Sathvaro - 7 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7

સાકરમાનું જીવન
●●●●●○○○○●●●●●●○○○○○●●●●●○○○○○●●●

નાનજી,બઘીઆઈ અને ગોદાવરી મોટા ગામતરે ઉપડી

ગયાં, વજી અને અશ્ર્વિનીબહેન પોતપોતાની

દિશામાં .સાકરને જિંદગીનાં ઘાવ એટલી એકલી કરતાં

રહ્યાં કે એને કાયમજીવતા રહેવા માટે એક બહાનાંની

એક કારણની એક ધક્કાની જરૂર પડતી.


થોડા દિવસ એણે ખડકીમાંથી પગ બહાર મુકવાનો

બંધ કરી દીધો. દેવકી,ગંગા કે કોઈ ને કોઈ જમવાનું

લાગતું ને થોડીવાર બેસી ખબર-અંતર પૂછતું,તો

રાજલનો દિકરો બહારનાં કામ કરી દેતો.ફળિયામાં દરેક

જણને એની ચિંતા હતી. ધીરે પોતાની નાની નાની

સમસ્યાઓ લઈ ને આવતા અને સાકરમાંની સલાહ

લેતા.છોકરાઓ રમતાં રમતાં ઝગડો તોય

સાકરમાંને બોલાવે,સાસુ વહુ કે પતિ પત્નીનાં ઝગડામાં

પણ એ સમાધાન કરાવે,તો ક્યારેક કોઈક ખરો ખોટો

કજિયો કરીને સાકરમાંને વ્યસ્ત રાખે.જીવન પાછું એક ઘરેડમાં ગોઠવાવાં લાગ્યું.ઓટલા પર

વાર્તાઓ અને પૌરાણિક કથાઓ પાછી જીવંત થઈ.

ખેતર આજુબાજુનાં જુવાનિયાઓ સાચવી લેતાં.


સાકરમાને ક્યારેક વિચાર આવતો."આ બધાયને મારી

કેટલી માયા છે,મને કેમ અંદરથી એટલી માયા નથ

થતી." ભગવાન સાથેય સંવાદ થઈ જતો" હવે તો મારા

વા'લા આમ ને આમ જિંદગી પુરી થય જાય ..પચાસ

લગણ તો પુગવા આવી,હવે વેલેરું (વહેલું) વિમાન

મોકયલ (મોકલ). આ ખડકી માં જ આયખું પુરુ

થાય,હવે આવતો ભવ ન આપતો ."


એ રાતે તો સાકરમાને સપનું આવ્યું , વિમાનમાં બેસી

વાદળની પે'લેપાર જતાં હોય એવું. પછી તો એ સપનું

દર થોડા દિવસે આવવાં લાગ્યું.સાકરમાએ માની લીધું કે

હવે અહીં આપણાં અંજળપાણી ખૂટવાનાં.

અંજળપાણી ખૂટવાનાં તો હતાં પણ સહેજ જુદી રીતે.એ વખતે જ ગામનો એક જુવાન આરબ દેશમાં કમાવા

ગયેલો,તે આવ્યો ને ગામના ઘણાં જુવાનિયાઓને

પોતાની સાથે લઈ ગયો. ફળિયાંનાં લગભગ બધાં

યુવાનો ગયાં અને એમની પત્નીઓ બાળકો ને લઈ ને

પિયર કે નાના શહેરોમાં બાળકોનાં ભણતર માટે રહેવા

લાગી.આરબ દેશમાંથી આવેલી સધ્ધરતાએ ફળિયું સુનું

કરી દીધું. બધા આધેડ અને ઉંમર લાયક લોકો ખેતીમાં

જોતરાઈ ગયાં. સાકરમાં પાછાં એકલા પડી ગયાં.


એ અરસામાં સાકરની માનું અવસાન થયું ,એથી સૌથી

મોટો ભાઈ જે એનાં દિકરા સાથે મહાનગરમાં રહેતો હતો

તે આવ્યો.ક્યારેય બહેનની ખબર ન પુછનાર ભાઈને

જ્યારે બહેનની પરિસ્થિતિની ખબર પડી તો દયા પણ

આવી અને સંકોચ પણ થયો.ગામમાં એની એક પ્રતિષ્ઠા

હતી.ગામ લોકોની નજરમાં એ જાળવવાં ની હતી.એ

સાકરનાં ઘરે જઈ ને પોતાની સાથે આવવાં કહ્યું"ગઈ

ગુજરી ભુલી જા,તું અમારી એક ની એક બહેન એતો

માના લીધે.....""ત્યાં આવીશ તોમારા છોકરાનાં

છોકરાઓનેય ગમશે તારી ,ભાભી તો ચાર વર્ષ

પહેલા.જ..."ત્યારે તો સાકરે કઈજવાબ ન આપ્યો. તે

રાતે ફરી એ જ સપનું....


ભાઈને ત્યાં જવાની ઈચ્છા નહોતી જરાં,એક તો

મહાનગરની રીત ભાત અને પાછું સાચું કારણ તો ખબર

જ હતી. એ કારણથી જ તો મન લલચાતું હતું ,ત્યાં

નાનાં બાળકોનો સાથ ને અહી ખાલીપો. આખરે લાચારી

ખાલીપા સામે હારી ગઈ .

●●●●□□●●□□●●●●●□□□□
અડધી સદી પછીનો પ્રવાહ.

●●□□□●●●●□□□□●●●□□□
તે દિવસે જવાનું નક્કી કરીને પાછા વળ્યાં. રાતે ફળીયાં

માં સહું ની મળીને રજા લીધી. વાડી ઘર બળદ વેચી

નાખવાનુ નક્કી થયું .બીજા દિવસે વહેલી સવારે

વાડીએ જવા પગ ઉપાડ્યાં. ગાડાં કેડીમાં ચાલતાં

ચાલતાં વળી ભૂતકાળની યાદો સાથે કદમતાલ મિલાવવા

લાગી.વજી આવ્યાં પછી ક્યારેય વાડીએ નહોતી ગઈ.".

બળધું(બળદ) અને શેઢો ને મને ઓળખે કે નઈ.હવે

છેલ્લીવાર જોવાનું બધું"વાડીએ પહોંચતા જ નાની ઓરડી ની પછીતે જઈને પેલું

તો લાલ એંધાણ જોયું એને હાશકારો થયો.કુહાડી

લઈને ખોદવાની શરૂઆત કરી, પીતળની નાની પેટી

હાથમાં આવતાં જ કેટલાય ભાવ આવી ગયાં મનમાં

ખોલતાં જ એ ઝુંમણું ,ને રજવાડી હાર એને કઈક

અલગ એંધાણ આપતા હતા,કોઈનો પગરવ સંભળાયો

એણે ઝડપથી એ પેટી લાલ ભરતકામ વાળી થેલીમાં

સરકાવી દીધી ને આગળ આવી .રાજલ અને એનો ઘરવાળો ભરત આવ્યાં,રાજલ તરત

જ બોલી" તને વસમું નઈ લાગે ,આ માયા મેલવાનું,અમેબધાં નથ કે તારે ન્યાં જાવું .સાકરથી બોલાઈ ગયું"હવે

એકલું નથ સોરવતું આખી જિંદગી કાઢી નાંખી કે કો'ક

દી'સારું થાસે. વસમું તો મને બોવ લાગે,પણ હવે કેટલાં

દી' ,ન્યાં છોકરામાં મા,ઓ જીવ પરોવાસે .આયાં તો

આખુંય ફળીયું ખાલી."


પછી તો ગામમાં વરસે બે વરસે આંટો મારવાની ભલામણ

થઈ, થોડી ભૂતકાળની યાદો ઉખડી.સાકરે એ લોકો ને

બળદ સોંપ્યા ને ઘરને ખેતર વેચવાને બદલે વજી ની

અમાનત બની સંભાળ રાખવી ,જરૂર પડે એની મદદ

કરવી એવું નક્કી થયું.તે દિવસે રાતે એને ઘસઘસાટ ઊંઘ આવી બધું છુટવાનાં

દુઃખ કરતાં બંધનમુક્ત થવાની રાહત હતી જાણે..

એણન વિચાર્યું " કાલે માસ્તરાણને મળતી જાઉં છેલ્લીવાર ,ન્યાંથથી જ ઈ

બસમાં બેસાડી દેશે ."

ઉંઘમાં એ જ સપનું ..આવનારી સદી પૃથ્વીની નવી

સદી હતી તો એનું જીવન એ ઉત્તરાર્ધ પછી ની સદીમાં

નવી જ દિશામાં જવાનું હતું સાવ અણધાર્યા પ્રવાસે.હવે પછીનાં પ્રવાસને જારી રાખવાં આ કારવાનમાં

જોડાયેલાં રહો.

ડો.ચાંદની અગ્રાવત
વાચકમિત્રો તમારો સાથ આમ જ મળતો રહે. આભાર વાંચતા રહો.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED