ક્રિમિનલ કેસ - ભાગ 1 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 1

નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં જ લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ને વાંચી પ્રતિભાવ આપવા વિનંતી.
આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

***

એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે?
શું ભૂતકાળ સામે આવતા સાચી સજા આપી શકાય?તો આવી જ એક કહાની સાથે હું આગળ વધી રહી છું. એક ડિટેક્ટીવ કે જેને નિવૃત્તિ બાદ પણ એક કેસ સોપવામાં આવે છે. કેસ એક સિરિયલ કિલરનો. જે જેલ તોડી ને ભાગી નિકળે છે. શું શહેરના મશહૂર ડિટેક્ટીવ તેને પકડવામાં સફળ થશે? કે પછી કિલર પોતાના મનસૂબામા સફળતા હાંસિલ કરશે? જાણવા માટે જોડાઈ રહો આ રહસ્યમય કહાનીમાં.

***

“સર પ્લીઝ.. વાત સમજવાનો પ્રયત્ન કરો. આ એક ક્રિમિનલ કેસ છે. એક સિરિયલ કિલરનો કેસ. અમે ઘણાં પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી એક પણ કડી મળી નથી” ઈન્સ્પેક્ટર અજય ઉભા થતા બોલ્યા.

“જુઓ ઈન્સ્પેક્ટર મે ડિટેક્ટીવ નું કામ છોડ્યું એને ઘણાં વર્ષો થઈ ગયા છે. તમને પણ ખબર છે હું નિવૃત્ત થઈ ગયો છું અને હવે કોઈપણ કેસ હું હાથમાં નથી લેતો.” ડિટેક્ટીવ રોય કોઈપણ હાવભાવ વગર બોલ્યા.

“પણ સર હું ફક્ત આજ કેસ માટે મદદ માગું છું. સર આ કેસ સોલ્વ થવો ખૂબ જ જરૂરી છે.” અજય એક આશા સાથે ફરી પ્રયત્ન કરે છે.

“અજય મને ખબર છે તું એક હોશિયાર અને ઈમાનદાર પોલીસ ઓફિસર છે. તે ખૂબ જ વિચારીને જ મારી પાસે મદદ માંગી હશે. પણ હું આ કેસ નહીં લઈ શકું.” ડિટેક્ટીવ રોયના સ્પષ્ટ ઈનકાર બાદ ઈન્સ્પેક્ટર અજય વિચારમાં પડે છે. તેને કોઈપણ હિસાબે કિલર ને પકડવો છે, જેનાં માટે ડિટેક્ટીવ રોયને મનાવવા ખૂબ જરૂરી છે. પણ ડિટેક્ટીવ રોયએ મદદ માટે સાફ મનાઈ કરી દીધી છે.

***

થોડા દિવસ પૂર્વે

મુંબઈ એક સ્વપ્ન નગરી, જ્યાં હજારો લોકો પોતાના સ્વપ્ન પૂરા કરવા આવે છે. કેટલાક સફળ થઈ અહીં રાજ કરે છે તો કેટલાક અહીં ની ભીડમાં ગુમનામ થઈ જાય છે. આ શહેર કે જે રાત્રે પણ રોશનીથી ઝળહળતું રહે છે. એક અદ્ભુત શહેર જેની સુંદરતા અવર્ણનીય છે.
કહેવાય છે ‘બઘી ચમકતી વસ્તુ સોનું નથી હોતી’ તેવીજ રીતે બધી સુંદર વસ્તુઓ સુંદર જ હોય એવું જરૂરી નથી.મુંબઈ શહેર જે દેખાવે ખૂબ જ સુંદર છે પણ ત્યાં પણ ગુનાહ તો થાય જ છે.

મુંબઈ ખાતે આવેલા અંધેરી વિસ્તારમાં એક સુંદર ઈમારત છે. આજ ઈમારતના સાતમે માળે આવેલા એક ફ્લેટમાં એક વ્યક્તિ મીઠી નિદંર માણી રહ્યો હતો. જે કદાચ તેના ભવિષ્ય માટેના સ્વપ્નો રચવામાં લીન છે. અચાનક જ ઘરની બેલ વાગે છે “ટીન... ટીન... ” કોઈ જવાબ ન મળતા બહાર આવેલ વ્યક્તિ ફરી બેલ વગાડે છે.

ઊંઘમાં ખલેલ પડતાં જ તે વ્યક્તિ આંખો ચોળતા પલંગ પરથી ઊભો થાય છે. બેડરૂમનો દરવાજા ખોલી ડાબી બાજુ વળે છે. જ્યાં કિચનમાંથી પસાર થઇ મુખ્ય હોલમાં આવી દરવાજો ખોલો છે. હજી પણ ઊંઘમાં હોવાના કારણે તેની આંખો થોડી બંધ છે.

દરવાજો ખોલતા જ સામે એક કુરીયર બોય એક કુરીયર લઈને ઊભો હોય છે. કુરીયર જોતાં જ તે વ્યક્તિનો પારો જાય છે અને સામે ઊભેલા વ્યક્તિને ખખડાવી નાખે છે. “ તમને ખબર નથી પડતી આટલી વહેલી સવારે કોઈ સુતુ હોય ત્યારે કુરીયર ડિલિવરી કરવા ના જવાય. ખબર નહિ શું આટલી સવાર સવારમાં નિંદર ખરાબ કરવા આવી જાતા હશો. ”

“સાહેબ બધાંની સવાર નહીં પણ બપોર થવા આવી છે. જરા ઘડીયાળ પર નજર નાખજો. ” પેલા કુરીયર બોય એ શાંતિ થી જવાબ આપતાં કહ્યું. આ સાંભળતાં જ રોય થોડો ભોઠો પડી જાય છે અને ગુસ્સો શાંત કરતાં માફી માંગે છે. તે કુરીયર લઈ સહી કર્યા બાદ પાછો ઘરમાં પ્રવેશે છે. દરવાજો બંધ કરી કુરીયરને સોફા નજીક કાચની ટીપાં પર મૂકી દેય છે.

રોય , હા આજ છે ડિટેક્ટીવ રોય ખૂબ જ હોશિયાર તેમજ ચાલાક વ્યક્તિ કે જે આ શહેરનો મશહૂર ડિટેક્ટીવ છે. “ડિટેક્ટીવ રોય” શાયદ જ કોઈએ આ નામ નહીં ઓળખતું હોય. મુંબઈ શહેરના ખૂબ જ પ્રખ્યાત તેમ જ માનનીય વ્યક્તિઓમાં તેનો સમાવેશ થાય છે. નાની ઉંમરમાં જ તેણે ઘણાં કેસ સોલ્વ કરી પોતાની બુદ્ધિમત્તાનો ડંકો વગાડ્યો છે.

પરંતુ હાલતો તેની ઊંઘમાં પડેલ ખલેલ ને કારણે તેનું મુડ થોડું ખરાબ હતું. કુરીયર જોયા વગર જ મૂકી રોય બેડરૂમમાં એટેચ્ડ બાથરૂમમાં પ્રવેશે છે.

***

શું હશે કુરીયર બોક્સમાં? શું આ કોઈ સામાન્ય કુરીયર છે કે પછી રોય માટે કોઈ નવી ચુનોતી? શું રોય તેને પૂર્ણ કરી શકશે?

વાચક મિત્રોને ફરી એક વખત જણાવી દઉં આ મારી પ્રથમ નવલકથા છે. માટે વિનંતી છે કોઈ ભૂલચૂક હોય તો માફ કરશો. તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી તેમજ તમે સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપી શકો છો.