સથવારો.....સંબંધો ભાગ્યનાં - 1 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

શ્રેણી
શેયર કરો

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 1

પ્રકરણ 1

સાવ જીવ વિનાનાં પગ લઈને એણે ખડકીની બહાર


પોતાનું પચાસ વરસનું થોડું અદોદળું શરીર

ધકેલ્યું .જીવનની તમામ ચેતના હરાઈ ગઈ હોય તેમ

હાથમાંથી બે વખત તાળું છુટી ગયું .એક સમયે ઘાટા

લીલાં છુંદળા જે હાથ પર શોભતા હાથ આજે

છૂંદણાની જેમ ઝંખવાઈ ગયેલા લાગતા હતાં .ડેલીનાં બે

બારણાં ભેગા કર આગળીયો વાસતાં તો નિઃસાસો

નખાઈ ગયો. સડેલી બારસાખ ને અધડુકા બંધ થતાં

દરવાજામાંથી છેક સુધી નજર અંદર ગઈ જાણે આખા

ઘરને આંખોમાં જડીને લઈ જવું ન હોય...

સાકર માએ પગ ઉપાડ્યો ત્યાં તો એનું

મેલખાંઉ ઓઢણું ખડકીનાં ઉચકાયેલ ખીલ્લામાં ભરાયું

ને એનેલાગ્યું કે જાણે કોઈ રોકે છે. મન ચકડોળે ચડયું

"જિંદગીમાં ઘણીવાર વસમું લાગ્યું પણ આવું તો

પે'લીવાર .... એમ તો જે દી' પોતે ફળીયામાં

ખાટલો ઢાયરો (ઢાળ્યો)તો રાતે પણ......"

મનનાં વિચારોની ગતિ ધીમી કરી એણે પગની ગતિ

વધારી.દસ બાર ડગલાં ચાલી ચોરો વટાવતાં જ હ્રદય

બહુ ભારેથઈ ગયું , ચોરાનાં લીધે તો ભેંકાર ઘરમાં

માણસોનો અવાજ પહોંચતો ...

ગામનો કોઠો વટાવતાં જ પાદરનો ઉભો

રસ્તો ..વૈશાખનો ઉનો પવન તામ્રવર્ણી ચામડીને વધારે

રાતી કરતો હતો. ઊતરેલાં કાનમાં લાલ દોરાથી બાંધેલા

વેઢલાં પગ સાથે કદમતાલ મિલાવતા'તાં .એણે ઝડપ

વધારી જાણે હવેલીનો દરવાજો જોવો

નહી.બળબળતો તાપ શરીરને દઝાડતો 'તો ને રસ્તો

મનને.. "કોને ખબર્ય જીવતેજીવત રસ્તો ભાળીશ કે

નૈ .. આજ દી લગી તો જરાય માયા ન'તી ને આજ

આટલો મૂંઝારો?.."

કોઈ દી' સ્વીકારેલી જિંદગીને માંડ થોડી સ્વીકારી

હતી..દુશ્મની ઓછી થઈ હતી ખુદનાં જીવન સાથે.

ને નવો બદલાવ અસહ્ય લાગતો હતો ."ઈ મોટા

શે'રમાં મને ગોઠશે? અતાર સુધી બે'નનાં સગડ

નો'તા ...હવે છોરા સાચવવા.. ..."

પગની સાથે મનની યાત્રા ચાલું હતી. તોય નજર

ગઈ બાજુ .અહીં થી તો દેશનિકાલ મળે

એમ જાકારો મળ્યો હતો. મનમાં આવેલી બધી કડવાશ

કાઢી નાખવી હોય એમ દિશામાં થુક્યું.. તોય

મનની આગ જેમની તેમ.અન્યાય ને અપમાન ભેગા

થાય એટલે નફરતમાં તબદીલ થાય .

"એવો તો શું ગનો(ગુનો) કે બસો(બસ્સો) વિઘાના

જમીનદાર ને ઈની સોળ વરહ ની છોડી દસ વીઘરડીના

ખેડુંને પૈણાવી(પરણાવવી) પડે.. ઉમરેંય જોય ખોરડું

નહી ને કટંબ નહી..કટંબનાં (કુટુંબ) નામે એક

આદમી ."

ગામને પાદર પહોંચતાં મન અને ફેફસાં બંનેને

આફરો ચડી ગયો. હૈયામાં વધારે આગ કે બાહાર

નક્કી નહોતું થતું.રડવાનું ઘણું મન થતું'તું પણ

રડી શકાય તોને? પાદરનાં ઓટલે વાછરાદાદાનાં દેરા

આગળ બેસી પડી .ભૂતકાળની ભૂતાવળ આંખ સામે

નાચવા લાગી..

જ્યારે ખેડૂ મોટે ગામતરે ગ્યો ત્યારે માએ

કીધેલું ,તીર ભોંકેલું ."પાણો છે પાણો મુઈ નછોરવી

તો હતી નધણીયાણી થઈ તો'ય એક આસુડું (આશું)નથ

આખ્યુમાં .."હા પથ્થર હતી તો તો આટઆટલું

સહી ગઈ.

માસ્તરાણી કહેતી "સાકર બે'ન તમારો વિચાર

કરો.પોતાનાં માટે પણ જીવાય. આમ જાતને ન ઘસાઈ"

"તારૂ અવું અઘરૂઅઘરૂ મને નો સમજાય.નાની હતી તાર

તો તારા જેવી હતી. હવે તો ભગવાન ભેરૂ નથ

પછી કોને દોષ દેવો?"
●●●●●○○○○●●●●●
નવી નવી સામેનાં મેડીબંધ મકાનમાં રહેવા આવી ને પાણી

લેવા આવી ત્યારની વીસ વર્ષની શિક્ષીકા અને

સાકર મા વચ્ચે અલગ બે'નપણાં બંધાઈ ગયેલા.

ગામ આખુંય એને અશ્ર્વિની બે'ન કહેતું પણ પોતેતો

માસ્તરાણી કહેતા. એસીનાં દસકામાં બે

એકબીજાથી તદ્દન અલગ સ્ત્રીઓ કોઈ ઋણાનુંબંધથી

બંધાયેલી હતી.

મોટરસાયકલની ઘરઘરાટીથી તંદ્રા તુટી ,કોઈ

જુવાનીયો પુછતો હતો" મા પાટીયા લગણ આવવું

હોય તો બેસી જાવ" ના પડાય ગઈ. વળી એક

સણકો ઉપડ્યો. "મારે જો દીકરો હોત તો આનાં જેવડો

હોત .ભગવાને સામું જોયુ કોઈ'દી ..ભગવાન તું

ભેગો થા તારી હારે બાધવું છ (ઝગડવું)" હૈયે વલોપાત

ઉપડ્યો ને ઠુઠવું મુકાઈ ગયું.છેલ્લીવાર ભાઈ

ગયો ત્યારે રડેલી .આજ તો જિંદગીભરનાં

બધા રૂદન એકમેકમાં ભળી ઞયા.એ ગામ છોડવાની

પીડા હતી ,પોતાની નાનકી ની વિદાઈ કે ખેડુનાં મોતની કે

પછી તૂટતાં રહેલાં દરેક સપનાની ને વગર વાંકે મળેલી

સજાઓની...

રોંઢા(સાંજ પે'લાનો સમય) સુધી હળવાં થયાં પછી

નક્કી કર્યું કે સીમ ખેતર ઘર બધું છુટુ કરી બધી માયા

મુકીને જવું ને મક્કમ મને પાછાં પગલાં ઘર તરફ

વાળ્યાં.

એને ક્યાં ખબર હતી ભવિષ્યનાં પેટાળમાં શું

છુપાયેલું હતું..વિતેલી અડધી સદીનું સાટું વળવાનું હતું

કે માનાં અભિષાપને વધારે સાર્થક કરવાનો હતો.

અત્યારે તો મન ભુતકાળનાં દરિયામાં ગોતા મારતું હતું

પણ એકેય મોતી ક્યાં?

●●●●●○○○○○○●●●●●●●●●
પ્રથમ ભાગ વાંચવા માટે આપ સૌ નો આભાર

એક સાધારણ સ્ત્રી ની યાત્રામાં ભાગ લેવા વાંચો

આગળનો ભાગ..