બળાત્કારની એ સાંજ ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બળાત્કારની એ સાંજ

રિદ્ધિ રોજ કોલેજ એકટીવા લઈ ને આવતી અને જતી હતી, એના ઘરે થી કોલેજ લગભગ 15 કિલોમીટર જેટલી થતી હતી, રોજ સવારે 9 વાગે કોલેજ જવા નીકળવાનું અને સાંજે 5 વાગે પરત ઘરે ફરવાનું, રિદ્ધિ નો રોજ નો નિત્ય ક્રમ.

છેલ્લા થોડાક દિવસો ની વાત હતી.રિદ્ધિ એક્ટિવા લઈ ને કોલેજ થી ઘરે જવા નીકળતી ત્યારે કોઈક તેનો પીછો કરી રહ્યું હોય તેવું લાગતું, પરંતુ રોડ ઉપર તો કેટલાય જતા હોય એમ સમજી એ કાન માં ઈયરફોન ભરાવી ને પોતાની મસ્તી માં ચાલી જતી હતી.
એક સાંજ ની વાત, રિદ્ધિ એક્ટિવા લઈ કોલેજ થી નીકળી, થોડુંક અંતર કાપ્યા પછી એક ખાલી મેદાન ની આગળ કોઈક નો ફોન રિસિવ કરવા ઉભી રહી, ફોન પર વાત પુરી કર્યા પછી તે એક્ટિવા ચાલુ કરી જવા નીકળી ત્યાંજ એની આગળ એક રીક્ષા આવી ઉભી રહી, બાજુમા પણ રીક્ષા આવી ઉભી રહી ગઈ અને પાછળ એક સફેદ કલર ની બોલેરો ગાડી આવી ઉભી રહી, રિદ્ધિ ને ટ્રાફિક જામ થયો હશે તેમ લાગ્યું.
શિયાળા નો સમય હતો એટલે સુરજ દાદા નમવાની તૈયારી કરતા હતા,ત્યાંજ ગાડી માંથી બે જણા ઉતર્યા અને રિદ્ધિ ને પકડી બળજબરી ગાડી માં બેસાડી દીધી. આજુ બાજુ રીક્ષા ઓ હતી એટલે કોઈનું ઘ્યાન ગયું નહિ.રિદ્ધિ ની એક્ટિવા એક જણે લઈ લીધી
એ બોલેરો ગાડી, સીધીજ એક બગીચો કો કે મોટો પાર્ક હતો ત્યાં ગઈ, પાર્ક મોટા વિસ્તાર માં ફેલાયલો, જાડી ઝખરા પણ એટલા જ હતા, સંધ્યા નો સમય થયો હતો એટલે પાર્ક બંધ થવાની તૈયારી ઓ ચાલતી હતી, લગભગ મોટા ભાગના લોકો બહાર નીકળી ગયા હતા.
રિદ્ધિ ને છેક પાર્ક ની અંદર જાડી -જાંખારા ની અંદર લઈ ગયા, રિદ્ધિ ની આખો માંથી આસું ની ધારા વહી રહી હતી, પરંતુ તેના એ આસું ઓને સારવા માટે ત્યાં કોઈ પંખી પણ જણાતું ન હતું.એના મોઢામાં ડૂચો ભરાવેલો હતો, બધા થઈ ને 8 જણા ત્યાં ભેગા થયાં, એમાંથી એક ને જોઈ ને તો નિધિ ચોકીજ જ ગઈ કારણકે તે તેના પાડોસી માં રહેતા એક કાકા હતા.8 માંથી 4 કે આધેડ વય ના પુરુષો અને બાકીના 28-30 વર્ષ ના હતા.
એમાંથી એકે આગળ જઈને રિદ્ધિ ના બધા કપડાં ફાડી નાખ્યા, આ દ્રશ્ય જોઈ જાણે ઝાડ -પાન ને પણ શરમ આવતી હોય તેમ પવન ફૂકાવા માંડ્યો.
એક એક કરીને બધાએ પોતાના કપડાં ઉતાર્યા. રિદ્ધિ ની નજીક જઈને વારા ફરતી બધા તેને ટચ કરવા લાગ્યા અને હાસ્ય કરવા લાગ્યા.
આ બાજુ પાર્ક બંધ થવાની તૈયારી હતી, રાજ અને પાર્થ બે મિત્રો પાર્ક માંથી નીકળવા માટે દોડતા હતા, ત્યાં એમને કોઈક હાસ્ય નો અવાજ સાંભળાયો, બન્ને ને પેલા કોઈ ભૂત હોય એવું લાગ્યું, એટલે ડરી ને ભાગવા લાગ્યા, પરંતુ રાજ ને જાણે કોઈક માણસનો અવાજ લાગતો હોય એવું લાગ્યું એટલે થોડે જઈ ઉભો રહ્યો.
પાર્થ :અરે, રાજ આમ પણ આજે આપણે મોડા છીએ, આ અંદર સુધી જવાના ચક્કર માં.
રાજ :પણ કોઈક માણસો હસતા હોય એવું લાગે છે, પાર્ક બંધ થવા આવ્યો તો અંદર કોણ હશે.
ત્યાંજ એક ચીખ પડે છે અને પાછો હાસ્ય નો અવાજ આવે છે,
રાજ : પાર્થ તને કોઈ ચીખ જેવું સંભળાયું.??
પાર્થ :હા, પણ કોઈક પંખી બોલ્યું હશે..
રાજ :ચાલ આપણે એ અવાજ ની દિશા માં જોતા આવીએ, પછી ઝડપી થી નીકળી જશુ.
પાર્થ :અરે યાર, આમ પણ મોડયુ થયું છે ને તું પાછો, હશે કોઈ દારૂડિયા ઓ.. જવા દેને..
રાજ :અરે પાંચ ચાલને જોતા તો આવીએ,પાર્ક બંધ થઈ જશે તો અંદર રહી જશે.
રાજ અને પાર્થ બન્ને અવાજ ની દિશામાં આગળ વધે છે, થોડાક અંદર જાય છે ત્યાં તેમને સપષ્ટ અવાજ સંભળાય છે.
રાજ :આ તો કોક છોકરી નો અવાજ લાગે છે.😳
પાર્થ :હા યાર, જાણે મદદ માંગતી હોય તેવું લાગે છે.
બન્ને અંદર દબે પગ જાય છે, એક ઝાડી પાછળ સંતાય ને અંદર નું દ્રશ્ય જોવે છે તો બન્ને ના મોતિયા જાણે મરી ગયા હોય તેવું થઈ જાય છે.
રાજ :પાર્થ, આ તો કોઈક છોકરી પર બળાત્કાર કરે છે.
પાર્થ :હા, કેટલા ગંદા લોકો છે.
રાજ :આપણે એને બચાવી જોઈએ યાર. નહીંતર આ લોકો એની સાથે સુ સુ કરશે???
પાર્થ :એક કામ કરીએ, આપણે પોલીસ ને ફોન કરીએ.
રાજ :હા, હમણાંજ કર.
પાર્થ ફોન કરવા જાય છે પણ નેટવર્ક નથી આવતું, તે નેટવર્ક શોધવા થોડો પાછો ફરે છે.
રાજ થી આ બધું જોવાતું નથી, તે સીધોજ પેલા માણસો સામે પહોંચી જાય છે.
પેલા માણસો રાજ ને જોઈ ગભરાઈ જાય છે અને ધમકી આપે છે :એ છોકરા તારે જીવતું રેવું હોય તો ચુપ ચાપ અહીંથી જતો રહ્યે, અને હા કોઈને કઈ કેતો નહિ.
એમાંથી એક બોલે છે :તું પણ અમારી સાથે આવી જા, તું પણ મજા કર.
રાજ આ બધું સાંભળી ગુસ્સે ભરાય છે 😡😡😡
રાજ :તમે બધા આ છોકરી ને છોડી દો નહીંતર..
😄😄😄નહીંતર તું સુ કરી લઈસ.
રાજ ધીમે રહી નીચેથી માટી ઉઠાવે છે અને બધાની આખ માં નાંખે છે, બધા બૂમો પડવા લાગે છે, રાજ છોકરી ને છોડાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં જ તેના હાથ ઉપર એક જણ લાકડી મારે છે.
રાજ ફરી માટી લઈ તેની આખમાં નાંખે છે. એટલા જાણે પવન જોરદાર ફૂકાય છે, જાણે કુદરતી મદદ ના આવી હોય. બધા ધૂળની ડમરીઓ માં આમ તેમ ફાફા મારે છે. રાજ રિદ્ધિ પાસે જઈ એને છોડાવે છે.
પણ ધૂળની ડામરીઓમાં કઈ દેખાતું નથી. થોડીક વાર માં બધું શાંત થઈ જાય છે.
રાજ રિદ્ધિ ને પકડી ભાગવાનું કરે છે પણ એટલા માં પેલા લોકો એને ઘેરી લે છે.
આને પેલા ઠેકાણે પાડી દો, બાકી બધું પછી જોયા જશે. રાજ બાજુ માં પડેલું એક લાકડું ઉપાડી મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ હટ્ટા કટ્ટા માણસો ને જાણે કઈ અસર જ ના થતી હોય, રાજ જાણે કાળ ને માથે લઈ લાકડી વિંજ્યા જ રાખે છે, એટલા માં એમાનો એક ધાર્યું લઈને રાજ નો એક હાથ કુણી થી કાપી નાંખે છે, રાજ જોર થી બૂમો પડવા લાગે છે, નીચે જમીન પર પડી જાય. બધા હાસ્ય કરે છે. રિદ્ધિ ને તો સુ કરવું એનુજ ભાન રેતુ નથી. બધા ફરી થી રિદ્ધિ ના શરીર ને માણવા માં લાગી જાય છે. રાજ ધીમે થી ઉભો થાય છે, એની આખમાં ગુસ્સો અને આસું બન્ને હોય છે, પાછી તેએક હાથ થી મુઠ્ઠી ભરી પેલા લોકો પર નાંખે છે, રાજ નીચે બેસી એક હાથે ધૂળ ઉડાડવા લાગે છે. બ
પેલા લોકો ની આખો માં ફરી ધૂળ જતી રહે છે, રાજ રિદ્ધિ ને છોડાવી એનું ટીશર્ટ પેરવા આપી ભાગવાનું કહે છે.
ત્યાંજ પાર્થ પોલીસ સાથે ત્યાં આવી પહોંચે છે,
પાર્થ તો રાજ ની હાલત જોઈ ને ગભરાઈ જાય છે અને તેને પકડી ને બેસી જાય છે.
પોલીસ ઇન્સ્પેક્ટર રાજ ને પોતાની ગાડી માં હોસ્પિટલ પોંહચાડે છે અને પેલા બધા ને ગીરફતાર કરી પોલીસ ચોકી એ લઈ જાય છે.
રાજે એ રિદ્ધિ ને બચાવવા માં પોતાનો એક હાથ ગુમાવ્યો, આગળ સમય પસાર થાય છે. રિદ્ધિ રાજ નેજ પોતાનો જીવનસાથી બનાવી તેની સેવા કરવાનું વચન આપે છે, સરકાર તરફથી પણ રાજ ને ઇનામ મળે છે.

આજે આવા માણસો ની સમાજને જરૂર છે, ઘણી વખત સમાજ માં બંને છે કે આપણા જાણીતા જ આવા કૃત્ય ના ભાગીદાર હોય છે, એટલે ખરાબ માણસો સાથે ક્યારેય સબંધ ના રાખો, ભલે એ પાડોસી જ કેમ ના હોય.

સાવચેત રહો, સાવધાન રહો, સુરક્ષિત રહો