શમણાંની શોધમાં - પ્રકરણ 17 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 17

          “ઓહ, મમ્મા!”

          એ અવાજ સાંભળી શ્યામ ચમક્યો.

          ના, એ અર્ચનાનો અવાજ ન હતો. એ વિચારોમાંથી બહાર આવ્યો. ચાર્મિ કણસતી હતી.

          હા, ચાર્મિ 11 નવેમ્બર છે એમ જ બોલી હતી. બે દિવસ પહેલાં જ અર્ચનાનો જન્મદિવસ હતો.

          સોરી અર્ચના. હું તારો જન્મ દિવસ ભૂલ્યો નથી પણ આ વખતે તો મને ખબર જ નહોતી કે 9 નવેમ્બર ક્યારે હતી. આઈ મિસ યુ અર્ચના. અર્ચના! શ્યામે વિચાર્યું.

          અર્ચના પણ એને દરરોજ મિસ કરતી હશે. પણ 9 નવેમ્બરના રોજ તો એણીએ તેને બેહદ મિસ કર્યો હશે. એણે વિચારોથી બચવા આંખો બંધ કરી પરંતુ આ વિચારો એનો પીછો છોડતા ન હતા. અર્ચનાનો ચહેરો શ્યામની બંધ આંખો સામે પણ તરવરવા લાગ્યો. એણે આંખો ખોલી પણ વિચારો પીછો છોડતા ન હતા. એણે ચાર્મિ સામે જોયું. એ કણસતી બંધ થઇ ગઈ હતી પણ એનું હ્રદય....???

          શ્યામે નાછુટકે ફરી આંખો મીંચી.

          “આપ કહા પે હો?”

          “અર્ચના, મેં નયા ગાવમેં હું.”

          “નયા ગાવમેં ક્યા કર રહે હો?  આપ ડ્યુટી નહિ ગયે?”

          “મેં ડ્યુટી ગયા થા પર હાફ છુટ્ટી લેકે નયાગાવ ગયા હું.”

          “નયા ગાવ કયું આયે હો?”

          “અર્ચના, આજ કોનસી ડેટ હે?”

          “9 નવમ્બર હે. તો ક્યા હુઆ?”

          “મેં નયાગાવ તેરે લિયે ડ્રેસ લેને આયા હું.”

          “પર સન્ડે કો ડ્રેસ લે લેતે, હમ દોનો સાથમે જાતે, ઓફીસસે લીવ લેને કી ક્યા જરૂરત થી? મેં બીના ડ્રેસ તો બેઠી નહિ હું. આપ ભી હદ કરતે હો.”

          “અર્ચના, અનજાન બનને કી કોશિશ મત કરો. આજ તુમ્હારા બર્થડે હે.”

          “આપકો યાદ હે?”

          “મેં કેસે ભૂલ સકતા હું?”

          “આપને મેરા મુડ ખરાબ કર દિયા.”

          “કયું? ક્યા હુઆ ?”

          “મેને સોચા થા આપ મેરા બર્થડે ભૂલ ગયે હો ઔર સુબહ ઓફીસ ચલે ગયે થે. મેં નહિ ચાહતીથી કી આપકો મેરા બર્થડે યાદ આયે ઔર શામકો આપ ઘર આયે તબ મેં આપશે ઝગડના ચાહતી થી.”

          “તુમ ભી અજીબ હો. હર છોટી છોટી બાત મેં તુમે મુજસે ઝગડના હોતા હે. આજ બર્થડે કે દિન ભી તુમ મુજસે ઝગડના ચાહતી થી! હદ હો ગઈ યાર!”

          “પાગલ જનાબ! અપનો સે ઝગડના ભી એક તરહ કા પ્યાર હી હે. જલ્દી ઘર આ જાઓ. મેં આપકા ઇન્તઝાર કર રહી હું. લવ યુ જાનું. બાય!”

          “ઓકે, બાય...”

          “સાબજી, યે તીન મેં સે કોનસા પેક કરું?” કાઉન્ટર પરની લેડીએ એમની ચર્ચા સાંભળી હતી એટલે હસતા હસતા બોલી.

          “ઓહ ગોડ! કલર કોનસા લુ? મેં પૂછના હી ભૂલ ગયા. એક મિનટ રુકો. મેં કોલ કરકે પૂછ લેતા હું.”  

          “ઇફ યુ ડોન્ટ માઈન્ડ, એક બાત બોલું સર...” એ લેડી એમ જ હસીને બોલી.

          “પૂછીએ..”

          “આજ મેડમ કા બર્થડે હે. આપકો ડ્રેસ ખરીદ રહા હું એસા ભી નહિ બતાના ચાહિયે થા. અબ કમ-સે-કમ કલર મેં તો સરપ્રાઈઝ રખો.”  એ એ જ મુસ્કુરાહટ સાથે બોલી.

          “ઓહ ગોડ...! મેં ભૂલ ગયા સરપ્રાઈઝ કા તો...! પર સરપ્રાઈઝકો ઇતના ઈમ્પોર્ટન્સ કયું દેતી હો આપ લડકિયા...?”

          “લડકિયોં કો સમજને કે લિયે લડકી બનના પડતા હે, સર.” એ ફરી હસી, “કોનસા કલર પેક કરું?”

          “અભી આપને બોલા કી લડકી કો સમજને કે લિયે લડકી બનના પડતા હે. અબ મેં તો લડકી બન નહિ સકતા પર આપ લડકી હો. આપ હી સિલેક્ટ કર લો કલર. યાદ રખના વો કોઈ ભી બહાના નીકાલકે મુજસે આજ લડના ચાહતી હે.” શ્યામે એને અગમ ચેતવણી આપી. પણ એને ખબર નહોતી કે માત્ર અર્ચના જ નહી દરેક પત્ની આવા બહાના નીકાળી ઝઘડી લે છે. કદાચ એમાં જ એ લોકો પ્રેમ સમજે છે...!!

          “મેડમ, દિખને મેં ફેર હે, ડાર્ક હે યા એવરેજ?” એ બોલતી વખતે હસતી જ રહેતી હતી.

          અર્ચના મારાથી આમ હસીને હસીને કેમ વાત નહિ કરતી હોય. એ તો મારાથી વાત કરતી વખતે ભાગ્યે જ હસે છે. શ્યામે મનોમન વિચાર્યું હતું.

          “મુજે પતા નહી ચલતા આપ લડકિયા કીસકો ફેર ઔર કિસકો ડાર્ક માનતી હો. લો યે ફોટો દેખ લો.” શ્યામે એને મોબાઈલમાંથી અર્ચનાનો ફોટો બતાવ્યો.

          “ઇસકો એવરેજ બોલતે હે. આપ યે હલકા નીલા લે લો. મેડમ ખુશ હો જાયેગી.”  

          “પેક કર દો.” કહી શ્યામે ઉમેર્યું, “એક બાત પૂછું બુરા ના માનો તો?”

          “પૂછીયે." એણીએ એમ જ હોઠો પર સ્માઈલ જાળવીને કહ્યું.

          “આપ જબ ભી બાત કરતે હો તબ હસતે હી રેહતે હો. કયું?”

          “હસકે બાત કયું ના કરું? આપ થોડે મેરે પતિ હે?” એ હજુ પણ એમ જ હસી રહી હતી.

          “મીન્સ પતિ કે સાથ આપ હસકે બાતે નહિ કરતે હો! પર કયું?”

          “સર, પતીકો જ્યાદા ભાવ દો તો વો હમે ભાવ દેના કમ કર દેતા હે ઈસલીયે પતિ સે જ્યાદા હસકે બાત નહિ કરની ચાહિયે.” એ બોલી. એનો જવાબ સાંભળી શ્યામ હચમચી ગયો.

          શ્યામેં બીલ ચુકવ્યું અને દુકાન છોડી બહાર નીકળ્યો. ઘરે જતી વખતે રસ્તામાં બાઈક કરતા એના મનમાં વિચારો ઝડપથી ચાલતા હતા. પેલી સેલ્સ-ગર્લના શબ્દો જ એના મનમાં રમતા હતા. ખરેખર, અર્ચના પણ આવુ જ વિચારીને એનાથી હસીને વાત નહિ કરતી હોય?  

          એને લાગ્યું કે છોકરીઓને સમજવા માટેના કોઈ કોચિંગ ક્લાસ હોવા જોઈએ. અર્ચના એની સાથે વારે વારે કેમ ઝઘડતી રહે છે એ એને આ સેલ્સ ગર્લના શબ્દો પરથી સમજાયું. એ મનોમન બબડ્યો, ‘આઈ લવ યુ અર્ચના બટ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યુ.’  

          શ્યામ ઘરે પહોચ્યો ત્યાં સુધી એના મનમાં એ જ વિચારો દોડતા હતા.

                                                                                                             *

          ચાર્મિએ કણસવાનું શરુ કર્યું. શ્યામે ચમકીને એ તરફ જોયું. એને ખ્યાલ આવ્યો કે એ ઘરે અર્ચના પાસે નહિ પણ એક કેદખાનામાં ચાર્મિ સાથે હતો. એ મનોમન બોલ્યો, “બિચારીને આ નરાધમોએ કેટલી મારી હશે?”  

          અંતે, શ્યામની આંખો પણ ઘેરાવા લાગી.

ક્રમશ: