ધ સ્કોર્પિયન - પ્રકરણ-113(છેલ્લું) Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-113(છેલ્લું)

નવલો દોડતો આવીને બોલ્યો આ.... એનાં હાથમાં વાંસનો બનાવેલો કળાત્મક છાબડો હતો એમાં રંગબેરંગી ફૂમતાં હતાં. રાવલાએ એનાં હાથમાંથી લઇ એ રાય બહાદુરનાં હાથમાં આપતાં કહ્યું "સર આ અમારાં જંગલની ભેટ એક નાનકડી પ્રસાદી શેષનારાયણની...”

રાયબહાદુરજીએ આશ્ચર્યથી પૂછ્યું “આમાં શું છે ?” રાવલાએ કહ્યું “સર અમારાં જંગલની જડીબુટ્ટીઓ છે ખૂબ શુધ્ધ છે આપનાં માટે છે” એમ કહીએ એમનાં પગ પાસે મૂકીને ખોલ્યું એમાં અલગ અલગ વનસ્પતિ જડીબુટ્ટીઓ હતી એમાં ઓળખ અને ઉપયોગ લખેલો પછી બોલ્યો “સર આ શરીર અને હવનયજ્ઞ બંન્નેમાં વપરાય છે એકદમ શુધ્ધ અને અમૂલ્ય છે.”

રાયજીએ ખુશ થતાં કહ્યું "આભાર.. પણ અમે તને બોલાવીએ રુદ્રજીને ત્યાં આવી જજે ત્યાં પણ હવે શુભપ્રસંગ આવવાનાં છે એમાં તને આમંત્રણ આપુ છું” રાવલો અને રોહીણી બંન્ને પગે લાગી આશીર્વાદ લીધાં. સિધ્ધાર્થ અને રાયબહાદુરે ત્યાંથી વિદાય લીધી.

***********

સિધ્ધાર્થે રુદ્રજીને ત્યાં પહોંચતાં રસ્તામાં રાયજીને કહ્યું “સર આ રાવલો સારો છોકરો છે એણે એનાં બાપને જ પકડાવી દીધો. બીજુ એનો બાપ ખૂબ તાશીર નીકળ્યો. આજ સુધી પોતાની જાતને બચાવતો રહ્યો. જંગલમાં રહેનાર આટલાં ખેપાની હોય ? સારુ થયું એનાં દીકરાને કારણેજ પકડાઇ ગયો.”

રાયબહાદુરજીએ કહ્યું “સિધ્ધાર્થ એ ધ્રુમન એમજ નથી પકડાયો. એનાં દીકરાની ઘણાં સમયથી નજર હશે બધુ જોઇ રહ્યો હશે. ધ્રુમને રાજાપદ છોડ્યું અને ઘરમાં રહેતોજ નહોતો જે બધુ બોલી રહેલો એનાં પરથી લાગે અને પેલાં ગણપતની વહુ માહીજા એનાં ઘરે આવી ગઇ એ પછી એની શંકા પ્રબળ થઇ એણે જેટલું કીધું એમાં હું બધુ સમજી ગયો. દીકરો બાપથી સવાયો હુશિયાર નીકળ્યો પણ સારો સાબિત થયો.”

“હવે રુદ્રજીને ગણપતનાં અંગે માહિતગાર કરવા પડશે મોટી સારી વાત એ છે કે દીકરી દેવમાલિકા બચી ગઇ આ બધાં નીચ માણસોથી હવે બધાંજ સુરક્ષિત છે”. આમ વાતો કરતાં રુદ્રજીને ત્યાં પહોચી ગયાં.

રાયબહાદુરજી અને સિધ્ધાર્થ રુદ્રજીને ત્યાં પહોંચ્યાં. અવંતિકાજી દોડીને બહાર આવ્યાં અને બોલ્યાં “રાયજી તમે ખૂબ સારાં અને યોગ્ય સમયે પાછાં આવી ગયાં”. રાયજીએ કહ્યું “એટલે ?”

ત્યાં રુદ્રજી અને સૂરમાલિકાજી બહાર આવ્યાં. રુદ્રજીએ કહ્યું “મંગળ સમાચાર મારાં મોઢે સાંભળો. દેવ-દેવમાલિકા નાનીજી -નાનીજ બધાં ફળદાયી આશીર્વાદ લઇ પાછા ફરી રહ્યાં છે બધા સંકટ દોષ દૂર થઇ ગયાં છે વિવાસ્વાન સ્વામીજીનાં સંપૂર્ણ આશીર્વાદ છે. બીજુ આયર્ન-આકાક્ષાં કોલકતા પહોંચી ગયાં છે 3 દિવસ પછી તેઓ બધાં કુટુંબીજનો સાથે અહીં પધારી રહ્યાં છે.”

રામજીએ કહ્યું “વાહ આતો સાચેજ શુભમંગળ સમાચાર છે. હવે અમારાં શુભમંગળ સમાચાર સાંભળો સ્કોર્પીન પકડાયો એ બીજો કોઇ નહીં જંગલનાં કબીલાનો ભૂતપૂર્વ રાજા ધ્રુમન હતો એનાં છોકરા રાવલાએજ પકડી અમને સુપ્રત કર્યો. તમારો ગણપત એનોજ માણસ એને મદદ કરતો. પેલો સૌનિકબસુ એમનો મળતીયો.. બધાંજ પકડાઇ ગયાં. મેજર અમન કોલીંપોંન્ગ લઇ ગયો હવે બધે કાર્યાવાહી પુરી થશે.”

રુદ્રજીએ આશ્ચર્યથી પૂછ્યું "ગણપત એનો માણસ ?” રાયજીએ કહ્યું “સારુ થયું એ રંગે હાથ ત્યાંજ પકડાયો બધાં પુરાવા સાથે તમારાં ઘર પરની આફત ટળી એની નજર દીકરી દેવમાલિકા પર હતી શેષનારાયણે બચાવી લીધી. હવે કોઇ મઠ પર ભય નથી.. નથી તમારાં ઉપર બધાંજ સુરક્ષિત છો.”

રુદ્રજી થોડાં વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં “જે થયું સારુ થયુ હવે તમે અહીં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપજો એટલે કાયમી સુરક્ષિત”.

રાયજી કહે “ચાલો બધુ સારુજ થયુ....”. રુદ્રજી બધાને અંદર લઇ ગયાં બોલ્યાં મારાં કુટુંબ અને દીકરી માટેજ તમારાં પાવન પગલાં અહી થયા દેવ જેવો દીકરો મળ્યો અમને.”

સુરમાલિકાએ કહ્યું “પાપાએ મને બધુજ કહ્યું હું એટલી ખુશ છું કે મારાં બધાંજ પુણ્ય મને ફળી ગયાં. ઇશ્વરે બધાનું સારુ કરે”. બધાં દિવાનખંડમાં ગોઠવાયાં.

*************

રાયજી અને રુદ્રજી વાતો કરી રહેલાં ત્યાં અવનીકાજી અને સૂરમાલિકા બહાર દોડી ગયાં. નાનાજી, નાનીજી, દેવ દેવમાલિકા બધાં આવી ગયાં. રુદ્રજી અને રાયજી પણ બહાર ગયાં. બધાને આવકાર્યા. નાનાજી-નાનીજીને પગે લાગી આશીર્વાદ લીધાં.

દેવ-દેવમાલિકા બધાં આવી ગયાં જાણી-મંદિરથી કંદર્પજી પણ આવ્યાં. દેવ-દેવમાલિકાએ એમનાં આશીર્વાદ લીધાં. કંદર્પજીએ કહ્યું “મારી ભવિષ્યવાણી ભલે સાચીજ હતી પણ ભગવન વિવાસ્વાને બધાં દોષ દૂર કર્યા અને એનો આનંદ છે. આવી વિભૂતી બધુ કલ્યાણ કરી શકે”.

રુદ્રજીએ કહ્યું “મારાં ઉપર ગોવિંદરાયજીનો ફોન હતો તેઓ પણ આવી રહ્યાં છે એમનું એવું કહેવું છે કે મારે એવાં કોઇ દેખાડા કે ભપકા નથી કરવા મારાં પૈસા કે વૈભવ, સત્તાનો કોઇ ઉપયોગ નથી કરવો અમારી એવી ઇચ્છા છે કે અહીં ભગવનની નિશ્રામાં આર્યન અને આકાક્ષાની સનાતન ધર્મની વિધી પૂર્વક સાદગીથી લગ્ન કરવાં છે બસ તમારી સંમતિ અને વડીલોનાં આશીર્વાદ જોઇએ છે”.

રાયબહાદુરજીએ કહ્યું “આનાંથી વધુ સારા અને સમજદાર માણસ ક્યાં શોધવા ? આપણે અહીં વિવાસ્વાન સ્વામી, કંદર્પજી તથા વડીલનાં સાંનિધ્યમાં દેવ-દેવમાલિકા, આકાંક્ષા આર્યનાં લગ્ન વિધીપૂર્વક પણ સાદાઇથી પતાવી દઇએ.”

રુદ્રજીએ કહ્યું “આતો સોનામાં સુગંધ ભળી હું ગોવિંદરાયજી અને આપનાં વિચારો સાથે સંમત છું હવે ના કોઇ વિઘ્ન, નડતર કે દોષ છે બંન્ને છોકરાઓની લગ્ન પૂર્ણ કરીએ. એની તૈયારી કરીએ.”

***************

શુભદિવસ ઘડીપળનું મૂહૂર્ત જોવાયું અર્ધનારીશ્વર ભગવાનનાં મંદિરમાં સુશોભન કરાવ્યું ભગવન-વિવાસ્વાન ગુરુ સ્વામીની પધરામણી કરાવી બધા વડીલો નાનાજી, નાનાજી, કંદર્પઋષિજી અને બધાંજ સ્ટાફ હાજર હતો.

પવિત્ર ઋષિએ બંન્ને કપલ, દેવ દેવમાલિકા, આર્યન આકાંક્ષાને લગ્નવેદીનાં સાક્ષી બનાવી ઉત્તમ મંત્રો સાથે લગ્ન વિધિ કરાવી ફેરા ફેરાવ્યા લગ્ન સંપન્ને કરાવ્યાં. બંન્ને નવવધુએ બધાનાં આશીર્વાદ લીધાં. આજે બધાંજ ખૂબ આનંદમાં હતાં. રુદ્રજીનાં આગ્રહથી બધાં હજી 15 દિવસ અહીં રુદ્રજીનાં એસ્ટેટમાં રોકાવનાં હતાં.

************

દેવ-દેવમાલિકાને ફરીથી પ્રણયપુષ્પનાં માંડવામાં લઇ આવ્યો. એણે ફૂલોની સુગંધ એનાં નાકને ઘરીને ધરાઇને લીધી. પ્રણયનશો ચઢ્યો બોલ્યો “હવે તો લાઇસન્સ છે મારી દેવી આવી જા..” દેવીએ ફૂલોની સુગંધ લેતાં કહું “ હું આવીજ ગઇ તને સમર્પિત થઇ ગઇ” બંન્ને એકબીજાની આગોશમાં પરોવાયાં હોઠથી હોઠનું મિલન.... આગળ વધી રહ્યું હતું..

આર્યન આકાંક્ષા બીજા માંડવામાં પ્રણય ગોષ્ટિ કરી રહેલાં સાક્ષીમાં પુષ્પો હતાં. નયનરમ્ય આલ્હાદક વાતાવરણમાં બંન્ને નવવધુ એમની મધુરરજની માણી રહ્યાં હતાં. સાક્ષીમાં કુદરત હતી પંચતત્વોનાં એમને આશીર્વાદ હતાં....



---- સંપૂર્ણ ----

દક્ષેશ ઇનામદાર,

આ નવલકથા અંગે આપનો તટસ્થ અભિપ્રાય આપવા વિનંતી..

આ પછી થોડો વિરામ લઈ ખૂબ રસપ્રદ નવલકથા આપની સમક્ષ રજૂ કરીશ.

આભાર…