સથવારો .....સંબંધો ભાગ્યનાં 13
●●●●○○○○●●●●○○○○●●●●●
સ્વચ્છ આકાશ
●●●□○○○○□●●●□○○○○□●●●□○○○○□●●●
અશ્ર્વિનીબહેનેસાકરમા સાથે વાત કરવાનું નક્કી કર્યુ ત્યારે છેક મળસકે ઉઁઘ આવી.એ પહેલાં બે -ત્રણવાર અમોઘા બરાબર ઉઁઘે છે કે નહીં તે જોઈ આવ્યાં,એ તો હંમેશાની ટેવ મુજબ સાકરમાનાં હાથનું ઓશીકું બનાવીને સુતી હતી.
આ બાજું સાકરમા ફરી એ જ સપનામાંથી પસાર થઈ રહ્યાં હતાં. ખેતરમાં ચાલતાં ચાલતાં થાકે ને અચાનક આવી વિમાન ઉભું રહે અને પોતે એમાં બેસી ને ઉડવા લાગે વાદળની સાથે.આ સપનું આવતું અને સવાર સુધી યાદ રહેતું ,સવાર સવારમાં પોતાની આરામખુરશીમાં બેસી
છુંદણા પસવારતાં સાકરમા વિચારે ચડી જાય એટલે ઘરમા બધાને ખ્યાલ આવી જતો કે સપનાનો અર્થ શોધવાની મથામણ ચાલે છે.તે દિવસે પુજા અમોઘા કરી લેતી,એને શાળા માટે લેવા આવતાં યતીન ભાઈ પણ રોજની જેમ વાતો કરવાનાં બદલે ચુપચાપ ચાલ્યાં જતાં.
શાળાએ જતાં અમોઘા વળગી પડી"મા હવે સપનાંનો
અર્થ પછી શોધીશું".સાકરમાની તંદ્રા તુટી ત્યારે એમને ખ્યાલ આવ્યો બધા મુછમાં હસતાં હતાં.
અમોઘાની હાજરી જ વાતાવરણને ખુશી થી ભરી દેતી.અશ્ર્વિનીબહેને હળવાશ અનુભવી.
સાંજે ટહેલતાં ટહેલતાં સાકરમા ખુશમિજાજ હતાં"ક્યાં
ગાડા કેડી ને ક્યાં આ પોચું પોચું ઘાસ,એ મારી જુની પુરાણી ડેલી ને આ આપણું મોટું ઘર ,સાચું કવતો ઈ બધાયની માયાતો ઘણી,પણ આયાં એટલો સંતોષ છે કે ઈ કંઈ યાદ નથી આવતું." "માસ્તરાણી તું કંઈ કેમ બોલતી નથી,ચિંતામાં છો? તનેતો ઉપાધિની ટેવ છે ,તને યાદ નહીં
રે'તું હોય કે કોની ઉપાધિ છે."
અશ્ર્વિનીબહેનની આંખોમાં સ્મિત છલકાયું ,આ સ્ત્રી જતાવ્યા વિના એની કાળજી લઈ રહી છે એ વિચારીને !
એ સાકરમાને દોરીને બાકડા સુધી લઈ ગયાં."અમોઘા ચિત્રો દોરે છે,એય નૃત્યનાં એની દબાયેલી ઈચ્છાઓ એ
કાગળ પર ઉતારે છે,અને મને તો લાગે એની જન્મદેનારી
જ એને સપનામાં આવતી હશે."
"માસ્તરાણી,બધાને મારી જેમ સપનાં ન આવતાં હોય,મને અમોઘાનાં ચિત્રોની પણ ખબર છે,અને કેનાં દોર્યા તેય.મને બતાવી ને દોરે ને તું ન હોય ત્યારે અમે ટી.વીમાં આવતાં નાચ પણ જોઈએ.એને ખાલી દોરવાનો જ શોખ". અશ્ર્વિનીબહેન બોલ્યા" મને એ બધામાં ચહેરો એક જ લાગે". "માસ્તરાણી આટલું વિચારતાં પે'લાં મને તો પુછવું'તું,ઈ ટીવીમાં આવે ને બવ જાણીતી છે"
અશ્ર્વિનીબહેનને થોડું સારું લાગ્યું,જે વાત મનમાં રમતી હતી તે કહી જ નાખી"આપણે એને એનાં મૂળ વિશે ક્યારેક તો જણાવવું પડશેને? પછી અચાનક ખબર પડશે તો આપણા માટે એનાં મનમાં નફરત જાગશે.સાકરમા બોલ્યા," આપણી દીકરી સમજદાર છે,હવે સાવ નાની નથી,એનેય ખબર્ય પડે કે બે મા છે, બાપ વિશે
નિશાળનાં હાજરીપત્રકથી વિશેષ કાંય નથ જાણકારી.હું નાનજી વિશે ખેડૂ કરીને વાત કરૂ તોય એક'દી કે'તી'તી કે નાનજી મારા વાસુદેવને તમે મારી યશોદામા છો એવું મને લાગે."
એને જ્યારે જાણવાની ઈચ્છા થાય ત્યારે કંઈ ન છુપાવવું એવું નક્કી થયું.અને સાકરમાનાં અડગ વિશ્ર્વાસ સામે ચિંતા હારી ગઈ .
કોઈ હતું જે ક્યારનું સાંભળતું હતું આ સંવાદો,મિત્રો સાથે રમીને આવ્યાં પછી મા કે મમ્મીને ન જોતાં અમોઘા બગીચામાં આવી,પોતાનાં વિશે વાત થતાં તે કુતુહૂલતાવશ
સાંભળવા લાગી,મનમાં ક્યારેક ફરકી જતાં પ્રશ્ર્નોનાં આજે ઉતર મળશે તેવું લાગ્યું.બેંઉ માની વાત સાંભળીને મિશ્ર લાગણીઓ એ બાળમનને દૂવિધામાં નાખી દીધું.
એ ચૂપચાપ ઘરે પાછી આવી,એને ઘણીવાર યતિન ભાઈને પુછ્યું" હે દાદા મારા પપ્પા કેવા હતાં કોણ હતાં?"ત્યારે ટુકો જ જવાબ મળતો "દિકરી તમે સાવ નાનાં હતાં ત્યારથી પપ્પા નથી." બંને માનો પ્રેમ જોઈ પ્રશ્ર્નો બહાર આવતાં નહીં ને ઉંમર સહજ તાર્કિક શક્તિ
અમુક વાત સ્વિકારતી નહીં.પ્રભુ પરની અખુટ શ્રદ્ધા અને સાકરમાનાં હેત આગળ બધી મુંઝવણો હથિયાર હેઠાં મુકી દેતી,મનમાં ઉઁડે ઉઁડે ખયાલ હતો પરંતું આજે સાકરમાનાં મોઢેથી સાંભળીને એ નાનકડું હ્રદય જખ્મી થયું.
ઘણીવાર સુધી વહેલાં આશુઓએ ચહેરા પર ઉદાસીનું આવરણ મઢી દીધું. સાકરમાને અશ્ર્વિનીબહેન પાછાં આવ્યાં ત્યાં સુધીમાં એ સુઈ ગઈ,સાકરમાને નવાઈ લાગી,માથું ગરમ નથી એની ખાત્રી કરી.ને વાત પસવારતાં
બેસી રહ્યાં,બંધ આંખે પણ એ હુંફાળો સ્પર્શ ઓળખાતાં
અમોઘા એને વળગી પડી.બે ચાર દિવસ આમ જ ગયાં.સાકરમા ને અચાનક આવેલાં આ ફેરફારથી થોડી ચિંતા થઈ.શાળાએ કંઈ થયું હશે એવું માનીને એમણે કંઈ
પુછ્યું નહીં.
થોડા દિવસ પછી અમોઘાએ અચાનક અશ્ર્વિનીબહેનને
કહ્યું"મમ્મી મને કમ્પ્યુટર લઈ આપીને તમારી ઓફીસમાં છે
એવું જ.મારે શીખવું છે.ક્યારેય પોતાની પાસે સીધેસીધું કંઈ ન માંગતી સાકરમાને કહેતી અને આજે પોતાને કહ્યું એ સમજીને અશ્ર્વિનીબહેન હરખાઈ ગયાં.એમણે તરત જ હામી ભરી દીધી.
એ નિર્દોષ મનમાંતો મા અને મમ્મીની વાત સાંભળી સત્ય ખોજવાની તાલાવેલી હતી.જોક એનાં માટે પ્રશ્ર્નો પુછી માનાં હેતનો અનાદર નહોતો કરવો.એ કુમળુ મન દૂવિધાઓથી ઘેરાઈ ગયું.
@ડો.ચાંદની અગ્રાવત