ઝંખના @ પ્રકરણ 29
પાયલ એ બહુ વિચાર કર્યો પછી ભાઈ જનક ના રુમમાં ગયી , જનક ત્યા ચિંતાતુર વદને બેઠો હતો..... સોરી ભાઈ ...આજે મારા ઘરે તારુ આટલુ બધુ અપમાન જોઈ ને હુ પણ બહુ દુખી થયી છુ ....પણ ભાઈ ખોટુ ના લગાડતો જે પણ સાચુ હોય એ મને તો જણાવી જ
દે....તે ખરેખર ચોરી કરી છે ? જો તુ મને સાચુ કહીશ તો કયીક રસ્તો કાઢી ને તને નિર્દોષ સાબીત કરવામાં મદદ કરીશ , તુ મારો ભાઈ છે ને નાનપણથી આપણે આખી જીંદગી એક બીજા ના સહારે કાઢી છે ,...
મમ્મી પપ્પા તો આપણ ને એકલા મુકી ને ભગવાન પાસે ચાલ્યા ગયા ને આપણે આખી જીંદગી ઠોકરો ખાધી છે ,ને બહુ મહેનત કરી છે ,દર બદર રખડ્યા છીએ ,દર વર્ષે સામાન ને ઘર ફેરવ્યા છે....બહુ દુખ જોયુ છે.....ને મે આ ઉંમર મા મોટા બીજવર સાથે લગ્ન માત્ર આપણી તકલીફો થી છુટવા અને સુખ સાહ્યબી થી જીવવા માટે કર્યા છેને દોઢ વરસ પુરુ થયુ ,સમય ને જતા વાર નથિ લાગતી , ભાઈ તુ જે હોય એ સાચે સાચુ કહી દે હુ તારી બહેન છું.....બેન તને મારા પર વિશ્વાસ નથી ??? હુ શુ એટલો ગયો ગુજરેલો છું કે
બેન ની સાસરી મા ચોરી કરુ
?? ને મને અંહી કયાં કોઈ કમી છે ? જીજાજી એ કામ શીખવાડ્યું ને મને મારી મહેનત ના રુપિયા પણ આપે છે , મારે જ્યારે જરુર પડે ત્યારે એમની પાસે થી માગી લવ છું તો પછી મારે ચોરી કેમ કરવી પડે ? ને શુ કરવુ છે મારે એટલા બધા રુપિયા ને ઘરેણાં નુ ? બહેન હુ તમારી સોગંધ ખાઈ ને કવ છુ કે મે ચોરી નથી કરી....એમ કહી જનક રડી પડ્યો....ને પાયલ ને પુરેપુરી ખાત્રી થયી ગયી કે એના ભાઈ જનક એ ચોરી નથી જ કરી....પછી મનમાં કયીક નકકી કરી ને જનક ને શાતં પાડી ને એના રુમમાં ચાલી ગયી......બીજા દિવશે સવારે મીનાબેન અને પરેશભાઈ ને મીતા ને લેવા શહેર જવાનુ હતુ એટલે એ સુયી ગયા.....રુખી બા ને આત્મા રામ તો આખી રાત પડખા બદલાતા રહ્યા...ખરી મહેનત ના રુપિયા ઘરમાં થી
ગાયબ થયા હતાં.....કયાં થી ઉગં આવે ? .....
બીજા દિવશે સવારે મીના બેન વહેલા ઉઠી ને ચા નાસ્તા ની તૈયારી કરતાં હતાં ને જનક પોતાની બેગ લયી નીચે આવ્યો... ઘર ને છોડી ને જવા માટે ....ને એની પાછળ પાયલ પણ તૈયાર થયી પુનમ ને કાખ મા લયી એની બેગ સાથે નીચે આવી.
પરેશભાઈ હિંચકા મા બેસી ને છાપુ વાંચી રહ્યા હતાં, પાયલ ઓશરી મા આવી ને બોલી બા ,બાપુજી મારો ભાઈ જનક ઘર છોડી ને જયી રહ્યો છે એટલે હુ પણ
મારા દીકરા સાથે આ ઘર છોડી ને જયી રહી છું.....
પાયલ ની વાત સાંભળી ને મીનાબેન રસોડામાં થી બહાર આવી ગયા ને પરેશભાઈ એ છાપુ મુકી હીંચકા મા થી ઉભા થયી ગયા.....પાયલ તુ આ શું બોલે છે ? રુખી બા ને આત્મા રામ પણ પલંગ માથી ઉભા થયી ગયાં....ને
બોલ્યા ,પાયલ વહુ તારે શા માટે આ ઘર છોડવુ પડે ? ...
બા ,બાપુજી મારો ભાઈ આ ઘર છોડે તો હુ પણ આ ઘરમાં નહી રહી શકું, ને હા આખી જીંદગી મારા ભાઈ એ મને સાથ આપ્યો છે ,સુખ હોય કે દુખ ....તો હવે મારા ભાઈ ને દુખ મા એકલો નહી મુકી શકુ ,.....
જનક વચ્ચે જ બોલી ઉઠ્યો
ના પાયલ બહેન તમારે આ ઘર છોડી મારી સાથે આવવાની જરુરત નથી...
આ તમારુ સાસરુ છે ,તમારુ ને પુનમ નુ ઘર છે
મારા કારણે તમારુ જીવન ના બગાડો.... રુખી બા એ તરતજ પાયલ ના હાથમાં થી પુનમ ને છીનવી લીધો....
ને બોલ્યા...મુઈ દાધારંગી આ વારસદાર માટે તો તને મારા પરીયા સાથે પરણાવી છે, ને અંહી શુ દુખ ના પહાડો તુટી પડ્યા છે તે ઘર છોડી ચાલ્યા જવુ છે ? તારા
ભાઈ એ તો ચોરી કરી છે એટલે એ જાય , આતો પાડ માન અમારો કે પોલીશ મા જાણ નથી કરી કે નથી કેશ કર્યો....બસ એ એના મનથી ઘર છોડીને જાય છે તો જવા દે ,આપણે કયાં એને ઘર છોડવાનુ કહ્યુ જ છે ?
મારા ભાઈ એ ચોરી કરીજ
નથી તો એ ખોટો આરોપ એના પર શેના માટે ? કોઈ પણ હોય આવડો મોટો લાખો ની ચોરી નો આરોપ લાગ્યો હોય તો એ ઘરમાં કોઈ ના રહે ,એટલે બસ અમે બન્ને ભાઈ બહેન આ ઘર છોડી ને જતાં રહીશુ જ
મીના બેન પાયલ ને સમજાવા લાગ્યા, પાયલ પલીજ આવુ ના કર ,આ તારુ ઘર છે ....ને ભાઈ જનક ને પણ રોકી લે કોઈ ને
નથી જવાનુ આ ઘર છોડી ને
પરેશભાઈ પણ જનક ને સમજાવા લાગ્યા ભાઈ જનક તુ તો બા ,બાપુજી નો સ્વભાવ જાણે જ છે ને તુ તો સમજ ....પાયલ તુ પણ સમજ તારે કે જનક એ આ ઘર છોડી ને નથી જવાનુ ,..
રુખી બા ને આત્મા રામ પણ ટેન્શન મા આવી ગયાં,
કે જે વારસદાર માટે થયી પરેશ ને ફરીથી પરણાવો ને હવે આ હાથ માં આવેલો વારસદાર એમ થોડો જવા દેવાય ,આપણા પરેશ નુ લોહી છે ,આપણી મુડી નુ વ્યાજ છે, આ પાયલ જો એકવાર ઘરમાં થી પુનમ ને લયી નીકળી ગયી તો પછી એને ઘરમાં પાછી લાવવી બહુ ભારે પડશે,.... સવાલ લાખો રુપિયા ની કિમંત ના ઘરેણાં ને લાખો રુપિયા નો છે તો એ ભલે ગયા ,....પણ
ઘરનો વારસદાર તો ના જ ગુમાવાય....રુખી બા એ પરેશભાઈ ને ઈસારો કર્યો કે
બન્ને ને જવા ના દેવાય , પરેશભાઈ રુખી બા નો ઈરાદો સમજી ગયાં એટલે એમણે જનક ના ખભે હાથ મુકી કહ્યુ, ભાઈ જનક મને તારી પર પુરો વિશ્વાસ છે,
જે થયુ એ બધુ ભુલી જા ..
એવુ હોય તો બા ,બાપુજી તરફથી હુ માફી માગું છું...
પણ પ્લીઝ તુ આ ઘર ના છોડ,એમ કહી જનક ના અને પાયલ ના હાથમાં થી બેગ લયી ને મીના બેન ને આપી દીધી.....જનક રડતા રડતા બોલ્યો બા ,બાપુજી હુ મારી બહેન ના સોગંધ ખાઈ ને કવ છું કે મે કોઈ ચોરી નથી કરી.....હા ભાઈ જનક મને વિશ્વાસ છે....ચાલ બધુ મુક ને તબેલા પર બહુ કામ છે ચા ,નાસ્તો કરી ને ત્યા જા
ને પાયલ તુ પણ ચાલ ચા નાસ્તો કરી લે.....પરેશભાઈ ની વાત સાંભળી ને જનક અને પાયલ પીગળી ગયાં ને ત્યા થી જવાનો વિચાર કેનશલ કર્યો.....પરેશભાઈ એ પાયલ ને કહ્યુ પાયલ આજ નો દિવશ ઘર સંભાળી લેજે હું ને મીના શહેરમાં જયીએ છીએ મીતા ને લેતા આવીશુ ને સગાઈ માટે ઘરનાં બધા ની શોપીંગ પણ કરતા આવીશુ ,આવતી કાલે સાજં સુધી મા આવી જયીશુ ,તારે જે લેવાનુ હોય એ મીના ને કહી દે જે,...આમ આટલુ બોલી પરેશભાઈ એ ઘરનુ વાતાવરણ નોર્મલ કરી નાખ્યુ, ને રુખી બા સામે જોઈ મુછ મા હસ્યા......
મીના બેન રસોડામાં જયી બધા માટે ચા નાસ્તો લયી આવ્યા ને પાયલ પણ ચુપચાપ મીનાબેન સાથે ચા
પીવા બેઠી, મીના બેન એ પુછ્યુ? પાયલ તારે શહેરમાં થી શું મંગાવવુ છે ? મોટી બેન સાડી ઓ ને જવેલર્સ તો ઘરે જ આવશે પણ હા મારા માટે બંગડી ને મેકઅપ નો સામાન લેતા આવજો ,પણ પાયલ મેકઅપ મા મને જાજી ખબર નહી પડે ....મોટી બેન એતો મીતા ને કહેજો એને ખબર છે હુ કયો મેકઅપ વાપરુ છું......સારુ ચોક્કસ લેતી આવીશ, ને હા પુનમ માટે પર સરસ ચાર પાંચ જોડી કપડાં લેતી આવીશ...
પરેશભાઈ એ તૈયાર થયી ગાડી કાઢી ,બીના ની મમ્મી કેટલી વાર ? ચાલો મોડુ થશે
હા , મીના બેન બા બાપુજી ને પગે લાગી ને ગાડી માં બેઠા ને જતા જતા પાયલ ને ઘર સંભાળવાનુ કહેતા ગયા
આજ બે વરસ પછી મીના બેન અને પરેશભાઈ એકલા આમ બહાર નીકળયા હતાં..
બન્ને પતિ પત્ની બહુ ખુશ હતાં ને વાતો વાતો મા પાછી ઘરમાં થયેલી ચોરી ની વાત નીકળી.....બીના ના પપ્પા તમને શુ લાગે છે ? આપણાં ઘરમાં થી ચોરી કોણે કરી હશે ? લોકર ની ચાવી તો બા પાસે જ રહે છે
હા ,મીના મને પણ કયી સમજાતુ નથી....પણ બહાર નુ કોઈક તો ઘરમાં આવી શકે એમ નથી....ઘર નુ જ કોઈક છે આ ચોરી પાછળ..
હા ,પણ કોણ હશે , જે પણ હોય ભગવાન જાણે.......
સાજં પડતા પડતાં પરેશભાઈ ને મીના બેન શહેરમાં પહોંચી ગયા....
સીધા હોસટેલ પર જ પહોંચી ગયા ને મીતા ના રુમમાં આવ્યા.....ત્યારે મીતા ગુમસુમ પલંગમાં બેઠી
હતી....હમેશા ટાટમાટ તૈયાર રહેતી મીતા આજે સાવ નિસ્તેજ હતી , ચહેરો સાવ મુરજાયી ગયો હતો ,આંખો રડી ને લાલ થયી ગયી હતી ને વાડ સાવ વિખરાયેલા હતાં......મીના બેન અને પરેશભાઈ દીકરી ની આવી હાલત જોઈ ને ગભરાઈ ગયા....મીના બેન અને પરેશભાઈ રુમમાં આવ્યા તોય મીતા ને ખ્યાલ જ ના આવ્યો, બસ ચુપચાપ દિવાલ ને તાકતી બેસી રહી હતી.....મીના બેન એ મીતા ને ખભે હાથ મુક્યો ત્યારે મીતા તંદ્રા મા થી જાગી હોય એમ ઝબકી અને મમ્મી ને સામે જોઈ ને ગડે વળગી પડી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી
રીટા ને નીશા કયીક કામે નીચે રસોડામાં ગયા હતાં...
પરેશભાઈ એ મીતા ને આમ
રડતા જોઈને ગભરાઈ ગયા.
મીનાબેન પણ દીકરી ને આટલુ બધુ રડતાં જોઈ ને ગભરાઈ ગયાં......ને બોલ્યા
શુ થયુ દીકરી? કેમ રડે છે આમ ??? તબિયત નથી સારી? શુ થયુ બેટા ????
એટલામાં રીટા અને નીશા રુમમાં આવ્યા....ને મીતા ના મમ્મી પપ્પા ને પગે લાગ્યા...
અંકલ તમે તો કાલે આવવાના હતાં ને ???
હા બેટા પણ આજે ફ્રી હતાં એટલે ને સગાઈ ની તૈયારી ઓ પણ કરવાની હતી એટલે મીતા ની જરુરત તો પડે જ ને...?હમમમમ રીટા ને નીશા પરેશભાઈ ને મીના બેન ને આમ અચાનક જોઈ ગભરાઈ ગયાં ને મીતા સામે જોવા લાગ્યા.....રૂમ નુ વાર્તા વરણ જાણે ભારેખમ થયી ગયુ હતુ.....ને પરેશભાઈ ને મીના બેન એકબીજાને જોતા હતાં.....મીનાબેન એ ઉતાવળે રીટા ને પુછયુ ...
રીટા મીતા ની તબિયત નથી સારી ? એની હાલત આવી કેમ છે ? શુ થયુ છે મારી દીકરી ને????... એક મીનીટ કાકી હુ વિશાલ રવિ ને મનન ને અંહી બોલાવી લવ પછી વાત કરીએ ,.....
પરેશભાઈ બોલ્યા, કેમ એ બધા નુ શુ કામ છે ???
અંકલ તમને થોડી વાર પછી બધી ખબર પડશે ,અમે નહી
સમજાવી શકીએ તમને , પણ શુ સમજાવાનુ છે બેટા ? મીનાબેન એ મીતા ને ખભે થી પકડી ને જંજોડી નાખી ને પુછતા રહ્યા, શુ થયુ મીતા કયીક તો બોલ .....
રીટા એ વિશાલ ને ફોન કર્યો ,એટલે એ ત્રણેય વોર્ડન ની પરવાનગી લયી ને મીતા ના રુમમાં આવ્યા ને જય શ્રી કૃષ્ણ કર્યા......પરેશભાઈ એ માર્ક કર્યુ કે બધા ના ચહેરા સાવ ઉતરેલા હતાં ......પરેશભાઈ થી રહેવાયુ નહી એટલે બોલ્યા અરે કોઈ કાઈ બોલશો ?? શુ થયુ છે ? મીતા ની હાલત આવી કેમ છે ?? ને તમે બધા આમ ઉદાશ કેમ છો ?? મીતા ના મા તો હિમંત જ નહોતી કે
પોતાની સાથે છેતરપીંડી થયી છે ,ને મે પોતાના ઘરમાં
જ ચોરી કરી છે.....શુ કહે ?
માતા પિતા ને ? એને કયાં ખબર હતી કે આવી નોબત આવશે ? આ અંગે તો એણે
કયીજ નહોતુ વિચાર્યું......
એને તો એમ જ હતુ કે આશાની થી મયંક સાથે ભાગી જશે ,ને લગ્ન કરી કયાંક દુર જતી રહેશે , ને પૈસા દાગીના ની ખબર પડશે
ત્યારે એ પોતે બહુ દુર હશે
પણ એને કયાં ખબર હતી કે
એના નસીબ પણ ફુટેલા હતાં....એના જોયેલા સપનાં તો સાચા પડવાના જ નહોતા ને .....ને એની ફુટેલી કિસ્મત એ એનો રંગ બહુ ઝડપથી બતાવી દીધો , ને જે
મમ્મી પપ્પા ના મોઢા એને કયારેય જોવા નહોતા મડવાના એમનો સામનો આટલા જલદીથી કરવો પડશે.....વિશાલ ,રવિ ને મનન પણ વિચારતાં હતાં કે હવે શુ કરવુ ? પરેશભાઈ ને બધી હકીકત કેવી રીતે જણાવવી ? ને મીના બેન પરેશભાઈ આ વાત સાંભળી ને ભાંગી પડશે ,ને મીતા ની હાલત તો ખબર નહી શુ થશે ?
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 30...ઝંખના
લેખક @ નયના બા વાઘેલા