Featured Books
શ્રેણી
શેયર કરો

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 40

શહેનશાહ અકબર મીરાબાઈ ની મુલાકાતે

                                                                                                                     ધર્મ પ્રેમ અને સામાજિક જીવનના ક્યારેય બાધક નથી.

 

     આમેંરની રાજકુમારી જોધાબાઈ મોગલ ખાનદાનમાં, શહેનશાહ અકબર સાથે શાદી કરીને પ્રવેશી એટલે  એ મરિયમ–અઝ ઝમાની બની. બાદશાહની પ્રિય મલિકા બની.

           મરિયમ–અઝ ઝમાની પાસે રૂપ અને ગુણ બંનેને અખૂટ ભંડાર હતો.

     ” ઈશ્વરની અમૂલ્ય દેનને ઘડીભરમાં મિટાવી દેવી એ એક વાત છે.  અને એ દેન વડે માનવતા પ્રસરાવવી એ બીજી વાત છે.  તારો જન્મ જ હિંદુ મુસ્લીમ સમસ્યાના નિવારણ માટે થયો લાગે છે.  શાયદ અકબરશાહને તું સંસ્કારી અને સાચો સમ્રાટ બનાવી શકીશ. આ પણ એક પ્રકારનું બલિદાન જ છે મારી શિષ્યા એ કરી બતાવશે.”

    મૈયાના આ શબ્દો તેને આટલા બધાં પરધર્મીઓ વચ્ચે બળ પ્રેરતા હતા. બાદશાહ અકબરના જનાનખાનામાં કૃષ્ણનું નાનકડું મંદિર તૈયાર થઈ ગયું. મલિકા જોધાભાઈ કૃષ્ણભક્ત હતી મૌલવીઓ આથી બાદશાહ પર નારાજ થયા હતા.  પરંતુ અકબરે જવાબ આપ્યો.

           ” માળવાનો બાઝબહાદુર પોતાની મલિકા રૂપમતી માટે મહેલ બંધાયું નર્મદાનદીના દર્શનની સગવડ કરી આપતો હોય તો અકબર પોતાની મલિકાને શા માટે કૃષ્ણભક્તિ માટે છૂટ ન આપે?”

           ધર્મ પ્રેમ અને સામાજિક જીવનમાં ક્યારેય બાધક બન્યુો નથી. મેવાડમાં પુત્રવધુ કૃષ્ણભક્ત હતી.  અને પોતે શિવભક્ત હતા.  છતાં રાણાએ મીરાંબાઇને કૃષ્ણ મંદિર બંધાવી આપ્યું હતું.

           જોધાબાઈ તો રાજપુતોની મૈત્રીનું પ્રતીક હતી સ્વયં બાદશાહ બાબરે યુસુફજાઈ જાતિ જે તેની કટ્ટર દુશ્મન હતી તે જાતિની રાજકુમારી મુબારક સાથે શાદી કરી હતી. બંને યુસુફજાતિ અને મોગલો વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયો હતો. અક્બરશાહ રાજપૂતો સાથે સંઘર્ષ સમાપ્ત કરવા માંગતા હતા.

            માળવાનો પ્રશ્ન સંપૂર્ણ રીતે પતી ગયો હતો. સદા માટે તે મોગલશાસનમાં આવી ગયું. આદમખાનના વધ પછી બાદશાહે વીર મહંમદના હાથોમાં માળવાનું શાસન સોંપ્યું. તે યોગ્ય કડપ્ જાળવી શક્યો નહીં.  ચિત્તોડના મહારાણા ઉદયસિંહની સહાયથી બાઝબહાદુરે માળવા પુનઃ પ્રાપ્ત કર્યું. પરંતુ અકબરે  થોડા દિવસોમાં જ અબ્દુલ્લા ઉઝબેગને સેના સાથે મોકલ્યો.જેની સાથે યુધ્ધમાં બાઝબહાદુર હાર્યો અને મૃત્યુ પામ્યો.

” બેગમ, આટલી નાની વયે, આવી સરસ સમજ તે ક્યાંથી કેળવી?”

           ” જહાંપનાહ, મારી સંસ્કારદાતા ગુરુ આ જમાનાની મહાન સંત છે. એક ધન્ય ઘડીએ અમારા રાજ્યમાં તેમના પુનિત પગલાં પડ્યા.  મારા પિતાશ્રીએ એમની છાયામાં મને મૂકી દીધી.

 

 

 

           એમ.એ ? એ સંત વિભૂતિ ખરેખર મહાન છે?

           “ હા,  એ મૈયાની મહાનતા ગગન જેટલી ઊંચી અને સાગરના તળ જેટલી ઊંડી છે.”

      “ આ અતિશયોક્તિ તો નથી ને?”

“ના, આ અલ્પોક્તિ છે. હું એ મહાન વિભૂતિની મહાનતાનું વર્ણન કરવા અસમર્થ છું અને વિભૂતિની મહાનતાનું  વર્ણન કરવા અસમર્થ છું. અને વિભૂતિની મહાનતા એહેસાસ કરી શકાય, વર્ણવી ન શકાય.”

         “ પરંતુ એ વિભૂતિ છે કોણ?”

           ” અમે તેમને મૈયાના નામે પોકારી એ છીએ. તેઓ એકાંત સેવી છે. ભાગ્યે જ કોઈને મળે છે.  પિતાજી તેઓનો ખૂબ જ આદર કરે છે વિશેષ તો હું પણ નથી જાણતી.”

           ”પરંતુ એમના પૂર્વજીવન વિશે કંઈક, ઉત્સુકતા બેચેની જન્માવે છે,”

“ના, તેઓ હંમેશા કહે છે.  સંતોનો પરિચય કે સંત જ હોય.”

---------x------------------x -----------------------------------------------------

  

           શહેનશાહ અકબરના આમેરનો પ્રવાસ ગોઠવાયો. શાનદાર સ્વાગત કરવામાં આવ્યું.  દરબારમાં શહેનશાહને અભૂતપૂર્વ માન આપવામાં આવ્યું. શહેનશાહ અકબરે રાજપુતોની બહાદુરી અને ઈમાનદારીના વખાણ કર્યા.

           સમય કાઢીને શાહી દંપતી મૈયા સમક્ષ ગયા.  બંનેએ  તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. 

           ”મૈયા એ હસીને આવકાર આપ્યો.

           શહેનશાહ અકબરે ટૂંકા પરંતુ વેધક સવાલો વડે ભગવાન શ્રીકૃષ્ણ વિશે મૈયા પાસેથી ઘણું જાણી લીધું.  એ પરથી  તેઓ એટલું સમજ્યા કે, ગોકુળમાં ઉછરેલો.  જેલમાં જન્મેલો આ મહામાનવ આખી દુનિયાને પોતાની માનતો હતો.  જ્યાં જ્યાં બેઈન્સાફી જોઈ ત્યાં ત્યાં એણે પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું.  દૂ:ખી અને પીડિતો નો પૈગંબર બની ગયો.  એના હૈયામાં આ સંદેશો કોતરાઈ ગયો,

           ” ખુશ રહો. વિશાળ સલ્તનતનું શાસન દરિયાવ દિલથી કરજો.  દેશના બધા લોકોના સુખને  નજર સમક્ષ રાખીને સલ્તનત મજબૂત બનાવો.  જોધાબાઈ આપની સહાયક બની રહેશે.”

           ” આ દેશમાં નાના-નાના રાજ્યોને આપસમાં ઝઘડા કરે છે.  એ બધાને એક કરી.  મોટી સલતન્તમાં સુશાસન સ્થાપવાની મારી ખ્વાઈશ છે જે માટે આ દેશના જ સુરમા એવા રાજપુતો તથા નેકદિલ ઇન્સાનોને હું સાથમા રાખવા માગું છું.

 

ઓછામાં ઓછી સત્તા વાપરી પ્રેમનું સામ્રાજ્ય ઊભું કરો

          

    ”જોધાબાઈ એ મને આપની ખવાઈશથી વાકેફ કરી છે હું તો સંત છું ઈશ્વરભક્તિ સિવાય બીજા કશામાં પ્રીતિ નથી.  પરંતુ દેશના લોકોને ખૂબ નજીકથી મેં નિહાળ્યા છે.  અમીરોની અમીરાઈ ,સત્તાધીશોની સત્તા અને જીવવા માટે વલખા મારતા ગરીબોને મેં જોયા છે. હિન્દુસ્તાન હિન્દુસ્તાનના રાજકારણના આટાપાટા હત્યાઓ,ધુરંધરોના મોત, આશા-નિરાશામાં ઝોલાં ખાતી રિયાસતોનાં મેં પ્રત્યક્ષ દર્શન કર્યા છે. આ બધાં માંથી મેં એક દર્શન તારવ્યું છે કે, સૌ એ હળી મળીને ધર્મ અને કોમના ઝગડા મિટાવીને  શાસન કરવું.  ધર્મના નામે થતી લડાઈઓમાં  પણ વ્યક્તિના સ્વાર્થ  નિહીત હોય છે.  નાદાન ધર્મ-ઘેલા લોકોની ઘેલછાનો દુરુપયોગ કરાય છે. વ્યક્તિ મહત્વાકાંક્ષા ઓ સંતોષવા હત્યાઓ કરાય છે. આ દૂષણ તમારા શાસનમાંથી દૂર થાય એવા પ્રયત્નો કરો. એક એવું શાસન સ્થાપો કે જેમાં   સર્વત્ર સર્વે ધર્મના લાયક માણસો તમારા સામ્રાજ્યની પ્રગતિ માટે કામ કરે.  ઓછામાં ઓછી સત્તા વાપરી, પ્રેમનું સામ્રાજ્ય ઊભું કરો. એ તમને વરી છે જ એટલા માટે કે, હિંદુમુસ્લીમ કોમ વેરના બે કિનારામાં ન વહેતા સહયોગના પુલથી જોડાય.”

 

           મૈયાના ચહેરા પર એકાએક તેજ ધસી આવ્યું.  જાણે તે સમ્રાટને  આદેશ આપતા હોય તેમ બોલવા માંડ્યા.

           “ ભારતમાં આવેલા આક્રમણખોર અને રાજકર્તા મુસલમાનોએ પ્રજાને લૂંટી, બરબાદ કરી, પ્રજાપર નિર્મમ  જુલ્મો અને અન્યાય એટલા માટે કર્યા કે, તે વિધર્મી છે.  હે અકબર પાદશાહ! તમારે તમારા મહાન પૂર્વજ  બાબરની અક્ષય કીર્તિ અક્ષુણ રાખવી હોત તો અને હીંદમાં રાજ કરવું હોય તો હિન્દુઓનો સહયોગ પ્રાપ્ત કરો. શાસનની    વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવો.  ભારતના મહાન સમ્રાટો સમુદ્રગુપ્ત ,ચંદ્રગુપ્ત સ્કંધગુપ્ત ,વિક્રમાદિત્ય અશોક લોકકલ્યાણની ભાવનાને કારણે જ મહાન બની શક્ય હતા. આજે પણ તાનસેન, ટોડરમલ ,રાજા ભગવાનદાસ જેવી હસ્તીઓ વીરલ છે. તમારા સામ્રાજ્યમાં ,નિર્માણ હેતુ તેમની શક્તિઓનો ઉપયોગ કરશો અને એમાં પ્રજાકલ્યાણની ભાવના હશે તો તમે હિંદુ મુસલમાન બન્ને કોમમાં પૂજાશો. વિશ્વ તમને વંદશે.”

           મૈયા પાસેથી વિદાય લેતા બાદશાહને એક નવું દર્શમ પ્રાપ્ત થયું.

“ ભારતમાં નેકદિલ ઈન્સાનોની કમી નથી પરંતુ તે માટે રાષ્ટ્રસત્તાએ ત્યાં સુધી જવું પડે.  એ વિભૂતિઓ તો નિસ્પૃહી છે.” જોધાભાઈ બોલ્યા

           અકબરશાહ આ સાંભળી મંદ મંદ મુસકુરાયા. મૈયાએ આ જ જીવનદર્શન, સમન્વયવાદની ગંગા ચિત્રકૂટમાં સંત અને યુવા કવિ તુલસીદાસ સમક્ષ જ્ઞાનચર્ચામાં વહેવડાવી. આ વેળા તુલસીદાસનો સાધનાકાળ ચાલતો હતો.

  “ મૈયા એ બીજા કોઇ નહિં , સંત મીરાંબાઈ છે “

           પ્રૌઢ મૈયાની સંતવાણી તેમના હૈયામાં કોતરાઈ ગઈ. સંત તુલસીદાસ ભારતીય સંસ્કૃતિના તારક બનશે. એવો વિશ્વાસ મૈયાને હતો જ તેથી તેમને સમન્વયવાદનું દર્શન તુલસીદાસ ને આપ્યું,

     મૈયા કોણ હતા એ અકળ હતું.

         મૈયા પોતાના પૂર્વ જીવન વિષે એકપણ હરફ ઉચ્ચારવા  તૈયાર ન હતા. આથી સૌને પોતાની જિજ્ઞાસા દબાવી દેવી પડતી.

 

           પછીના જીવનમાં રાજા ભગવાનદાસ સાથે શહેનશાહ શિવપુરીના જંગલોમાં શિકારે ઉપડ્યા.

            અને જોધાભાઈ પિતા ભારમલ પાસે આવીને બેસી ગયા.  ભારમલ કછવાહા વિચારતા હતા કે,  જોધાબાઈના લગ્ન પછી શહેનશાહની ક્રૂરતા ઘટી હતી.  તેના લગ્ન પછી તરત જ સલ્તનતમાં આદેશ અપાયો હતો કે, કોઈપણ નાગરિક અથવા યુદ્ધકેદીનું જબરજસ્તીથી ધર્મ-પરિવર્તન કરવું નહીં.  બે વર્ષ પછી સતી પ્રથા પર પ્રતિબંધ મુકાયો.  સાથે સાથે કોઈ પણ પુરુષ સ્ત્રી સાથે જબરજસ્તી કરે તો સજા-એ મોતનો ઇંતજામ કર્યો.  કોઇપણ સ્ત્રી પોતાની આબરૂ સાચવવા જ પોતાની જાતને અગ્નિને હવાલે કરે છે.  નિરંકુશ સૈનિકો, મદભર્યા સત્તાધીશોના ડરથી, લોકો નાનપણથી જ દીકરીના લગ્ન કરી દે છે.  શહેનશાહને આ તથ્ય જોધાબાઈના કથન પછી સમજાયું હતું.

           “પિતાજી, મૈયાનું પૂર્વ-જીવન આપ જાણો છો?

            રાજા ભારમલે હસતા હસતા કહ્યું. “ દીકરી સંતના પૂર્વ જીવનની જાણવાની શી જરૂર ?

જરૂર છે.  જિજ્ઞાસા કેવી રીતે રોકાય ? મને તો બીજા સંતો અને મૈયામાં તફાવત લાગે છે.”

           “દીકરી, મને વચન આપ કે, હું જે વાત તને કહું તે તું બીજાને કદી નહી કહે. બાદશાહને પણ મૈયાની હયાતીમાં તો નહીં જ.”

            જોધાબાઈએ સ્વીકૃતિમાં મસ્ત હલાવ્યું.

“તો સાંભળ, મૈયાએ બીજા કોઈ નહીં, પરંતુ સંત મીરાબાઈ છે.

   જોધાબાઈ ચમક્યા અને બોલી ઉઠ્યા,

“મીરાબાઈ તો વર્ષો પહેલા, દ્વારિકામાં સાયુજ્ય મુક્તિ પામ્યા હતાને ?

 

           “ ના, ભક્ત મીરાબાઈ ફરીથી, ચિત્તોડ જવા માંગતા ન હતા. તેમજ મહારાણા ઉદયસિંહની શુભેચ્છા લઈને આવેલા મહાજન મંડળ અને જયમલ રાઠોડને ઇનકારવા માંગતા ન હતા. આવી વિષમ પરિસ્થિતિમાં એમણે દ્વારિકાના મંદિરના મહંતની સલાહ લીધી. મહંતજીની સલાહ પ્રમાણે તેઓ મંદિરના ગુપ્તદ્વારેથી જતાં રહ્યાં અને મહંતે બ્હાવરા બ્હાવરા દોડતા આવીને ખબર આપ્યા કે મીરાબાઈ પર ભગવાન પ્રસન્ન થયા અને તેમની સાયુજ્ય મુક્તિ આપી.

 

 

મીરાંબાઈ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા.

 

           શ્રદ્ધાળુઓ લોકોએ આ વાત અહોભાવથી માની લીધી. આમ  મીરાબાઈ અજ્ઞાત વાસમાં ચાલ્યા ગયા. દશેક વર્ષ દક્ષિણ ભારતમાં ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યની માફક ત્યાંનાં તીર્થ સ્થળોમાં ફર્યા.  આ ભૂમિ રામાનુજ, રામાનંદ, મધ્વાચાર્ય ,નિમ્બર્કાચાર્ય જેવા મહાન આચાર્યોની જન્મ ભૂમિ હતી.

 

           “પિતાજી, મીરાબાઈ દક્ષિણ ભારતજ કેમ ગયા હશે.? ઉત્તર ભારતમાં હરદ્વાર, બદરીકેદાર, વારાણસી જેવા મહા તીર્થધામો છે છતાં?

            “મીરાબાઈ મેવાડના રાજરાણી હતા.  ઉતર ભારતમાં ગમે તે સ્થળે મીરાંબાઈને ઓળખાઈ જવાનો પૂરો ડર હતો. પોતાની સાધનામાં વિક્ષેપ પડે એ તેમને પસંદ ન હતું. દક્ષિણ ભારત ઘણે દૂર અને અજાણ્યો પ્રદેશ હોવાથી એવી ભીતિ ન હતી.

           આશરે દશ વર્ષ પછી, ભારતની પૂર્વ સીમાએથી તેઓ કવિ જયદેવ ,વિદ્યાપતિ અને ચંડીદાસ ની જન્મભૂમિના દર્શનાર્થે પાછા ફર્યા.  આ દશ વર્ષના ૧૫૪૬ થી ૧૫૫૬ સુધીના સમય દરમિયાન મેડતામાં તેમના કાકા વીરમદેવ મૃત્યુ પામ્યા હતા.  ભાઈ જયમલ રાઠોડ મેડતાના શાસક બન્યા હતા. યુદ્ધો દરમિયાન મેડતા જયમલ રાઠોડના હાથમાંથી જતું રહ્યું અને જયમલ રાઠોડ ચિત્તોડમાં વસે છે.

           મીરાબાઈએ દ્વારકા છોડ્યું ત્યારે શેરશાહનો ઉદય થયો હતો.  અને જ્યારે તેમણે પૂર્વ સરહદે પ્રવેશ કર્યો ત્યારે મોગલ સલ્તનતનો ફરી ઉદય થયો હતો.

           આ સમય દરમિયાન હિન્દુસ્તાનની પ્રજામાં રહેલી એકતાનું દર્શન તેમને લાધ્યું. થોડો વખત, બાંધોગઢ ના રાજા રામચંદ્ર વાઘેલાને ત્યાં અતિથિ બનીને રહ્યા જ્યાં ગાયક તાનસેન તેમના વિચારોના પ્રભાવમાં આવ્યો. થોડો વખત ચિત્રકૂટમાં વાત કર્યો જ્યાં તુલસીદાસ ની મુલાકાત થઇ.

          

           અંતે એક દિવસ તેઓ આપણા આમેર માં આવીને વસ્યા.

અમે એમની ઇચ્છા મુજબ તેમને અજ્ઞાતવાસ પૂરો પાડી રહ્યા છે. આજે તો મીરાબાઈ પ્રભુ ભજનમાં લીન થઈ પોતાના દિવસો વ્યતીત કરે છે.”

           આમ કહી રાજા ભારમલે  પોતાની વાત પૂરી કરી.

 

     “ શહેનશાહ, શિકાર નો શોખ તો શાહી શોખ છે.”

“ શિકાર મારો પ્રિય શોખ છે જ. વળી શિવપુરીના જંગલમાં આખેટક તરીકે ભ્રમણ કરવાની મજા ઓર જ છે.”

 

મહાન વિભૂતિ નિસ્પૃહી હોય છે.”

 

રાજા ભગવાનદાસ અને શહેનશાહ અકબર પોતપોતાના રસાલા શિવપુરીના જંગલમાં ગયા.

           સોથી સવાસો માઇલના ઘેરાવામાં ફેલાયેલા આ જંગલમાં પુષ્કળ હાથીઓ જોવા મળતા હતા. આ પ્રવાસ કછવાહા રાજવીએ શહેનશાહના માનમાં યોજ્યો હતો. મહેમાનોને લઈને શિકાર ખેલવા જવું એ કછવાહા રાજવીઓની પરંપરા હતી

           આ વનમાં હજારોની સંખ્યામાં ચિતલ જોવા મળતા.

           “ગરમીની મૌસમમાં સવારે તથા સાંજે ચિતલ રોજ સરોવર કાંઠે આવે છે.

શ્યામમૃગ-કાળિયાર -શાકાહારી પ્રાણીઓમાં સૌથી વધારે તોડનારું પ્રાણી હતું. તે અવાજ સાંભળતાં જ ભાગી છૂટે છે.  લાંબા શિંગડા અને સુગઠિત દેહયષ્ટિવાળું આ અતિસુંદર વન્ય પ્રાણી ફક્ત હિંદમાં જ જોવા મળે છે. શિંગડા ફક્ત નર હરણને જ  હોય છે.  શીંગડાવાળી માદા લાખોમાં એકાદ જોવા મળે છે જેને ઉત્તમ માદા ગણવામાં આવે છે આ કાળિયાર મૃગ વૃક્ષ ખુલ્લા મેદાનોમાં રહેવાનો આદિ હોય છે. આ જંગલમાં શ્યામમૃગ ચિકારા , ચિતલ જોવા મળે છે.” એક જાણકાર શિકારીએ માહિતી આપી.

  આમેરના રાજવીએ શહેનશાહને સુંદર હાથીઓની ભેટ આપી.

   ૧૫૬૫ની એક રમણીય સંધ્યાએ, શહેનશાહ એ જોયું તો જોધાબાઈ ની આંખોમાં આંસુ હતા.” “જહાંપનાંહ,  મૈયા જન્નત નશીન થયા.”

”, અરર, ખોટું થયું, મહાન સંતનો લય થઈ ગયો.

     “આપ જાણો છો ? મૈયા કોણ હતા?

“હા , મલિકા, રાજા ભગવાનદાસે શિવપુરી ના જંગલોમાં એકાંત સ્થળે, કોઈને પણ ન કહેવાની અપેક્ષાએ  મૈયા એ જ મહાન કવિયત્રી, કૃષ્ણભક્ત મીરાબાઈ હતા એ મને જણાવ્યું હતું. એટલે જ ફરીથી આપણે એમનાં દર્શને ગયા ત્યારે મેં એમના મીરાબાઈ તરીકે દર્શન કર્યા હતા.”

           શહેનશાહ અકબરે પોતાની ટંકશાળમાં રામ અને સીતાના સિક્કા પડાવ્યા એક હિન્દુ પંડિત પાસે બેસીને રામાયણ ,મહાભારત અને શ્રીમદ ભગવદગીતા સાંભળી.

           બાદશાહે ફરી કદી મૈયા વિશે ચર્ચા ન કરી. .મૈયા ના પૂર્વ ઇતિહાસ પર પડદો જ રહેવો જોઈએ. મહાન વિભૂતિનો આત્મા નિસ્પૃહી હોય છે તેઓ નામથી નહીં, પોતાના ધ્યેયની સફળતાથી શાંતિ અનુભવે છે. મારી એમના આદેશ પ્રમાણે વર્તવું જોઈએ. શહેનશાહ વિચારતા..

*********************************************