ભાગ્ય ના ખેલ - 1 Manish Pujara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ભાગ્ય ના ખેલ - 1

દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે
બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે બાપુજી ને કાઢવા માટે તે કહે છે બાપુજી પ્રફુલ્લ અહી ભણવા ની સાથે તમારા દીકરા ને ધંધા મદદ કર છે તમે ગામડે જાવ ત્યા બા અને બંને નાના ભાઈ એકલા થઈ જશે
બાપુજી ને વાત મગજમાં બેસતા બાપુજી માની જાયે છે આમ બાપુજી ગામડે જાય છે ને પ્રફુલ્લ મુંબઈ આવી જાય છે પ્રફુલ્લ નુ ભણવાનું ચાલુ થાય છે આ બાજુ બાપુજી ગામમાં પાછો ધંધો શરૂ કરે છે જુનુ ગામ જાણીતા લોકો એટલે ધંધો શરૂ થઈ જાય છે હવે અહીં પ્રફુલ્લ નુ ભણતર પુરુ થતાં પ્રફુલ્લ ને નોકરી મલી જાય છે પ્રફુલ્લ ને તેની સાથે કોલેજ માં ભણતી અનુરાધા સાથે પ્રેમ હોય છે પ્રફુલ્લ ને નોકરી મળતા પ્રફુલ્લ લક્ષ્મી દાસ ભાઇ ને વાત કરે છે કે હુ મારી કોલેજ માં ભણતી અનુરાધા સાથે લગ્ન કરવા માગું છું આ વાત સાંભળી ને લક્ષ્મી દાસ લગ્ન માટે માની જાયે છે (હવે અહીયાં પ્રભાવિત નવી ચાલ રમેછે) પણ પ્રભાવિત કહે છે કે બાપુજી ને રજા લેવી પડે બાપુજી ને બોલાવો બાપુજી હા કહે પછી આગળ વધી એ પછી બાપુજી ને સમાચાર મોકલાવે છે થોડા દિવસ પછી બાપુજી આવે છે ને બાપુજી ને વાત કરતાં બાપુજી રાજી થઈ જાય છે ને દીકરી વાળા સાથે વાત કરે છે ને લગ્ન નુ નક્કી કરવામાં આવે છે
ને પ્રભાવતી ને ચાલ રમવાનો મોકો મળે છે પ્રભાવિત બાપુજી ને કહે છે કે બાપુજી પ્રફુલ્લ ના લગ્ન કરો તો આપણે ફલેટ મોટો લેવો પડશે કારણ કે આપણી પાસે તો1bhk ફલેટજ છે તો નવી વહુને રાખશુ કયાં આ વાત બાપુજી બરોબર લાગતા બાપુજી હા કહે છે ને આવતી કાલે ફલેટ જોવા જવાનું નક્કી થાય છે બીજા દિવસે બધા ફલેટ જોવા જાય છે 2bhk ના ફલેટ જોવે છે ત્યાં પ્રભાવિત કહે છે બાપુજી 2bhk કરતાં આપણે મોટો ફલેટ લઈ એ કારણ કે સમયે જતા નાના ભાઈઓને ભણવા મુંબઈ આવવા નુ થાય અને ઘડપણ મા તમારે પણ અને બા ને પણ આવવા નુ થાય તો વાંધો ન આવે રૂપિયા ઘટે તો મારા દાગીના વેચી નાખીએ પણ આપણે ફલેટ મોટો 4bhkજલઈએ બાપુજી ને મગજમાં બેસતા બાપુજી કહે છે કે વહુ બેટા તમારા દાગીના ન વહેચાય રૂપિયા નું થઈ જશે ને આખરે4bhk નો ફલેટ લેવાઈ જાયે છે ને બાપુજી ગામડે જવા રવાના થયા છે બાપુજી ગામડે જઈને ફલેટ બાકી રહેલા રૂપિયા લઈને નાન દીકરા મનુ ને મુંબઈ મોકલે છે ફલેટ ના રૂપિયા માલિક ને આપતા ફલેટ નો કબજો મળી જાય છે ને બધા રહોવા જતા રહે છે સમય જતાં પ્રફુલ્લ ના લગ્ન લેવામાં આવે છે અને લગ્ન ધામ ધુમ થી સંપન્ન થાય છે સમય જતાં પ્રફુલ્લ અલગ રહેવા જતો રહે છે આ વાત બાપુજી ને ખબર પડતા બાપુજી ગામડે થી નાના ભાઈ મનુ મુંબઈ મોકલ ની વાત લક્ષ્મ
દાસ ને કરે છે પણ પ્રભાવિત ના કહેવા થી લક્ષ્મ લક્ષ્મી દાસ ગલા તલા કરવા માંડે છે એટલે બાપુજી મનુ ભાઈ ને ગામડે પોતાના ધંધા માં બેસાડી દેછે હજી નાનો ભાઈ રતીલાલ ને ભણવા નું ચાલુ હોય છે સમય જતાં મનુ ભાઈ ના લગ્ન જસુબેન સાથે નક્કી કરવામાં છે હવે મનુભાઈ ના લગ્ન નક્કી થતાં મુંબઈ થી લક્ષ્મી દાસ પ્રફુલ્લ બંને ભાઈઓ તથા છોકરાઓ ગામડે આવીપહોચે છે ધામ ધુમ થી લગ્ન સંપન્ન થાય છે હવે મુંબઈ વાળ સવારે રવાના થવા ના હોય બાપુજી વાત કરે છે કે અહીં હવે નવી નવી દુકાનો થતાં ધંધા ધીમા છે તો તમે મનુભાઈ તથા જસુબેન ને મુંબઈ લઈ જાવ પણ અહીયાં પ્રભાવિત ગલા તલા કરી ને મુંબઈ લઈ જવા નુ ટાળી દેછે અને સવારે તે લોકો મુંબઈ જવા રવાના થાય છે (હવે મનુભાઈ તથા જસુબેન ના ભાગ્ય ના ખેલ સરૂ થશે (કૃમશઃ)