વીર જવાન Amit Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીર જવાન

સરનામું ગોતીશ હે મારા દેશના વીર જવાન તું તો તને ત્રિરંગાનું કફન જ મળશે. અહીં બસ લાગણીઓના નામે તને બે દિવસની શ્રદ્ધાંજલિ જ મળશે. સેવાના નામે મેડલની આશાઓ વચ્ચે પણ તને ખદબદતું રાજકારણ મળશે કા તો પછી મૃત્યુ બાદ મેડલના નામે બસ સાહસનો એકાદ કિસ્સો જ મળશે.


તારી આશાઓમાં ક્યારેક ડૂબકી લગાવું તો તું મને દેશમાં દેશભક્તિ શોધતો જડે છે. પણ હંમેશ ભટકવું પડશે કેમકે વીર જવાન અહીં તો તને દેશભક્તિ બે દિવસ પૂરતી ઉજવણીમાં જ કેદ મળશે. તારા ઘરના ઉંબરે વાવેલી આશાઓમાં અધૂરપ જ મળશે કેમકે અહીં નાણા માટે રાજકારણના શાણા લોકોને વચ્ચે ખિસ્સા માટે હિસ્સા કરતાં મેં જોયાં છે. એક આંખના આંસુને સારી ને બીજી આંખમાં શૂરાતન પ્રગટાવીને જીવતો દેશભક્ત તો કદાચ જ તને અહીં મળશે.


કલ્પ્નાને બાંધી આકાશે તારી જેમ એક માં માટે બીજી માંને પાછા આવવાના નામે હાશકારો આપીને ઘર છોડતું કોઈ નહીં જડે. હા પણ અહીં તારા પર ગર્વના નામે એક દિવસના સ્ટેટસ મૂકી પોતાના સ્ટેટસ સાચવતા હજારો લોકો મળી જશે. પણ તને અહીં તારા બાળને પોતાનું બાળ ગણનાર અને એનું પાલન પોષણ કરનાર કોઈ નહીં મળે, તારા ઘરની છત પર પડતાં વરસાદના જોરને સાચવવા વાળું કોઈ નહીં મળે, પણ તારા ઘરના લોકોની મજબૂરી સામે પોતાની મજબૂતી સાચવી ન કરવાના કામ કરતા એકાદ અહીં જરૂર મળશે.

તારી આંખોના તેજથી દુશ્મન હંમેશાં નિસ્તેજ થાય છે. તારા શૂરાતન થી જ અહીં બે દિવસ દેશભક્તિ જાગે તો છે ખરી. તારી આંગળી પકડીને તારા સંતાનો ચાલે છે એવી લોહીના સંબંધની દેશભક્તિથી જ તો આપણા દેશની સમપ્રભુતા સચવાઈ રહી છે. તારી આશાઓને આકાશ મળે તેવા પ્રયત્નો કરનારા લોકો પણ આ દેશમાં છે. પણ સન્માન ન આપનારા લોકોની નજર ઝુકાવાનું સાહસ પણ તમારામાં છે અને પછતાવાનો ભાવ એમનામાં પણ પ્રગટ તો થાય છે અને સલામી તો તમને જોઈને એમના થી અપાઈ જ જાય છે.


તને પણ ક્યારેક તો થતું હશે લોહી વહાવી પણ અહીં લાગણી તું ના જીતી શક્યો પણ વીર જવાન અહીં પથ્થર પૂજાય છે પથ્થર બની લડતા અને લાગણી દબાવી ગોળીઓ છાતી ખાતા લોકો નથી પૂજાતા. તો પણ તારી શૂરવીરતા ને ધન્યવાદ કે બધું કોરે મૂકી ને ચારેકોર સરહદો તારી નજરના લીધે સલામત છે. બસ અડીખમ રહી તું નિભાવે કર્તવ્ય અને તને જોઈ જૂજ લોકો પણ દેશભક્તિ સાચવશે તો ખરી...

હા, એક વાત ખરી કે સરહદોના રક્ષણ વચ્ચે ક્યારેક તને લાગણીના સંબંધો જે દેશભક્તિ અને તને એક સૂત્રે બાંધી શકે એની જરૂર તો પડતી હશે. આમેય જીવનના કોઇ કાર્યો કર્યાં પછી એનો પ્રભાવ કેવો રહેશે એનાથી જેને રક્ષણ મળશે એના તરફ થી દાદ મળવાની આશ રાખવી એ તો તારો અધિકાર પણ છે. પણ શું કરીએ અહીં પોતાના ની શ્રેષ્ઠ બીજાને માનવું એ પોતાનું નીચાપણું ગણાય છે. તોય ગણતરી વગર હંમેશાં તારા ખભાને ટેકો આપનાર બે માં હોય પછી આવી આશમાં ના રહી ને તું હંમેશાં માં ભોમની સેવા કરે છે, એના વર્ણન કાજે તો મારા શબ્દો પણ તારા જેવા રક્ષક માટે નબળા પડે છે. આ અખંડિત દેશનો વેશ હંમેશ સાચવતી તારી વિચારધારા જે વગર મહત્વકાંક્ષા એ ન્યોછાવર થઈ અમર રહી જાય છે. કોટી કોટી વંદન.


तेरी फिक्र का जिक्र चंद लम्हों का बनकर रह गया,

खाई थी गोलियां तुने पर तू एक स्टेट्स बन रह गया।

- A.D HIRPARA