ઝંખના - પ્રકરણ - 25 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 25

ઝંખના @ પ્રકરણ 25

બીજા દિવશે મીતા કોલેજ મા હતી ને પરેશભાઈ એ દીકરી ને ફોન કર્યો......પપ્પા નો કોલ જોઈ મીતા બે મીનીટ માટે તો ગભરાઈ ગઈ
ને પછી ફોન રીસીવ કર્યો ...
હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ...હા બેટા જય શ્રી કૃષ્ણ.....કેમ છે બેટા ? કયાં છે ? કોલેજમાં કે હોસ્ટેલ માં? કોલેજ મા છુ બોલો ને પપ્પા શુ હતુ ? બેટા એતો આવતા અઠવાડિયે વડાલી થી વંશ ને બધા ચુદંડી ઓઢાડવા આવવાના છે ,ને
સાથે સાથે ચાદંલા ની વિધી પણ કરી નાખવી છે ,એટલે સગાઈ પાકકી થયી જાય ,
પણ પપ્પા આટલી બધી ઉતાવળ કેમ કરો છો ?
નેકસ્ટ વેકેશન મા ઘરે આવુ ત્યારે ગોઠવજો ને , એમા આપણુ ચાલે એમ નથિ ,શોભના ફોઈએ સગાઈ
કરાવી છે ને તારા સસરા નો ફોન આવ્યો છે કે અઠવાડિયા પછી કમુરતા બેસે છે ને એમને સગાઈ ની ઉતાવળ છે , ને આપણે રહ્યા દીકરી વાડા એટલે એ લોકો કહે એમ કરવુ જરુરી
છે ,......ને શોભના ફોઈ ને ના કહી જ ના શકાય ,ને બા ,બાપુજી પણ બહુ ફોર્સ કરે છે ...... એટલે ચુદંડી ને ચાદંલા ની વિધી કરવાનુ નકકી કર્યુ છે,..... એટલે બેટા કોલેજમાં અઠવાડિયા ની રજા ની અરજી આપી દેજે , ને આ વખતે હુ જાતે તને શહેરમાં લેવા આવીશુ
સાથે તારી મમ્મી ને પણ લેતો આવીશ એટલે તારા ,કપડાં ને બધુ ત્યા શહેરમાં થી ખરીદી લેવાય,
ચલ ફોન મુકુ બહુ કામ છે ,કેટલી બધી તૈયારી ઓ
કરવાની છે ને સમય બહુ ઓછો છે ,....એમ કહી પરેશ ભાઈ એ ફોન કટ કર્યો
પરેશભાઈ ની વાત સાંભળી ને મીતા તો સાવ હકકી બકકી રહી ગયી , ને કપાડે પરસેવો છુટી ગયો .....ને ગભરાઈ ગયી ,એણે સપને ય નહોતુ વિચાર્યું કે આટલુ જલદીથી આ બધુ થશે , ...
મીતા ત્યા લોન મા થી ઉભી થયી , અરે મીતા કયાં ચાલી ? શુ થયુ ? કોનો ફોન હતો ? આ નાસ્તો તો પુરો કર, રીટા હુ આવુ છુ એક અરજન્ટ કામ છે , એમ કહી
ઉતાવળે કોલેજ ની બહાર નીકળી ને જયાં મયંક બેઠો હતો ત્યા આવી , ને બોલી મયંક બાઈક ચાલુ કર જલદીથી, એક જરુરી વાત કરવી છે .....મયંક કોલેજ ના ગેટ ની બહાર ચા ની કીટલી એ બેઠો હતો ,.....
મીતા ને ગભરાયેલી જોઈ ને મયંક એ કોઈ પણ સવાલ કર્યા વિના બાઈક ચાલુ કર્યુ
ને બોલ્યો કયાં જવુ છે મીતા
? ગાર્ડન મા લયી લે , ફાસ્ટ એક અરજન્ટ વાત કરવી છે
ઓકે ડીયર , ને મીતા ને મયંક ગાર્ડન ના બાકંડે આવી
ને બેઠા , ને મીતા મયંક ના ખભે માથુ ઢાડી ને રડી પડી ,
મયંક એ મીતા ને પરાણે શાંત પાડી .....ને બોલ્યો આમ રડ્યા કરીશ તો તને શુ તકલીફ છે એ કેમની ખબર પડશે ?? ને પછી હીબકા ભરતી મીતા બોલી , મયંક હમણાં જ પપ્પા નો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે આવતા અઠવાડિયે મારી ચુદંડી ની વિધી છે પછી સગાઈ પાકકી.....એટલે પપ્પા એ કોલેજમાં રજા ની અરજી આપવાનુ કહ્યુ ને એમ પણ કહ્યુ કે બે દિવશ
પછી મમ્મી ને પપ્પા જાતે મને અંહી લેવા આવવા ના
છે,....હવે શુ થશે ? મયંક હુ તને ખુબજ પ્રેમ કરુ છું ને લગ્ન પણ તારી સાથે જ કરીશ ......હા ડીયર તુ શાંત થા એવુ કયી નહી થાય , મે મારા ઘરે આપણી વાત કરી દીધી છે ને લગ્ન માટે મારા મમ્મી પપ્પા રાજી પણ થયી
ગયાં છે ,..... સાચુ મયંક ?
હા સાચુ ડીયર તારી કશમ
ને આવતી કાલે જ આપણે
મારા ગામડે જવા નીકળી જયીશુ ,હુ ટ્રેન નુ બુકીંગ કરાવી દવ છુ , .... તુ ગમે તેમ કરી તારી બેગો લયી ને
રીક્શા કરી રેલ્વે સ્ટેશન રાત્રે આઠ વાગે આવી જજે ,હુ હાલ જ ઓનલાઈન ટ્રેન ની ટીકીટ બુક કરાવી દવ છું , એમ કહી ખીસ્સા મા થી ફોન કાઢ્યો ને ગાજીયાબાદ ની ઓનલાઈન બે ટીકીટ બુક કરાવી લીધી ને એના ફોન માં ફોટો બતાવ્યો ને
બોલ્યો લે જોઈ લે બકા ,
હવે રડવાનુ બંધ કર ,ને કોઈ
જાત નુ ટેન્શન ના કરીશ....
ચાલ તને હોસ્ટેલ પર મુકી દવ તારી ફ્રેન્ડશ સુયી જાય
એટલે તુ તારો જોઈતો સામાન બેગ મા ભરી રેડી
રાખજે ને હા બધી બેગો ના લયીશ , હુ તને ત્યા જયી બધુ લયી આપીશ ,અંહી થી
બધો સામાન લયીશ તો તારી
સહેલીઓ ને શક પડશે ,ને તારા ગામના પેલા છોકરા ઓ છે એ પણ તારું ધ્યાન રાખતા જ હશે ,......પણ મયંક એ બધો મારો જરુરી ને કીંમતી સામાન છે , એના
વિના તો નહી ચાલે , ઓકે તો એ બધુ તુ મેનેજ કરી લેજે ,બાકી કાલે આઠ વાગે રેલ્વે સ્ટેશન આવી જજે ,હુ
તને ભગાડી ને મારા ઘરે જ
લયી જવાનો છું, મયંક ની વાતો થી મીતા ને રાહત થયી ને ખુશ થયી ગયી ને મયંક ને ગડે વળગી પડી.....મીતા સાવા નાદાન ને ભોડી હતી ,
એણે બહુ જલદીથી મયંક ની વાતો પર વિશ્વાસ કરી લીધો , ને સુખી લગ્ન જીવન ના સપનાં મા ખોવાઈ ગયી , ચાલ તને હોસ્ટેલ પર છોડી દવ ,ને મયંક મીતા ને હોસટેલ પર મુકી ગયો ,એ વખતે જમવાનો સમય થયી ગયો હતો એટલે મીતા હોલ માં બધા સાથે જમવા આવી
,આમ અચાનક કયાં જતી રહી હતી મીતા ડી ? અલી મયંક નો ફોન આવ્યો હતો એને એક જરુરી કામ હતુ એટલે જયી આવી , ઓહહ
ને હા ગામડે થી ફોન આવ્યો હતો તારા પપ્પા નો ? હા બસ એમ જ ખબર અંતર પુછવા જ.....મીતા ના ચહેરા પર ચિંતા ઓ સપષટ
દેખાઈ આવતી હતી ,......
જમીને રુમમાં આવ્યા ને થોડી આડી અવળી વાતો કરી રીટા ને નીશાં સુયી ગયી
એટલે મીતા એ ફોન ના અજવાળામાં કબાટ ખોલી ને એને જોઈતી વસ્તુ ને કપડાં એક મોટી બેગ મા ભરી લીધા , ને પછી બીજા
સામાન નુ શુ ઈરવુ એ વિચાર્યું ને પછી એ બેગ ને
કબાટમાં મુકી સુયી ગયી ,ઉઘં તો ઉડી ગયી હતી
મીતા પડખા બદલતી વિચારો માં ખોવાઈ ગયી ,
હવે એને મમ્મી પપ્પા અને નાની બહેનો પાસે થી કાયમ માટે દુર જવાનુ હતુ , કાયમ માટે એ ગામ ને હવેલી ને છોડી દેવાની હતી , ને પાછડ
થી બધા ને ખબર પડશે ને પપ્પા ની ઈજજત પણ જશે ને મમ્મી નુ તો આવી જ બનશે ,દાદી મમ્મી નુ જીવવા નુ હરામ કરી નાખશે ,ખૂબ મહેણાં ટોણાં સાંભળવા પડશે , મમ્મી ને બહુ દુખ થશે પપ્પા ને પણ થશે ,પણ
હુ ય શું કરુ મારી એ મજબુરી છે ,હુ મયંક ને સાચો પ્રેમ કરુછુ ને લગ્ન તો
એની સાથે જ કરવા છે ,જીંદગી એની સાથે વિતાવવા માંગુ છું, મારે મારી આગળ ની જીંદગી મારી મમ્મી જેવી નથી કાઢવી , હુ મારી જીંદગી મારી રીતે મારા પ્રેમ સાથે જીવવા માગુ છું....એટલે મયંક સાથે ભાગ્યા વિના છુટકો જ નથી......હા દુખ
તો થાય છે કે ગામમાં, સમાજ માં પપ્પા ની ઈજજત જશે , ને મમ્મી ને બહુ સાભંડવુ પડશે ,સમાજમાં લોકો મમ્મી ને ચુંટી ખાશે , હા મારી ત્રણ નાની બહેનો ના લગન મા પણ તકલીફ પડશે , પણ શુ કરુ ? જો એ બધા નુ જોવા જવ છું તો હુ દુખી થયીશ મને મારા મનનો માણિગર નહી મડે ,....ના ના મારે કોઈ નુ નથી વિચારવુ ,મારે તો બસ મારુ ને મારા મયંક નુ જ વિચારવાનુ .....મયંક સાથે મારા લગ્ન થાય એજ મારુ સપનુ છે ,પછી મારી આખી જીંદગી બદલાઈ જશે , આમ મીતા પોતાના
સુખી લગ્ન જીવન ના સપનાં
જોતી સુયી ગયી ,..... ને બીજા દિવશે તબિયત નુ બહાનુ કાઢી કોલેજ ના ગયી
થોડી તૈયારીઓ બાકી હતી એટલે, ને આ બાજુ મયંક અરજી લયી કોલેજમાં પ્રિન્સીપાલ ની ઓફિસમાં પહોંચી ગયો ને રડતાં રડતાં
બોલ્યો, સર, મારા પપ્પા નુ ગાજીયાબાદ મા હાર્ટ એટેક થી અવશાન થયુ છે ,ને ઘરમાં હું સોથી મોટો છું, મારા સગા વહાલા નો ફોન આવ્યો છે મને અરજન્ટ ત્યા જવાનુ છે ,પપ્પા ની અંતિમ ક્રિયા માટે , ને હવે આગળ નો અભ્યાસ ત્યા જ કરવાનો છે તો પ્લીઝ મને અરજન્ટ મારુ લીવીંગ સર્ટી કાઢી આપવા વિનંતિ ને એમ કહી સર ને અરજી આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો , પટાવાળા ભાઈ ને મયંક પર દયા આવી ને એમણે પાણી નો ગ્લાસ આપ્યો, મયંક ની હાલત જોઈ પ્રિન્સીપાલ એ
તરતજ મયંક નુ લીવીંગ સર્ટી ને બીજા ડોકયુમેન્ટસ કાઢી ને આપી દીધા , ને મયંક સર ને થેન્કસ કહી ફાઈલ લયી ત્યા થી રવાના
થયી ગયો ,..... મયંક ના કોઈ ખાસ મિત્રો તો હતા નહી ને મીતા ના ફ્રેન્ડસ સર્કલ સાથે એ સબંધ રાખતો નહોતો એટલે, મયંક ના આ મલીન પ્લાન ની કોઈ ને ખબર જ ના પડી , મયંક ના ખુરાફાકી મગજમાં શું ચાલી રહ્યુ હતુ એ તો મયંક એકલો જ જાણતો હતો ,
મીતા પણ મયંક ના પ્લાન થી
અજાણ હતી ....એને તો એમ જ હતુ કે આજે કોલેજમાં ને આ હોસટેલ મા એનો છેલ્લો દિવસ છે , ને આજે રાત્રે આઠ વાગે તો મયંક પાસે જતા રહેવાનુ છે
પહેલા તો વિચાર્યું હતુ કે શહેરમાં રહી ભણી ગણી ને
એન્જિનીયર બનવાનુ સપનું
હતુ, પણ પછી જીંદગી મા મયંક આવ્યો ને ખબર ના પડી કે એની સાથે પ્રેમ થયી ગયો , ને હવે આ મન એ એની સાથે જીંદગી જીવવા ના સપનાં એ જોઈ લીધા ,
ભગવાન કરે મારા સપના સાચા પડે ને મયંક સાથે મારુ લગ્ન જીવન સરસ રીતે
જાય....એમ વિચારતી નાની મોટી બેગો પેક કરી ને પલંગ
નીચે મુકી દીધી ,....હવે મીતા ના સપનાં સાચા પડે છે કે શુ થાય છે એ તો ભગવાન જ જાણે , મીતા ની જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 26...
ઝંખના ,.......

લેખક @ નયના બા વાઘેલા