આખરે થોડા દિવસ પછી મનુભાઈ અને જસુબેન ને દુકાન મળી ગઈ પણ મકાન દુકાન સાથે મળી ગયું એક જ જગ્યા મા મકાન દુકાન ભેગુ ગામમાં મોહન બાપા અને ઊજીમા બને એકલા રહેતા હતા તેમને સંતાનો મા કાઈ નહોય એકલા જ હતા ઓસરી ઊતાર બે ઓરડાઓ હતા અને બાજુ મા બેઠક હતી અને મોટુ બધુ ફળીયુ ડેલી બંધ હતુ અને બેઠક નુ બારણું અંદર બહાર હતુ બેઠક નુ એક બારણું ઓસરી મા જ હતું એટલે ઘર🏡 માથી પણ દુકાન નુ ધ્યાન રહે આતો સોના મા સુગંધ ભળે એવી ખુશખબર હતી અને એક ઓરડામાં ઉજીમા અને મોહન બાપા રહેવા ના હતા એટલે જસુબેન ને આખા દિવસ નો સથવારો પણ મળી જાય છે અને જસુબેન અને મનુભાઈ એક દિવસ મકાન દુકાન નો સામાન લઈને આવી જાય છે ઘર અને દુકાન નો સામાન ગોઠવી દુકાન ચાલુ કરી દે છે
આ મકાન દુકાન ગોરધનભાઈ ની સેરી મા અને ઘરની સામે જ હોય મનુભાઈ અને જસુબેન રાજી થાય છે પણ અહીં હજી ભાગ્ય હજી ખેલ ખેલવા નુ હતુ એ વાત થી મનુભાઈ અને જસુબેન સાવ
અજાણ હતા સમય જતાં ધીરે ધીરે દુકાન ચાલવા લાગે છે નવી જગ્યાએ દુકાન સરૂ કરો એટલે ધંધો ચાલવા લાગે એવું કાંઈ નક્કી ન હોય પણ વાંધો ન આવ્યો અને હવે મકાન દુકાન ભેગુ હતુ એટલે દુકાને થી મકાને અને મકાને થી દુકાને આવવા ના ધકકા પણ બંધ થઈ જાય છે એટલે મનુભાઈ અને જસુબેન ખુબજ ખૂસ હોય
છે પણ હજી આ ખુશી જાજી ટકવાની નહતી આ બાજુ સમય જતાં મોહન બાપા બીમાર થતાં દવા લેવી પડતી હોય એટલે મનુભાઈ ને મકાન તથા દુકાન નુ ભાડુ પણ કયારેક એડવાન્સ આપવુ પડતુ હોય છે પણ મનુભાઈ ને ભાડુ એડવાન્સ આપવામાં કાઈ વાંધો ન હતો કારણ કે એક રીતે ઘરડા માણસ ની મદદ કરી કેવાય હવે મોહન બાપા ને સારૂ હોય દવા💊 ન લેવી પડતી હોય એટલે મનુભાઈ ને એડવાન્સ ભાડુ ન આપવું પડતુ હોય છે
સમય જતાં મનુભાઈ તથા જસુબેન ના ઘરે બીજા દીકરા નો જન્મ થાય છે અને જસુબેન તથા દીકરા ની તબીયત સારી હોય છે
મકાન મા ઉજીમા સાથે રહેતાં હોય જસુબેન ના દીકરા ને રમાડતા
અને રાખતા હોય જસુબેન ને ઘણો ટેકો રહે છે આમને આમ જસુબેન નો દીકરો મુનો એક વરસનો થાય છે એટલે મનુભાઈ અને જસુબેન રાંદલમાં તેડવા નો પ્રસંગ કરે છે રંગે ચંગે રાંદલમાં નો પ્રસંગ પુણૅ થાય છે અને બધા મહેમાન રવાના થાય છે સમય જતાં પાછા મોહન બાપા બીમાર થાય છે અને દવા મા રૂપિયા વધારે થાય છે એટલે ઉજીમા મનુભાઈ ને રૂપિયા આપવા નુ કહે છે વધારે
રૂપિયા ની જરૂર હોય મનુભાઈ બાર મહીના નુ ભાડુ એડવાન્સ આપેછે અને થોડા દિવસ પછી મોહન બાપા ગુજરી જાય છે હવે
ઉજીમા એકલા થઈ જાય છે પણ મકાન મા જસુબેન અને મનુભાઈ રહેતા હોય ઉજીમા એકલા પડતા નથી છતાં મોહન બાપા ની યાદ તો આવેજ પણ શું કરવું બેક મહીના પછી ઉજીમા ના ભાઈ આટો મારવા આવે છે અને ઉજીમા ને સાથે લઈ જવા નો
નિણર્ય કરે છે અને મકાન વેચવા નો પણ નીણૅય કરે છે જોવો ભાગ્ય ના ખેલ વળી જસુબેન ને પાછી મકાન દુકાન બદલવા ની ઉપાદી આવી જાય છે હવે શું કરવું આ મકાન તો મનુભાઈ લેવા માંગતા ન હતા એટલે બીજી વ્યવસ્થા કરવી પડે પણ હવે જાવુ કયાં જોવો કેવા ભાગ્ય છે જસુબેન ના વધુ આપણે જોસુ આવતા એપિસોડ માં ચલો બધાને સુભ રાત્રિ