સથવારો.....સંબંધો ભાગ્યનાં - 12 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 12

વાદળછાયાં દિવસો


●●●●○○○○●●●●○○○○


અશ્ર્વિનીબહેનનો ઉચાટ હજી શમ્યો નહોતો ,એ પોતાનાં તોરમાં જ બબડ્યાં "હવે શું કરવું? એ લોકો અહીં આવીને લઈ જશે આપણી દીકરીને? એને નુકસાન કરશે?


સાકરમાએ એમને શાંત કરતાં માથું પસવાર્યુ."એ કાગળ આવ્યો એને કેટલાં દી' થયાં?""તું બે મહિનાથી તો ત્યાં ઘર ખાલી કરીને આવી,એ પે'લાં કેટલાય દી'થી કાગળ આવ્યો હશે.કોઈને આવવું હોયતો આવી ન જાય? આપણે ક્યાં કોઈને ખર-ખબર્ય આપી!નથી તારાં માવતરીયાઓને ખબર્ય પછી શું ચિંતા કરે?


અશ્ર્વિનીબહેનને થોડી શાતા મળી,"તમારી વાત તો સાચી છે ,પણ જ્યાં સુધી આખી હકીકત ખબર ન પડે ત્યાં


સુધી ઉચાટમાં જ રહેવાનું ને ,અને જો પૈસાની વાત હશે તો હું અને તમે ન વિચારી શકીએ એટલી સંપતિ છે"


સાકરમા ગમે તેમ કરીને અશ્ર્વિનીબહેનની ચિંતા દુર કરવાં માંગતા હતાં,"જો માસ્તરાણી દિકરી જોતી હશે તો ગમે તેમ ગોતી લેશે ,રૂપિયા માટે તો ન મળે એમાં જ રાજી થાશે,થોડાં સમયમાં એમને ખાતરી થઈ જશે કે એનાં વંશને ઉછેરવા વાળાને વારસાની નથી પડી તો નઈ(નહીં) ગોતે. ને આપણી (આપણને) ખબર જ નથી કે શું સાચું પછી નામ પગ વગરની ચિંતા શું લેવા કરશ!"


અશ્ર્વિનીબહેનને વાત સમજાઈ"સાચું ઘણીવાર આપણે ટેવવશ ચિંતા કરીએ,તોય આપણે સાવચેત તો રહેવાનું જ.અમોઘા માટે તો આ ટેવ છુટવી અઘરી."


કેટલીય વાતો થઈ,હમણાંથી ઓછા થયેલાં સંવાદોનો સેતુ


ફરી સંધાયો.અશ્ર્વિનીબહેનને જ્યારે અમોઘાનો ઉછેર અમુક જ રીતે કરવાનો,તેને નૃત્યથી દૂર રાખવાની એવાં સુચનો કર્યા ત્યારે સાકરમાએ કીધું" અમને ગામડાંનાં ખેડુ


માણસો ને એટલી ખબર્ય પડે કે વધારે કાળજીથીય ઝાડવાં બળી જાય,તું કેમ આટલી ઉપાધિ કરે,નસીબનો વડીયો કોઈ નથી, આપણે જ જોને મેં તો કોઈદિ' પાદર વટવાનું પણ ન'તું વિચાર્યું ને આજ આયાં(અહીં) છું.અમોઘાની માતો કેવાં સંસ્કારી કટંબની છે તોય...


આપણી લાગણીને સંસ્કાર સાચા રાખવાનાં બાકી ઘીમાંથી કીટું ને દીવામાંથી મેશ હોય જ છેને,સરખાં ખાતર પાણી હોય તોય બધાં ડુંડા સરખો દાણો ન આપે".


સાકરમાની વાત સમજાઈ તો ખરાં,મનથી સ્વીકારાઈ નહીં,અશ્ર્વિનીબહેને મનોમન નક્કી કર્યું કે અમોઘાને અમુક


વાતોથી દૂર રાખવી,થોડી મોટી થાય એટલે અભ્યાસ સબબ ક્યાંક મોકલી દેવી,જરૂર પડે તો વિદેશ મોકલી દેવી.


પોતાનાં નિર્ણયથી એમને ધરપત થઈ,થોડાં દિવસ પછી જીવન રાબેતા મુજબ ધબકવા લાગ્યું.


હંમેશા ઉછળતી કુસ્તી સાકરમાને વેલની જેમ વિંટળાયેલ રહેતી અમોઘા ,અશ્ર્વિનીબહેનથી થોડી અળગી રહેતી,મમ્મી બોલાવે ત્યારે જ પાસે જવાઈ એવો એનાં બાળ મનમાં ખયાલ, રોકટોકનાં કારણે એમની હાજરીમાં કંઈ પણ કરતી ત્યારે મમ્મીની આંખોમાં સ્વીકાર શોધતી.


અમોઘા પાંચ વર્ષની થઈ શાળાએ જવાં લાગી,બીજા બાળકો સાથે રહેતાં એનાં મનમાં પ્રશ્ર્નો ઉગતાં પિતા વિશે ,મા અને મમ્મી વિશે. સવાલો યોગ્ય શબ્દોમાં ઢળતાં નહીં તોય સાકરમા એની મુંઝવણ સમજી જતાં.પુજા કરતાં કરતાં ક્યારેક કહેતાં કાનુડાની જેમ તારે બે મા છે,ને નાનકડી અમોઘા ખુશ થઈ પુછતી "હેં મા હું કાનો છું ?"ને સાકરમાનું હેત ઉભરાતું.


નાનકડી નટખટ,જીદ્દી,અમોઘા અશ્ર્વિનીબહેનની નજીક રહેવાનાં પ્રયાસોમાં ઉંમર કરતાં વધુ સમજદાર ,શાંત અને ઠરેલ થતી જતી ,સાકરમાને એ ખૂંચતું એ બોલી પડતાં મારું મેઘધનુષ એક રંગમાં સંકોરાઈ ગયું.


એનાંમાં બાળસમજ નિર્દોષતા જળવાઈ રહે એટલે ,એ અમોઘાને કોઈ રોકટોક ન કરતાં,એને બાળક તરીકે પોતાને


થયો એવો અન્યાય ન થાય એનાં માટે સતત સજાગ રહેતાં


બે માનાં સાવ વિપરીત વિચારો વચ્ચે અમોઘા સાવ સહજ ઉછરતી રહી,એનાં બાળમનને બંનેનો પ્રેમ બરાબર સ્પર્શતો અને એમની પોતાનાં માટે કાળજી વર્તાતી એનાં માટે આ જ એની દુનિયા .આસપાસનાં લોકોને જ્યારે લાગતું કે અશ્ર્વિનીબહેન મા તરીકે વધારે કડકાઈ દાખવે છે ,ત્યારેય અમોઘાનાં મનમાં વિચાર સુદ્ધા ન આવતો.


બીજા થોડાં વર્ષ એમજ નિકળી ગયા હવે અશ્ર્વિનીબહેનની ચિંતા ઓગળી ગઈ હતી,એ થોડા


સહજ થઈ ગયાં.


અમોઘા અગિયાર વર્ષની થઈ, જેમ વગડાઉ ઝાડ માટી


માંથી સત્વ તો લે પણ વિપરીત તત્વોની અસર ન થાય એવી ખીલી હતી તે.સાકરમાનું હેત,એમની નિડરતા,સ્થિતપ્રગ્નતા,ઈશ્ર્વર પર અખુટ શ્રદ્ધા એનામાં


ઉતર્યા હતાં તો અશ્ર્વિનીબહેનનું જ્ઞાન દુરંદેશી ,નિર્ણયશક્તિ આ બધામાં પાછો એનો સુખી સંતુષ્ટ આત્મા અને અત્યંત દયાળુ સ્વભાવનો સમન્વય આશ્રમમાં એ બધાથી


અલગ તરી આવતી.


એની સાથે ભણતી કોઈ મિત્ર બિમાર હોય કે એને કંઈ


તકલીફ હોય તો અમોઘાને ચેન ન પડતું, સાકરમાને કહીને


તો ક્યારેક એકલા મદદ કરતી,તો વળી કોઈનો ઝગડો હોય


તો સાચુ લાગે એનો પક્ષ લઈ લડી પડતી.


એ બહું સારા ચિત્રો દોરતી,એક દિવસ અશ્ર્વિનીબહેન


અમોઘાનો સામાન ગોઠવતા હતાં ત્યારે એમનાં હાથમાં


ચિત્રો આવ્યાં ઘણાં,બધા નૃત્ય કરતી સ્ત્રીઓનાં અલગ


અલગ મુદ્રામાં ,એ ભાવવાહી આંખો ,એ મુખમુદ્રાઓ એ


દંગ રહી ગયાં,ત્યાં વળી કંઈ વિચાર આવતાં બધા ચિત્રો


જોયા, દરેક ચિત્રમાં નૃત્યાંગનાં એક વિશાળ પરસાળમાં


નૃત્ય કરતી ,અસલ દક્ષીણી બાંધણીની પરસાળ.


અશ્ર્વિનીબહેન એ રાતે પાછા ભૂતકાળનાં અને કિસ્મતનાં


ખેલ પર વિચારે ચડ્યાં,અમોઘા મુળથી દુર થઈ પણ મુળ હજી જળવાયેલું એની અંદર .આ વખતે ચિંતાને બદલે


અમોઘાને નૃત્યથી દુર રાખવાનો અફસોસ હતો.એ વિચારતા રહ્યા આખી રાત..


સવાર પડતા મન અને આકાશ બંને સ્વચ્છ હતાં.


હવે અમોઘા અને એની બેઉ માની જિંદગી કંઈ રીતે આગળ વધશે,જેવું રહ્યું.


@ડો ચાંદની અગ્રાવત


જોડાયેલાં રહો અમોઘાનાં આકાશમાં તમારાં રંગો મેઘધનુષ ખીલવશે.


વાંચતા રહો...આભાર