ કાલે રાત્રે તેમના ઘરે જમવા માટે ઘણા બધા મહેમાન આવ્યા હતા તેમાંના જ બે મહેમાન હતા.

તેમને પકડવા માટે આવેલા લોકોએ પોતાના ચેહરાને માસ્કથી છુપાવી રાખેલા હતા. બે જણ ઊભા ઊભા બાકીના લૂંટારાઓને ઓર્ડર આપી રહ્યા હતા જ્યારે બાકીના છ જણ પેલા બે મહેમાન સાથે લડાઈ કરી રહ્યા હતા.

રજનીની આંખોની સામે જ પેલા બે જણ સામેના છ જણ ઉપર હાવી થઈ રહ્યા હતા. તેમાં પણ જે ઉંમરલાયક વડીલ હતા તેની લડવાની તાકાત અને રીત જોઇને રજની એકદમ ચકિત થઈ ગઈ હતી. રજની પણ ઘણીવાર પોતાના પિતા પાસે લાકડાની તલવાર વડે તલવારબાજી કરતી અને અલગ અલગ દાવ પેચ શીખતી રહેતી. એટલે એક સાચા યોદ્ધાને ઓળખતા તેને પણ વાર ન્હોતી લાગી.

આ તરફ ડેની અને દિવાન પોતાનો બચાવ કરવા માટે ખૂબ સારી રીતે લડી રહ્યા હતા. તેમને પકડવા માટે આમ અચાનક આવી ચડેલા આ આઠ લુંટારાઓ માંથી એકને તો દિવાને ઢેર કરી દિધો હતો. તે પોતે એકલે હાથે જ બીજા ત્રણને હંફાવી રહ્યો હતો.

ડેની ભલે દેખાવમાં લડાકુ નહોતો લાગતો પણ પોતાનું શરીર કસરત કરીને એકદમ ખડતલ બનાવેલું હતું. પણ હજી સુધી કોઈ લુંટારાઓ સાથે ક્યારેય તેનો સામનો નહોતો થયેલો અને તે ક્યારેય આવી રીતસરની લડાઈમાં પડેલો પણ નહોતો એટલે લડવામાં તે પાછો પડતો હતો. તેમ છતાં તેણે પણ પોતાની તાકાત વડે જોરથી એક મુક્કો એક લૂંટારાને મોઢા ઉપર મારી દીધો, જેના કારણે પેલો ભોંય ભેગો થઈ ગયો.

આ તરફ દિવાને પણ એકસાથે બીજા બે ને જમીન ઉપર ધૂળ ચાટતા કરી મુક્યા. દિવાન સાચે જ એક નિપુણ યોદ્ધો હતો. તે આ ઉંમરે પણ ખૂબ સારી રીતે લડી રહ્યો હતો. જ્યારે તેની સામે યુદ્ધ કરવા આવેલા લુંટારાઓ તલવારથી લડી રહ્યા હતા ત્યારે તેણે તેમના જ એક લડાઈમાં નબળા સાથી પાસેથી તલવાર જુંટી લઈને તેના વડે તે લડી રહ્યો હતો. અત્યારે દિવાન પણ મન મૂકીને લડાઈમાં ઉતરી ગયો હતો.

અચાનક જ જે બે માણસો બીજા લૂંટારાઓને ઓર્ડર આપી રહ્યા હતા તેઓ કંટાળ્યા. જ્યારે તેમણે જોયું કે તેમના છ સાથીઓ માત્ર બે જણને પણ હરાવી નથી શકતા તો તેઓને એકદમ રોષ ચડ્યો.

તેઓ બંને એકસાથે ડેની અને દિવાન સાથે લડાઈમાં ઉતારવા માટે આગળ વધ્યા. તેઓ બંનેના હાથમાં એક એક તલવાર હતી. પોતાની તલવાર તેઓ આમતેમ હવામાં વિંજતા, પહેલા દિવાન તરફ આગળ વધ્યા. તેઓ જાણતા હતા કે ડેની તો હજુ શિખાઉ લડાયક હતો પણ લડાઈને સારી રીતે જાણનાર સાચો યોદ્ધો દિવાન હતો.

અચાનક એકને શું સૂઝ્યું કે તેણે બીજાને ડેની સાથે લડવા જવા માટે ઈશારો કર્યો. તે કદાચ એવું સમજતો હતો કે તે એકલો જ દિવાનને સંભાળી લેશે. લાગી રહ્યું હતું કે કદાચ તે આ આખી ટીમનો લીડર હશે.

તે હંમેશા એવું જ કરતો. પહેલા પોતાના સાથીઓને મોકલી દેતો જેથી તે સામેવાળાની યુદ્ધકળા ને સારી રીતે પારખી શકે અને પછી તેને હરાવવો તેમના માટે આસાન થઈ રહે. તેના દરેક દાવ-પેચ અને તેનો સામનો કઈ રીતે કરવો તે સમજી શકે.

પણ આ દિવાન હતો જે લડાઈને ખુબ સારી રીતે ઘોળીને પી ગયો હતો. તેણે લડાઈના દરેક દાવ પેચ પોતાના પિતા પાસેથી શીખ્યા હતા જે એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની લડવાની રીત અને રણનીતિ જો સામે વાળો કોઈ સમજી જાય તો તો શું કહેવું..!

જ્યારે પેલો લૂંટારો દિવાન સાથે લડવા માટે આગળ વધ્યો એટલે દિવાન ખૂબ સારી રીતે સમજી ગયો કે તેના દિમાગમાં શું ચાલી રહ્યું હતું. તેઓની તલવારો એકબીજા સાથે ટકરાઈને અવાજ કરી રહી હતી. પેલો લૂંટારો દિવાન ઉપર બળ પૂર્વક ઘા કરી રહ્યો હતો. તેના દરેક ઘા ને દિવાન કાં તો પોતાની તલવાર વડે અને કાં તો દૂર હટીને ચુંકાવી દેતો હતો.

લૂંટારો પોતે ઘા કરતો એટલે તે દિવાન તરફ આગળ વધી જતો અને દિવાન પાછળ ખસી રહ્યો હતો. થોડો સમય એમને એમ જ ચાલ્યું. પેલો લૂંટારો સમજતો હતો કે તે દિવાન ઉપર હાવી થઈ રહ્યો છે પણ એવું કંઈ ન્હોતું, દિવાન અત્યારે સામે વાળા યોદ્ધાના દાવ પેચ સમજી રહ્યો હતો.

આ તરફ ડેની અને પેલો લૂંટારો લડી રહ્યા હતા. લૂંટારો ડેની ઉપર સાચે જ હાવી થઈ રહ્યો હતો. ડેની તાકાતથી વાર કરતો પણ તે યુદ્ધના દાવ પેચ નહોતો જાણતો એટલે સામે વાળો લૂંટારો વારે વારે તેના ઘા ચૂકવીને બચી જતો. ડેનીનુ શરીર ભલે મજબૂત હતું પણ જો લડાઈની રીત જ ના આવડતી હોય તો ગમે તેવો મજબૂત માણસ પણ સામે વાળાથી હારી જાય છે.

ડેનીના શરીર ઉપર ઘણી બધી જગ્યાએ પેલા લૂંટારાની તલવાર ઘા કરી ગઈ હતી. આમેય ડેની હવે જોર લગાવી ને થાક્યો હતો. તેને પોતાના શરીરમાં અતિશય થાક અને કમજોરી મેહસૂસ થઈ રહી હતી. હવે તેને લાગી રહ્યું હતું કે તે કદાચ બેહોશ થઈ જશે.

દિવાન પણ સામેવાળાને ઘા કરાવી કરાવીને થકવી રહ્યો હતો. અને થયું પણ એવું જ. થોડી જ વારમાં પેલો લીડર લૂંટારો ઘા કરી કરીને થાકી ગયો. હવે દિવાને પોતાના હાથમાં રહેલી તલવાર ફેરવીને મજબૂત રીતે પકડી લીધી. દિવાનની તલવારના ઘા ચૂકવવા પેલા લૂંટારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યા હતા.

દિવાનની તલવારના એક વારથી પેલા લૂંટારાની તલવાર તેના હાથમાંથી છૂટી ગઈ. દિવાન એક નિહત્થા માણસ ઉપર વાર કરવા નહોતો માગતો. તેણે પોતાની જીત બતાવવા માટે ડેની તરફ નજર કરી પણ ડેનીની હાલત અત્યારે બિલકુલ દયનીય થઈ ગઈ હતી. દિવાન ડેનીને કોઈપણ પ્રકારનું નુકશાન થવા દેવા માગતો નહોતો.

જેવો પેલો લૂંટારો ડેની ઉપર પોતાની તલવારનો વાર કરવા માટે આગળ વધ્યો કે તેણે મેહસૂસ કર્યું કે તે પોતાની તલવાર ઉગામી જ નહોતો શકતો. તેણે પોતાની નજર પોતાના હાથ તરફ કરી અને જોરથી ચિલ્લાયો. તેનો હાથ તલવાર સાથે જ કોણીથી સહેજ ઉપરથી કપાઈને નીચે પડ્યો હતો. દિવાનની ફેંકાયેલી તલવાર વડે પેલા લૂંટારા નો હાથ કપાઈ ગયો હતો.

હવે ત્યાં ઉપસ્થિત દરેક લૂંટારાઓ ડરના લીધે ત્યાંથી ભાગવા લાગ્યા. ઘવાયેલા અને ડરી ગયેલા દરેક લુંટારાઓ લથડતાં, પડતા ત્યાંથી જવા લાગ્યા. દિવાને પણ બધાને ત્યાંથી જવા દીધા. તે દોડીને ડેની પાસે ગયો અને તેણે તેને હિંમત આપીને ઊભો કર્યો.

दिवान: क्या तुम ठीक हो?

डेनी: आह! (કણસતા) पता नही, हर जगह मुझे दर्द हो रहा है। मैने इस तरह की लड़ाई पहले कभी नहीं देखी। कोन थे ये लोग और हम पर हमला क्यों किया था? (ડેનીએ અસમંજસ માં પડતા પુંછયું..)

दिवान: पता नही, लेकिन ये लोग राज ठाकोर के लोग तो नही थे। क्या मांजरा है ये अगर जानना है तो हमे उनका पीछा करना पड़ेगा। क्या बोलते हो?

डेनी: और नही। अगर हम उनके पीछे गए और उधर और ज्यादा लोग हुए तो? और वैसे मुझे प्यास भी बहुत लगी है। हम जहाज से काफी दूर निकल आए है। पहले हम वहां चलते है फिर अगर जरूरत पड़ी तो वापिस आयेंगे। (ડેની એ પેલા લૂંટારાઓની પાછળ ના જવા માટેના બહાના બતાવતા કહ્યું.) જો કે આમેય ડેની ની વાત સાચી હતી. તેમને ડરવાની જરૂર તો હતી જ.

दिवान: हां, वैसे भी तुम काफी थक चुके हो। चलो हम पहले तुम्हारे लिए पानी ढूंढते है। फिर जहाज की ओर चलते है।(દિવાન પાણી માટે આમતેમ નજર ફેરવતા બોલ્યો.)

डेनी: ठीक है चलो। ( ડેની દર્દમાં કણસતા ઊભી થયો અને દિવાનને ટેકો દઈને ચાલવાની કોશિશ કરી.)

તેઓ હજી ત્યાંથી ઊભા થઈને ચાલતા થવા જ ગયા હતા કે એક તીર ઉડીને આવ્યું અને તેમના પગ પાસે જમીનમાં ખૂંચી ગયું. દિવાન અને ડેની બંને એકદમ ચોંકી ગયા. તીર જે દિશામાંથી આવ્યું હતું તે દિશામાં તેમણે નજર કરી તો સામેથી બીજા ચાર તીરંદાજ આવી રહ્યા હતા. તેમણે પણ પેલા લૂંટારાઓની જેમ જ પોતાના ચેહરા માસ્કથી ઢાંકી રાખેલા હતા.

આ તીરંદાજોનો સામનો તેઓ કેવી રીતે કરશે..?
ડેની અને દિવાનને કોણ બચાવશે..?
ખજાનો મળશે કે નહિ..?
પેલા બીજ શેના હતા..?

આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'