હવે આ બાજુ જસુબેન ની સ્થિતી પણ એવીજ હતી સવારે વહેલો ઊઠીને કુવે પાણી ભરવા માટે જવાનું કુવામાંથી પાણી સિંચવા નૂ બેડુ ભરવા નું અને બેડુ માથે ઊપાડી 🏡ઘરે પાછા આવવાનુ વળી પાછું કુવે જવાનું આમનમ સાત વખત પાણી સિંચવા જવાનું પછી નાસ્તો અને ચા પાણી કરવા ના પછી કપડાં ધોવાનું ચાલુ થાય કપડાં ધોવાનું પુરૂ થાય ત્યાં રસોઈ ની તૈયારી કરવા ની ત્યા મનુભાઈ ને સરા ખરીદી કરવા જવાનો ટાઈમ થઈ જાય મનુભાઈ ખરીદી કરવા માટે જાય એટલે વળી જસુબેને દુકાને
બેસવાનુ મનુભાઈ સરા થી ખરીદી કરી ને પાછા આવે એટલે તરત જસુબેન ને રસોઈ કરવા બેસવા નુ રસોઈ થઈ જાય એટલે જસુબેન દુકાને બેસવા જવાનું જસુબેન દુકાને બેસે એટલે મનુભાઈ જમવા આવે વળી મનુભાઈ જમીને દુકાને આવે એટલે જસુબેન 🏡ઘરે જઈને જમવા બેસે જમીને વાસણો ધોવાના ઘડીક આરામ કરી ☕ચા પાણી બનાવી દુકાને દેવા જવાનું વળી
દુકાને કાઈક કામ તો તૈયાર જ હોય
જેમકે ડુંગળી બટેટા સાફ કરવા બીજી કરીયાણા ની વસ્તુઓ સાફસૂફ કરવી વગેરે વગેરે કામો હોય વળી પાછા મનુભાઈ સાઈકલ લઈને સરા ખરીદી કરવા જાય અને જસુબેન દુકાને બેસે મનુભાઈ સરા થી આવે એટલે જસુબેન સુંડલો લઈને છાણ વીણવા જંગલ માં જાય સાણા રસોઈ કરવા ચુલામા વાપરવા ના હોય હજી સાણા લઈને જસુબેન ઘરે પાછા આવે ત્યાં
પાણી ભરવા નો ટાઈમ થઈ જાય અને જસુબેન પાણી ભરવા માટે કુવે જાય ચાર પાંચ બેડા પાણી ભરીલે ત્યા સાંજ પડી જાય એટલે
રસોઈ કરવા બેસવા નુ રસોઈ થઈ જાય એટલે જસુબેન દુકાને આવી ને બેસે અને મનુભાઈ ઘરે જમવા જાય મનુભાઈ ઘરે થી દુકાને આવે એટલે જસુબેન ઘરે જઈને જમે જમીને વાસણો ઉટકવાના વાસણો ઉટકીને સુવા માટે ફળીયા મા (કંપાઉન્ડ મા) ખાટલા પાથરવા ના આ હતુ જસુબેન નું રૂટીન કામ અને વચે વચે
દુકાન ના ઘરે બેઠા કામો ભુગળા તળવા ગુબીચ બનાવી અને વસ્તુઓ ના નાના નાના સેમ્પલ બનાવવા સાંજે તો જસુબેન થાકી ને લોથ થઈ જાય સામે મનુભાઈ ની હાલત એવી જ હતી હવે આમનમ મનુભાઈ તથા જસુબેન ની જીદંગી પસાર થતી હોય છે તીયા ભાગ્ય વળી પાછુ એક ખેલ ખેલી જાય છે
સમય જતાં મનુભાઈ ની દુકાન માં રાત્રે ચોરી થાય છે દુકાન ના બારણાં તોડી ને ચોર રોકડ તથા દુકાન માથી વસ્તુઓ પણ ચોરી કરી જાય છે મનુભાઈ અને જસુબેન હતાસ થઈ જાય છે આંખો માથી આંસુડા નીકળી જાય છે ભાગ્ય ની ગતિ તો જુવો એક તો આલોકો માંડ માંડ ખાત પિતા થયા હોય અને દુકાન માં
ચોરી થતાં પાછા હતાં ત્યા ને ત્યાં આવી જાય છે બધું લુંટાઈ જાય
છે હવે શું કરવું પછી ગામવાસીઓ મળી ને ચોરની સોધ કરે છે પણ ચોર મળતા નથી હવે ફરીથી મનુભાઈ ને એકડે એક થી સફર સરૂ કરવાની દુકાન માં ચોરી ની ખબર મળતા હીરાલાલ પણ આવી પહોંચે છે અને હીરાલાલ મનુભાઈ અને જસુબેન ને ખુબજ હિંમત આપેછે સમય જતાં બધુ સારું થઈ જશે પરંતુ હવે દુકાન ના નળીયા તથા બારણાં તુટી ગયા હોય હવે દુકાન બદલાવી પડે તેમ હતી અને ચોરા ના ચોક મા (રામજી મંદિર ના ચોકમાં) દુકાન મળી જતાં ત્યાજ હીરાલાલ ની મદદથી ફરી દુકાન ચાલુ કરે છે
અને ધીમે ધીમે દુકાન ચાલુ થઈ જાય છે પણ જસુબેન દુકાને અને ઘર વચ્ચે નુ ડિસટનંસ વધી જાય છે જસુબેન આવ જા કરવામાં લાંબું પડી જાય છે પણ શું કરવું સમય જતાં દુકાન ના માલિક ભાડુ વધારવા નું કહે છે અને વળી પાછુ થોડી ઘણી ખટર પટર તો ચાલુ એટલે ત્યા મજા ન આવતા દુકાન બદલવા નું નક્કી કરે છે હવે જસુબેન અને મનુભાઈ ને બીજી દુકાન મળે છે કે નહિ
તે આપણે આવતા એપિસોડ મા જોશુ.