Manya ni Manzil - 16 books and stories free download online pdf in Gujarati

માંન્યાની મઝિલ ચેપ્ટર - 16

માન્યા જ હતી માન્યાને વેલકમ કરવા તે ટેબલની સાઇડમાંથી બહાર આવીને ઊભો રહી ગયો. પિયોનીએ બર્થ ડે વિશ કરવા માટે હાથ લંબાવ્યો તો સામે અંશુમને હગ કરવા માટે બે હાથ પહોળા કર્યા પણ સામે માન્યાએ હાથ લંબાવેલો જોઈને તે હેન્ડશેક કરવા ગયો એટલામાં પિયોની તેને હગ કરવા ગઈ. બંને વચ્ચે અસમંજસની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. બંને ખડખડાટ હસવા લાગ્યા. પિયોનીએ હેન્ડશેક કરીને અંશુમનને બર્થ ડે વિશ કર્યું અને તેને બર્થ ડે કાર્ડ આપ્યું.

અંશુમને પિયોની માટે ખુરશી ખસેડીને પાછળ કરી અને તેને બેસવાનો આગ્રહ કર્યો. અંશુમનનું આવું વર્તન જોઈને પિયોની તેની ઉપર ફ્લેટ થઈ ગઈ. 2 મિનિટ બંને વચ્ચે મૌન રહ્યું. પહેલાં વાત કોણ શરૂ કરે તેની અસમંજસમાં પિયોની અને અંશુમન બંને ચુપચાપ બેઠાં હતા. આખરે અંશુમને પહેલ કરી. “યુ આર લુકિંગ મોર બ્યુટીફુલ ધેન યોર ફેસબુક ફોટો. ‘થેન્ક યુ. પિયોની બોલી, “આઈ મસ્ટ સેય, યુ આર ઓન ટાઈમ...બાકી મને તો લાગ્યું હતું કે જેમ છોકરીઓ હંમેશા છોકરાઓને રાહ જોવડાવતી હોય એમ મારે પણ આજે તારો વેઇટ કરવો પડશે. “ના, હું ટાઈમ બાબતે બહુ પંક્ચ્યુઅલ છું.' પિયોનીએ પોતાનો પોઝઇટિવ પોઇન્ટ રજૂ કર્યો. ધેટ્સ ગુડ. તો મેડમ, તમે કઈ ડીલનું પ્રપોઝલ લઈને આવ્યા છો?'

‘ડીલ? શેની ડીલ?' પિયોની ચોંકી. તારો મૂડ જોઈને મને એવું લાગ્યું કે તું મારી બર્થડે પાર્ટીમાં નહીં પણ મારી સાથે બિઝનેસ મિટીંગ કરવા આવી છે. મસ્તી તો તું કરીશ નહીં તો મેં વિચાર્યું કે તારી પાસે કોઈ બિઝનેસ ડીલ હોય તો તેની જ વાત કરી લઈએ.' અંશુમનની આ વાત પર પિયોની ખડખડાટ હસી પડી અને તેના હાસ્ય સાથે વાતાવરણમાં ખુશીની લહેર ફરી વળી, પિયોની મૂડમાં આવી ગઈ હતી. બંને વચ્ચે થોડીવાર મજાક મસ્તી ચાલી અને અચાનક પિયોનીને યાદ આવ્યું કે તે અંશુમન માટે બર્થ ડે કેક લઈને આવી છે. તેણે કેક કાઢીને તેની ઉપર કેન્ડલ્સ ગોઠવ્યા. વાયોલિન વગાડનારા પણ ટેબલની આજૂબાજૂ આવી ગયા. અંશુમને જેવી કેન્ડલ્સ બ્લો કરી કે વાયોલિનના તારમાંથી હેપ્પી બર્થ ડે ટુ યુ...ગીતની ધૂન વાગવા માંડી. પિયોનીએ ફરી અંશુમનને વિશ કર્યું અને બંને પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા. એકબાજૂ વેઇટર મોકટેલ અને સ્ટાર્ટર સર્વ કરી રહ્યો હતો

અને બીજીબાજૂ પિયોની એ વિચારી રહી હતી, 'શું આટલા ખુશીના માહોલમાં અંશુમનને સચ્ચાઈ કહેવી યોગ્ય રહેશે? આ સાંભળીને જો અંશુમનનો મૂડ ઓફ થઈ જશે તો? તે ગુસ્સો કરીને પાર્ટી છોડીને જતો રહેશે તો? આ બધા વિચારોથી ફુલ એસીમાં પણ પિયોનીને પરસેવો વળી ગયો. બંને બાજૂ વિચાર્યા બાદ પિયોની એ નિર્ણય ઉપર આવી કે આજની મુલાકાતમાં માન્યાના રહસ્ય પરથી પડદો નહીં ઉઠે. આજે મારાથી માન્યાની સચ્ચાઈની કબૂલાત કોઈપણ સંજોગોમાં નહીં થઈ શકે. 'હેલ્લો મિસ માન્યા, ક્યાં ખોવાઈ ગઈ? અંશુમન પિયોનીની આંખો સામે હાથ હલાવતા બોલ્યો.

“ના...ના...ક્યાંય નહીં.' મારી સાથે બેસીને તું કોઈ બીજાના વિચારો કેવી રીતે કરી શકે? અમારી હાજરીની તો કોઈ વેલ્યુ જ નથી.' અંશુમને હળવી મજાક કરી. 'અરે ના સોરી, હું આપણી ફ્રેન્ડશિપ વિશે વિચારી રહી હતી.' 'પસ થેન્ક્સ ટુ ફેસબુક. જો ફેસબુક ના હોત તો મારી લાઇફની આટલી સ્પેશિયલ વ્યક્તિ સાથે મારી મુલાકાત જ ના થઈ હોત. માન્યા, કેટલું સરસ નામ છે!!' ધીમે-ધીમે અંશુમન ઓપનલી ફ્લર્ટ કરવા લાગ્યો હતો. તેની આ વાતોથી અંશુમન શું કહેવા માંગે છે તેનો થોડો આઈડિયા પિયોનીને પણ આવી ગયો હતો. તેને ખબર નહોતી પડતી કે તે અંશુમનની આ વાતો પર કેવી રીતે રીએક્ટ કરે. તે અંદરથી બહુ ખુશ હતી કે તે જેને લાઇક કરે છે જેને તેની લાઇફનો મહત્વનો ભાગ બની ગયો છે તેની સાથે તે અત્યારે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. પિયોની અને અંશુમન ફેમિલી, પોતપોતાની લાઇફ સ્ટાઇલ, એકબીજાની ગમતી વાતો કરતા-કરતા ડિનર પતાવી રહ્યા હતા. અચાનક અંશુમનના મગજમાં સળવળાટ થાય છે. આખરે જે સરપ્રાઇઝ આપવા તેણે આ પાર્ટી અરેન્જ કરી છે તે હજી તે આપી નથી શક્યો પણ હવે વધારે ટાઇમ તે વેસ્ટ કરવા નથી માંગતો. ડિનર પતાવીને અંશુમન અને પિયોની ડેઝર્ટનો વેઇટ કરતા હોય છે. એવામાં અંશુમન વાયોલિન વગાડનારને એક ઈશારો કરે છે અને તે પિયોનીની પાછળ આવીને વાયોલિન વગાડવા લાગે છે. અચાનક અંશુમન પિયોનીનો હાથ પકડીને પૂછે છે, ‘મે આઈ હેવ અ ડાન્સ વિથયુ?' પિયોની અંશુમનની હથેળીમાં પોતાની હથેળી મૂકી દે છે અને બેકગ્રાઉન્ડમાં વાયલિનમાંથી ધૂન વાગે છે દો દિલ મિલ રહે હૈ....

માહોલ ખૂબ જ રોમેન્ટિક બની જાય છે. પિયોનીની કમર પર અંશુમનનો હાથ છે અને પિયોની અંશુમનના ખભા ઉપર પોતાનો હાથ મૂકીને અંશુમનની આંખોમાં ખોવાઈ જાય છે. ધીમું-ધીમું સંગીત વાગતું હોય છે અને અચાનક અંશુમન પોતાના હોઠ માન્યાના કાન પાસે લઈ જાય છે. પિયોનીનું દિલ જોરજોરથી ધડકવા લાગે છે. માન્યા, આઈ રિયલી લાઇક યુ. મને લાગે છે કે તું જ એ છોકરી છે જેની સાથે મારે મારી આખી જીંદગી વિતાવવી છે. આઈ લવ યુ માન્યો." આ સાંભળતા જ પિયોનીના પગ થંભી જાય છે. તે ચોંકીને અંશુમનની આંખોમાં જુએ છે. અંશુમન માન્યાની આંખમાં આંખ મિલાવીને કહે છે, ‘માન્યા, આઈ રિયલી લાઈક યુ. યુ આર લવ ઓફ માય લાઇફ. વિલ યુ બી માય ગર્લફ્રેન્ડ? પિયોનીને ખબર નથી પડતી કે તે શું જવાબ આપે. ગભરાઈને તે અંશુમનના હાથમાંથી પોતાનો હાથ છોડાવે છે અને ફટાફટ પોતાનું પર્સ લઈને ત્યાંથી દોડતા-દોડતા હોટલની બહાર નીકળી જાય છે. અંશુમન પણ તેની પાછળ દોડે છે પણ તે પહેલાં તો પિયોની એક્ટિવા લઈને હોટેલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગઈ હોય છે અને બીજી બાજૂ અંશુમન માન્યા-માન્યા નામની બૂમો મારતો ત્યાં જ ઊભો રહી જાય છે.

(શું અંશુમનના પ્રપોઝલનો માન્યા સ્વીકાર કરશે કે નહીં? જો તે ના પાડશે તો શું આ બંનેની લવ સ્ટોરીનો અહીંયા જ ધિ એન્ડ આવી જશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED