આપણે આગળ જોયું કે ઉજીમા નુ મકાન દુકાન ને તેમના ભાઈ નક્કી કરતાં મનુભાઈ ને જસુબેન ને હવે બીજી જગ્યા માટે
વિચારવું રહયુ સાંજે ગોરધનભાઈ દુકાને બેસવા આવ્યા ત્યારે મનુભાઈ વાત કરે છે કે આ લોકો મકાન દુકાન વેચવા કાઢ્યું છે મનુભાઈ અને જસુબેન ને આ શેરી માં ગમીગયુ હોય એટલે બીજે જવુ ન હતુ પરંતુ કરે શું હવે ગોરધનભાઈ કહે છે કે બાજુ મા ખાલી પ્લોટ છે તેમાં મકાન દુકાન બનાવી નાખીએ બાજુ મા ખાલી વાડો પડયો હતો તે વાડો ગોરધનભાઈ ના ઘરની સામે જ હતો અને ઉજીમા ની બાજુ મા એટલે કયાય આઘુ જવુ પડે તેમ પણ ન હતુ એટલે મનુભાઈ ને ગોરધનભાઈ ની વાત યોગ્ય લાગેછે
અને મકાન દુકાન બનાવાનું નક્કી કરે છે ઈ જગ્યા કોઈ ની માલિકીની નહતી એટલે પંચાયત માં રૂપિયા ભરી ને લેવી પડે પંચાયત માં રૂપિયા ભરવા માટે કાઈ મોટી રકમ નહતી ભરવાની પણ મકાન દુકાન બનાવા ના રૂપિયા નુ શું કરવું એટલે મનુભાઈ
મુંજાતા હોય છે આખરે તે પ્લોટ (જગ્યા) લેવા નુ નક્કી કરે છે અને
પંચાયત મા રૂપિયા ભરીને ઈ પ્લટ લઈલે છે અને ગોરધનભાઈ ના મોટા ભાઈ કડીયા કામ કરતા હોય તેમને મકાન બનાવાનું કામ આપે છે ગોરધનભાઈ ના મોટા ભાઈ ગોરધનભાઈ અને ત્રણ નાના ભાયો બધા ભેગા રહેતાં હોય છે અને ખેતી કરતાં હોય ખેતી મા થી ફ્રી થાય એટલે મકાન દુકાન નું કામ ચાલુ કરશે એવુ નકકી થાય છે હવે અહી પાછી જસુબેન અને મનુભાઈ ઉપર નવી મુસીબત આવે છે
હવે આ બાજુ ઉજીમા નુ મકાન વહેચાઇ જાય છે પણ મનુભાઈ બાર મહીના નું ભાડુ એડવાન્સ આપેલુ તેનુ શું કરવુ એટલે મનુભાઈ ઉજીમા અને તેમના ભાઈ સાથે વાત કરે છે ત્યારે ઉજીમા ના ભાઇ કહે છે કે મેં ઇવાત ધ્યાન મા રાખીનેજ મકાન નો
સોદો કર્યો છે અને મને ખબર પડી કે તમે બાજુ વાળો પ્લટ લીધો છે એટલે મકાન ના નવા માલિક સાથે સરત રાખી છે કે મકાન નુ ભાડુ એડવાન્સ આપેલુ હોય મનુભાઈ બાજુ મા મકાન તૈયાર થાય
પછી જ મકાન ખાલી કર છે પછી મકાન ના નવા માલિક ને બોલાવી ને રૂબરૂ વાત કરાવે છે અને મકાન માલિક હા કહે છે હવે ઉજીમા તેમના ભાઈ સાથે જવા રવાના થાય છે અને જસુબેન એકલા પડી જાય અને દુઃખી થઇ જાય છે કારણ કે આટલો વખત સાથે રહયા હોય એટલે દુઃખ તો લાગે પણ સમય જતાં બધુ ભુલાઈ જતુ હોય છે
હવે આ બાજુ મકાન ના નવા માલિક મકાન ખાલી કરવા નુ કહે છે એટલે મનુભાઈ તેમને સરત યાદ દેવળાવેછે કે આપણે મારૂ મકાન થઈ જાય ત્યા સુધી ખાલી નથી કરાવાનુ એટલે નવા મકાન માલિક કહે છે કે એવી સરત બરત કાઈ ન હોય મકાન ખાલી કરી નાખજો નઈતર મજા નઈ આવે આવી ધમકી આપે છે અને જતા રહેછે જોવો દોસ્તો જસુબેન ના ભાગ્ય છેને બાકી હવે બીજા દિવસે મકાન માલિક પાછા ખાલી કરવાનું કહેવા આવે છે
અને વધારે ફોસ કરે છે એટલે મનુભાઈ અને નવા મકાન માલિક વચે રકજક થાય છે અને મનુભાઈ તેમને કહે છે કે તો મને એડવાન્સ આપેલુ ભાડુ પાછુ આપો ત્યારે મકાન માલિક ભાડુ પાછુ આપવા ની ના પાડે છે અને બન્ને વચ્ચે વધારે બોલા ચાલી થઈ જાય છે અને નવા મકાન માલિક જસુબેન ના દીકરા નુ ઘોડીયુ પડયુ હોય ઘોડીયા ને પાટુ મારે છે અને કહે છે કે કાલે મકાન મારે ખાલી જોય વાહરે વાહ જશુબહેન ના ભાગ્ય કેવા છે ઈ કેવુ પડે હો આને કહેવાય ભાગ્ય ના ખેલ (કૃમશઃ)