ઝંખના - પ્રકરણ - 16 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 16

ઝંખના @ પ્રકરણ 16

પુરા નવ મહીને પાયલ ને પ્રસુતિ ની પીડા ઉપડે છે ને એને શહેરની ખાનગી હોસ્પિટલ માં એડમીટ કરેછે, ગામ માં સરકારી હોસ્પિટલ તો હતી પણ પાયલ ની પ્રેગનન્સી કોમપલીકેટડ હતી ને નોર્મલ ડીલીવરી શકય નહોતી એટલે ત્યા ના ડોક્ટર ઓ જ પાયલ ને શહેર માં લયી જવાનુ કહ્યુ હતુ ,...... સિઝેરિયન ઓપરેશન થી બાળક નો જન્મ કરાવે છે,
પહેલે થી જ સોનોગ્રાફી કરાવેલુ હતુ કે બાબો જ આવવા નો છે ઐટલે ઘરનાં બધા એ પાયલ ની બહુ કાળજી રાખી હતી .......
પાયલ નુ બાડક એના જેવુ રુપાડુ ને હેલ્ધિ હતુ .....રુખી બા ને આત્મા રામ એ પહેલી વાર બાબા ને હાથ માં લીધો ને હરખ ના આશુ આવી ગયા ..... ઘણા વરસો ની પ્રતીક્ષા પછી આજે વારસદાર, દીકરા નુ મોઢુ જોવા મડયુ હતુ,.....પરેશભાઈ ને મીના બેન ના આનંદ નો પણ કોઈ પાર નહોતો .....નાની ત્રણ ઢીંગલી ઓ પણ ભાઈ આવ્યો, ભાઈ આવ્યો કહી ખુશીથી ઉછળી પડી હતી ,
મીના બેન એ પાયલ ની સેવા મા કોઈ કમી રાખી નહોતી ,.....પાયલ ની આ પહેલી જ સુવાવડ હતી ....
આવા સમયે પિયર ને મા બાપ સાંભળે એ સ્વાભાવિક છે......પણ પાયલ ને તો પિયર મા જે કાકા કુટુબ હતુ એ બધા દુશમનો જેવા હતા
પાયલ ને યાદ છે એ બન્ને ભાઈ બહેન નાના હતા ને એમના મમ્મી પપ્પા મુત્યુ પામ્યા હતા ને છ મહીના મા તો કાકા કાકી આ એમનો અસલ રંગ બતાવી દીધો હતો ને ઘરમાં થી ,બનારસ મા થી યે કાઢી મુકયા હતા
પાયલ ને આવા સમયે એની માની યાદ આવી રહી હતી ,
એટલે એની આંખ મા આશુ આવી ગયા .....એ જોઈ મીના બેન એ પુછયુ શુ થયુ પાયલ ? કયી તકલીફ થાય છે ? ના ના મોટી બેન તમે છો ત્યા સુધી મને શુ તકલીફ પડવાની ? ,બસ આતો આજે હુ મા બની એટલે
મને મારી મા ની યાદ આવી ગયી.....હા પાયલ એ વાત સાચી તારી ....જયારે આપણે પોતે મા બનીએ છે ત્યારે જ મા ની પીડા ને મા નો પ્રેમ સમજી શકીએ છીએ.....બાકી આપણી ના સમજણ મા આપણે માની એક પણ વાત સાંભળતા નથી ......બસ આપણુ જ ચલાવ્યે રાખીએ છીએ......
મા ની ખરી કિમંત તો મા બન્યા પછી જ સમજાય છે
નર્સ બનાવડાવી ધોવડાવી ચોખ્ખુ કરી બાડક પાયલ ને
આપે છે......સરસ મજા નો ગોળમટોળ ચહેરો ને ભુરા વાંકડિયા વાળ ની લટો ,મોટી આંખો ને ગુલાબી ગાલ ,જાણે કે રમકડુ જ જોઈ લો.....જેટલી ખુશ પાયલ થાય છે એટલી જ ખૂશ મીના બેન પણ થાય છે....
રુખી બા તો ખુશ થયી આખી હોસ્પિટલ માં પેંડા વહેચે છે ને આખી હોસ્પિટલ ના સ્ટાફ ને પૈસા વહેચે છે...... પરેશભાઈ ભાઈ ઘરે નોકરો ને કહેવડાવી ને આખી હવેલી ને ફુલો થી ને રોશની થી શણગાર વાનુ કહેછે .....આટલા વર્ષો પછી
રુખી બા ની હવેલી જાણે નવી દુલહન ની જેમ સજી છે.......માત્ર રુખી બા ના ઘરે જ નહી પણ આખા સરથાણા ગામ માં જાણે અવસર હોય એવુ લાગે છે
ગામ આખુ ખુશ છે , પરેશભાઈ ના બીજા લગ્ન લેખે લાગ્યા નો સંતોષ રુખી બા ને આત્મા રામ ને છે......ગામ આખા મા પેંડા વહેચે છે ......આ બધી ખુશી ને દોડાદોડી મા મીના બેન આ સમાચાર મીતા ને આપવાનુ ભુલી જ જાય છે
ઘરમાં સુવાવડ નો ખાટલો ને
મહેમાનો ની અવર જવર મા મીના બેન બિલકુલ નવરા પડતાં જ નથી .......આમ પણ પાયલ એક નંબર ની આળસુ હતી ને હવે તો બહાનુ મડયુ ,પેલી કહેવત છે ને ,, વઢકણી વહુ એ દીકરો જણયો ,, પછી બીજૂ
જોઈએ એ જ શુ ??? પાયલ આખા ઘર ના બધા ને ઉભા ને ઉભા રાખતી .....દિકરા ને ખાલી દુધ પીવડાવવા પુરતુ જ એની પાસે લેતી બસ....બાકી બધુ મીના બેન સંભાળી લેતા , માલિશ કરવી નવડાવુ ધોવડાવુ બધુ મીના બેન હરખ થી કરી લેતા ...... બીજા દિવશે બાબા ના નકરણ ની વિધી રાખી હતી,. ..આટલા વરસે આંગણે આંગણે આનંદ નો
અવસર આવ્યો હતો એટલે
ગામ આખા ને જમવા માટે આમંત્રણ આપ્યુ હતુ ,. આ બાજુ શહેરમાં કોલેજ કરતી મીતા ની એક્ઝામ પતી ગયી હતી ને પંદરેક દિવશ નુ વેકેશન પડયુ હતુ ..
ગામના બધા વિદ્યાર્થીઓ ઘરે જવા માટે ની તૈયારી ઓ કરી રહ્યા હતા.....બસ એક મીતા જ રુમ ના ખૂણા માં ચુપચાપ બેસી રહી હતી ,
એ જોઈ ને સહેલી રીટા બોલી અલી કયાં સુધી બેસી
રહીશ ??? ચાલ પેકીંગ કરીલે બધા સાથે જ ગામડે જવા નીકળ્ધાનુ છે ....
હોસ્ટેલ પણ પંદર દિવસ બંધ જ રહેવાની છે ને આપણા ગૃહમાતા પણ એમના ગામડે જવાના છે...
એટલે તારે ગામડે ઘરે આવ્યા વિના કોઈ છુટકો જ
નથી......મીતા ઉંડો નિસાશો નાખતા બોલી ,હા રીટા કોઈ છુટકો જ નથી ઘરે ગયા વિના ,મારુ બસ ચાલે તો એ ઘર ને ગામડે હુ કયારેય પગ ના મુકુ .....જે ઘરે દીકરીયો ને પથરા ગણવામાં આવતા હોય ,જેની ડગલે ને પગલે અવગણના થતી હોય એ ઘરે જયી શુ કરવાનું???? આટલુ બોલતાં મીતા ના આખં મા થી આશુ આવી ગયા......હુ સમજી શકુ છુ મીતા તને અને તારી લાગણીઓ ને પણ તુ બધુ જ નેગેટીવ વિચાર્યા વિના થોડુ પોઝેટીવ પણ વિચાર કર......ભલે તારા દાદા દાદી ગમે એવા જુનવાણી વિચારો ના રહ્યા પણ તારા મમ્મી પપ્પા તો તને સમજ્યા જ છે
ને ? તારા શહેર મા કોલેજ ના એડમિશન માટે તારા મમ્મી એ તારા દાદા દાદી ને પગે પડી ને પરાણે મનાવ્યા હતા....ને હા તારા પપ્પા પણ કયાં ખોટા છે બોલ ? અમારા બધા ના પપ્પા કરતા
તારા પપ્પા સારા છે ,તારા ભણવાના ખર્ચ સિવાય તુ માગે એટલા રુપિયા મોકલે છે તને ,તારા બધા શોખ પુરા કરેછે.....આટલૂ તો આપણા ગ્રુપ ના કોઈ ના મમ્મી પપ્પા નથી કરતાં...... બસ આવુ સારુ વિચાર ને ચલ ઉભી થા
તૈયાર થયી જા.....ને રીટા ના સમજાવવા થી મીતા ના મન ની તૈયાર થયી નૈ પોતાની બેગ ભરી.....
પરેશભાઈ ને મીના બેન તો પુત્ર જન્મ ની ખુશાલી મા દીકરી મીતા ને સમાચાર મોકલાવાનુ ભુલી જ ગયા ને એની પરીક્ષા પતી ગયી છે ને વેકેશન પડયુ છે એ વાત પણ ભુલી જ ગયા.......
મીતા ગામનાં પોતાના ગ્રુપ સાથે બસ સ્ટોપ પર આવી ,મયંક પણ બસ સટેનડ સુધી મુકવા આવ્યો
હતો.....બન્ને જણે એક બીજા ને રોજ ભૂલ્યા વિના ફોન કરવાનો વાયદો કરી છુટાં પડ્યા......મીતા એની સીટ પર ગૉઠવાઈ ને એનુ મન પાછુ ચકરાવે ચઢયું...
કે છેલ્લા એક મહીના થી મમ્મી કે પપ્પા નો કોઈ ફોન પણ.નથી આવ્યો.....પપ્પા પહેલા આવા તો નહોતા જ
એમના બીજા લગ્ન પછી એ
મને સાવ ભુલી જ ગયા ,બસ એમની ફરજ બજાવે છે બાકી મારી લાગણીઓ ની એમના મને કોઈ અસર નથી .....આવા ઘરે જવાનો શુ મતલબ ?
જે ઘરે મારી કોઈ કિમંત જ નથી એ ઘરે ના મન નુ જવાનુ ને ,આખા પંદર દિવસ નુ વેકેશન છે ....કયી
રીતે જશે પંદર દિવશ એ ઘરમાં??? ને મયંક વિના એક એખ દિવશ કાઢવો મુશકેલ છે....એના વગર કેમનુ રહેવાશે......મારો સાચો સાથી ,સુખ દુખ નો સહભાગી એક મયંક જ છે
વિચારો મા ને વિચારો મા ક્યારે ગામ આવી ગયુ ખબર ના રહી...... ગામની ભાગોળે બસ સ્ટોપ હતુ ,બધા ત્યા ઉતર્યા ને સો સો નો સામાન લીધોને વાતો કરતાં કરતાં ચાલતી પકડી ,
મીતા ને મનમાં હતુ કે મને લેવા પપ્પા કે રમણ કાકા કોઈક તો ગાડી લયી ને આવશે ..... પણ ઘરે તો આજે ઉત્સવ હતો એટલે કોઈને મીતા ની આવવા ની જાણ પણ વિસરાઈ ગયી હતી.....ઘરે આવી ને જોયુ તો મહોલ્લા ના ઝાંપે થી જ
હવેલી મા ઉત્સવ હોય એવુ લાગતુ હતુ , હવેલી લાઈટ અને ફુલો થી શણગારેલી હતી.....મીતા ને આ બધુ જોઈ નવાઈ લાગી .....એ પોતાની બેગ ઉચકી ઘરમાં આવી.....મીતા ને આમ અચાનક આવેલી જોઈને મીના બેન ને પરેશભાઈ ખુશ થયા ને બોલ્યા, આવી ગયી
દીકરી?...ફોન ના કરાય તો બસ સટેનડ એ લેવા મોકલત ને ..... મીના બેન તો દીકરી ને વળગી જ પડ્યા ને નાની બહેનો પણ મોટી બહેન ને પ્રેમ થી ભેટી પડી
ને બોલી દીદી તમને ખબર છે આપણાં ઘરે નાનો ભયીલો આવ્યો....સરસ મજા નો ઢીગંલો છે......એટલે મીતા ઘરમાં ચાલી રહેલા ઉત્સવ નુ કારણ સમજી ગયી ને મનમાં
દુખી થયી કે મમ્મી પપ્પા એ મને ખબર પણ ના આપ્યા??? પહેલા એક સમય એવો હતો કે મીતા ઘરમાં બધાની સોથી વહાલી હતી .....ને એના હોવાથી ઘરમાં રોનક રહેતી ને આજે એ આટલા મહીના ઓ પછી શહેરમાં થી ઘરે આવી તોય કોઈને એનાથી ફર્ક પડયો નથી એવુ મીતા ને લાગવા માડયુ..... મીનાબેન એ મીતા ને પાણી આપ્યુ ને પછી પરાણે ખેંચી ને પાયલ ના રુમમાં લયી ગયા.....ચાલ દીકરી તને પાયલ માસી ની ઓડખાણ કરાવુ ને સરસ મજ્નો નાનો ભયીલો બતાવું......મીતા ના ના કરતી રહી પણ મીના બેન પાયલ ના રુમમાં લયી
આવ્યા......જો પાયલ કોણ આવ્યુ? આપણી મીતા આવી ...... ઐમ કહી મીના બેન એ નાનો પુનમ મીતા ના હાથમાં આપી દીધો......હાથ મા સરસ મજાના નાના ઢીંગલા ને જોઈને બે મીનીટ તો મીતા બધી નફરત ભુલી ગયી....
પુનમ હતો જ એવો રૂપાળો ને ગોળમટોળ....પરાણે વહાલો લાગે એવો......મીતા એ એક અછડતી નજર પાયલ પર પણ નાખી ,ખુબ જ રૂપાળી પાયલ ને જોઈને મીતા ને મનમાં ઈર્ષા થયી આવી.....પણ પાયલ નો સવભાવ જોઈ ને થોડુ સારુ
લાગ્યુ......પછી બહાર આવી મીતા રુખી બા ને આત્મા રામ ને પગે લાગી..
આવી ગયી દીકરી ? શહેરમાં ફાવી ગયુ છે ને ? ભણવાનુ કેવુ ચાલે છે ? એવી બધી વાતો એ વડગયા.....હવે ઘરમાં વારસદાર નો જન્મ થયો એ પછી મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 17.....ઝંખના

લેખક @ નયના બા વાઘેલા