સપ્તપદી Amit Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપ્તપદી

સાત સાત ફેરા સુધી આ ધરતી પર સાથ મળે એવી આશાએ બંધાતો લાગણી થી વિકાસ પામતો એક સંબંધનો પાયો એટલે સપ્તપદી.
જ્યારે આ વચનો નિભાવવા એક સ્ત્રી પુરુષ ને પસંદ કરે છે. ત્યારે હૈયું હરખની હેલી એ ચડે, આશાઓ બાપની આંગળી થી નવા સાથી ના હાથમાં જતી એને દેખાય. માં ના પાલવ થી હવે એને પોતાના પાલવમાં રમતું ભમતું બાળક દેખાય. એકી ટશે જિંદગીમાં આવતા પરિવર્તનમાં પોતાની ખુશી પળવારમાં આ જગતમાં માત્ર સ્ત્રી જ શોધી શકે એવું મારું માનવું છે.
ત્યાર બાદ એ દિવસ આવે જ્યારે હરખની હેલી થી વિદાયની ક્ષણે એ બાપના આંગણાથી બહાર એ ઘરની ડેલી સુધી પહોંચે ને ચોધાર આંસુ મનમાં દબાવી ને રડતા પોતાના હ્રદયને એ સાંત્વના આપી વિદાય આપે.
હવે જીવનનું નવું પાનું ખૂલે, બાપના આંગણામાં ઉછળ કૂદ કરતી દીકરી હવે નવા ઘરમાં જવાબદારી માં જકડાઇ જાય. અજાણ્યું ઘર ન જાણે શું અહીં કરી શકે એમ શું અહીંયાના લોકોની અપેક્ષા. તોયે ડગલે ને પગલે રોજ શિખ લઈ આગળ વધતી રહે. આમ ને આમ જીવતા શીખી જાય.
માંડ માંડ તો સંજોગો સાથે પોતાને બંધ બેસતી કરે ત્યાં પોતાના ઉદરમાં એક જીવના રક્ષણ ની નવી સવી જવાબદારી આવી પહોંચે. કેમ નિભાવવાની ન જાણતી હોવા છતાં પળે પળ હિંમત ને પોતે પાલવે બાંધી આગળ વધી બાળક ને જન્મ આપે.
હવે બાળકને સાચવવાની નવી જવાબદારી પણ પીછેહઠ કરે તો તે સ્ત્રી ના કહેવાય ને હસતાં મોઢે બધું નિભાવી જાણે એ પોતાના અંશ સાથે એકમેક થઈ પોતે પણ બાળક બની જાય. અને ઘડીક જવાબદારી નિભાવતી પરિપક્વ વ્યક્તિ બની જાય વાહ સ્ત્રી પળવારમાં તું કેટલું નિભાવી જાણે આટલું સરળ પરિવર્તન તું જ સ્વીકારી શકે.
હવે આવે નવી આશાઓ ને આકાશ આપવાની ક્ષણ. પોતાના સપનાં તો પૂરા થયા ના થયા હવે બાળક ના સપના માટે જીવવાનું શરૂ કરે એને ભણાવી ગણાવી એક સારો વ્યક્તિ ના બનાવી શકે ત્યાં સુધી તો એની અંદર નું માતૃત્વ ઝંપે ક્યાં થી.
હવે નવી વ્યક્તિ ને ઘરમાં લાવવાનો સમય પોતાના ઘરને બીજાને સોંપવાનો સમય પણ સ્ત્રી છે આમ સોપી જ ના શકે. અને એનું અસ્તિત્વ નવી વ્યક્તિ સાથે કા તો ભળી જાય કા તો માટીમાં ભળી જાય. નવી સ્ત્રી નું પ્રભુત્વ આવે તો અસ્તિત્વ જોખમાય તો પણ પોતાનાઓની ખુશી માટે બધું હસતાં હસતાં છોડે.
હવે આવે ઘડપણ આમ કહીએ તો બાળપણ એ પણ એ ઘરના કામ કરી કરીને પસાર કરવાનું યોગ્ય સમજે.
આ જીવન ને ખરેખર સપ્તપદી કહેવાય. હું એમ નથી કહેતો કે પુરુષ વચનો નથી નિભાવતો પણ સ્ત્રીના જીવન સામે તો નબળો જ સાબિત થાય. આટલી બધી લાગણીનો ભંડાર અને પ્રેરણાની મૂર્તિ એવી સ્ત્રી જે પોતાના જીવનના બદલામાં માંગે છે તમારી પાસે માત્ર ને માત્ર સાથ. એને હુંફ મળી જાય ને જીવનમાં તો એ સાત સમુદ્ર પાર કરી પણ તમારા સાથમાં સાતે સાત ફેરા અને સપ્તપદીના બધા જ વચનો નિભાવી જાણે.

ઉડી રહી છું પણ મારી પાંખો તો ના કાપો. ઝંખના આકાશે ઉડાનની બસ સહકાર આપો.

સંસાર મહી પ્રેમ બાંધી ન શકાય. પછી સપ્તપદીના વચનો નિભાવવા પોતાનું બધું છોડી ને સમર્પિત કરી દે તો એની લાગણી ને બાંધી તો ન જ શકાય. આમ જીવન ને પણ જીવતા શીખવી હર્ષ ને હર્ષ આપી અને અંતરની આંખે કેટલી ય આશાઓ દબાવી આવી રીતે સપ્તપદી નિભાવી જાણે..