જીવનમાં ભણતર અને જ્ઞાન કેટલું જરૂરી છે એની ખબર આપડે વિપરીત પરિસ્થિતિમાં અનુભવવા થાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે સકારાત્મક રહેવું એ ખુબજ અઘરી અને મોટી વાત હોય છે. આજના આ પ્રતિસ્પર્ધાના યુગમાં માણસે ટકી રહેવું હોય તો સકારાત્મક દૃષ્ટિકોણ જોઈએ. મનુષ્ય જીવનમાં સકરાત્મકતા અને સકારાત્મક દૃષ્ટિકોણ કેટલો મહત્વનો હોય છે એ આ એક નાનકડા પ્રસંગ પરથી જોવા મળે છે.
એક ગામના શિક્ષિત મુખી (મુખી એટલે ગામના મુખ્ય વ્યક્તિ) પોતાનાં નિવૃત્ત જીવન દરમિયાન રોજ નિયમિત રીતે મંદિરે દર્શન કરવાં જાય, સાંજે મંદિરની આરતી કરે અને પ્રભુનો પ્રસાદ લઇને ઘરે બધાને આપે. આ એમનો રોજ બરોજનો ક્રમ. એમનો એક ધ્યેય હતો કે એ ગામનાં બાળકોને તૈયાર કરવાં. બાળકોમાં રહેલી પ્રતિભાઓને ખીલવવા અને બાળકોને યોગ્ય અવસર મળે એ માટે એમણે બળસભાનું આયોજન વિચાર્યુ. જીવનમાં થયેલા સારા અને નરસા અનુભવો ત્યાં ગામના બાળકોને જણાવતા. બાળકો પ્રત્યેના અપાર પ્રેમ અને લાગણી હોવાના કારણે હર રવિવારે એ ગામના શંકર ભગવાનના મંદિરના પ્રાંગણન જગ્યામાં સવારે નવ વાગે એક નાનકડી બાળસભાનુ આયોજન કરતા. દર રવિવારે બાળકો નવા નવા વિષયો ઉપર કવિતાઓ, વાર્તાઓ, નવા કોયડાઓ, વગેરે બોલતા અને ભજન , લોકીતોના ગાયન જેવી પ્રવૃતિમાં ભાગ લઈને પોતાની અંદર રહેલી પ્રતિભાઓ ખીલવતા.અને એટલું જ નહીં આ બાળ પ્રતિભાઓને યોગ્ય સ્ટેજ મળે એ માટે શાળામાં આવતી વિવિઘ સ્પર્ધાઓમાં બાળકોને ભાગ લેવા આગળ જવા પણ પ્રોત્સાહિત કરતાં. એ બાળ સભામાં છેલ્લે ચર્ચાનો વિષય પણ આપતા જેમાં બાળકો પોતાનાં મંતવ્યો રજૂ કરતાં.
એક રવિવારે એ મુખીએ સવારે નિયમત રીતે બળસભા માટે મંદિરે આવ્યા. ત્યાં મંદિરમાં બાળકો પણ હાજર હતા અમુક મુખી સાથે દર્શન કરવા મંદિરના ગર્ભ ગૃહમાં અંદર ગયા ત્યારે અચાનક મંદિરના ઉંબરાની ઠેસ પગમાં વાગતા મુખી નીચે પડ્યા ત્યાં તો ફટાફટ સાથે રહેલા બાળકો પણ મુખીને ઉભા કર્યા સાથે સાથે સમય સૂચકતા વાપરી મુખીએ પોતાને મોટી ઈજાઓથી બચાવી લીધા પણ. ત્યારે મુખી બધા બાળકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને એટલું બોલ્યાં ભગવાન સામે દંડવત કરવા સહેલાં નથી. ત્યાં હાજર રહેલા બાળકો ખડખડાટ હસવા લાગ્યા. એ મુખીને થોડુક લાગ્યું પણ ખરા અને બાળકોએ થોડીક સારવાર પણ કરી આપી. બધા બાળકોએ મુખીને કહ્યું કે, " આજની રવિ સભા કેન્સલ કરીએ" ત્યારે મુખીએ કહ્યું કે," થોડોક લાગ્યું હોય તો એમાં રવિ સભા કેન્સલ કરવાની ન હોય, હું સ્વસ્થ છું એટલે આજની રવિ સભા નિયમિત રીતે ચાલુ રહેશે". પછી થોડીવારમાં મુખીએ એ રવિવારની બાળ સભા આરંભ કરી ત્યારે આ પ્રસંગનું વર્ણન કરતાં સમજાવ્યું કે જીવનમાં સારાત્મકતાની કેટલી જરૂર હોય છેે અને સકારાત્મક હોય તો ક્યારેય કોઈપણ પરિસ્થિતિમાં દુઃખ લાગતું નથી અને કપરામાં કપરી પરિસ્થિતિ સરળતાથી ઉકેલાઈ જાય છે.
ત્યાર પછી મુખીએ રવિ સભાના સંચાલનની જવાબદારી અલગ અલગ બાળકોને સોંપી અને બાળકોને તૈયાર કર્યા. જેના પરિણામે ગામમાં થતા વિવિધ ઉત્સવોની ઉજવણીમાં ભાગ લેતા બાળકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો. એ ઉત્સવો વિવિધ પ્રવૃત્તિઓથી ઉજવવામાં આવ્યા જેમ કે, નવરાત્રી અને જન્માષ્ટમીમાં શેરી નાટક અને પથનાટક દ્વારા જનજાગૃતિ ફેલાવવી, વિવિધ ખેલો દ્વારા રમત ઉત્સવ ઉજવવો વગેરે વગેરે. આ વાત પરથી ખબર પડે કે,"જો આપણી સંસ્કૃતિ ટકાવવી હોય તો બાળકોને સાચી દિશામાં તૈયાર કરવા જોઈએ.
આ પ્રસંગ ઉપરથી ખબર પડે કે જ્યારે તમારી આસપાસ કોઈ બાળક અથવા કોઈપણ વ્યક્તિ હોય જો એમની સાથે સકારાત્મક રીતે વ્યવહાર કરવામાં આવે તો એનું પરિણામ હંમેશા સકારાત્મક આવે છે અને એની અસર જિંદગીભર રહે છે અને પાસના સમાજમાં પણ જોવા મળે છે.