એક દિવસના રાજા Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દિવસના રાજા

' નિજ' રચિત એક સુંદર હાસ્ય રચના:

એક દિવસના રાજા
આજકાલ લોકો હસવાનું ભૂલી ગયા છે, ખાસ કરીને પરણેલાઓ ,
એ લોકોને ખાસ યાદ કરાવવાનું કે આજે 7 May,
વિશ્વ હાસ્ય દિવસ છે,
આજે તો હસો, તમે કેટલી ટેન્સ વાળી જિંદગી જીઓ છો એ મને ખબર છે,
તો એક નાનકડો આઈડિયા પોતાના સુંદર (?) ચહેરા પર સ્માઇલ લાવવા માટે, તો સાંભળો આઈડિયા, સોરી વાંચો :
જાતે હસવા માટે જોક્સ વાંચવા કે કોઈ હાસ્યપ્રધાન ફિલ્મ જોવી , અને ધારો કે આમાંથી કંઈ નથી કરવું તો બસ તમારી લગ્ન ની સીડી એડિટેડ અને વગર એડિટ કરેલી જોઈ લો,..
કે તમે કેવા 'વર' રાજા (એક દિવસના)લાગતા હતા, ઘોડા પર બેસીને જાન કાઢી લગ્ન કરવા ગયા હતા, દૂરથી મિત્રોએ મશ્કરી કરેલી કે ઘોડા પર ગધેડો? તમારા પરણેલા મિત્રો DJ ના તાલે નાચતા હતા ,પણ ' કેમ ' નાચતા હતા એ તો હવે ખબર પડે છે, પેલા ઘોડાવાળાએ પણ ઘોડો નચાવવા બહુ ટ્રાય કરેલો પણ ઘોડો જરાય નાચ્યો ન હતો પણ તમે જેવા ઉતર્યા કે તરત જ એણે નાચવાનું ચાલુ કરેલું બોલો,...
સાસુએ નાક ખેંચેલું ત્યારે તમારા મિત્રો તમારું નાક બચાવવા રૂમાલ નાકની આડે રાખેલો અને તમે છીંકેલા( છીંકેલો રૂમાલ મિત્રએ તમારા ચુડીદાર પર લૂછી કાઢેલો એ અલગ વાત છે), કન્યા હાર પહેરાવવા આવી ત્યારે તમને તમારા મિત્રોએ ઊંચકેલા એમાં તમારું ધોતિયું નીકળતા નીકળતા બચી ગયેલું ( ખાલી ધાર પર લટકી રહેલું), તમને ઉંચકતા જોઈ કન્યાને પણ ઊંચકી લેવાઈ હતી, બન્નેના વજન વધારે એટલે હાથમાંથી છટકીને નીચે પડી ગયેલા એ પણ કેમેરામાં આવી ગયું હતું, એ વખતે જ ખ્યાલ આવ્યો કે છેલ્લે બે મહિના પહેલા જોઇ અને આજે જોઇ એમાં કેટલાય કિલો નો ફરક પડી ગયો કે મારી આ ફિયાન્સી આંખમાં ય નથી આવતી!,...
મંડપ માં બેસાડી લેવાયો, મહારાજે સરસ અવાજ સાથે વિધિ ચાલુ કરી, હસ્તમેળાપ વખતે તમે વરમાળા ની દોરી ખેંચતા હતા અને સામે તમારી ફિયાન્સી તમારી તરફ આંખો કાઢતી હતી, મંગળફેરા વખતે તમે ધોતિયું જે બેરેબેરે ધાર પર લટકી રહેલું તેને સાચવતા સાચવતા ફેરા ફરેલા,
સામસામે કંસાર ખાતી વખતે છોકરીએ બરાબર તમારા મોંઢામાં કંસાર મુકી આપેલો પણ તમે તો એના નાકમાં જ કંસાર ઘુસાડી દીધેલો અને પછી જે સીન થયો છે મંડપ માં, ચારે બાજુ હસાહસી,...
ફોટોસેશન વખતે કેમેરામેન અલગ અલગ એક્શન માં ફોટો પાડતો,
બે ફોટામાં તો તમારો હાથ ધોતિયું પકડતા આવી ગયો હતો, ...
કન્યાવિદાય વખતે તમારી શ્રીમતી સાથે તમેય બહુ રડેલા, ને પેલું ગીત પણ કયુ વાગતું હતું? ' બાબુલ કી દુઆએ લેતી જા, જા તુજકો સુખી સંસાર મિલે' , ને પછી DJ પર કોઈ અટકચાળા મિત્રએ ફરમાઈશ કરેલી કે ' બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હે ' અને હોહા,.. પછી હસાહસી થઈ ગઈ હતી,...
તમે તમારી પત્નીને લઈને ગાડીમાં બેઠા હતા, ગાડીના જમણા
વ્હીલ નીચે શ્રીફળ સિંચવાનું હતું, શ્રીફળ વ્હીલ નીચે મૂકેલું, પણ જરા સાઇડ પર મુકાઈ ગયું હતું,ગાડી સહેજ આગળ વધી ને શ્રીફળ છટક્યું ને તમારા પેલા કાકાની ટાલ પર અથડાયેલું, ને કાકા ' ઓ માડી ' ની ચીસ પાડી બેસી ગયેલા,...
ઘરે આવ્યા ત્યારે એક મોટા તરભાણામાં પૈસા ની રમત રમેલા, ને એમાં તમારી પત્ની જ જીતી ગઈ હતી, આજ સુધી એને ખબર નથી કે તમે જાણી જોઈને હારી ગયા હતા,
આ જાણી જોઇને હારવામાં જ લગ્નજીવન ની સ્વીટનેસ છુપાયેલી છે,
બસ ત્યારે કાઢો CD અને જુઓ તમારૂ લગ્ન,,
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995