ભાગ્ય ના ખેલ - 4 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 4

હવે જસુબેન સવારે વહેલા ચાર વાગે ઉઠી જાય છે કારણ કે પુરુષો વહેલા દુકાને જતા હોય તેમને ચાપાણી નાસ્તો કરવા નો હોય જસુબેન બધા માટે ચાપાણી નાસ્તા ની વ્યવસ્થા કરે છે આ હવે જસુબેન માટે આ રૂટીન થઈ જવાનુ હતુ પુરુષો દુકાને જતા જસુબેન વાસણો ઊટકી ને નવરા થાય છે ત્યા ઘરની મહીલા ઊઠી જાય છે હવે વળી પાછો તેમનાં માટે ગરમ ગરમ નાસ્તો તથા ચા પાણી બનાવા ના એક પછી એક ફરેશ થઈ તૈયાર ભાણે નાસ્તો કરવા બેસી જાય છે જસુબેન ને કોઈ પુછતુ નથી કે તમે નાસ્તો કરીયો કે નઈ બધા નો નાસ્તો પુરો થતા વધ્યું ઘટયું તેમા થી નાસ્તો કરી ને વાસણ ઊટકી કચરા પોતા કરવા લાગે છે તે બધું પતાવે છે ત્યા ફીજીયો મા જવા નો ટાઈમ થતાં જસુબેન ઘરે થી નીકળે છે
બહાર નીકળતા બસ આવતા બસમાં ટ્રાફિક હોય દીકરા ને લઈને બસમાં ચડી નથી સકતા ને બસ જતી રહે છે ત્યા એક બહેન આવે છે તે દુરથી જસુબેન ને જોતા હોય કહે છે કે મુંબઈ માં તો બસ ફુલજ હોવાની અહીં તો ધકા મારી નેજ ચડવા નુ ચલો બીજી બસ આવે હું તમને મદદ કરીશ બસ આવતા પહેલા બેનની મદદથી જસુબેન હોસ્પિટલ પહોંચ છે ફીઝયો થેરાપી પતાવી જસુબેન ઘરે પાછા આવે છે ત્યારે ઘરે રસોઈ નું કામ તૈયાર હોય છે જસુબેન દીકરા ને સુવડાવી રસોઈ બનાવા લાગે છે આ કામ જસુબેન ને રૂટીન થઈ જાય છે પણ કરે શું દીકરા નો સવાલ છે
આ બાજુ ગામડે બાપુજી રતીલાલ ના ગાંડપણ થી કંટાળી જાય છે એટલે બાપુજી રતીલાલ ને લઈ બા સાથે મુંબઈ આવી જાય છે ને પ્રભાવતી ને જરાય ગમતું નથી પણ કરે શું કારણકે દુકાન ફલેટ બધુજ બાપુજી ના નામ નુ હોય છે અહીં પ્રભાવતી નવી ચાલ રમવા નુ નક્કી કરે છે રાત્રે પુરુષો ઘરે આવે ત્યારે બાપુજી શું વાત કરે છે પછી આગળ વિચારીએ તેવી મનનો મન પ્રભાવિત નક્કી કરે છે રાત્રે લક્ષ્મી દાસ સહિત બધા પુરુષો ઘરે આવે છે ને બાપુજી ને બધા સાથે જમવા બેસે છે ત્યારે પ્રભાવતી બાપુજી ને ગરમાગરમ રોટલી ને બાપુજી ને ભાવતા પકવાન જમાડે છે આ પકવાન જમાડી બાપુજી ને રાજી કરીને પ્રભાવિત બાપુજી નો શિકાર કરવા માગતી હતી પ્રભાવતી મીઠાં બોલી અને કપટી હતી જમી લીધા પછી બાપુજી લક્ષ્મી દાસ ને વાત કરે છે કે રતીલાલ નુ ગાંડપણ વધી ગયુ છે મારા થી હવે નથી પહોંચી વળાતુ એટલે રતીલાલ ને મુંબઈ માજ રાખીને સારવાર કરાવવા નુ કહે છે ત્યારે પ્રભાવિત કહે છે કે અમે હજી મનુભાઈ ના દીકરા ની સારવાર કરાવીએ છીએ એટલે રતીલાલ ની સારવાર કરાવવામાં કેટલીક તકલીફ પડે ઈ જાણો છો બાપુજી એક બાજુ મનુભાઈ ના ત્રણ જણાના પેટ પાળીએ છીએ ને ત્યાં વળી રતીલાલ ની સારવાર અને ઈ પણ ગાંડપણ વાળી આમાં કેમ પહોચી વળવુ બાપુજી ત્યારે લક્ષ્મી દાસ કહે છે કે અત્યારે બધા આરામ કરો સવારે વાત કરછુ પણ પ્રભાવતી હંગામો મચાવી દેછે કે હું આવા ગાંડા ને નઈ સાચવુ પછી લક્ષ્મી દાસ પ્રભાવિત ને સમજાવીને સુવળાવી દે છે
સવારે બધા દુકાને જતાં રહે છે લક્ષ્મી દાસ ઘરે રોકાણા હોય છે હવે જસુબેન હોસ્પિટલ જતાં હોય છે ત્યારે પ્રભાવિત કહે છે કે ભામીની ને સાથે લઈ જાવ અને ભામીની ને કહે છે કે બપોરે બહાર જમીન પ્રફુલ કાકા ના ઘરે જઈને રાત્રે મોડા આવવા નુ સમજાવી દેછે જસુબેન એમ સમજે છે કે બાપુજી આવ્યા છે એટલે પ્રભાવતી મારી સાથે ભામીની ને મોકલે છે પણ પ્રભાવતી ની કંઈક અલગ જ ચાલ હતી તે ચાલ જસુબેન અને ભામીની ના સમજ ની બહાર હતી પ્રભાવતી તો મોટી ચાલ રમવા જઈ રહી હતી હવે પ્રભાવતી શું ચાલ રમેછે તે આપણે આગળ ના ભાગ મા જાઈશુ
આ સામાજિક નવલકથા સત્ય ઘટના આધારિત છે (કૃમશઃ)