FAATELI CHAY NA FANGA MOTA books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૯૬

ફાટેલી ચાય ના ફણગા મોટા..!

- વાહ..! આજ તો મારો વા’લો સોગીયું મોરું કરીને બેઠો સે ને..? પીરા તું ઝૂરવા કેમ માંઈડો..? રહોડામાંથી મિસાઈલ સુટીકે હું..?

- તારા ક્પારમાં કાંદો ફોરું..જવાનો ઓય તો હીધો જાની..! આજે તું મને સેડતો જ ની..! તારી ભાભી આજે રશિઆ ને ઉ યુક્રેન જેવો થેઈ ગેઈલો સું..!

- નક્કી કંઈ બબાલ થેઈ લાગે..

- હાસ્તો..! હવાર પરે ને માણહને ચાઈ તો જુએ કે ની યાર..? ચાઈ માંગી ટેમાં તો રાગરા ટાણવા બેથી. મને કેઈ ચાઈ..ની વાત તો કરતા જ ની. ચાઈ ફાટી ગઈ સે..! હવારમાં ચાઈ ની મલે એટલે, એની મા ને મગજ ભમવા લાગે યાર..!

- મને લાગે હાંભરવામાં તારી કંઈ ભૂલ થેઈ ઓહે..! ચાઈ ક્યારેય ની ફાટે, ફાટે તો દૂધ ફાટે બૂચા..?
- ચાઈ ફાટે કે દૂધ ફાટે. મારી ફાટી ગેઇ એની આ મોંકાણ સે..! વાંઢેસને શું ખબર કે, “ચાઈ બગરી એની હવાર બગરી. દાર બગરી એની ડા’રો બગયરો, અથાણું બગરે એનું વરહ બગરે ને વાઈફ બગરે એની..!

- અટકી જા બૂચા, અટકી જા. ભાભી જો હાંભરહે તો તારા ભેગી મારી પણ ધૂર કારી નાંખહે..! આવું તો થાય યાર..! આટલી વાતમાં ફૂલેલા દેરકા જેવું ની થવાય..! ચાઈ ભલે ફાટે ને ફંરગા કારે, આપણા ભેજાં ની ફાટવા જુએ..!

- એઈઈઇ..હાપોલિઆ..! ભાભીનો લારકો થેઈને બહુ મોછલો ની બન..! એ ની માને, મગજને માંજવા હારું તો ચાઈ જુએ કે ની.. ? જાતે મરીએ તો જ ખબર પરે કે, સ્વરગ કોને કે’વાય..! એક ભવમાં કેટલાં અનુભવ થાય એની તારા જેવાં કુંવારાને કાં’થી હમજાય..! ધંતુરા..? વાઈફ બગરે ને તો માણહનો..

- બોલો..બોલો..! આગર બોલો..? બૈરીને જોઇને મોરું કેમ હિવાય ગીયું..?

- એટલે કે તારે મઝા જ લેવી સે એમ ને..?
- તો હાંભર.. ! વાઈફ બગરે તો ધણીની જિંદગી સુધરે..એમ કે'તો ઉતો..!
- વાહ..વાહ ! કોચલામાંથી કવિરાજ કીયારે થેઈ ગિયા..? મારો ધાક લાઈગો એટલે પાટિયું બેહાઇડું એમ ને..?

- એવું નથી જાનેમન..! જાં ની પુગે કવિ તાં પૂગે અનુભવી..! ચાઈ હોય કે દાર હોય, દાર હોય કે વાઈફ હોય, આ બધું પઈરા પઈરા જ ઉકરે, ને ઉકરે તો જ ‘ટેસ્ટી’ લાગે. એ ઝામે ની તાં હુધી જંપે ની..!

- તે તમને જંપ જ જોઈતો સે ને..?

- અરે તું તો ઉપારો લેઈને બેઠી યાર..? આ તો આ વાંઢાને હમજાવતો ઉતો કે, સુખી થવું હોય તો, લગન કરતો જ ની. કકરાટ વગરની ચાઈ પીવી હોય તો, હોટલમાં મલે, ને ગભરાટ વારી પીવી હોય તો ઘરમાં મલે..!

- હાઆઆઆ..! તે એ પણ હમજાવો ને કે, ‘ચાઈ ઉકરે તો લાલ થાય, દાર ઉકરે તો પીરી થાય, ને ઘેરવારી ઉકરે તો લાલપીરી થાય..! આ બધી ઉકરે તો જ ‘પરફોરમન્સ’ આપે..!

- હા યાર, એ તો યાદ જ ની આઈવું, કેવાનું જ ભૂલી ગેયલો. હારું થીયું તેં કેઇ નાઈખું..!

- તમે બંને આમ ઝઘરિયા ની કરો યાર..! ચાઈ ફાટી તો ભલે ફાટી, તમારા મગજ ની ફારો..! તમને ખબર સે જીવનમાં સુખી થવું ઓય તો ખડખડાટ અહવાનું, ને દુખી થવું ઓય બડબડાટ કરવાનો. મને લાગે તમે બંને હવાર પરે ને ઝઘરા જ માંડો કે હું..?

- ના..! તું આવે પસી તને દેખાડવા ઝઘરીએ, બૂચા..! માચીસ હેનો મારે સે..? આખો દા’રો તો અમે બંને બોલીયે બી ની.

- ભાભી..! હાચ્તચું કે'જો ભાઈ રાતે ઊંઘમાં નહકોરા બોલાવે ખરાં કે..?

- અરે ૧૦૮ ની એમ્બુલન્સ જતી હોય એવાં બોલાવે..! પણ તમે કેમ એવું પુસ્યું..?
- એટલા માટે કે, એમને દિવસે બોલવાની તક આપો. જે લોકો દા’ડે બોલતા નહિ હોય, એ લોકો રાતે નહકોરાં કાઢીને ક્વોટા પૂરો કરે..
- તારા ક્પારમાં કાંદા ફોરું..! તું મારું ટારૂ પારવા આઇવો સે કે હલગાવવા? આવી અંધશ્રદ્ધાની વાત કરવાની ડામોચિયા..? એમ તો તારી ભાભી આટલું બધું બોલે તો પણ રાતે નહકોરા બોલાવે..! નહ્કોરાની રીધમ પણ ની તોરે..!
- એવી વાત નહિ કરો, ભાભી તો બિચારી ગરીબરી ગાય જેવી સે..!

- હાચી વાત સે. એટલે તો મારાં ચોઘરીયા ખરાબ હોય તીયારે શીંગરા મારે..! .

- તમારા કપારમાં આ ગુમરૂ શાનું થયું?

- ગાયનેક પ્રોબ્લેમ !

- એટલે ?

- ગાયે કપારમાં શિંગરૂ મારેલું..!

- બે પગવારીએ કે ચાર પગવારીએ ?

- મઝાક ની કર ને યાર?

- સંતો છાહવારે કહે સે તે હાચું જ સે હંઅઅકે..! અંઇઇનું કરેલું અંઈયા જ ભોગવવું પરે..!

તારા કપારમાં કાંદા ફોરું..!

લાસ્ટ ધ બોલ

આટલા ઝીણા બાળ ક્યાં કપાવ્યા?

દરજીને ત્યાં તો નહિ જ કપાવ્યા હોય ને..!

એ તો મને પણ ખબર પણ કેમ આટલા નાના બાલ કપાવ્યા?

એમાં એવું થયું કે, વાળ કાપનારને મારે ૧૦૦ રૂપિયા ચૂકવવાના હતા. મારી પાસે ૨૦૦ રૂપિયાની નોટ હતી. ને એની પાસે ૧૦૦ છુટા નહિ હતા, એટલે મેં કહ્યું ,’બીજા ૧૦૦ રૂપિયાના કાપી નાંખ, એટલે ૨૦૦ રૂપિયાનો હિસાબ પૂરો ! એમાં વાળ નાના થઇ ગયાં.

એમાં તું શનો હસે છે?

સારું છે કે, તારી પાસે ૨૦૦ ને બદલે ૫૦૦ રૂપિયાની નોટ નહિ હતી.

કેમ..?

નહિ તો તું ટાલ પડાવીને જ આવ્યો હોત...!

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED