ભાગ્ય ના ખેલ - 17 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 17

હવે નવા મકાન માલિક સવારે મકાન ખાલી કરવા ની ધમકી આપી જતા મનુભાઈ અને જસુબેન ટેન્શન મા આવી જાય છે પછી મનુભાઈ ગોરધનભાઈ ને બોલાવી વાત કરે છે ગોરધનભાઈ નો વહીવટ ગામના લીડર જેવો હોય છે એટલે ગોરધનભાઈ નવા મકાન માલિક ને સમજાવે છે કે મારા મોટા ભાઈને કહીને કાલથી જ મકાન બનાવાનું ચાલુ કરાવી દવ છુ તમો થોડા દિવસ સુધી ખમી જાવ એટલે સમજી તો જાય છે પણ હજી પાછા કદાચ પાછા મકાન ખાલી કરવા નુ કહે પણ ખરા એવો ભય મનુભાઈ ને હોય છે
આ બાજુ ગોરધનભાઈ ના ભાઈ ખેતી નુ કામ મુકીને મનુભાઈ નુ મકાન બનાવા લાગી જાય છે મકાન નુ કામ ચાલુ થતાં મનુભાઈ ને નીરાત તો થાય છે પણ હજી મકાન માલિક ની ઉપાદી તો હતી જ અને ખરેખર એવું જ થાય છે મકાન માલિક આવીને કહે છે હવે કેટલા દિવસ હોય મારે રહેવા આવવું છે અને વળી બખેડો કરે છે ત્યાં ગોરધનભાઈ ના ભાઈ મકાન ચણતા હતા એટલે તેઓ સમજાવી ને મોકલી દે છે પરંતુ હજી મકાન બનતા વાર લાગે તેમ હોય તેમને હજી સમજાવા જરૂરી હોય મનુભાઈ વીચારે છે કે વારંવાર ગોરધનભાઈ ને કયા કહેવું એટલે મનુભાઈ તેમના સરા મા રહેતા મિત્ર કાસમભાઈ ને વાત કરે છે કાસમભાઈ એક મોભાદાર માણસ ની સાથે સાથે વોલ્ટ વાળ અને વગદાર માણસ હોય છે અને મનુભાઈ ના જુના ગામ ના હોય છે એટલે મનુભાઈ ની વાત સાંભળી ને કહે છે કે સાંજે હું ગામમાં આવીને વાત કરી લઈ તમે અત્યારે જાવ હુ સાંજે આવીસ અને રાત્રે કાસમભાઈ આવીને મકાન માલિક ને બોલાવી સમજાવી દેછે અને મનુભાઈ નુ મકાન તૈયાર થતાં તમારૂ મકાન ખાલી કરી આપશે વહેલું મોડું થાય તો તમારે કાઈ બોલવા નુ નથી મનુભાઈ મારો નાનો ભાઈ છે હવે કાઈ લપચપ કરવાની થતી નથી જૂના મકાન માલિક ની સરત મુજબ તમારે ચાલવા નુ છે અને સરત કરતાં થોડુ મોડું થાય તો પણ ચલાવી લેવા નુ રહેછે કાસમભાઈ ના સમજાવા થી મકાન માલિક સમજી જાયે છે અને મનુભાઈ રાહત નો સશ્વાસ લેછે આ બાજુ
થોડા દિવસ મા મનુભાઈ ના મકાન નુ ચણતરકામ પુરૂ થાય છે હવે મકાન મા કાટમાળ ચડાવવા નો બાકી રહે છે પણ હવે મનુભાઈ પાસે રૂપિયા નથી હોતા હવે એટલે મનુભાઈ જસુબેન નો સોનાનો ચેન લઈ ને નજીક ના ગામમાં રહેતા તેમના બહેન ભાનુબેન ના ઘરે જાય છે અને સોનાના નો ચેન મુકી ને રૂપિયા માંગે છે પરંતુ બહેન રૂપિયા આપવા ની ના પાડે છે મનુભાઈ ના બહેન રૂપિયા વાળા હોવા છતાં ચેન ગીરવે મુકવા છતાં પણ રૂપિયા ન આપતા મનુભાઈ
દુઃખી થતાં પાછા ફરે છે મકાન નુ કામ અટકી પડે છે
થોડા દિવસ પછી હીરાલાલ અને લલતા બહેન આંટો મારવા આવે છે અને તેમને ખબર પડે છે કે રૂપિયા વગર મકાન નુ કામ અટકી પડેલુ છે એટલે મનુભાઈ ને કહે છે કે બધુ થઈ જશે હું કરાવી દઈસ તમો ચિંતા ન કરો અને મનુભાઈ ને નીરાત થાય છે અને હીરાલાલ તેમના ગામ જવા રવાના થયા છે અને થોડીવાર પછી વરસાદ સરૂ થાય છે અને વરસાદ☔🌂 અનરાધાર પડે છે
વરસાદ ખુબ પડતા મોરબી મા હોનારત થાય છે મોરબી તણાઇ છે
હજી મનુભાઈ ના ગામ મા વરસાદ ચાલુ જ હોય છે ખુબજ વરસાદ પડતાં મકાન પડવા ની પણ બીક લાગતી હોય છે ચાલુ વરસાદ અને મોરબી હોનારત મકાન નો કાટ અને નળીયા મોરબી થી લાવવા ના હોય વરસાદ બંધ થાય અને પુર ઊતરે પછી મોરબી કાટમાળ લેવા જઈ સકાય સમય જતાં વરસાદ બંધ થઈ જાય છે અને મનુભાઈ હીરાલાલ સાથે મોરબી કાટમાળ લેવા જાય છે પણ મોરબી મા હજી હોનારત ના પાણી ભર્યા હોય છે એટલે નળીયા ના કારખાનામાં પણ પાણી ભર્યા હોય છે એટલે નળીયા ના કારખાના ના માલિક કહે છે કે હાથે નળીયા કાઢી લો રૂપિયા નથી જોતા પણ મજુર અત્યારે કોઈ ન હોય તમારે હાથે જ નળીયા ભરવા પડશે હોનારત ના લીધે મજુર કોઈ નઈ હોય ઈ હીરાલાલ ન
ખબર જ હતી એટલે ગામડે થી લઇને ગયા હતા અને બધા એ હાથે નળીયા ભરી લીધા કારખાના ના માલિક કે નળીયા ના રૂપિયા ન લીધા ચલો એટલી તો ભગવાને દયા કરી હવે કાટમાળ ભરીને ગામમાં પાછા આવે છે અને બીજા દિવસે મકાન ઉપર નળીયા ફીટ થઈ જાય છે હવે મકાન મા ગાર માટી કરવા નુ ચાલુ થાઈ છે કારણ સિમેન્ટ દેવા ના રૂપિયા મનુભાઈ પાસે ન હતા ગાર માટી થઈ જતાં મકાન તૈયાર થઈ જાય છે મકાન ની બાજુમાં દુકાન કરવા એક રૂમ બનાવી હોય છે મારબી ના પાણી માથી નળીયા કાઢયા હોય થોડા નળીયા તુટી ફુટી જતાં દુકાન માં નાખવાના નળીયા ઘટે છે એટલે હીરાલાલ લાલુ મમા ની વાડી એ થી પતરા લઈ આવે છે અને દુકાન માં પતરા ફીટ કરી દે છે મકાન દુકાન તૈયાર થતાં મનુભાઈ અને જસુબેન રહેવા આવી જાય છે અને દુકાન પણ તેમા સરૂ કરી દે છે અહીં પણ ઉજીમા ના ઘરની જેમજ દુકાન નુએક બારણું મકાન મા રાખ્યું હોય છે એટલે દુકાન અને ઘર બંને નું ધ્યાન રહે હવે ઉજીમા નુ મકાન નવા મકાન માલિક ને સોપી દે છે પોતાનુ મકાન દુકાન થઈ જતાં જસુબેન અને મનુભાઈ રાજી થાય છે હવે
ઉજીમા ના મકાન મા નવા મકાન માલિક રહેવા આવી જાય છે .
સમય જતાં મનુભાઈ નુ મકાન ગેરકાયદેસર છે એવી તાલુકા પંચાયત માં અરજી થાય છે વાહ રે ભાગ્ય વાહ હજી કેટલાક ખેલ ભાગ્ય ખેલ છે આ બંને સાથે ઈ નથી સમજાતું હવે મકાન ની અરજી થઈ એનો ઈલાજ તો કરવો પડે એટલે મનુભાઈ ગોરધનભાઈ ને વાત કરે છે કે મકાન ઉપર અરજી થઈ છે ઈ મને આજે સરા થી જાણ થઈ એટલે ગોરધનભાઈ કહે છે કે મારા બાપા (પપ્પા) ને વાત કરી એ ગોરધનભાઈ ના બાપા ઉપસરપંચ હોય છે અને તેમના વેવાઈ સરપંચ હોય છે બાપા ને વાત કરતા તેઓ કહે છે કે આપણે કાલે સરપંચ ને લઈ તાલુકામાં જઈ આવીએ કારણ બે દિવસ મા તાલુકામાં થી મકાન નુ સર્વે કરવા આવવા ના હોય છે
બીજા દિવસે મનુભાઈ લધુ બાપા (ઉપસરપંચ) અને સરપંચ ને લઇ ને તાલુકામાં જાય છે પણ જસુબેન ઘરે બેઠા બેઠા ચિંતા કરતા હોય છે હે ભગવાન આ શું થવા બેઠું છે તકલીફ ઉપર તકલીફ આવ્યા જ કરે આ બાજુ સરપંચ અને મનુભાઈ અને લધુબાપા તાલુકા પંચાયત ના પ્રમુખ ને મળે છે અને વાત કરે છે એટલે પ્રમુખ અધીકારી સાથે 📞ફોન મા વાત કરી ને તપાસ કરે છે
અધીકારી કહે છે કે સાહેબ ગ્રામ પંચાયત મા રૂપિયા ભરી જગ્યા લઈ ને મકાન બનાવેલુ છે આખા ગામમાં આ એક જ મકાન કાયદેસર છે પણ અરજી આવેલી છે એટલે જવુ પડે છે ત્યાં જઈ
ને મકાન જોઈ ok નો રીપોર્ટ આપી ને પાછા આવી જ ઈસુ એટલે
પ્રમુખ કહે છે કે છતાં પણ ધ્યાન રાખજો મારા તાબા નુ ગામ છે પ્રમુખ ફોન મુકી આલોકને બધી વાત કરે છે એટલે આ લોકો રાજી થતાં ઘરે પાછા ફરે છે બીજા દિવસે તાલુકામાં થી અધિકારીઓ આવી મકાન જોઈ ok નો રીપોર્ટ આપી રવાના થાય છે અધિકારી
રવાના થતા મનુભાઈ તથા જસુબેન ને નીરાત થાય છે કે હાસ એક મુસીબત તો ટળી હવે ભાગ્ય નવા ખેલ ખેલે નઈ તો સારૂ ચલો હવે
મળી એ નવા એપિસોડ મા