ઝંખના @ પ્રકરણ 23
મીતા મયંક પાસે જીદ લયી ને બેઠી હતી કે લગ્ન ક્યારે કરીશું ? બસ એક આ વાત સિવાય બીજી કોઈ ચર્ચા કરતી જ ન્હોતી.....મયંક પણ અવઢવ મા હતો કે હવે
કરવુ શું , જો લગ્ન ની ના પાડે તો મીતા હાથ માં થી જતી રહે ને મીતા ના પૈસે આ જલસા કરે છે એ પણ
બંધ થયી જાય.....હવે કરવુ શું ,......મયંક એ બહુ વિચાર્યું પણ કોઈ રસ્તો મડતો જ નહોતો ..... મીતા ની જીદ આગળ મયંક નુ કયી ચાલતુ જ નહોતુ ,....બોલ મયંક તારે શુ કરવું છે હવે ? આપણે લગ્ન કરવા છે કે તારે મને ખોઈ દેવી છે ?? મારુ તો ઓલરેડી બીજા સાથે લગ્ન નકકી જ છે ......પણ હુ તને પ્રેમ કરું છું એટલા માટે મારા
પપ્પા ની ઈજજત ની ય પરવા નથી કરતી ....હા બેબી તુ શાંતિ રાખ મને કયીક વિચારવા દે , હુ પણ તને ગુમાવવા નથી માંગતો..
આપણે લગ્ન કરીશુ બસ ....હવે તો ખુશ થા ડીયર....ને મીતા ખુશ થયી ને મયંક ને ગડે વળગી ને વહાલ કરે છે......આઈ લવ યુ મયંક......લવ યુ ટુ મીતા..... આડી અવળી વાતો કર્યા પછી મયંક સીધો મુડ વાત પર આવી જાય છે
ને મીતા ને પુછે છે ,.....મીતા તુ તારા ઘરે થી કેટલી રોકડ રકમ લાવી છે ? ને કેટલા તોલા ના ઘરેણાં હશે ?....
દાદી ની તિજોરી માંથી મે વીશ હજાર ચોરી છુપીથી લયી લીધા છે .......કેમકે મારા દાદી કદી પૈસા ને ચેક કરતાં નથી આખા ઘરની અને તીજોરી ની ચાવીઓ દાદી એમના ઓશિકે રાખે છે , એક રાત્રે મે લાગ જોઈ ને ચાવી લયી એમની તીજોરી મા થી વીશ હજાર રુપિયા ની ચોરી કરી લીધી ,
ને થોડા ઘરેણાં એમના ને બીજા ઘરેણાં મારા પપ્પા એ મારા માટે બનાવ્યા હતા એ હવેલી ના ઉપર ના રુમમાં પડ્યા હતા એ બધાં એ લયી
આવી છું , ટોટલ પચીસેક તોલા જેવુ સોનુ હશે ,....એકજટ ખબર નથી
મારા સગાઈ ની વાત થયી એટલે મને ખબર જ હતી ,કે
આપણે લગ્ન કરવા હોય તો પૈસા જોઈશે એટલે જ મારે મારા ઘરમાં ચોરી કરવી પડી,
ઓહહહ, પણ તે સારુ વિચાર્યું ડીયર.....બાય ધ વે હાલ એ પૈસા ને ઘરેણાં કયાં
પડ્યા છે??? એ હોસ્ટેલ મા મારી સુટકેશ મા જ મુક્યા છે
ઓહહ ,પણ મીતા હોસટેલ ના રુમમાં આટલુ મોટુ જોખમ ના લેવાય.....તો શુ કરીશુ બોલ ? તુ એક કામ કર એ બધુ હુ જયાં રહુ છું ત્યા મુકી દયીએ ,......કયાં તારા રુમમાં? હા હુ મારા ગામ ના જ સબંધી ના મકાનમાં ઉપર ના એક રુમમાં ભાડે રવ છુ ને ત્યા જ મુકી દયીએ તો શેફ રહેશે
મીતા સાવ ભોડી હતી ,એટલે મયંક ની વાતો મા આવી ગયી ને હા કહી દીધુ ,....ને બોલી ઓકે તો આજે રાત્રે જ તુ હોસ્ટેલ ના પાછળના ઝાંપે આવી જજે હુ એક નાની બેગ મા બધુ ભરીને તને આપી દયીશ ને તુ એ સાચવીને મુકી દેજે , પણ હા જોજે સાચવજે તારા મકાન માલિક કે બીજા કોઈ મિત્ર ને વાત ના કરતો કે તારી પાસે આટલી રોકડ રકમ ને ઘરેણાં પડયા છે ,
હા યાર હુ એવો પાગલ થોડો છું કે આવી જોખમ વાડી વાત કોઈને કરુ ,....ઓક તો ડન રાત્રે તુ એ બેગ લયી જજે સંભાળી
ને.....ઓકે ...ચાલ હવે નીકળીશુ સાજં પડવા આવી કોલેજ તો કયાર નીય છુટી ગયી હશે ,....હા ચાલ મારે પણ મારી સહેલીઓ ને આ બધી વાત ની ખબર નથી પડવા દેવાની , આપણા લગ્ન ના થાય ત્યા સુધી આ બધુ ખાનગી રાખવુ પડશે ,....ઓકે એવુ જ કરીશુ , ને મયંક મીતા ને એના બાઈક પર હોસટેલ સુધી મુકી ગયો ,.....મીતા ખુશ ખુશ થયી ગયી કે મયંક સાથે એના લગ્ન થશે ....એ એના રુમમાં આવી ત્યારે એની રુમ પાર્ટનર નીશાં ને રીટા એની રાહ જોઈને જ બેઠા હતાં.....અલી મીતા ડી
કયાં ચાલી ગયી હતી ? કયી
કહેતી પણ નથી .....અમને તારી ચિંતા થતી હતી......
હુ કાઈ નાની કીકલી થોડી છુકે તમે બેય જણીઓ મારી
ચિંતા કરતાં હતાં....?. હા હવે ચાપંલી એ તો કહે કે કયાં થી આવી રહી છે ?
કયાં જવ બીજે ? ભુત નુ ઘર આબંલી , ઓહહહ એટલે મયંક સાથે ગાર્ડન મા
ગયી હતી એમજ ને ? હા યાર આખુ વેકેશન એના વિના પરાણે કાઢયું છે એટલે
બંક મારી અમે બન્ને ગાર્ડન મા બેઠા હતાં ને સાજં પડી
ગયી ખબર એ ના પડી ,..
ને એટલામાં જ હોસ્ટેલ માં બેલ વાગ્યો, બધા વિદ્યાર્થીઓ ને કયીક સુચના આપવા માટે , એટલે રીટા અને નીશા બહાર હોલ મા ગયા ને મીતા એ કહ્યુ હુ આવુ છુ તમે જાઓ ,એમ કહી એ લોકો ને મોકલી દીધી ને પછી રૂમ નો દરવાજો અંદર થી બંધ કરી
એક નાની બેગ મા બધા પૈસા ના બંડલો ને ઘરેણાં સાચવીને મુકી દીધા અને બેગ ને લોક મારી ચાવી પોતાના પર્સ મા મૂકી દીધીને બેગ ને પલંગ નીચે મુકી પછી
બહાર આવી .....હોસ્ટેલ નુ નવુ વર્ષ શરુ થયુ એટલે એની ફી અને નિયમો ના ફેરફાર અંગે ની જાણકારી આપવા માટેની મીટીંગ હતી
ગર્લ હોસ્ટેલ ની બાજુ મા જ બોય હોસ્ટેલ હતી....મીતા બસ રાત નુ અંધારુ થવાની રાહ જોતી હતી ,.....જમવાના સમયે બધા જમવા ગયાં ત્યારે એ તક નો લાભ લયી મીતા ઘરેણાં ની બેગ લયી પાછડ ના દરવાજે આવી ,મયંક રાહ જોઈને જ ઉભો હતો
મીતા એ ફટોફટ મયંક ને બેગ આપી દીધી ને કહ્યુ સાચવીને મુકી દેજે ,......
મીતા બેગ આપતી હતી એ
સમયે જ મીતા ના ગામનો એના ગ્રુપ નો એક છોકરો મીતા ને મયંક ને બેગ આપતાં જોઈ જાય છે ,...ને
વિચારે છે કે આ મીતા એ મયંક ને શેની બેગ આપી હશે??? કપડાં ની હશે ? બન્ને ભાગી તો નહી જવાના
હોય ને ? એમ કેટલાય વિચારો એના મનમાં આવી
ગયાં.....મયંક બેગ લયી ત્યાથી રવાના થયો ને મીતા હોલમાં જમવા આવી ગયી..
મીતા ને મનમાં હાશ થયી કે હવે પૈસા અને ઘરેણાં ની ચિંતા નહી....મયંક એના રુમે સાચવીને મુકી દેશે ,
હોસ્ટેલ મા સાચવવાનુ અઘરુ હતુ ,હાશ હવે ટેનશન નહી ,.......
મીતા ને માત્ર એટલી જ ખબર હતી કે મયંક એમના ગામ ના કોઈક સબંધી ના ત્યા રહેછે ,.પણ કયો એરીયા ને ઘર કયાં આવ્યુ એ ખબર જ નહોતી ટુકામા
એની પાસે મયંક નુ સરનામુ પણ નહોતું ,પહેલા થોડા મહીના મયંક હોસ્ટેલ મા રહેતો હતો પણ પછી ફી ના પૈસા ની અછત ના કારણે એ કોઈ મિત્ર ને ત્યા રહેતો હતો ,.....મીતા એ કદી મયંક ને આ અંગે કયી પુછ્યુ નહોતુ , એ મયંક ને અનહદ ,આધંડો પ્રેમ કરતી હતી ને એના પર વિશ્વાસ પણ એટલો જ કરતી હતી ,
એટલે જ તો આજે એણે લાખો રુપિયા ની કિમંત ના ઘરેણાં ને લાખો રુપિયા ની
બેગ મયંક ને આપી દીધી હતી ,એને એમ કે મયંક સાચવીને રાખશે ને અમારા લગ્ન સમયે આ પૈસા ને ઘરેણાં જ કામ આવશે ,ને
બેગ ને લોક તો માર્યુ જ છે ને ,ચાવી મારી પાસે છે એટલે એ બધુ સેફ છે ...
આ બાજુ બોય હોસ્ટેલ ના છોકરાઓ જે મીતા ના ગામ ના હતાં એ મયંક ને મીતા ની જ વાત કરી રહ્યા હતાં, યાર
મે મારી સગી આંખે જોયુ પાછળ ના ગેટ આગળ મયંક ઉભો હતો ને મીતા એને ફટોફટ એક બેગ આપી ને ગયી , શું હશે એ બેગ મા?
બીજો મિત્ર બોલ્યો કપડાં ને એવુ હોય કદાચ ,મીતા એ મયંક સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોય......
અરે પણ એ આવુ પગલુ ભરશે તો પરેશ કાકા ની ઈજજત જશે ,આપડા ગામની ઈજજત જશે ,
પરેશકાકા એ આપણ ને મીતા નુ ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી ,હા યાદ છે એટલે આપણે હવે મીતા પર નજર રાખવી પડશે , મયંક જેવા આવારા છોકરા સાથે આપણા ગામની છોકરી ભાગી જાય તો આપણુ તો નાક કપાય,
હા સાચી વાત છે ભાઈ તારી
પણ મીતા ની તો સગાઈ થયી ગયી છે ને ? હા અલ્યા પણ મીતા આ મયંક ના પ્રેમ મા પાગલ છે ને ...એનુ શુ ઠેકાણું કદાચ ભાગી ને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો પણ હોય ?...આમ
તો મીતા એવુ પગલુ ભરે એવી લાગતી તો નથી ,....એ મયંક સાથે ફરે છે એ વાત સાચી, પણ એતો ગામ ની પેલી રીટા ,નીશા ને બધી છોકરીઓને બોયફ્રેન્ડ છે જ
ને ? એટલે મીતા ને કદાચ મયંક સાથે એટલુ જ હોય ..જે પણ હોય મિત્રો પણ મીતા આપણી બહેન કહેવાય એટલે આપણી ફરજ મા આવે છે કે આપણે બધા હવે એની અને મયંક પર ચાપંતી નજર રાખીશુ ,મીતા કોઈ આડુ અવડુ પગલુ ના ભરે એ જોવાની આપણી ફરજ છે,
ને મીતા એ મયંક ને શેની બેગ આપી એ તપાશ પણ કરાવવી પડશે , આપણે તો હમણાં પરેશ કાકા ને કહી દયીએ પણ એનાથી તો મીતા ને કોલેજ માથી ઉઠાવી લે ને એનુ ભણવાનું બગડે એટલે એ પણ ના કરાય , ને કોઈની સાથે ભાગી પણ ના જવા દેવાય , આમ ગ્રુપ ના બધા મિત્રો એ મીતા પર નજર રાખવાનુ ને એ કોઈ ખરાબ પગલુ ના ભરે એ નુ ધ્યાન રાખવાનુ નકકી કર્યુ,
મયંક ખુશ થતો એની રૂમ પર ગયો ને બેગ ખોલવાની કોશિશ કરી પણ એણે જોયુ તો બેગ ને લોક કરેલુ હતુ ,પાસવર્ડ વાડુ ,....હભવે શું કરવુ ? મયંક ને તો બહુ તાલાવેલી જાગી હતી બેગ મા રહેલા પૈસા ને ઘરેણાં જોવા હતાં....બહુ કોશિશ કરી પણ લોક ના ખુલ્યુ એટલે બજાર મા જયી કટર ખરીદી લાવ્યો ને રાત્રે જ બેગ ને કટર થી સાચવી ને કાપી નાખી ને ઉપર નો ભાગ જુદો કરી નાખ્યો ને આટલા બધા રુપિયા ને કીંમતી ઘરેણાં જોઈને એની આંખો પહોળી થયી ગયી ,એણે આટલો કીંમતી ખજાનો જીંદગી મા પહેલી વાર જ જોયો હતો.....ને એના મગજમાં વિચાર આવ્યો કે
આ બધુ લયી ભાગી જવુ ગાઝીયાબાદ અને પછી નુ ભણવાનુ બીજી કોઈ કોલેજમાં એડમિશન લયી પુરુ કરીશ ,આટલા રુપિયા ને ઘરેણાં જોઈને મારા પપ્પા ને મમ્મી પણ ખુશ થશે ,એમને એવુ કહીશ કે બેગ મને રસ્તા મા બીનવારસી હાલત મા મડી હતી , ને એ કોલેજમાં નથી ફાવતુ એવુ બહાનુ કરી દયીશ એટલે પપ્પા લોકો ને કયી ખબર પણ નહી પડે ,..
મયંક એ એબધુ એક જુના મેલા ઘેલા થેલા મા ભરી દીધુ ને એક જુની ચાદર મા પોટલુ વાડી માડીયે મુકી દીધુ ,ને પછી આખી રાત બસ એજ વિચાર્યા કર્યુ કે મીતા થી પીછો કયી રીતે છોડાવવો?
ને એને કયી રીતે ઉલ્લુ બનાવી ભાગી જવુ , મયંક ની ઉઘં હરામ થયી ગયી એ રાત્રે મીતા ને ફોન કરવાનુ પણ ભુલી ગયો, ને મીતા ની ઉઘં પણ ઉડી ગયી હતી...
મયંક સાથે લગ્ન કરવાના ને એની સાથે સંસાર વસાવવા ના શમણાં જોવા લાગી .....
મીતા ને મનમાં એમ જ હતુ કે હવે એને અને મયંક ને એક થતા કોઈ રોકી નહી શકે , ....આશાની થી લગ્ન થયી જશે આમ સપના જોતી જોતી સુયી ગયી ,પણ નાદાન મીતા ને મયંક ના ખુરાફાકી મગઝ મા શું ચાલી રહ્યુ છે એની કયાં ખબર હતી ???? ગામડે મીના બેન પણ ચિંતા મા હતા કે મીતા આ વખતે આટલો બધો સામાન લયી ને કેમ ગયી ? દીકરી કોઈ આડુ અવડુ પગલુ તો નહી ભરે ને ?? હે ભગવાન મારી મીતા ને સદબુધિધ આપજો એમ પ્રાથના કરતાં હતાં.....હવે મયંક મીતા ને લયી જશે અને લગ્ન કરશે ??? મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @
24......ઝંખના.......
લેખક @ નયના બા વાઘેલા