ધ સ્કોર્પિયન - પ્રકરણ-111 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-111

મેજર અમન ગણપત ગોરખાને બંદીવાન બનાવીને એની પૂછરચ્છ કરી રહેલાં. રાયબહાદુર, સિધ્ધાર્થ અને રાવલાની આવવાની રાહ જોઇ રહેલાં.

થોડીવારમાં રાયબહાદુર તથા સિધ્ધાર્થ એમની ટુકડી સાથે ત્યાં આવી પહોચ્યાં. સિધ્ધાર્થે કહ્યુ “મેજર અમન અમને તમારી જીપ અને માણસો દેખાયાં અહીં આવી પહોંચ્યા. “

રાયબહાદુર અને સિધ્ધાર્થ જીપમાંથી ઉતર્યા મેજર અમને રાયબહાદુરને સલામી આપી અને કહ્યું “સર આખરે આ સ્કોપીર્યન આપણે હાથ લાગી ગયો છે.. આ લોબો હજી મોઢું નથી ખોલતો. “

કબીલાનો નવો રાજા રાવલો આવુ છું. કહીને અચાનક ગયો છે એ પુરાવો લઇને આવુ છું કહી ગયો... ત્યાં ઘોડાનાં આવવાનાં અવાજ આવ્યાં બધાં સૈનિકો તથા મેજર-સિધ્ધાર્થ બધાં સતર્ક થઇ ગયાં.

રાવલો, નવલો ઘોડા પરથી નીચે ઉતર્યા નવલા પાસે રહેલી ગોરી છોકરીને નીચે ઉતારી રાવલાએ ઘોડાની પણછ ખેંચી ઘોડો ફેરવ્યો અને બોલ્યો ‘પાંચ મીનીટ રાહ જુઓ” અને પાછો ઝાડીની પાછળ તરફ ગયો અને થોડીવારમાં રાજાધ્રુમનને લઇને આવ્યો.

રાવલાએ રાજાધ્રુમનને ઘોડેથી નીચે ઉતારી પોતે ઉતર્યો અને બોલ્યો “સર... આ રહ્યો અસલી સ્કોર્પીયન....” ગણપત સામે જોઇ બોલ્યો “આતો એનું પાળેલું ટટટું છે અસલી સ્કોર્પીયન તો મારો બાપ રાજા ધ્રુમન છે. “

“આ મારો બાપ... આજે બાપ કહેતાં શરમ આવે છે પણ એકવખત હતો ભગવાન શેષનારાયણ સાચો ભકત. ભગવન સાક્ષાત થયેલાં. અહીંનાં મઠોની સેવા સુરક્ષા કરતો. જડીબુટ્ટીઓ જાણકાર બધાની મફત સેવા-સુશ્રુતા કરતો ખૂબજ ટેક-નિયમ વાળો મારો બાપ.. આજે..”

રાયબહાદુર શાંતિથી સાંભળી રહેલાં એ બોલ્યાં “આટલુ બધું.. આ કેવી રીતે પકડાયું પેલો સૌનીકબાસુ તો કોણ ? આ તો રુદ્રજીનો સેનાપતિ છે તારાં પિતા સિધ્ધાંતવાળા સ્કોર્પીયન કેવી રીતે બની ગયાં ? તને ક્યારે ખબર પડી કે અસલી સ્કોર્પીયન આ રાજા ધ્રુમન છે ? અત્યાર સુધી છૂપાયેલા કેવી રીતે રહ્યાં ? ગણપત અને સૌનીકબસુ સાથે શું સંબંધ છે ? એમનું આવું પિશાચી રૂપ કેવી રીતે જાણ્યું ?”

રાવલાની આંખમાં આંસુ આવી ગયાં એણે એનું માથુ નીચું કરી દીધુ. ત્રાંસી આંખે એનાં બાપ રાજા ધ્રુમન સામે જોયું ધ્રુમન એની નજર સહી ના શક્યાં. એમણે નીચે જોઇ લીધું.

રાવલાએ કહ્યું “સર મારુ માથુ શરમથી ઝૂકી જાય છે. એક સમય હતો મને મારા બાપ માટે ગૌરવ અભિમાન હતું એમનો છોકરો છું એ કહેતાં ફૂલ્યો નહોતો સમાતો.”

જડીબુટ્ટીનાં કારોબારમાં સેવા કરતાં કરતાં આવો ગણપત અને સૌનીકબસુ જેવા નાલાયક અને નીચ માણસોનાં સંપર્કમાં આવ્યાં. એમણે આ બંન્નેને જડીબુટ્ટીઓ વેચવા માંડી એમને ખૂબ પૈસા મળવા માંડ્યા. અફીણ, નશાકારી વનસ્પતિ, વાજીકરણ દવાઓ બધાને વેચવા માંડી પોતે પણ ભાન ભૂલી ઉપયોગ કરવા માંડ્યા ભગવાન શેષનારાયણની ભક્તિ ભૂલ્યાં.

જંગલમાંજ પડ્યા રહેવાં લાગ્યાં કબીલા તરફ ધ્યાન રાખવાનું છોડી દીધું. જંગલનાં વીંછીનાં ઝેરમાં ખૂબ ધેન-નશો છે એમને ખબર હતી તેથી વીંછી પકડવા માંડ્યા. એનું ઝેર કાઢી વેચવાનું શરૂ કર્યું. સૌનકબસુ દ્વારા દેશ-પરદેશમાં ટુરીસ્ટોને જંગલમાં બોલાવવા શરૂ કર્યા. એક ટોળકી બની ગઇ અહીં નશામાં ધુત્ત નશેડીઓ આવા લાગ્યાં એમને સંભોગની શક્તિ વધારવા વાજીકરણ દવાઓ જડીબુટ્ટી વેચવા લાગ્યાં.

એમની પ્રવૃત્તિઓ ગોરખધંધા વધવા લાગ્યાં એમની કામશક્તિ, વાસના એટલી વધી ગઇ કે આખો વખત કોઇને કોઇ આદીવાસી છોકરી હોય પરદેશથી આવનાર છોકરી હોય બંધાને નશામાં બંધાવી બનાવી કામવાસના સંતોષવા માંડ્યા એમાં આ બધાનો સાથ મળવા માંડ્યો.

સૌનિકબસુ અને આ ગણપત બાપને ઓળખી ગયાં કે આને પરદેશી છોકરીઓનો ચસ્કો લાગ્યો છે એટલે ગોરી છોકરીઓને ફસાવી આને હવાલે કરી દેતાં સામે જડીબુટ્ટીઓ અને વીંછીનું ઝેર સસ્તામાં મફતમાં મેળવી લેતાં. સૌનીકબસુનાં જંગલ પાસેનાં બંગલામાં મારો બાપ રાતો રંગીન કરતો એ સંપૂર્ણ વ્યભીચારી થઇ ગયેલો. “

“મારી માં ને ખબર પડી ગઇ હતી એણે કેટલીવાર પાછો વારવા પ્રયત્ન કર્યો સમજાવ્યું પણ મારો બાપ કબીલાનો રાજા.. ઉપરથી અઢળક પૈસો એની પાસે ડોલરનો ખજાનો એનું હવે ચસ્કી ગયેલું એ છોકરીઓ માટે (મેનીયાક) વિકૃત થઇ ગયેલો... “

“આ ગણપત ઓછો નથી એ પણ અફીણ ગાંજો વીંછી ઝેર વાજીકરણ દવાઓ લેવા માંડેલો એ બેશરમ થઇ ગયેલો. મારો બાપ એનાં ઘેર જઇને એની પત્નીને પણ ભોગવતો આ નપુંસક કશું નહોતો બોલતો એને વાજીવરણની અવળી અસર થઇ સાલો નપુંસક થઇ ગયેલો.”

“સાહેબ હદ તો એ થઇ ગઇ કે મારાં બાપે રુદ્રજીની છોકરીને જોઇ હશે એણે ગણપતને કહ્યું આ છોકરીને ફસાવીને મારી પાસે લઇ આવ તને જીંદગીભર બધુ મફત આપીશ.”

“પણ.. રુદ્રજીનું કુટુંબ ખૂબ પવિત્ર અને ધાર્મિક છે શેષનારાયણ, અર્ધનારીશ્વર સાક્ષાત છે એ છોકરી આ નાલાયકનાં હાથમાં ના આવી.”

રાયબહાદુરને સાંભળી ખૂબ ગુસ્સો આવ્યો એમણે ગણપતને છાતીમાં જોરથી લાત મારી... સિધ્ધાર્થે કહ્યું “સર.. સર.. હમણાં નહીં પછી એને ખૂબ આકરી સજા કરીશુ ? પહેલાં બધુ જાણી લેવા દો.”

ત્યાં પેલો લોબો બોલ્યો...” સર.. સર.. આજ છે સ્કોર્પીયન એ ખૂબ વિકૃત છે એણે મારી.. ઝરીન અને ઝેબા બંન્નેને કેદ કરેલી ઝરીનતો અહીં છે ઝેબા ક્યાં છે ?”

રાજા ધ્રુમન લોબોને જોઇને તડૂક્યો. “સાલા એ કાળી છોકરી તો ભાગી ગઇ બધુ વીંછી ઝેર લઇને એક નંબરની નશેડી હતી હું એને શું કરવાનો ?”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-112