લાગણીનાં સંબંધો Amit Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીનાં સંબંધો

ગુજરાતી માં કહેવાય છે ને લાગણી નાં સંબંધો લોહીના સંબંધો કરતા મજબૂત હોઈ છે. વાત છે તો સાચી પણ એ સંબંધો ને દિલ થી નિભાવવા પણ પડે અને આ લાગણીની દોર બંને તરફ થી સારી રીતે સચવાય તો જ એ સંબધોની નદી બારેમાસ વહી શકે. લાગણીના સંબંધો ની ખરી વાત કરીએ તો મગજ માં પહેલો જ સંબંધ આવે મિત્રતાનો. અને ખરેખર આ સંબંધનો જગતમાં બીજો જોટો જડે એમ પણ નથી.અને મિત્રતા પછી જો કોઈ સંબંધ હોઈ તો એ છે પ્રેમ નો સંબંધ બીજા શબ્દોમાં માં કહીએ તો જીવનભર નો સંબંધ. આ લાગણી ના તાંતણે બંધાયેલો એવો સંબંધ છે ને કે જેમાં બંને લોકો એકબીજા નાં સાથ અને સહકાર થી જીવન લોકો લાગણીમાં એમ જ આખું જીવન વિતાવી દે છે. લાગણી જ ઘણી વાર જીવવાનું કારણ બની જાય છે. લાગણી વ્યક્ત પણ ત્યાં જ થાય છે જ્યાં તેનો આવકાર લાગણી સમો થાય છે. આજકાલ ના સંબંધોમાં લાગણી રહી જ ક્યાં છે.આજકાલ તો જ્યાં આવક હોય ત્યાં જ આવકાર છે બાકી તમે કોણ ને હું કોણ.
રહી વાત ખરી લાગણીની એ તો આપોઆપ જ બંધાય ને સંબંધો રચાઈ જાય છે. લાગણીની ડાળે સંબંધો કાંઈ ગણીને નથી રચાતા.
એટલે તો મારા શબ્દોમાં લાગણીની બે પંક્તિ કહેવા માંગુ છું.
લાગણી હતી ત્યાં જ અમે ગણતરી કરી બેઠા.
સંબંધોમાં અમે વિશ્વાસ વગર લાગણી દઈ બેઠા.

આપણે સંબંધોમાં પોતાના પણું રાખવાની જગ્યાએ આપણે આજે સંબંધોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા લાગ્યા છીએ. સંબંધ ટકાવી જ રાખવો હોઈને તો સામેના વ્યક્તિને અગ્રેસર કરી લાગણીના તાંતણે બાંધી દેશો તો સંબંધનો અંત નહીં આવે અને અનંત સુધીની સફર સંબંધમાં રહશે.
ગોતવા જશો તો લાગણી સંસાર મહી ક્યાંય નહીં મળે. લાગણી તો એવો મીઠો કંસાર છે એની મીઠાશ દિલથી માણવી પડે. અને રહી વાત એના ભીતરના સંબંધની તો એ તો લાગણી હોય ત્યાં આપોઆપ રચાઈ જાય છે. બસ એ સંબંધોને માત્ર સાચવવાની જવાબદારી ઇશ્વરે આપણને આપી છે... બસ નિરાંત થી અંત સુધી એ કરતાં રહીશું તો સંસાર મહી લાગણીમાં ધનવાન વ્યક્તિ તમારી જેટલો કોઈ જ નહીં હોઈ.
માણસ જાત છે એવી ને એને લોકો સાથે એમ જ લાગણી નથી બંધાતી. એને તો વ્યકિત સાથે લાગણી ત્યારે જ બંધાય જ્યારે વ્યક્તિ પોતાનું લાગવા લાગે વ્યક્તિ સાથે બધી જ વાતો કોઈ પણ પ્રકારની બંધી વગર કહી શકે એટલે સમજવું કે હવે આ સંબંધમાં લાગણી નું આગમન થઈ ગયું છે.
લાગણી ની લગની અને પ્રેમરસ નું સમન્વય થાય પછી તો જાણે માનવી ને લાગણીની જ ભૂખ લાગે છે ખોરાક ની જીવવા માટેની જરૂરીયાત પણ માનવી ભૂલી જાય છે. જેને હું મારા શબ્દો માં બે લાઈનમાં અત્રે વ્યક્ત કરુ છું.

લાગણીની આ દિલ ને તારી સાથે એવી લાગી લગની.
હવે તો ખોરાક વિના પણ ચાલે છે આ મુજ જઠરાગ્નિ.

અને આપણે આજે જે સમાજમાં જીવીએ છે ત્યાં ખૂબ જ વધારે આપશો ત્યારે સામેના વ્યકિતનું સંબંધમાં થોડું હ્રદય પરિવર્તન થશે એટલે દરિયા જેટલું આપશો ત્યારે ખોબા જેટલું જ મળશે. આમ પણ આપણે સંબંધોમાં ખંતથી મહેનત કરતા રહેશો તો જ લાગણી રૂપે ખરું મહેનતાણું મળે.આ પરથી એક મારી ખૂબ જ સુંદર બે લીટીની રચના યાદ આવે છે જે રજૂ કરું છું.

જીવતર તરી જાય ને એટલી લાગણી લઈને બેઠા છીએ.
તમે ખોબો માંગ્યો ને અમે તો દરિયો ભરી બેઠા છીએ.

આમ જીવનમાં આપતા રહો લાગણી અને સંબંધોમાં કમાણી કરી આગળ વધતા રહો. છેવટે તમારા સંબંધો અને લાગણી થી મેળવેલી કમાણી દુનિયા તમારી અંતિમ યાત્રામાં જોઈ શકશે....