The Author Amit Hirpara અનુસરો Current Read એ કોણ હતી By Amit Hirpara ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books તારી લીલા અપરંપાર..... આજે આપણે ઉચ્ચ ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસ યુગમાં જીવી રહ્ય... તલાશ 3 - ભાગ 8 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે... પ્રેમ થાય કે કરાય? ભાગ - 22 મુલાકાતમાનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શ... ખજાનો - 87 સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ... પ્રેમ સમાધિ - પ્રકરણ-125 પ્રેમ સમાધિ પ્રકરણ-125 વિજયનાં દમણ સ્થિત બંગલે આજે રૂંડો અવસ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો એ કોણ હતી (1) 1.5k 3k આ એ સફરની વાત છે જ્યાં એ જાણીતી ન હતી પણ માનીતી બની ગઇ હતી એ પણ એક જ નજરમાં આંખના પલકારામાં મને વશ કરી ગઇ હું સમજી શકું એટલી વારમાં તો આ બધું ઘટિત થઈ ચૂક્યું હતું. વાતની શરૂઆત કરું તો હું દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર રજાઓ ગાળવા માટે બસમાં જવાનો હતો. અને બસ પણ એ સમયે ભારે મથામણ પછી મળી હતી. અને હું બસ સ્ટેશન પહોંચી બસમાં બેસી ગયો આ સફર જીવનભરનો યાદગાર બની જવાનો હતો એ મને ક્યાં ખબર હતી. જે બસમાં હું સફર કરી રહ્યો હતો તે દરમિયાન હું એકલો જ હતો અને મારી એકલતા તો મારી કલમ જ દૂર કરી શકે એ માટે મેં કલમ ઉપાડી હું હજુ લખવાનું વિચારી જ રહ્યો હતો. ત્યાં જ મારી નજર સામેના સોફા તરફ પડી ત્યાં કોઈ આંખો ન જાણે કેવી તરવરાટ અને તાલાવેલી સાથે એકીટશે આ બાજુ જોઈ રહી હતી. એ આંખો ની ચમક તો તમે ન પૂછો વાત એ અંધારામાં મારું ધ્યાન ખેંચી લીધું એટલી જોરદાર એ આંખો. મારું ધ્યાન એ તરફ થયું એટલામાં તો એ આંખો જાણે સુરજ છુપાય પહાડો વચ્ચે એમ છુપાય ગઈ. લખવા માટે કલમ પણ હવે તો મથામણ કરવા લાગી હતી. વિચાર શક્તિ એ બાજુ જ દોરાય રહી હતી કોણ હશે એનો આ તરફ જોવાનો હેતુ શું હશે. અને કેટલાય વિચારોનું ગૂંચળું આજ મથાવી રહ્યું હતું મનને. આ વિચારો માં કલમ ને તો એની આંખ પર લખવાનું સુજે. કલમ થોડી ઘણી ચાલી ત્યાં તો બસ થોભી અને બારી બહાર ડોકિયું કરી જોયું તો એક હોટેલ સામે દેખાતી હતી. એટલે બધા યાત્રીઓ વારાફરતી નીચે ઉતરવા લાગ્યા. હું પણ તૈયારી કરતો હતો એવામાં સામેના સોફાની આડાશ ખુલી, હૈયું તો તાલાવેલી થી ભરપૂર. કેમ જાણે કોઈની વર્ષો થી રાહ જોતું હોય એવું એકીટશે જુએ વાટ. ત્યાં તો એક ગુલાબ ખીલ્યું હોય એમ એક ગુલાબી ડ્રેસમાં સજ્જ એક છોકરી બહાર પગ મૂકે છે અને મનની અંદર તો ઇચ્છાઓ વધારે ઉછાળા લઈ રહી હોય એમ એ જ તરફ ધ્યાન અને મારું ધ્યાન બેધ્યાન કરી નાખે એવું એનું ચાંદ જેવું મુખ જોવા મળ્યું. શું ખૂબસૂરતી આપી હશે ભગવાને એ છોકરીને કાનમાં બંને તરફ મસ્ત લહેરાતા જૂમખા મોઢા આગળ આવતા રેશમી વાળ, સુવાળાં હોઠ, ચમકતી એ આંખો કેટલું વર્ણન કરું ત્યાં તો ઉતાવળા એ છોકરી બહાર આવી. અને કંઈક ગોતતી હોય એમ આમ તેમ જુએ નીચે જૂએ આમ જુએ ખૂબ જ ઉતાવળે કેમ કશુંક કિંમતી ખોવાય ગયું હોય મારા થી પણ પૂછાય ગયુ તો મસ્ત મીઠા તિણા સ્વરે એ છોકરી બોલી મારો ડાયમંડ વાળો નેકલેસ નથી મળતો. ત્યાં જ એના સોફા તરફ મને કંઈક ચમકતું દેખાયું મારી પહેલા એ સમજી ગઇ હોય એમ એણે પાછળ જોયું અને એ જ ક્ષણે મારો આભાર માન્યો. અને પછી એ બસમાંથી નીચે ઉતરી પછી હું તો કેમ બસમાં રહું, હું પાછળ પાછળ ઉતર્યો બહાર જઈને એને જ જોતો હતો અને એટલામાં બસનો હોર્ન વાગ્યો અને બધા મુસાફરો બસમાં ફરી ચડવા લાગ્યા. કોઇના હાથમાં પોપકોર્ન કોઈના હાથમાં વેફ્રસ બધા પોતપોતાના સોફામાં જઈ રહ્યા હતાં અચાનક મારું ધ્યાન ગુલાબી રંગના ડ્રેસ તરફ ખેંચાયું એ જ સુંદર ચહેરો હાથમાં આઇસ્ક્રીમનો કોર્ન રાખી ને નાના બાળકની માફક આઇસક્રીમની મજા માણી રહી હતી, નિખાલસતાથી કેવી મસ્ત રીતે જીભથી સુંવાળી રહી હતી આઇસ્ક્રીમને અને એ તરફ ધ્યાનમાં પગમાં ઠેસ આવી પાછળ વાળા ભાઈ કહે જોઈને ચાલો પેલી છોકરીનું ધ્યાન પણ મારી બાજુ ગયું અને મસ્ત મજાનું નિખાલસતાથી હસી એ તો પછી મારી સામે જોઈને અચાનક જ ચૂપ થઈ ગઈ અને પોતાના સોફામાં જતી રહી. હું પણ આગળ વધીને મારા સોફામાં બેસી ગયો, બારી બહારનું અંધારું જોઈ રહ્યો હતો જોતજોતામાં ક્યારે નિદ્રા રાણી મને એના પાલવમાં સુવડાવી દીધો ખબર જ નહીં. પછી તો બારીમાંથી સુરજ દાદા દેખાયા અને હવે સવાર પડી અને મસ્ત ખેતરો અને લીલુંછમ ઘાસ દૂર દૂર સુધી દેખાય રહ્યુ હતું અને સફાળું મન જાગ્યું અને મને મનમાંથી કોઈ સંદેશ આવ્યો હોય એમ મેં તો સોફાની આડાશ દૂર કરી અને પહેલી જ નજર સામેના સોફા પર ગઈ અને ત્યાંનો દરવાજો ખુલ્લો હતો. અને કોઈ ન હતું મનમાં એક નિરાશા છવાઈ ગઈ. અને ધ્યાન એ સોફા પરના ગુલાબી રંગના દુપટ્ટા પર પડી અને મેં હાથમાં લીધો એમાં થી અત્તરની સુગંધ આવી રહી હતી ત્યાં જ ડ્રાઇવર સાઇડ થી કોઈ એ બુમ પાડી અને એ મારું ઉતરવાનું ગંતવ્ય સ્થાન હતું. ઉતાવળે બધું સંકેલ્યું અને દુપટ્ટો પણ મારી બેગમાં જ નાખી દીધો. હજુય એ સફર યાદ આવે જ્યારે એ દુપટ્ટો જોવ ત્યારે અને વિચાર આવે " એ કોણ હતી! " જે પળવારમાં મારા દિલની બની ગઇ. Download Our App