ઝંખના - પ્રકરણ - 21 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 21

ઝંખના @પ્રકરણ 21

બીજા દિવશે સવારે મીતા વહેલા ઉઠી નાહી ધોઈ ને તૈયાર થયી ગયી ,ને અને એના રુમમાં થી નાની મોટી એની જરુરીયાત ની દરેક વસ્તુ ઓ યાદ કરી કરીને બેગ મા મુક્તી હતી ,.....
મીના બેન આજે સવાર ના ઉદાસ હતા કે ગયી કાલે દીકરી નુ ના મરજી નુ સગપણ થયુ છે ને આજે દીકરી પાછી હોસટેલ મા જતી રહેશે ......મીના બેન એ મીતા ને ભાવતા બેસન ના લાડવા , ગાજર નો હલવો ને મેથી ના થેપલા નો ડબ્બો પણ તૈયાર કરી થેલા મા મુકી દીધો ને પછી મીતા સાથે વાત કરવા માટે ઉપર એના રુમમાં ચાલ્યા.....ગયી વખતે મીતા શહેરમાં ગયી ત્યારે મીનાબેન બહુ ખુશ હતા ને આજે ખબર નહી પણ કેમ મન મા કયીક ઉચાટ જેવુ લાગતુ હતુ ને બેચેની થયી રહી હતી , મીના બેન મીતા ના રુમમાં આવ્યા ત્યારે મીતા બેગો પેક કરી ને અગત્ય ના ડોકયુમેન્ટસ ની ફાઈલ બેગ મા મુકી રહી હતી , થયી ગયુ બેટા બધુ પેકીંગ??? ને આ શુ આ ત્રણ ત્રણ બેગો કેમ પેક કરી છે ??? આખુ કબાટ ખાલી કરી નાખયુ કે શુ ? ને આ બધા અગત્ય ના ડોકયુમેન્ટસ ની આખી ફાઈલ કેમ લયી જાય છે ? આમા તો તમે ચારેય બહૃનો ના ડોકયુમેન્ટસ છે .....મમ્મી મે ખાલી મારા જ લીધા છે ..બીજા કાગળો એ મુક્યા અંદર.....પણ બેટા ગયી વખતે તો બ બેગ જ હતી ને આ વખતે આ ત્રણ બેગો ને આ થેલા ? આટલુ બધુ કેમ ભર્યુ છે ? અરે મમ્મી ગયી વખતે ગયી પહેલી વાર ત્યારે ખબર નહોતી કે શેની શેની જરુર પડશે , ગયી વખતે ઘણી તકલીફો પડી ને ઘણી વસ્તુ વીના ચલાવી પણ લીધુ ,એટલે આ વખતે ત્યા જીવન જરુરીયાત ની દરેક
વસ્તુ યાદ કરી કરી ને લીધી છે એટલે ત્રણ બેગો ભરાઈ ગયી ને મારી કટલરી ,કોસ્મેટીક ,ને મેકઅપ, બંગડી ને એવુ બધુ આ થેલા ઓ મા લીધુ ,....પણ બેટા ત્યા ભણવા જવાનુ છે કે તૈયાર થયી ફરવા ? ત્યા આ બધા ની શી જરુર પડે ? હે ભગવાન મારી મમ્મી ને થોડી બુધિધ આપો ,.....એમ મજાક કરી મીતા હસી પડી ને બોલી મમ્મી ત્યા કોઈ ફરેનડશ ના મેરેજ હોય ,તહેવાર હોય તો બધુ પહેરવાનો શોખ થાય કે નહી ? હમમમ એમ તો બરાબર.....મીના બેન એ મીતા ના હાથ પકડી ને પાછુ શિખામણ આપવાનુ ચાલુ કરી દીધુ ,..... જો બેટા મીતા
તારી જીદ ને વધુ ભણવા ની ઈરછા ના કારણે મેં બધા ની ના હોવા છતાં તને શહેરમાં ભણવા મોકલી છે તો બેટા તુ બસ ભણવામાં જ વધારે ધ્યાન આપજે , ને બેટા હવે તારુ સગપણ પણ નકકી કરી દીધુ છે એટલે તુ હવે પારકી અનામત થયી ,ને આમ પણ દીકરી પારકી થાપણ જ કહેવાય....બેટા ત્યા શહેરમાં જાત જાતના લોકો હોય કોઈ ની વાતો મા ફસાતી નહી દીકરી ,...ખબર નહી કેમ પણ મને તારી હવે બહુ ચિંતા થાય છે .....તુ ય શું મમ્મી હું નાની કીકલી થોડો છું ? હુ મારુ સારુ ખોટુ બધુ સમજુ છું.....તુ મારી ચિંતા છોડી દે ......
ને એમ કરી મીતા એ વાત બદલી નાખી .....હા મમ્મી તુ કહે ને તારુ કેમનુ ચાલે છે ?
પહેલા જેવુ હતુ જીવન એવુ જ છે કે પછી બધુ બદલાઈ ગયુ છે ? પાયલ માસી ના આવ્યા પછી તને ઘરમાં દાદા દાદી સરખુ રાખે તો છે ને ?
ને પપ્પા ને તારી વચ્ચે બધુ બરાબર ચાલે છે ને ? મને તો તારી ને પપ્પા ની પર બહુ ગુસ્સો આવ્યો હતો....પપ્પા એ બીજા લગ્ન કર્યા ને તે મને એક ફોન કરી ને જાણ પણ ના કરી ? ને મારા પપ્પા ને આ ઉંમરે ફરીથી લગ્ન કરતાં શરમ પણ ના આવી ? ને તુ
કેમ કાઈ બોલી નહી ,કેમ વિરોધ કર્યો નહી? બેટા એમા ખોટુ કયી નથી એ વાતો તને નહી સમજાય....
તારા દાદા ની આટલી બધી સંપત્તિ નુ કોઈ માલિક તો જોઈએ ને ? ને તારા પપ્પા નુ નામ આગળ ચાલુ રાખવા એમનો વંશ આગળ ચલાવવા માટે પુત્ર તો જોઈએ ને ? ને એ હુ આપી ના શકી એ મારી કમનસીબી
એટલે તારા દાદા દાદી એ તારા પપ્પા ના બીજા લગ્ન કરાવી દીધા ,...... તો શુ થયુ મમ્મી? દીકરીયો ને કેમ દીકરા સમોવડી નથી માની શકતાં? ઘણાં લોકો ને તો બિલકુલ સંતાન નથી હોતા તો શુ એ બધા એ બીજા લગ્ન કરે છે પપ્પા ની જેમ ?
બેટા આપણાં કણબી સમાજ માં જેમ ચાલ્યુ આવે છે એમ જ તારા દાદા એ કર્યુ.....ને બેટા તારા પપ્પા મને હજી પણ એટલુ જ સાચવે છે ,મારી દરેક જરુરીયાત પુરી કરે છે ,ને તારા દાદી ,દાદા પણ મને એટલુ જ સાચવે છે ને આજે પણ આખા ઘર ની બાગડોર મારા હાથમાં જ છે
ને તે પાયલ ને જોઈ નહી ?
બહુ સરસ સ્વભાવ છે એનો
મારી નાની બેન ની જેમ જ રહે છે ને મોટી બેન ,મોટી બેન કર્યા કરે છે ,.....હમમમ
એતો જોયુ મમ્મી પાયલ માસી તારા માટે તો સારા જ છે ,બાકી એ દાદી માટે તો બરાબર જ છે ,ત્યારે જ દાદી ને સમજાસે કે સારી વહુ કોને કહેવાય , ? બન્ને મા દીકરી ઉપર વાતો મા મશગુલ હતા ને પરેશભાઈ એ બુમ પાડી , મીતા કેટલી વાર બેટા ? બધા તારી રાહ જુએ છે ભાગોળે..... એ હા આવી , મીતા મીના બેન ને ગડે વળગી ને વહાલ કરે છે
ને એની આખં મા થી આશુ આવી જાય છે , મીના બેન ની આંખો પણ ભીની થાય છે , મીતા તો મનમાં એમ જ વિચારી માને વળગી પડી કે હવે કદાચ ફરીથી મમ્મી ને મડાશે નહી ......ને મીના બેન ને દીકરી સાથે આટલા દિવશ વિતાવ્યા તોય જાણે કાલે જ આવી પાછી જયી રહી હતી એવુ લાગ્યુ.....
રમણ ભાઈ ઉપર આવી મીતા ની સુટકેશો નીચે લયી આવ્યા ને ગાડી માં ગોઠવી ને બીજા બે થેલા મીતા એ એની પાસે રાખ્યા, મીના બેન એ યાદ કરી પાછો નાસ્તા નો થેલો પકડાવયો ને બોલ્યા લે બેટા પંદર દિવશ ચાલે એટલો નાસ્તો ભર્યો છે
રુખી બા ને આત્મા રામ મીતા ની મોટી મોટી ત્રણ સુટકેશો લયી જતી જોઈને થોડા અચરજ પામ્યા ને બોલ્યા, મીતા કેમ આ વખતે આટલો બધો સામાન ? ને આ ત્રણ થેલા ? આટલુ બધુ શું ભર્યુ છે ? પાછુ આવવાનુ છે કે પછી બારોબાર વડાલી સાસરે જવાનુ છે ,એમ મજાક કરી .....ને મીના બેન ને વાત ને વાડી લેતા કહ્યુ બા
ગયી વખતે તો ખબર નહોતી ને કે ત્યા હોસ્ટેલ મા શુ શુ જોઈશે ને આ વખતે તો એની જરુરીયાત ની બધી નાની મોટી વસ્તુ યાદ કરી કરી ને ભરી છે .......મીતા દાદા દાદી અને મમ્મી પપ્પા ને ,પાયલ ને બધા ને પગે લાગી ને ગાડી માં બેઠી, બધા એ પ્રેમ થી મીતા ને વિદાય આપી , હવેલી ને જોઈને મીતા ની આંખો ફરીથી ભીની થયી ગયી એને
ખબર હતી કે ફરીથી હવે આ આગંણે કદાચ નહી જ આવે ,એટલે મન થી થોડી ભાંગી પણ પડી , આ વખતે તો છેક શહેરમાં ગાડી લયી મુકવા નહોતુ જવાનુ , બસ રેલ્વે સ્ટેશન સુધી જ જવાનુ હતુ ,ગામના બધા મિત્રો સાથે હતા એટલે વાધો નહોતો......પરેશભાઈ ને બીજી ચાર ગાડી ઓ સાથે બધા રેલ્વે સ્ટેશન પહોંચી ગયા ને પછી બધા વિદ્યાર્થીઓ પોતપોતાના મમ્મી પપ્પા ને મડી ને સામાન લયી ટ્રેન મા બેઠા ,
ને ટ્રેન શહેરમાં જવા રવાના થયી ,પરેશભાઈ પણ દીકરી ને જતા જોઈ ઢીલા પડી ગયા , ગયી કાલે મીતા ની સગાઈ નુ નકકી થયુ ત્યારે એમને સમજાયુ કે દીકરી હવે આપણાં ઘરે થોડા વર્ષ ની જ મહેમાન છે , હવે એકાદ વર્ષ પછી લગ્ન કરી ને
એના સાસરે ચાલી જશે ,
બસ એનુ ભણવાનું પુરુ થાય ને એના બધાં સપનાં
પુરા કરે ભગવાન.....દીકરી ને ધામધૂમ થી પરણાવીશ ને
એને એનો હક્ક, એના હિસ્સા ની મિલકત પણ લખી આપીશ , હા દીકરી ના લગ્ન વખતે તો બા બાપુજી ની કોઈ વાત માનીશ નહી ,દિકરી ઓ નો પણ હક
બરાબર નો છે આ બધી સંપત્તિ પર ,એટલે એમને
એમનો હક્ક આપીશ જ...... આમ વિચારતાં વિચારતાં કયારે ગામ આવ્યુ એનો ખ્યાલ પણ ના આવ્યો
પરેશભાઈ ને વિચારેલો મા ડુબેલા જોઈને ,બાજુ માં બેઠેલો રમણ બોલ્યો, કયાં ખોવાઈ ગયા મોટા શેઠ ???
કયી નહી બસ ,આ તો દીકરી મીતા ના વિચારો મા
....આજે તો હોસટેલ મા ગયી ને એના વિના ઘર સુનુ પડી જશે ,....એ પંદર દિવસ રોકાઈ એટલા દિવશ ઘરમાં રોનક લાગતી હતી, ને હજી ગયી કાલે એની સગાઈ નકકી કરી એ પારકી થાપણ થયી ગયી ,....રમણ બસ આ જ વિચારો મા ખોવાઈ ગયો હતો ,....રમણ તુ નહી માને પણ મને મારી ચારેય દીકરી ઓ બહુ વહાલી છે
ને ખરેખર નસીબદાર ના ઘરે જ દીકરી જન્મે છે ,.....પછી નિસાશો નાંખતા બોલ્યા
મારા બા બાપુજી ને જ દીકરી ઓ ની કૉઈ કિંમત નથી બસ એમને મન તો દિકરો જ પોતાનો વારસ ...
ને દીકરી ઓ ને અન્યાય...
રમણ મારુ ચાલ્યુ હોત તો મે પાયલ સાથે આ બીજા લગ્ન
કર્યા જ ના હોત ,.....પણ મારી મજબુરી ને બા બાપુજી ની જોહુકમી ના લીધે જ બીજા લગ્ન કરવા
પડ્યા.....બાકી તારી શેઠાણી ના સ્વભાવ ને તુ ઓડખે જ છે ને કેટલી માયાળુ ને સમજુ છે ,....
આટલા વર્ષો થયાં કદી અમારા ઘરમાં ઝગડો નામ નથી થયો , બા બાપુજી ના હિટલર જેવા સ્વભાવ ને હસતાં હસતાં સહન કરીને રહી છે ,મને ખરેખર બહુ માન છે કે મને મીના જેવી પત્ની આપી છે ભગવાને...
પરેશભાઈ ની વાતો સાંભળી ને રમણ ગેલ મા આવી ગયો ને મજાક ના મૂડ માં બોલ્યો,
ને શેઠ નાના શેઠાણી કેવા લાગે છે ? એ કેટલા ગમે છે ? રમણીયા તુ બહુ ડાહ્યો ના થયીશ હો....તારી નાની શેઠાણી પણ સારી જ છે ,
એનો સ્વભાવ પણ ખોટો નથી , હા બા બાપુજી ને ગાઠંતી નથી ને નાની મોટી વાતો ના કજીયા કરે છે ,
પણ મીના એની વાતો થી
એને સમજાવી લે છે ને એ
સમજી પણ જાય છે ,
જો રમણ એક ને ભગવાન એ ભરપુર રૂપ આપ્યુ છે ને બીજી શેઠાણી ને ભરપુર સમજણ આપી છે ,.....એટલે આપડે તો બેય હાથમાં લાડવા જ છે એમ કહી મજાક મા હસી પડ્યા.....ને રમણ પણ હસી પડ્યો ને પછી બોલ્યો એક વાત કહુ શેઠજી પણ ખોટુ ના લગાડતા??? ના ના તારી વાત નુ શુ ખોટું લગાડવાનું બોલ ને ? .....
શેઠજી આ તમારા બીજા લગ્ન ની વાત ત્યા ખેતરે મહેમાન આવ્યા ત્યારે રાધા આવી હતી શેઠાણી ને રસોઈ મા મદદ કરવા ને રાધા એ તમારા લગ્ન ની વાત સાંભળી ને મોટા શેઠાણી ને રડતાં જોયેલા એ રાતે રાધા એ મને આવીને તમારા લગ્ન ની વાત કરી ત્યારે મને તો મન થી બહુ ગુસ્સો આવ્યો હતો તમારી પર , ને મારી રાધા તો રડી પણ હતી ....
ને અમને બેય પતિ પત્ની ને તો બહુ ખોટુ લાગ્યુ હતુ ,...
તારી વાત સાચી છે રમણ પણ તને એ વાત ની તો જાણ જ છે ને કે બા બાપુજી આગળ મારુ કયી ચાલતું નથી ને હજીય ચાલવાનુ નથી .....અમારા ઘરમાં પેઢીયો થી આવુ જ
ચાલતુ આવ્યુ છે , ઘરમાં સ્તરી ઓ નુ કોઈ મહત્વ જ
નથી ગણતા આ લોકો.....
ને દીકરી ઓ ને પણ , સાપના ભારા ,સમજે છે
દીકરી ઓ ને બોજ સમજે છે ,..... હકીકતમાં તો દીકરીયો જ ઘરની લકશમી છે .....ને એમના આવવા થી
જ ઘરનુ આગણુ શોભે છે ,
જેમના ઘરે દીકરી છે એમના આંગણે રોનક છે ,અજવાળું છે ,......દીકરો ઘર નો કુડ દીપક છે તો દીકરી ઘરની રોશની છે......દીકરી નથી સાપના ભારા રુડા તુલસી ના કયારા , ઉજડા તે નસીબ
એના કે જેના ઘરે દીકરી છે
દીકરો તો વારસદાર બની એક ઘર જ તારે છે ,ત્યારે દીકરી ઓ તો બે બે ઘર ને દીપાવે છે ,.....રમણ મારા વિચારો આવા છે દીકરીઓ વિશે બોલ , રમણ બોલ્યો ઓહહહો શેઠજી તમારા વિચારો દીકરી ઓ માટે તો બહુ ઉંચા છે ,..... આજે મારી ગલતફેમી દુર થયી ગયી ,હુ તો તમારા બા ને આત્મા રામ જેવા જ માનતો હતો તમને .....માફ કરજો ખોટુ ના લગાડતા શેઠજી ,
ના ના આતો તે પુછ્યુ એટલે મારા મનમાં હતુ એ જણાવ્યું તને ,. ..... ત્યા મીતા ને એનુ ગ્રુપ શહેરમાં પહોંચી ગયુ ને ત્યાથી ગાડી કરી બધા હોસ્ટેલ મા ગયા ,
મીતા ની સાથે આટલો બધો સામાન જોતા નીશાં ને રીટા તો પુછી જ બેઠા કે ,અલી
મીતા કેમ ત્રણ સુટકશો ને
ઉપર થી આ થેલા ? પાછુ નથી જવાનુ કે શુ હવે ? એમ કહી હસી પડી ,....ના
ચીબાવલી નથી જવાની ,બોલ તારે બહુ પંચાત છે રીટા ડી ......
એમ કહી મીતા એ વાત વાડી લીધી ને બધા પોત પોતાનો સામાન લયી ને હોસ્ટેલ ના રુમમાં આવ્યા.
હાશ ,શાંતિ થયી ...મીતા બોલી .....યાર આ શહેર જેવી મજા નથી ગામડે ....હા યાર એ વાત સાચી તારી.....મજા તો બાકી આપણી કોલેજ માં ને શહેરમાં રહેવાની જ આવે છે ,.....મીતા ના મનમાં શું ચાલી રહ્યુ છે ને મીતા એનો બધો સામાન ને ઘરેણાં પણ સાથે લયી ને આવી છે , મીતા ના મનમાં શુ ચાલી રહયુ છે ને હવે એના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 22......ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા